ભગવાનની મૂર્તિઓ હોમ ડેકોરમાં ફેવરિટ

લિવિંગ રૂમ અને એન્ટ્રન્સ પાસે રાખવા હવે લોકો બુદ્ધ, ગણેશ, સરસ્વતી અને રાધાકૃષ્ણની મૂર્તિઓ વધુ પ્રિફર કરે છે



(લાઇફ-સ્ટાઇલ - અર્પણા ચોટલિયા)

ઘરની અંદર પૉઝિટિવિટી રહે એ માટે ઘરમાં એક નાનકડું મંદિર કે પોતાના ઇષ્ટદેવની મૂર્તિ લોકો અચૂક રાખે છે. જોકે આજકાલ ભગવાનનાં જુદાં-જુદાં રૂપની આ મૂર્તિઓએ હોમ ડેકોરમાં શોપીસનું સ્થાન લઈ લીધું છે. ગણેશજીની નૃત્ય કરતી પ્રતિમા કે પછી નિદ્રાની અવસ્થામાં બુદ્ધની મૂર્તિ ઘરમાં લિવિંગ રૂમ કે પછી એન્ટ્રન્સ પાસે સજાવવામાં આવે છે. જોઈએ આવી મૂર્તિઓનો વપરાશ હોમ ડેકોર માટે કઈ રીતે કરી શકાય.

જુદી-જુદી મૂર્તિઓ

ઘરના એન્ટ્રન્સ પાસે જો કોઈ વૉલ યુનિટ કે ટેબલ હોય તો એના પર રાખવા માટે ગણેશ, રાધા કૃષ્ણ અને ખાસ કરીને બુદ્ધની મૂર્તિઓ પસંદ કરવામાં આવે છે. અહીં નૉર્મલ મૂર્તિઓને બદલે નૃત્ય કરતા ગણેશ, સૂતા હોય એવા ગણેશજી, ધ્યાન કરતા બુદ્ધ અથવા બુદ્ધનો ફક્ત ચહેરો, સ્લીપિંગ બુદ્ધા જેવી મૂર્તિઓ રાખવામાં આવે છે. આ મૂર્તિઓ આંખોને અને મનને તો શાંતિ આપે જ છે સાથે મૉડર્ન હોમ ડેકોરની થીમ સાથે પણ બંધ બેસે છે.

મૂર્તિનું મટીરિયલ

મૂર્તિઓમાં પ્રાચીન લુક આપે એવી પંચધાતુ અને પિત્તળની મૂર્તિઓ સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. એ સિવાય માર્બલ પણ ફેવરિટ છે. માર્બલની મૂર્તિને જુદા-જુદા રંગોથી રંગીને અસલ રૂપ આપવાને બદલે ઍઝ ઇટ ઇઝ રખાય છે જે થોડું હટકે લાગે. માર્બલની મૂર્તિ હોય તો એને બેસાડવામાં ધ્યાન આપવું જરૂરી છે, કારણ કે એને ધક્કો વાગતાં ક્યારેક પડીને તૂટી પણ શકે છે. બીજી બાજુ પિત્તળ અથવા પંચધાતુની મૂર્તિ હોય તો એનું મેઇન્ટેનન્સ વધી જાય છે, કારણ કે સમય રહેતાં મૂર્તિઓ કાળી પડે છે જેને લીધે નિયમિતપણે એની સફાઈ અને પૉલિશિંગ થવું જરૂરી છે. 

વૉલ આર્ટ

ભગવાનની ફક્ત મૂર્તિઓ જ નહીં પણ ઓમ, શ્રી અથવા આવા રિલિજિયસ સિમ્બૉલનાં આર્ટિસ્ટિક થીમવાળાં મોટાં પેઇન્ટિંગ્સ પણ આજે હોમ ડેકોરમાં મુખ્ય બની ગયાં છે. કૅન્વસ પેઇન્ટિંગ અહીં બેસ્ટ લાગે છે. હૉલની દીવાલ અથવા ડાઇનિંગ એરિયામાં પણ આવાં પેઇન્ટિંગ લગાવી શકાય. બુદ્ધનું ફક્ત સાઇડ ફેસિંગ લુકવાળું પેઇન્ટિંગ પણ ખૂબ લોકપ્રિય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy