સોના લઈ જા રે

 

 

સોનું ખરીદો... સોનું ખરીદો... અખાત્રીજ નિમિત્તે ૨૪ એપ્રિલે સોનું ખરીદવાની ખાસ ઑફરો લગભગ દરેક મોટા-નાના જ્વેલર્સ તરફથી દર વરસની જેમ સતત થઈ રહી છે. આ દિવસને સોનું ખરીદવાનો શુભ-ઉત્તમ દિવસ માનવામાં આવે છે અને શુકનવંતો પણ ગણવામાં આવે છે.

sona-lai-ja-reજયેશ ચિતલિયા

સોનું ખરીદો... સોનું ખરીદો... અખાત્રીજ નિમિત્તે ૨૪ એપ્રિલે સોનું ખરીદવાની ખાસ ઑફરો લગભગ દરેક મોટા-નાના જ્વેલર્સ તરફથી દર વરસની જેમ સતત થઈ રહી છે. આ દિવસને સોનું ખરીદવાનો શુભ-ઉત્તમ દિવસ માનવામાં આવે છે અને શુકનવંતો પણ ગણવામાં આવે છે. જોકે સમય સાથે બદલાયેલા વાતાવરણમાં સોનાની ખરીદીનો ટ્રેન્ડ પણ બદલાઈ રહ્યો છે. જાયન્ટ અને નામાંકિત જ્વેલર્સ ઉપરાંત આ વખતે ગોલ્ડ ઈટીએફ (એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ) ઑફર કરતાં સંખ્યાબંધ મ્યુચ્યુઅલ ફન્ડો તેમ જ બૅન્કો પણ જોડાઈ છે. ફિઝિકલ સોનાને બદલે પેપર ગોલ્ડ ખરીદવાની ઑફરોની હવે કતાર લાગી છે. આ દિવસે ઈટીએફ સ્વરૂપે સોનું ખરીદવા અને ગોલ્ડ માટેના એસઆઇપી (સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) શરૂ કરવા સંખ્યાબંધ ઑફરો લોકો સમક્ષ મુકાઈ ગઈ છે. આમ આ વખતે સોનું વેચવા માટે જ્વેલર્સ અને મ્યુચ્યઅલ ફન્ડો વચ્ચે સ્પર્ધા જામી છે. બન્ને પક્ષો ગોલ્ડ માટે વ્યાપક અને આક્રમક માર્કેટિંગ કરી રહ્યા છે. આ સંજોગોમાં જ્વેલર્સ વર્ગનો ઘણોખરો હિસ્સો મ્યુચ્યુઅલ ફન્ડો ખેંચી ગયા છે.

રિલાયન્સ મ્યુચ્યુઅલ ફન્ડ, આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ, કોટક સહિત અને અનેકવિધ મ્યુચ્યુઅલ ફન્ડો ગોલ્ડ ફન્ડ તેમ જ એસઆઇપી ઑફર કરી રહ્યાં છે. વધુમાં આ વરસે તો વળી ગોલ્ડ ઑફરો એવા સ્વરૂપે પણ વધતી રહી છે જેમાં ડીમૅટ અકાઉન્ટની પણ જરૂર નથી. અહીં એ નોંધવું મહત્વનું છે કે છેલ્લાં બે વરસ દરમ્યાન ગોલ્ડ ઈટીએફમાં રોકાણ કરનારાઓની સંખ્યા સતત વધતી રહી છે. આ ઉપરાંત હવે તો પોસ્ટઑફિસ પણ સોનું વેચી રહી છે. આમ  જ્વેલર્સથી લઈ બૅન્કો, મ્યુચ્યુઅલ ફન્ડો અને પોસ્ટઑફિસો સુધ્ધાં સોનું વેચવા નીકળી છે ત્યારે સોનાના ભાવો જોઈ કેટલું સોનું ખરીદાશે એ તો સવાલ છે, પણ હવે ફિઝિકલ સોનું કરતા ડીમૅટ કે પેપર ગોલ્ડ ખરીદવાની માનસિકતા વધી રહી છે. ખાસ કરીને અત્યારે શૅરોમાં માહોલ એકંદરે ઠંડો છે ત્યારે સોના પ્રત્યે આકર્ષણ જળવાઈ રહે એવી આશા સૌકોઈ રાખી રહ્યા છે. ગોલ્ડ વેચનારાઓની તો કતાર લાગી છે, પણ હવે ખરીદનારાઓનો રિસ્પૉન્સ કેવો રહ્યો એના આંકડા આવતાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

પેપર ગોલ્ડની વિશિષ્ટતા

ઘરમાં કે બૅન્કમાં સાચવવાની ઝંઝટ નથી રહેતી.

જેથી ચોરાઈ કે લૂંટાઈ જવાનો ભય નથી રહેતો.

ઘસારાની સંભાવના પણ નથી રહેતી.

ડીમૅટ સ્વરૂપે શૅર ડીમેટવાળા અકાઉન્ટમાં રહી શકે છે.

ઘણા કિસ્સામાં તો એકાદ પેપર પણ કાફી રહે છે, ડીમૅટ અકાઉન્ટની પણ જરૂર નથી રહેતી.

ડીમૅટ સોના સામે લોન પણ સરળતાથી મેળવી શકાય છે.

હવે તો ડીમૅટ કે પેપર ગોલ્ડને ફિઝિકલ સોનામાં પણ કન્વર્ટ કરી શકાય છે.

ફિઝિકલ ગોલ્ડની નબળાઈ-જોખમ

ફિઝિકલ સોનું ચોરાઈ-લૂંટાઈ જવાનો ભય રહે છે.

સાચવવા માટે લૉકર વગેરે જેવો ખર્ચ ભોગવવો પડે છે.

સોનું પાછું વેચતી વખતે ઊંચો ઘસારો લાગે છે.

ફિઝિકલ સોનું ઍસેટ હોય છે, પણ નિષ્ક્રિય હોય છે.

શુદ્ધતાની ખાતરી વિશે અચોક્કસતા રહે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK