આણંદજીભાઈને ફસાવવા જતાં ખુદ શશી કપૂર ફસાઈ ગયા

મે રસ્તો કાઢ્યો અને ફિલ્મમાં આ રીતે ગીત આવ્યું, ‘છલિયા મેરા નામ છલિયા મેરા નામ, હિન્દુ, મુસ્લિમ, સિખ, ઈસાઈ, સબકો મેરા સલામ.’

shashi dance
વો જબ યાદ આએ - રજની મહેતા

વર્ષો પહેલાં એવું બનતું કે ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં એનાં ગીતો રેડિયો પર વાગતાં અને લોકપ્રિય થાય તો એનો લાભ ફિલ્મોને મળતો. એ દિવસોમાં રેડિયો મારા માટે ભગવાનની જગ્યાએ હતો. દિવસ-રાત ફિલ્મોનાં ગીતો સાંભળવાનાં, એ જ મારું કામ. એક સમય એવો આવ્યો કે ટેપરેકૉર્ડર વિથ રેડિયોનો હું માલિક બન્યો. ત્યારે મને કુબેરનો ભંડાર મYયો હોય એવી અનુભૂતિ થઈ. ફિલ્મી (અને ગેરફિલ્મી) ગીતો રેકૉર્ડ કરવાં એ મારી મનગમતી પ્રવૃત્તિ બની ગઈ. ટીવીના આગમન પછી અનેક ફિલ્મોના સાઉન્ડટ્રૅક મેં રેકૉર્ડ કર્યા છે. આજે પણ આ અણમોલ ખજાનો કૅસેટ્સ અને ઘ્Dમાં સચવાયેલો છે.

રાજ કપૂરની ફિલ્મ ‘છલિયા’નું મારી પાસે એક ગીત છે એના શબ્દો છે, ‘છલિયા મેરા નામ, છલના મેરા કામ.’ જ્યારે ફિલ્મ જોઈ ત્યારે શબ્દો થોડા બદલાયા હતા. મને હંમેશાં પ્રશ્ન થતો કે આમ કેમ થયું હશે? આણંદજીભાઈએ આ ફેરફાર વિશે ફોડ પાડતા ંકહ્યું, ‘મૂળ આ ગીતના શબ્દો હતા, ‘છલિયા મેરા નામ, છલના મેરા કામ...’ ગીત તો પહેલાં રેકૉર્ડ થઈ ગયું હોય. ફિલ્મ જોતાં સેન્સરનું સૂચન આવ્યું કે ‘છલના મેરા કામ’ આ શબ્દો સમાજ માટે ખોટો સંદેશ મોકલે છે એટલે એ ચેન્જ કરો. ફિલ્મ રિલીઝ કરવાની હતી, સમય ઓછો હતો. એટલે અમે રસ્તો કાઢ્યો અને ફિલ્મમાં આ રીતે ગીત આવ્યું, ‘છલિયા મેરા નામ છલિયા મેરા નામ, હિન્દુ, મુસ્લિમ, સિખ, ઈસાઈ, સબકો મેરા સલામ.’

એક આડ વાત. ગુરુ દ્દત્તની ફિલ્મ ‘મિસ્ટર ઍન્ડ મિસિસ ૫૫’માં એક સંવાદ હતો. હિરોઇન (મધુબાલા) હીરો (ગુરુ દત્ત)ને કહે છે, ‘મૈં તુમસે પ્યાર કરતી હૂં.’ ગુરુ દત્ત રાઇટર અબ્રાર અલવીને કહે, ‘યાર, યે બિલકુલ ડાયરેક્ટ હો જાએગા. શાયદ સેન્સર પાસ નહીં કરેગા... કુછ ઔર લિખના પડેગા.’ અને પછી એમાં થોડો ફેરફાર થયો અને હિરોઇન હીરોને કહે છે, ‘તુમ મુઝે બહોત અચ્છે લગતે હો.’ આજે ફિલ્મોમાં ફ્રીડમ ઑફ એક્સપ્રેશનના નામે અfલીલ ડાયલૉગ્સ આવે છે એ છતાં અમુક લોકોની માગણી છે કે અમારી ક્રીએટિવિટીમાં સેન્સર દખલ કરે છે માટે સેન્સર બોર્ડ હોવું ન જોઈએ.

કપૂર પરિવારના બે ભાઈઓ સાથેના આણંદજીભાઈનાં સ્મરણોની વાત પછી હવે સૌથી નાના ભાઈ શશી કપૂરને યાદ કરીએ. એક સમય એવો હતો જ્યારે દિલીપકુમાર, રાજ કપૂર અને દેવ આનંદ આ ત્રણ કલાકારો હિન્દી ફિલ્મો પર છવાઈ ગયા હતા. દિલીપકુમારની ઇમેજ ટ્રૅજેડી કિંગની હતી. રાજ કપૂર સંવેદનશીલ રોલ કરતા અને દેવ આનંદ રોમૅન્ટિક હીરોના રોલ કરતા. લેડીઝ સ્પેશ્યલ હતા. તેમના પછી આ ટાઇટલ શશી કપૂરને મYયું. દેવ આનંદની જેમ તે એક જ્ેન્ટલમૅન કલાકાર હતા. પોતાની ફિલ્મોના શૂટિંગ માટે જ્યારે આઉટડોર જતા ત્યારે નાના-મોટા તમામ કલાકાર અને ટેãક્નશ્યન માટે એક જ હોટેલનું બુકિંગ કરાવતા. અજાણ્યા લોકોને મળતી વખતી સામેથી હાથ મેળવીને કહેતા, ‘હલ્લો, આઇ ઍમ શશી કપૂર.’

મારી પહેલી મુલાકાત તેમની સાથે પૃથ્વી થિયેટરમાં થઈ. લગભગ એક-દોઢ કલાક અમે વાતો કરી. એ સ્મરણો ફરી કોઈ સમયે વિગતવાર લખીશ. એ દિવસે મેં તેમને અમારી સંસ્થા ‘સંકેત’માં આવવાનું આમંત્રણ આપ્યું તો પોતાના ટિપિકલ અંદાજમાં કહે, ‘ઇસ નાચીઝ કો ઇતની ઇઝ્ઝત દેને કે લિએ શુક્રિયા, આપ બકુલ કે સાથ ડેટ ફિક્સ કર લીજિએ.’

એ દિવસોમાં તેમની તબિયત થોડી અસ્વસ્થ હતી. ત્યાર બાદ તેમનાં ગીતોના કાર્યક્રમ માટે તેમના સેક્રેટરી બકુલભાઈ સાથે વાત કરી અમે એક ડેટ ફિક્સ કરી. એ દરમ્યાન તેમની તબિયત વધુ બગડી. લગભગ ત્રણ વર્ષ સુધી મેં કોશિશ કરી કે અમે તેમનું અભિવાદન કરીએ, પણ એ શક્ય ન બન્યું.

પાપા પૃથ્વીરાજ કપૂરની યાદમાં પૃથ્વી થિયેટર્સની સ્થાપના કરીને તેમણે પરંપરાનું જતન કર્યું અને એ પ્રવૃત્તિને આજે દીકરી સંજના કપૂર સુપેરે નિભાવી રહી છે. કલ્યાણજી-આણંદજી સાથેની તેમની પહેલી ફિલ્મ હતી ‘મેહંદી લગી મેરે હાથ’ (૧૯૬૨). એ પછી જે ફિલ્મો આવી એ હતી ‘જબ જબ ફૂલ ખિલે’ (૧૯૬૭), ‘દિલ ને પુકારા’ (૧૯૬૭), ‘આમને સામને’ (૧૯૬૭), ‘હસીના માન જાએગી’ (૧૯૬૮), ‘જુઆરી’ (૧૯૬૮), ‘એક શ્રીમાન એક શ્રીમતી’ (૧૯૬૯), ‘રાજા સાબ’ (૧૯૬૯).

શશી કપૂરને યાદ કરતાં આણંદજીભાઈ શું કહે છે એ તેમના જ શબ્દોમાં વાંચીએ...

€ € €

તેમના જેવા સીધાસાદા કલાકાર આ દુનિયામાં બહુ ઓછા જોવા મળે. અંગત જીવનમાં એકદમ શરમાળ. વાણી અને વર્તનમાં જેન્ટલમૅન અને ડિસિપ્લિનમાં માનવાવાïળા. ૯ વાગ્યે શૂટિંગ હોય તો સમયસર હાજર હોય. રવિવારે શૂટિંગ ન કરે અને ફૅમિલી સાથે સમય ગાળે. નિયત સમયે ઊઠવાનું અને સૂઈ જવાનું. રાતના ૯ વાગ્યે એટલે તેમની આંખો લાલઘૂમ થઈ જાય. બન્ને ભાઈઓ અને અમારા પરિવાર સાથે તેમનો ખૂબ જ ઘરોબો. અમે તેમને કહેતા, યાર, આ રીતે જીવવું હોય તો ફિલ્મલાઇનમાં શું કામ આવ્યા. તે અને નંદા બન્ને પાણીપૂરીનાં શોખીન. પંદર-વીસ દિવસ થાય એટલે ઘરે આવે. ત્યારે તેમને માટે ખાસ પાણીપૂરી બનતી. જેનિફરને શૉપિંગનો શોખ, મારાં પત્ની તેમને ભુલેશ્વર લઈ જાય. મારાં બાળકો અને તેમનાં બાળકો, સૌને તે તેની ઓપન ગાડીમાં ફરવા લઈ જાય.

અમારી વચ્ચે ખૂબ હસીમજાક થાય. એક વખત સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ‘સંગીત કલા મંડળ’ નામના ગ્રુપનો શો હતો. અમારી સાથે શશી કપૂર પણ હતા. શશી કપૂર કહે, ‘આજ આપકો પતા ચલેગા આપકી ક્યા હાલત હોનેવાલી હૈ. આજ તો અંગ્રેઝી મેં બોલના પડેગા.’
સ્ટેજ પર આવીને તેમણે અંગ્રેજીમાં થોડી વાતો કરી પછી મને બોલાવ્યો. મેં હિન્દીમાં શરૂઆત કરતાં કહ્યું, ‘સંગીત કલા મંડલ કે સભી સદસ્યોં કો મેં ધન્યવાદ દેતા હૂં... આપ સબ હિન્દી બહુત અચ્છી તરહ જાનતે હો. હમારે શશી કપૂર સાબ હિન્દી ફિલ્મ કે હીરો હૈં. કોઈ ભી આદમી અંગ્રેઝ લડકી કે સાથ શાદી કરકે અંગ્રેઝ નહીં બન જાતા. હમ સબકો ઉનકે ડાયલૉગ પસંદ હૈં. આજ મૈં ચાહતા હૂં કે વો અપની સ્ટાઇલ મેં આપકો ડાયલૉગ સુનાએ.’
અને તેમણે ફરી પાછા સ્ટેજ પર આવવું પડ્યું. પછી તો શ્રોતાઓ તેમને છોડે નહીં ત્યાં સુધી કે છોકરાઓ ગીત ગાતા હતા એના પર શશી કપૂરને ડાન્સ કરાવ્યો. શશી કપૂર કહે, ‘આપ તો નહલે પે દહલા હૈં. મૈં સોચતા થા આજ આપકી છુટ્ટી હો જાએગી પર આપને તો મુઝે હી ફંસા દિયા.’

નાગપુરમાં ફિલ્મ ‘હસીના માન જાએગી’ના સિલ્વર જ્યુબિલી ફંક્શનની ઉજવણીમાં લાઇવ શોમાં અમે સાથે હતા. તેમનો બોલવાનો વારો આવ્યો એટલે કહે, ‘મૈં તો ઍક્ટર હૂં, મુઝે ઝ્યાદા બોલના નહીં આતા. ડાયલૉગ-રાઇટર જો લિખતા હૈ વો મૈં બોલતા હૂં. ડાયરેક્ટર જો કહતા હૈ વો મૈં કરતા હૂં. હમારે આણંદજીભાઈ બહુત અચ્છા બોલતે હૈં, ઉનકો મૈં સ્ટેજ પર આમંત્રિત કરતા હૂં’ એમ કહી તેમણે મને બોલાવ્યો. મેં શરૂઆત કરતાં કહ્યું, ‘હી ઇઝ વેરી ઑનેસ્ટ. તેમની વાત સાવ સાચી છે. તે એકદમ સીધાસાદા છે. જે કમાલ છે એ મેકઅપનો છે. એક સામાન્ય માણસ પણ મેકઅપ લગાવે તો તે હીરો બની જાય... સરસ રીતે ડાયલૉગ બોલે, નાચે, ઍક્ટિંગ કરે. તમે (શ્રોતાઓ) પણ આમ કરી શકો. તમે સૌ અમારા હીરો છો. ચાલો, આજે તેમની (શશી કપૂર) સાથે ડાન્સ કરીએ.’


અને પછી તો ધમાલ થઈ ગઈ.

shashi


ફિલ્મ ‘આમને સામને’ના એક ગીતનું શૂટિંગ હતું. શશી કપૂર અમને કહે, આ ગીત એવું બનાવો જે એકદમ અલગ હોય એમ છતાં હિટ હોય. અમે કહ્યું, ‘કબૂલ, પણ અમારી એક શરત છે. તમારે આખા ગીત દરમ્યાન હાથ ઊંચો નહીં કરવાનો.’ (શશી કપૂર માટે આપણે સૌ જાણીએ છીએ કે ગીત ગાતાં તે તેમની આગવી સ્ટાઇલમાં કેવી રીતે હાથ ઊંચા-નીચા કરે છે. તેમની આ ટ્રેડમાર્ક સ્ટાઇલ હતી). ડાયરેક્ટર સૂરજ પ્રકાશને અમે કહ્યું કે પૂરા ગીતના શૂટિંગ સમયે એક પણ શૉટમાં તેમનો હાથ ઊંચો ન થવો જોઈએ. એ દિવસો એવા હતા કે દરેક એકમેકના સૂચનને માન આપતા. દરેક વિચારમાં હતા કે શું થશે. એ પૂરા ગીતમાં શશી કપૂર એક લેપર્ડની જેમ ધીમે-ધીમે ચાલતા ગીત ગાય છે. શર્મિલા ટાગોર સાથેનું આ ગીત જબરદસ્ત હિટ થયું. આ સદાબહાર ગીત છે, ‘કભી રાત દિન હમ દૂર થે, દિન રાત કા અબ સાથ હૈ.’

તેમની તબિયત સારી નહોતી ત્યારે મેં ફોન કર્યો. એકદમ ઢીલા થઈ ગયા હતા. વ્હીલચૅરમાં જ ફરતા. મને કહે, ‘અબ કોઈ મિલતા નહીં હૈ. સબ અપને અપને કામ મેં ડૂબે હુએ હૈં.’ મેં કહ્યું, ચાલો, એક દિવસ ‘જબ જબ ફૂલ ખિલે’ની ટીમને બોલાવીએ, ભેગા થઈએ. તો કહે, ‘રહને દો, કોઈ નહીં આએગા.’ એટલે એક દિવસ હું, જૉની લીવર, સૂરજ પ્રકાશ અને બીજા મિત્રો તેમને મળવા ગયા. મેં કહ્યું, આમ ઘરમાં બેસી રહેવાથી ડિપ્રેશન આવી જાય, થોડું બહાર નીકળવું જોઈએ... પણ કોણ જાણે કેમ, તે માન્યા નહીં. એક સમયે નિયમિત જીવન ગાળતી વ્યક્તિ ડિપ્રેશનમાં જાય પછી ખાવા-પીવામાં અનિયમિત થઈ જાય. એક સમયના સ્લિમ-ટ્રિમ હૅન્ડસમ હીરોનું વજન પણ પુષ્કળ વધી ગયું હતું. જેનિફરની વિદાય બાદ મને લાગે છે તે એકલા પડી ગયા હતા. ખૂબ દુખ થાય આવી સરસ વ્યક્તિની પાછળની જિંદગી આ રીતે પસાર થઈ.
€ € €
અતીતના ઉપવનમાં અનેક વૃક્ષો હોય છે. અમુક ડાળી પર સુગંધી ફૂલો હોય તો ક્યાંક એક સમયનું હર્યુંભર્યું વૃક્ષ ઠૂંઠું થવાની તૈયારીમાં હોય. મહkવ બગીચાનું છે, એકલદોકલ વૃક્ષનું નહીં. ભૂતકાળની યાદો થોડી રંગીન હોય તો થોડી સંગીન હોય અને બાકીની ગમગીન હોય... એમ છતાં એ સત્ય સ્વીકારવું પડે કે ખાટાં-મીઠાં સ્મરણો વિનાનું જીવન અધૂરું છે.


શશી કપૂર અને કલ્યાણજી-આણંદજીની જોડીએ સંગીતપ્રેમીઓને અનેક યાદગાર ગીતો આપ્યાં છે. એમાંનાં થોડા ગીતોને યાદ કરીને આ વાતાવરણને સુરીલું બનાવીએ.

મેહંદી લગી મેરે હાથ (હિરોઇન-નંદા, ગીતકાર-આનંદ બક્ષી)

આપને યૂં હી દિલ્લગી કી થી, હમ તો દિલ કી લગી સમઝ બૈઠે (મુકેશ)

જબ જબ ફૂલ ખિલે (હિરોઇન-નંદા, ગીતકાર આનંદ બક્ષી)

ના ના કરતે પ્યાર તુમ્હીં સે કર બૈઠે, કરના થા ઇનકાર, મગર ઇકરાર, તુમ્હીં સે કર બૈઠે (મોહમ્મદ રફી-સુમન કલ્યાણપુર)

પરદેસિયોં સે ના અખિયાં મિલાના, પરદેસિયોં કો હૈ ઇક દિન જાના (મોહમ્મદ રફી)

એક થા ગુલ ઔર એક થી બુલબુલ (મોહમ્મદ રફી)

યહાં મૈં અજનબી હૂં, મૈં જો હૂં, બસ વોહી હૂં (મોહમ્મદ રફી)

ઉફ્ફ ખુદા... તુમકો હમપે, પ્યાર આયા, પ્યાર આયા (મોહમ્મદ રફી)

આમને સામને (હિરોઇન-શર્મિલા ટાગોર, ગીતકાર આનંદ બક્ષી)

કભી રાત દિન હમ દૂર થે, દિન રાત કા અબ સાથ હૈ (મોહમ્મદ રફી-લતા મંગેશકર)

નૈન મિલાકર ચૈન ચુરાના કિસકા હૈ યે કામ, હમ સે પૂછો હમ કો પતા હૈ ઉસ ઝાલિમ કા નામ (મોહમ્મદ રફી)

આજ કલ હમસે રૂઠે હૈં સનમ, પ્યાર મેં હો રહે હૈં સિતમ પર સિતમ (મોહમ્મદ રફી)

હસીના માન જાએગી (હિરોઇન-બબીતા, ગીતકાર-અખ્તર રોમાની)

ચલે થે સાથ મિલકર, ચલેંગે સાથ મિલકર, તુમ્હે રુકના પડેગા, મેરી આવાઝ સુનકર (મોહમ્મદ રફી)

બેખુદી મેં સનમ, ઉઠ ગએ જો કદમ, આ ગએ પાસ હમ (મોહમ્મદ રફી-લતા મંગેશકર)

એક શ્રીમાન એક શ્રીમતી (હિરોઇન-બબીતા, ગીતકાર-રાજેન્દ્ર કૃષ્ણ)

પ્યાર તો એક દિન હોના થા, હોના થા, હોના થા, હો ગયા, હો ગયા (મોહમ્મદ રફી)

દિલ ને પુકારા (હિરોઇન-રાજશ્રી, ગીતકાર-ઇન્દીવર)

વક્ત કરતા જો વફા આપ હમારે હોતે, હમ ભી ઔરોં કી તરહ આપકો પ્યારે હોતે (મુકેશ)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK