સોના હૈ સદા કે લિએ

અખાત્રીજના દિવસે સોનું ખરીદવાનું મહત્વ છે ત્યારે જાણીએ ગોલ્ડ જ્વેલરીમાં ૨૦૧૨ના નવા ટ્રેન્ડ્સ વિશે

sona-sada-ke-liyeઅર્પણા ચોટલિયા

વર્ષનાં સાડાત્રણ વણજોયેલાં મુરતોમાંનું એક એટલે અખાત્રીજનો દિવસ. આજના દિવસે કોઈ પણ ચીજ ખરીદવા કે કોઈ શુભ કાર્ય કરવા પંચાંગ જોવાની જરૂર નથી પડતી. આજના દિવસે સગાઈ, લગ્ન, ગૃહપ્રવેશ જેવાં શુભ કાર્યો તો લોકો કરે જ છે; સાથે-સાથે જ્વેલરી, ઑટોમોબાઇલ અને પ્રૉપર્ટીની માર્કેટમાં પણ ધૂમ હોય છે. ભલે જમાના સાથે લોકોની તહેવારો ઊજવવાની રીતભાત બદલાય, પણ હજીયે શુભ દિવસે ગોલ્ડની ખરીદી કરવાનો કૉન્સેપ્ટ તો એનો એ જ છે. જોઈએ ગોલ્ડ જ્વેલરીમાં હાલમાં શું હૉટ છે.

ઓલ્ડ ઇઝ ગોલ્ડ

સોનાના ભાવ ગમે એટલા વધી જાય, પણ લોકો એ ખરીદશે જ. જમાના સાથે નવા કૉન્સેપ્ટ અને નવી ડિઝાઇનો આવતી રહે છે અને થોડાં વષોર્ પહેલાં સુધી લોકો આવી જ મૉડર્ન અને ડેલિકેટ ડિઝાઇન પહેરવાનું પસંદ કરતા હતા. જોકે હવે ફરી પાછા લોકો હેવી લુકિંગ ગોલ્ડ જ્વેલરી તરફ વળ્યા છે. મોગલ, નિઝામ, રૉયલ વગેરે થીમથી ઇન્સ્પાયર્ડ કલેક્શનમાં ખૂબ પ્રમાણમાં ગોલ્ડનો ઉપયોગ થાય છે અને ડિઝાઇનો દેખાવમાં બલ્કી તથા ભરાવદાર હોય છે. તનિશ્ક તેમ જ વામન હરિ પેઠે જેવી બ્રૅન્ડ્સમાં આવી ડિઝાઇનો ખાસ જોવા મળી રહી છે. આ વર્ષે ડાયમન્ડ્સ તો ટ્રેન્ડમાં છે જ, પણ દિવસે પહેરવા માટે બ્રાઇડ્સ ફુલ ગોલ્ડ જ્વેલરીની પસંદગી કરી રહી છે.

લક્ષ્મી અને ગણેશ

લક્ષ્મી સિક્કાવાળો સાઉથ ઇન્ડિયન ફૅશનનો લક્ષ્મી હારનો ટ્રેન્ડ વીસ વર્ષ પહેલાં લોકોમાં ખૂબ પ્રિય હતો, પણ અત્યારે પાછો આવ્યો છે. એમાં નેકલેસને હેવી લુક આપવા માટે લક્ષ્મી સિક્કાનો ઉપયોગ થઈ રહ્યો છે. એ સિવાય કાસ્ટિંગ કરેલી આખી લક્ષ્મીજીની મૂર્તિઓની મોટિફ પણ નેકલેસ, ઈયરરિંગ તેમ જ મંગળસૂત્રનાં પેન્ડન્ટ્સમાં હિટ છે. ગણેશજીની કાસ્ટિંગ કરેલી મૂર્તિની મોટિફ પણ વેડિંગ કે ટ્રેડિશનલ જ્વેલરીમાં સુંદર લાગે છે. આ પ્રકારની ડિઝાઇનને ટેમ્પલ જ્વેલરી પણ કહેવાય છે. સાઉથમાં આવી જ્વેલરીની ખાસ ડિમાન્ડ છે, પણ હવે આ સુંદર એવી ડિઝાઇનો બધાને ગમી ગઈ છે.

નક્શીકામ

ઘણી બ્રૅન્ડમાં તાજમહલ જેવી થીમ પરથી પણ જ્વેલરીનું કલેક્શન જોવા મળશે, જેમાં મહેલની કોતરણી જેવી ડિઝાઇન બનાવવામાં આવે છે. મંદિરોના સ્તંભ, કોતરણી વગેરેનો પણ જ્વેલરીની ડિઝાઇનમાં ઉપયોગ થવા લાગ્યો છે. આ ઉપરાંત નિઝામ કલેક્શનમાં જાળીકામ, મીનાકારી, મોતીની માળા સાથે ગોલ્ડનાં પેન્ડન્ટ્સ ખાસ જોવા મળે છે. આ કલેક્શનમાં પન્ના એટલે કે એમરલ્ડનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. મોતી અને પન્નાનું ગોલ્ડ સાથે કૉમ્બિનેશન ખરેખર ખૂબ સુંદર દેખાય છે. ફિલિગ્રી એટલે કે જાળીવાળી ડિઝાઇનો રિંગ, બંગડીઓ અને નેકલેસમાં સુંદર લાગે છે. આવા નકશીકામથી પીસ જોવામાં મોટું લાગે છે, પણ એમાંથી સોનાનું વજન ઓછું થઈ જાય છે.

જેમસ્ટોન

જેમસ્ટોન પહેરવા સાથે અનેક માન્યતાઓ સંકળાયેલી છે. કેટલાક લોકો હજીયે જેમસ્ટોન રાશિ જોયા વગર નથી પહેરતા, પરંતુ આ વર્ષે જ્વેલરીમાં જેમસ્ટોનનો ઉપયોગ ખાસ જોવા મળી રહ્યો છે અને એ પણ રૂબી એટલે કે માણેકનો. યલો ગોલ્ડના નેકલેસ તેમ જ ઈયરરિંગ્સમાં ડ્રૉપ્સ તરીકે માણેક તેમ જ ડિઝાઇનમાં વચ્ચે જડવા માટે પણ માણેકની ડિમાન્ડ વધુ છે. એ સાથે એમેથિસ્ટ, ટોપાઝ, ટકોર્ઇઝ અને બીજા સેમી-પ્રેિશ્ાયસ સ્ટોનનો ઉપયોગ ગોલ્ડ જ્વેલરીમાં થવા લાગ્યો છે. જેમસ્ટોન સાથે મોતીનો ઉપયોગ આ વર્ષે વધુ જોવા મળી રહ્યો છે. ગોલ્ડના નેકલેસમાં નીચે મોતીનાં ડ્રૉપ્સ આકર્ષક લાગે છે.

વિક્ટોરિયન પૉલિશ

સોનાની જ્વેલરી ટ્રેન્ડમાં છે, પણ ચળકતા પીળા સોનાની નહીં. થોડી કાળાશ પડતી અને ડલ પૉલિશવાળી ગોલ્ડ જ્વેલરીનો ટ્રેન્ડ આ વર્ષે વધુ છે. આને ઍન્ટિક ફિનિશિંગ પણ કહેવાય છે. બલ્કી ડિઝાઇનોમાં આવું ફિનિશિંગ સુંદર લાગે છે. આ પૉલિશમાં થોડી કાળાશ લાગશે, પરંતુ દેખાવમાં એ પ્યૉર પીળા સોના કરતાં વધુ સારી લાગે છે.

અનકટ ડાયમન્ડ

યલો ગોલ્ડમાં પોલકી એટલે કે અનકટ ડાયમન્ડ અને એના ફરતે મીનાકારીનો ટ્રેન્ડ આ વર્ષે ખાસ જોવા મળી રહ્યો છે. અનકટ ડાયમન્ડને ચૉકર નેકલેસમાં એ રીતે જડવામાં આવે છે જેમાં કોઈ ચોક્કસ ડિઝાઇન નથી હોતી પણ દેખાવમાં એ ડાયમન્ડ્સનો ઢગલો કર્યો હોય એવું લાગે અને બ્રાઇડલ જ્વેલરીમાં આ ખાસ છે.

પ્લૅટિનમ પણ છે ડિમાન્ડમાં

સોનાની ડિમાન્ડ તો હંમેશાં રહેવાની છે, પણ હવે નવી પેઢીને પ્લૅટિનમ તેમ જ વાઇટ ગોલ્ડ આકર્ષે છે. પ્લૅટિનમમાં ડિઝાઇનો થોડી નાજુક નમણી અને મૉડર્ન ટાઇપની હોય છે. આ એક એવી ધાતુ છે જેમાં કોઈ પ્રકારનું મિશ્રણ હોતું નથી. માઇનમાંથી નીકળ્યાથી ફાઇનલ પીસ બન્યા સુધી પ્લૅટિનમ એટલું જ શુદ્ધ અને સફેદ રહે છે. પ્લૅટિનમની કિંમત પણ સોના કરતાં લગભગ બમણી હોય છે. આજના મૉડર્ન યુગમાં પરંપરાગત સોનાના દાગીના ફક્ત લગ્ન જેવા પ્રસંગો માટે જ રહી ગયા છે એવામાં ડેઇલીવેઅર કે ફૅશન-જ્વેલરી તરીકે લોકો પ્લૅટિનમ તરફ વળ્યા છે. અખાત્રીજે સોનાને બદલે પ્રેશ્યસ પ્લૅટિનમ ખરીદવાનો વિચાર હોય તો પ્લૅટિનમ વિશે થોડી જાણકારી મેળવી પછી જ ખરીદી કરજો. આ માટે પ્લૅટિનમના સ્ટોર્સની હેલ્પ લઈ શકાય.

૨૪ કૅરેટ સોનામાં જ્વેલરી બની શકે નહીં, કારણ કે એ નરમ હોય છે. એટલે બીજી ધાતુઓના મિશ્રણથી એને કડક બનાવવામાં આવે છે જેનાથી એની પ્યૉરિટી ઘટી જાય છે, પણ પ્લૅટિનમમાં આવું નથી. પ્લૅટિનમ પૂર્ણ રીતે શુદ્ધ હોય છે અને છતાં સૌથી કડક હોય છે, પણ એનો એક ગેરફાયદો એ છે કે પ્લૅટિનમમાંથી ગોલ્ડમાં બને એવી ઝીણી અને વળાંકવાળી ડિઝાઇનની જ્વેલરી બનવી શક્ય નથી. એ છતાં સિમ્પલ ડિઝાઇન અને ડાયમન્ડ સેટ કરેલી પ્લૅટિનમ જ્વેલરીનો ચાર્મ જુદો જ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK