મેંદીમાં હટકે શું થાય? પૂછો આ ગુજરાતી ગર્લને

જન્મથી શ્રવણશક્તિ ન ધરાવતી અને આજે પણ હિયરિંગ એઇડની મદદથી જ સાંભળી શકતી કાંદિવલીની શ્રદ્ધા રાઠોડે મેંદી ક્યાં-ક્યાં મૂકી શકાય એવું સતત વિચારતા રહીને ઘણાં ઇનોવેશન કર્યા છે


(સ્પેશ્યલ સ્ટોરી-પલ્લવી આચાર્ય)

ગયા મહિને ૨૧ વર્ષની થયેલી શ્રદ્ધા ગિરીશ રાઠોડે પોતે બનાવેલાં ૧૦૦ બૉક્સ અમેરિકા મોકલાવ્યાં. પોતાનો આ ઑર્ડર પૂરો કરવા શ્રદ્ધાએ દિવસરાત જાગીને કામ કર્યું, કારણ કે તેણે બનાવેલાં બૉક્સ ઑર્ડિનરી નહોતાં. મેંદીને ઇનોવેટિવ આઇડિયાથી અપ્લાય કરીને બનાવેલાં આ બૉક્સ હતાં.

કાંઈક છીનવી લીધું 

શ્રદ્ધા વર્ષ-સવા વર્ષની હતી ત્યારે તેના પેરન્ટ્સને જાણ થઈ કે દીકરીને હિયરિંગ ડેફિશ્યન્સી છે. તરત તેમણે ડૉક્ટરને કન્સલ્ટ કરીને સારવાર લીધી અને તેને હિયરિંગ એઇડની મદદથી સાંભળતી કરવાની ટ્રાય કરી, સ્પીચ-થેરપી આપી. આમ છેવટે તે સાંભળવા લાગી. તેના પિતા ગિરીશ રાઠોડ કહે છે, ‘તે નાની હતી ત્યારે હિયરિંગ એઇડ રાખતી નહીં, કાઢીને ફેંકી દેતી કાં ખોઈ નાખતી અથવા તોડીફોડી નાખતી. બહાર ન દેખાય એવાં નાનાં એઇડ અમે તેને માટે લેતાં, ભલે એ મોંઘાં કેમ ન પડે. અમારી આ મહેનત કામ લાગી. હિયરિંગ એઇડની મદદથી તે પ્રૉપર્લી સાંભળવા લાગી અને થોડું બોલવા પણ લાગી.’



કાંઈક આપ્યું

કાંદિવલી (વેસ્ટ)ના મહાવીરનગરમાં રહેતી શ્રદ્ધાને નૉર્મલ સ્કૂલમાં ભણવા પણ મૂકી. નાના ભાઈના જન્મ પછી તેના સથવારે શ્રદ્ધાની સ્પીચ ઑર ખૂલી ગઈ અને તે પ્રૉપર્લી બોલવા લાગી. ભણવામાં તે ઍવરેજ રહી, ૬૦થી ૭૦ ટકા માર્ક મેળવી શકતી હતી. આ વર્ષે તેણે Tળ્BA એક્ઝામ આપી છે. શ્રદ્ધા દેખાવે રૂપાળી છે અને ટૅલન્ટેડ પણ છે. શ્રદ્ધાનું ડ્રૉઇંગ સારું હતું અને મેંદી મૂકવાનું તેને ગમતું હતું એથી કાંદિવલીમાં મેંદીના ક્લાસ જૉઇન કર્યા. મેંદી મૂકવામાં તે એક્સપર્ટ બનતી ગઈ એટલું જ નહીં, દુલ્હનની મેંદીમાં તે સ્પેશ્યલિસ્ટ બની ગઈ. ગયા મહિને તે ૮ જણને લઈને ૧૫૦ લોકોને મેંદી મૂકવા ગઈ હતી. આજે તેની પાસે ડિસેમ્બર સુધી મેંદીના ઑર્ડરનું ફુલ બુકિંગ છે; જેમાં નવરાત્રિથી લઈને કરવાચોથ, પયુર્ષણ સહિતના બધા જ પ્રસંગોના ઑર્ડર છે.



નવું કરવું હતું

મેંદીના ફીલ્ડમાં કાંઈક નવું કરવું હતું એથી શ્રદ્ધા ઇન્ટરનેટ પર ખાંખાખોળા કરવા લાગી. ફેસબુક સહિતના સોશ્યલ મીડિયા પર તેણે પોતાની આર્ટનાં પિક્ચર્સ અપલોડ કર્યા. એ સાથે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાનાં પિક્ચર્સ અપલોડ કર્યા એટલું જ નહીં, એમાં અપલોડ થયેલી મેંદીને લગતી માહિતીનો અભ્યાસ કરવા લાગી. તેને આ ફીલ્ડમાં બિઝનેસ પણ કરવો હતો. આ રીતે તે ઇન્ટરનૅશનલ મેંદી આર્ટિસ્ટોના સંપર્કમાં આવી એની વાત કરતાં તે કહે છે, ‘ઇન્ડિયન અને અરેબિક સ્ટાઇલ ઉપરાંત મેંદી હાથ-પગ ઉપરાંત ક્યાં અપ્લાય કરી શકાય વગેરે મારે જાણવું હતું. લાસ્ટ ફેબ્રુઆરીમાં બ્રિજેટ નામની અમેરિકન મેંદી-આર્ટિસ્ટ ઇન્ડિયા આવી છે એની ખબર પડતાં હું તેને મળવા ગઈ. તેણે મને સલાહ આપી કે જે વસ્તુમાં ગરમી હોય એના પર મેંદી મૂકી શકાય. લાકડું, સિલ્ક અને લેધર પર મેંદી મૂકી શકાય.’

કંઈક હટકે

શ્રદ્ધા જે વસ્તુ પર મેંદીની ડિઝાઇન કરીને જુદા-જુદા પીસ તૈયાર કરે છે એવું મુબઈમાં તો કદાચ કોઈ જ નહીં કરી રહ્યું એવું દૃઢતાપૂર્વક જણાવતાં શ્રદ્ધા કહે છે, ‘પ્રોફેશનલી હું મેંદી મૂકવાનું કામ કરી રહી હતી, પણ મને એમાં કાંઈક ખૂટતું હોય એવું લાગતું હતું. હું દરરોજ વિચારતી કે હાથ અને પગ સિવાય મેંદી બીજે ક્યાં અપ્લાય કરી શકાય? કાંઈક નવું જાણવા મળે એ માટે હું દુનિયાના જાણીતા મેંદી-ડિઝાઇનરોનું કામ દરરોજ ઇન્ટરનેટ પર જોતી હતી. ત્યારે મને જાણવા મળ્યું કે ફૉરેનમાં પીઠ સહિતના શરીરના ભાગ પર મેંદી મુકાય છે, પણ મારે કાંઈક હટકે કરવું હતું જે આઇડિયા બ્રિજેટને મળ્યા પછી મને મળ્યો.’ લાકડું, લેધર અને સિલ્ક પર લાઇવ મેંદી મૂકી એને લૅમિનેશન કરીને શ્રદ્ધા વિવિધ પીસ બનાવે છે. જોકે સિલ્કમાં તેને સક્સેસ નથી લાગતું પણ હવે તે કાચ અને કૅન્ડલ પર પણ મેંદીની ડિઝાઇન કરે છે.

ટફ વર્ક

શ્રદ્ધા જુદી-જુદી સાઇઝની વુડન ટ્રે, કૅન્ડલ, વુડન બૉક્સ, કૅન્ડલ ફ્લાસ્ક, કૅન્વસ, વૉલ વગેરે ચીજો પર લાઇવ મેંદી મૂકી એને લૅમિનેશન કરીને એક્સક્લુઝિવ પીસ બનાવે છે. તેને આવા પીસ બનાવતી જોઈને અમેરિકાથી આવેલાં એક લેડીએ તેમના ઘરે લગ્ન હોવાથી ૧૦૦ વુડન બૉક્સનો ઑર્ડર આપ્યો હતો જે તેણે ગયા મહિને જ ડિલિવર કયોર્ હતો.આ કામમાં આર્ટ હોવાથી મોટા ભાગનું કામ શ્રદ્ધાએ જાતે કરવું પડે છે એ વિશે વાત કરતાં તે કહે છે, ‘અમેરિકાનો ઑર્ડર આવ્યો ત્યારે મારી એક્ઝામ ચાલતી હતી. એક્ઝામ પૂરી થયા પછી દિવસરાત જાગીને કામ કરવું પડ્યું હતું. કારીગરો સાથે બહુ મગજમારી કરવી પડે, પણ મને ખાતરી છે કે મારો બિઝનેસ વધવાનો છે. અત્યારે મોટા ભાગનું કામ હું કરું છું, પણ પછી મારે વધારે કારીગરો હાયર કરવા પડશે.’ આર્ટના શોખીન કેટલાક લોકો આખી વૉલ પર મેંદીની ડિઝાઇન કરાવે છે તો ફ્રેમ પર પણ ડિઝાઇન કરાવે છે. તાજેતરમાં તેણે કાર્ડ હોલ્ડર મેંદી-પેઇન્ટથી તૈયાર કર્યું છે.  કેટલાક લોકો કૅન્વસ પર મેંદી-પેઇન્ટ કરાવીને વૉલ પર લગાવે છે. 

મારું પોતાનું

મેંદીની ઘણી ડિઝાઇનો શ્રદ્ધાએ પોતે બનાવી છે. તે આ ડિઝાઇનોની એક બુક બનાવવાની છે અને હવે એના કૉપીરાઇટ માટે અપ્લાય કરવાની છે. વિદેશના ઑર્ડરનું કામ ઈ-મેઇલ થ્રૂ કરે છે. લેધર, કાચ અને વુડના પીસ ઑર્ડરથી બનાવી આપવા તેણે કારીગર રાખ્યા છે. મેંદી શીખવવાના ક્લાસ તો તે લે જ છે, પણ હવે પોતાની આ આર્ટ લોકોને શીખવવાની છે એથી એના ક્લાસ લેવાનું પણ તે વિચારી રહી છે.

- તસવીરો : કૌશિક થાણેકર

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK