ટ્રેન્ડ છે ઑર્ગેનિક વેડિંગ કાર્ડનો

ઑર્ગેનિક અને ઇકો-ફ્રેન્ડ્લીના જમાનામાં હવે વેડિંગ કાર્ડમાં પણ લોકો આ જ કૉન્સેપ્ટ અપનાવી રહ્યા છે. શું ખાસ છે આ કાર્ડ્સમાં જાણી લો




આજકાલ લગ્નમાં ઇકો-ફ્રેન્ડ્લી, વીગન જેવી થીમ અને કૉન્સેપ્ટની બોલબાલા છે. લોકો વધુ ને વધુ કાં તો ટ્રેન્ડને ફૉલો કરવા ખાતર અને કાં તો ખરેખર પર્યાવરણની ચિંતાને લીધે ઇકો-ફ્રેન્ડ્લી કૉન્સેપ્ટ ભણી વળી રહ્યા છે.

શું છે ઑર્ગેનિક કાર્ડ્સમાં?

આ કાર્ડ્સમાં ઑર્ગેનિક પેપર, રીસાઇકલ કરેલાં એન્વેલપ, ઇકો-ફ્રેન્ડ્લી ઇન્ક વગેરેનો વપરાશ થાય છે. હૅન્ડમેડ રીસાઇકલ કરેલા પેપરમાંથી બનેલી કંકોત્રીઓ દેખાવમાં રિચ લાગતી હોવાથી છેલ્લા કેટલાક સમયથી એનો ટ્રેન્ડ હતો. જોકે પ્રિન્ટિંગ પ્રેસમાં સિન્થેટિક ઇન્કથી એને છાપવામાં આવતી હોવાથી તેમ જ એના પર પ્લાસ્ટિક અથવા કાચના ક્રિસ્ટલ્સનું ડેકોરેશન કરવાથી એ ઇકો-ફ્રેન્ડ્લી નથી બની શકતાં. પરંતુ ઑર્ગેનિક કાર્ડ્સમાં હવે પેપર ઉપરાંત વેજિટેબલ ડાઇ, નૅચરલ કલર્સમાંથી બનાવેલી ઇન્ક વગેરેનો વપરાશ કરવામાં આવે છે. આ કાર્ડ્સ પર ડેકોરેશન માટે પણ કોઈ જ આર્ટિફિશ્યલ ચીજો વાપરવામાં નથી આવતી જેથી ઇકો-ફ્રેન્ડ્લી અને ઑર્ગેનિકના કૉન્સેપ્ટને પૂરી રીતે ન્યાય આપી શકાય.

ઑર્ગેનિક પણ સુંદર લાગી શકે

ખાસ કરીને સુંદર લાગે અને સ્ટેટસ જળવાઈ રહે એ માટે મોટા બૉક્સ સ્ટાઇલનાં અને સાથે ચીજો અટૅચ્ડ હોય એવાં વેડિંગ ઇન્વાઇટ્સ રિચ ક્લાસમાં લોકપ્રિય છે. તેઓ ઑર્ગેનિક ઇન્વાઇટ્સ એટલે ટાળે છે કે એ વધુ સુંદર નથી લાગતાં. જોકે આ કૉન્સેપ્ટ જ એટલો બ્યુટિફુલ છે કે એની સામે એની ડિઝાઇન કે ડેકોરેશન કદાચ વધુપડતું નહીં હોય તો પણ ચાલી જશે. સિãમ્પ્લસિટીમાં માનનારાઓ માટે ઑર્ગેનિક એ નવું સ્ટાઇલ સ્ટેટમેન્ટ છે.

ડેકોરેશન

ઑર્ગેનિક કાર્ડ્સમાં ફક્ત કાગળનો જ વપરાશ ન કરતાં ડેકોરેશનમાં નૅચરલ વેજિટેબલ કલર્સથી ડાઇ કરેલી રિબિન, જૂટનાં બટન અને ફ્રિલ, સૂકાં ફૂલો અને પાંદડાંઓ વાપરવામાં આવે છે. જો બૉક્સ ઇન્વાઇટ બનાવવું હોય તો લાકડાનાં પાતળાં બૉક્સ કે સ્ક્રૉલ પણ બનાવવામાં આવે છે.

કૉસ્ટ ફૅક્ટર

ઑર્ગેનિક દેખાવમાં જેટલો સાદો કૉન્સેપ્ટ છે એટલો જ મોંઘો પણ છે. ઑર્ગેનિકના નામે આજે આમ પણ ધમધોકાર બિઝનેસ ચાલે છે. ઑર્ગેનિકનું નામ પડતાં જ એ ચીજોના ભાવ ડબલથી પણ વધુ થઈ જાય છે અને એ જ વાત વેડિંગ કાર્ડ્સમાં પણ લાગુ પડે છે. આપણે ત્યાં ઑર્ગેનિક કાર્ડ્સ બનાવવા માટે ઇમ્પોર્ટ કરવામાં આવેલો યુરોપિયન મિલ પેપર વાપરવામાં આવે છે, પણ એક્સપટોર્ના મતે જો રીસાઇકલ કરેલો કાગળ વાપરવામાં આવે તો કૉસ્ટ ઘટી શકે છે. કાર્ડ્સમાં જેટલું ડેકોરેશન વધુ એટલી જ એની કૉસ્ટ પણ વધે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK