સમાજને શારીરિક નગ્નતા તો દેખાય છે, પરંતુ મનની કે સ્વભાવની નગ્નતા કેમ નથી દેખાતી?

શા માટે આવી નગ્નતા સામે ઊહાપોહ થતો નથી? આમિર ખાનના નગ્ન પોસ્ટર સામે ઊહાપોહ મચાવનાર સમાજને આવા સવાલો થઈ શકે આમિર ખાનની ફિલ્મ ‘ક્ટk’ના નગ્ન પોસ્ટરને કારણે છેલ્લા કેટલાક દિવસોથી ઊહાપોહ મચી રહ્યો છે.


(સોશ્યલ સાયન્સ- જયેશ ચિતલિયા)

સોશ્યલ મીડિયા સહિત ચારે કોરથી તેની ટીકા-આલોચના-ચર્ચા થઈ રહી છે. આવી નગ્નતાનું પ્રદર્શક કંઈ કરાતું હશે? આમ નગ્ન તસવીર જાહેરમાં મૂકવાથી સમાજ પર કેવી અસર પડે ? દેશને શિખામણ આપતા આમિરે આવું કરાય? તે તો યુવાનો સહિત સમગ્ર સમાજ માટે રોલમૉડલ છે, તેણે આવાં બીભત્સ પ્રકારનાં કામ ન જ કરાય.
નગ્નતા પ્રત્યે ભારતીય સમાજમાં સદીઓથી એક પ્રકારની ઊબ જોવા મળે છે. કોઈ હિરોઇન કે કોઈ હીરો જરા વધુ અંગપ્રદર્શન કરે કે સમાજમાં ચર્ચા-વિવાદ શરૂ થઈ જાય. એ તસવીરો જોતાં-જોતાં જ આ ચર્ચા ચાલ્યા કરે. જેણે એ ન જોઈ હોય તે પણ એ જોવા માટે ઉત્સુક બની જાય. યુવતી કે મહિલાઓ અમુક પ્રકારનાં વસ્ત્રો પહેરે ત્યારે પણ ટીકાટિપ્પણીઓ થવા લાગે અને શિખામણોનો અને ડાહી-ડાહી વાતોનો વરસાદ શરૂ થઈ જાય. છુપાઈ-છુપાઈને આ જ લોકોને નગ્નતા જોવી પણ હોય છે જેના અનેક માર્ગ તેઓ શોધતા રહે છે. ખેર, આપણે અહીં આમિરના નગ્ન પોસ્ટરની કે તેણે આમ શા માટે કર્યું, તેણે આમ ન કરવું જોઈએ એવી સુફિયાણી વાતોમાં પડવું નથી બલકે આવા ઊહાપોહ જ્યારે પણ થાય ત્યારે દરેક વ્યક્તિ અને સમાજે પોતાની જાતને પણ કેટલાક સવાલો કરવા જોઈએ.

પરિવારના સ્વભાવની નગ્નતાનું શું?

શરીરની નગ્નતા સામે આટલો ઊહાપોહ-વિવાદ મચાવનાર આપણે-સમાજ માણસના મનની અને સ્વભાવની નગ્નતા સામે કેમ વાંધા કે વિવાદ ઉઠાવતા નથી? એક માણસ બીજા માણસ સામે સ્વભાવની નાગાઈ દર્શાવે ત્યારે કેમ ઊહાપોહ થતા નથી? આ નગ્નતા કદાચ શરીરની નગ્નતા કરતાં વધુ ભયાનક અને વિકૃત પણ કહી શકાય એટલું જ નહીં, શરીરની નગ્નતાનું પ્રદર્શન તો ફિલ્મી પણ હોય છે; જ્યારે મનની-સ્વભાવની નગ્નતા સમાજમાં ઘેર-ઘેર ઠેર-ઠેર જોવા મળે છે. પરિવારથી શરૂ કરીએ તો સાસુ-નણંદ દ્વારા નવી વહુ સામે થતા અત્યાચાર, શોષણ અથવા હવેના સમયમાં વહુ તરફથી સાસુ-સસરા સામે થતી દાદાગીરીને શું તેમના સ્વભાવની નાગાઈ ન કહેવાય? ઘરડાં માતા-પિતા સાથે સંતાનો દ્વારા થતો દુક્ટ વ્યવહાર એ સંતાનોનું નગ્નપણું ન કહેવાય? શું આ સામાજિક સજ્જનતા કે શિસ્તમાં આવી શકે? પતિ દ્વારા પત્ની સાથે કે પત્ની દ્વારા પતિ પર થતા અત્યાચારને તેમના મનની કુરૂપતા કે નગ્નતા ન કહેવાય? આ બધું વષોર્થી ચાલી રહ્યું છે અને કયારેક તો આવી નગ્નતા એટલી હદ વટાવી જતી હોય છે કે એને કારણે શોષણનો ભોગ બનેલી વ્યક્તિ આત્મહત્યા કરી લેતી હોય છે. અન્યથા તેમનું જીવન જ નર્કાગાર જેવું બની જતું હોય છે અને જો આવી વ્યક્તિ પોતાના બચાવ કે સ્વમાન માટે અવાજ ઉઠાવે તો તેણે સમાજની બદનામી કે નિંદાનો સામનો કરવો પડે છે. સમાજ આવી વ્યક્તિને ઝટ સ્વીકારતો નથી, તેની ઉપેક્ષા કરે છે.

યૌનશોષણ એ મનની વિકૃતિ

નાનાં બાળકોથી લઈ ટીનેજ યુવતીઓ-યુવા મહિલાઓ પર સતત દેશભરમાં થઈ રહેલા બળાત્કારો-શારીરિક શોષણને શું કહીશું? આ કૃત્યો માનવમનની કે વિકૃત સ્વભાવની નાગાઈ જ તો છે. એની સામે આકરાં પગલાં લેવાને બદલે એના પર રાજકારણ રમનારા રાજકારણીઓ-નેતાઓ, કથિત સંસ્થાઓ કે તપાસ દરમ્યાન જેઓની લૂંટાયેલી લાજ પર વધુ શરમજનક સવાલો કરીને તેની ઇજ્જત લૂંટતા પોલીસો કે વકીલોની માનસિક નગ્નતાને શું કહીશું? કોઈને જોતાં જ જેમની આંખોમાં બૂરી નજર અને બૂરા વિચારો જાગવા માંડે છે એવી માનવમનની નગ્નતાને શું કહીશું? શું સમાજને આવી બીભત્સતા કઠતી નથી? કેમ આવી નાગાઈ સામે બુલંદ અવાજ કે આક્રોશ ઊઠતો નથી? અને ઊઠે છે તો થોડા સમયમાં જ એનું અપેક્ષિત પરિણામ મેળવ્યા વિના શાંત થઈ રાબેતા મુજબ જીવવા લાગે છે. એ પછી તો સ્ત્રીઓએ કેવાં વસ્ત્રો પહેરવાં જોઈએ, ક્યારે અને ક્યાં જવું જોઈએ વગેરે સલાહ અપાય છે. તેને ન્યાય મળે તેમ જ આવા કિસ્સા બંધ થાય એ માટે કંઈ નક્કર નહીં કરવાની મનોવૃત્તિને નગ્નતામાં કેમ ખપાવવામાં આવતી નથી? આખા સમાજ પર થતા આવા રેપને સમાજે જ જાણે સ્વીકારી લીધો છે એવું લાગે છે.

આશ્રમો કે બજારોની નગ્નતાનું શું?


મંદિરોમાં, ધાર્મિક સંસ્થાઓ-સંપ્રદાયોમાં ધર્મના કે ભગવાનના નામે થતી છેતરપિંડી, લોકોને ગેરમાર્ગે દોરવાની થતી પ્રવૃત્તિઓ, અંધશ્રદ્ધાનો ફેલાવો એ નગ્નતા ન કહેવાય? આવા આશ્રમોમાં સ્ત્રીઓની ઇજ્જ્ત લૂંટતા, તેમનું શારીરિક શોષણ કરતા લોકોની નાગાઈ વષોર્થી ચાલી રહી છે એનું શું? આવા નાગા લોકોને શું થાય છે? સાલું તેઓ તો પુજાય છે, કરોડો રૂપિયા કમાય છે, હજારો અનુયાયીઓ મેળવીને રાજકારણીઓની વોટબૅન્ક બની જાય છે.

ફાઇનૅન્શિયલ નેકેડનેસનું શું?

કૉર્પોરેટ સેક્ટરમાં, નાણાકીય બજારોમાં ગ્રાહકો, વેપારીઓ કે ઇન્વેસ્ટરો સાથે થતી છેતરપિંડી આપણને એવી માફક આવી ગઈ છે કે આવું કરનારા આપણને માર્કેટિંગ કરનારા લાગે છે; તેમની મનોવૃત્તિની ચતુરાઈપૂવર્‍કની નગ્નતા આપણને દેખાતી કે સમજાતી પણ નથી. દર થોડાં વર્ષે રોકાણકારો સાથે કરવામાં આવતાં કૌભાંડો એ માનવીય મનની નાગાઈ નથી? બૅન્કો-સંસ્થાઓ કે કોઈ વ્યક્તિ પાસેથી ધિરાણ લઈ એને પાછાં નહીં કરવાની નફટાઈ બતાવતા લોકો નાગા ન ગણાય? રાજકારણમાં ડગલે ને પગલે થતી ગંદી રમતો, કાળાં નાણાં, કાળા બજાર, સંગ્રહખોરી, મોંઘવારીને નામે લોકોને છેતરતા લોકોની માનસિક કપટી નગ્નતાનું શું? આ લોકોએ ભલે અનેક વસ્ત્રો પહેયાર઼્ હોય, તેમની નાગાઈ નફ્ફટ જેવી હોય છે! આવા લોકો સમગ્ર દેશ-પ્રજા સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી, ધોકો કરતા હોય છે.

છેતરપિંડીની નાગાઈ

શું દૂધ, અનાજ સહિત અનેક ચીજવસ્તુઓમાં ભેળસેળ કરનારા નાગા નથી? શું આવા લોકોને કોઈ લાજશરમ આવે છે ખરી? અદાલતોમાં સામાન્ય માણસોને ન્યાય માટે વષોર્ સુધી લડાવતા રહેતા, ગેરમાર્ગે દોરતા અને પોતાના અંગત લાભ કે સ્થાપિત હિતમાં છેતરતા કાયદાના કહેવાતા પાલકો-રક્ષકો-લડાયકોની નગ્નતા જ ન્યાયને અન્યાયમાં ફેરવી નાખતા હોય છે. આવા લોકોની નાગાઈ આપણને દેખાતી કે સમજાતી નથી? ડગલે ને પગલે સતત ભ્રક્ટાચારમાં ડૂબેલા અને સતત ધનસંપત્તિ ભેગી કરવા માટે દેશની-સમાજની સાથે ગદ્દારી કરનારાઓની નાગાઈને આપણે શું કહીશું?

રાજા નાગો છે, પણ આવું બોલાય નહીં!

માનવીય મનની-સ્વભાવની નગ્નતાના અનેક દાખલા આપણી સમક્ષ રોજબરોજ અને વષોર્થી બનતા રહે છે. આવા લોકો આપણને શરીર પર ઊજળાં વસ્ત્રો પહેરીને છેતરે છે, પરંતુ આપણે તેમનાથી એવા ટેવાઈ ગયા છીએ કે આપણને આમાં અજુગતું ભાગ્યે જ લાગે છે. શરીરની નગ્નતા આપણને એટલી મોટી બાબત લાગે છે કે માણસના મનની-સ્વભાવની, અભિગમની, વ્યવહારની ચાલાકીની, કપટી નીતિની નગ્નતા આપણે જોઈ શકતા નથી અથવા એની સામે આપણે કંઈ કરી શકતા નથી. આવા શોષિત સમાજ માટે આપણી અંદર રહેલી મનોવૃત્તિ - મારે શું? મારું શું જાય છે? મારા કેટલા ટકા? વગેરે જેવા આપણા અભિગમ, આપણી સ્વાર્થવૃત્તિની નગ્નતા ન કહેવાય? આમ એક યા બીજા સ્વરૂપે નગ્નતા બધે જ છે. કરુણતા એ છે કે પેલી કટાક્ષવાર્તામાં વjાહીન થઈને રથમાં નીકળેલા રાજાને બધા જ જુએ છે કે રાજા નાગો છે એમ છતાં રાજાને આમ ન કહેવાય એમ માની લોકો વjાહીન રાજાનાં કથિત વસ્ત્રોનાં વખાણ કર્યા કરે છે. માત્ર એક નાનું બાળક આ જોઈને બોલી ઊઠે છે, આ રાજા તો નાગો છે! અને બધા વડીલો તે બાળકને કહે છે, ચૂપ થઈ જા, એમ ન બોલાય! આપણા સમાજમાં આવી જ હાલત છે, આપણે ખુદ ક્યારેક તે રાજા જેવી સ્થિતિમાં હોઈએ છીએ...

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK