ઑર્કિડ સ્ટેટ ઑફ ઇન્ડિયા એટલે અરુણાચલ પ્રદેશ સેવન સિસ્ટર્સ તરીકે ઓળખાતાં સાત રાજ્યોમાંનું આ સૌથી મોટું રાજ્ય છે

દેશમાં ૨૯ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશ છે, જે તમામ એની વિભિન્ન વિશેષતાને લીધે ટૂરિસ્ટોને આકર્ષે છે

arunachal
ટ્રાવેલ-ગાઇડ - દર્શિની વશી 


દેશમાં ૨૯ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશ છે, જે તમામ એની વિભિન્ન વિશેષતાને લીધે ટૂરિસ્ટોને આકર્ષે છે. તેમ છતાં દેશની ઉત્તરપૂર્વીય બાજુએ આવેલાં અને સેવન સિસ્ટર્સ તરીકે ઓળખાતાં સાત રાજ્યો સૌંદર્યથી છલકાતાં હોવા છતાં એના પ્રત્યે હજી ટૂરિસ્ટોનું આકર્ષણ ઓછું છે. એની પાછળ આમ તો ઘણાં કારણો છે; પરંતુ સૌથી મુખ્ય કારણ ટૂરિસ્ટોની આ સ્થળો વિશેની અપૂરતી માહિતી છે, જેને લીધે દેશનાં અન્ય ડેસ્ટિનેશનની સરખામણીમાં આ રાજ્યો ટૂરિસ્ટોનો પ્રવાહ ઓછો નોંધી રહ્યાં છે. આજે આપણે આ જ સેવન સિસ્ટર્સમાંની એક સિસ્ટર એટલે કે અરુણાચલ પ્રદેશની વાત કરવાના છીએ. આમ તો અરુણાચલ પ્રદેશ ચીન અને ભારતની વચ્ચે ચાલી રહેલા સરહદી વિવાદને લઈને જાણીતો તો છે, પરંતુ આ સિવાય અરુણાચલ પ્રદેશ વિશે વધુ માહિતી લોકો ધરાવતા નથી.

ઉત્તરપૂર્વીય ભારતનું સૌથી છેલ્લે આવેલું અને સેવન સિસ્ટર્સ ગણાતાં સાત રાજ્યોમાંનું સૌથી મોટું રાજ્ય એટલે અરુણાચલ પ્રદેશ. આ રાજ્યને ઑર્કિડ સ્ટેટ ઑફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજ્યની બૉર્ડર આસામ, નાગાલૅન્ડ, મ્યાનમાર, ભુતાન અને મૅકમહોન લાઇન (ચીન અને રાજ્યની વચ્ચેની બૉર્ડરલાઇન)ને સ્પર્શે છે. ૧૯૬૨ દરમ્યાન ચીન અને ઇન્ડિયાની લડાઈ દરમ્યાન ચીનના સૈનિકો આ મૅકમહોન લાઇનને ઓળંગી ગયા હતા અને અરુણાચલના કેટલાક હિસ્સામાં આવી જઈને પોતાનો ઝંડો લગાવ્યો હતો. જોકે બાદમાં તેઓ પાછળ હટી ગયા હતા તેમ છતાં હજી તેઓ રાજ્યના કેટલાક હિસ્સાને પોતાનો જ ગણે છે. ત્યાં સુધી કે ચીનના કેટલાક નકશામાં અરુણાચલનો કેટલોક ભાગ ચીનમાં બતાવે છે. તેમ જ એને દક્ષિણના તિબેટ તરીકે પણ ઓળખાવે છે. વર્તમાનમાં ઇટાનગર અરુણાચલ પ્રદેશની રાજધાની છે.

નામકરણ

અરુણાચલનો અર્થ થાય છે સૂર્ય જેની પાછળથી ઊગે છે એ પવર્‍ત. ભારતમાં સૂર્યનું પ્રથમ કિરણ અરુણાચલ પ્રદેશમાં પડે છે, જેના પરથી રાજ્યનું નામ પાડવામાં આવ્યું છે. જોકે આ નામ તો ૧૯૭૨ની સાલમાં પાડવામાં આવ્યું હતું. પહેલાં આ રાજ્ય ફ્ચ્જ્ખ્ તરીકે ઓળખાતું હતું. અરે, ફ્ચ્જ્ખ્ વળી શું? એવો તમને સવાલ થતો હશેને? તો ચાલો નામની વાત નીકળી જ છે તો એની પાછળના ઇતિહાસને પણ થોડો જાણી લઈએ. ફ્ચ્જ્ખ્નો અર્થ થાય છે નૉર્થ ઈસ્ટ ફ્રન્ટિયર એજન્સી. બ્રિટિશ ઇન્ડિયાના સમયે આ ફ્ચ્જ્ખ્ પૉલિટિકલ ડિવિઝન તરીકે ઓળખવામાં આવતી હતી અને એને બે ભાગમાં વહેંચી દેવામાં આવી હતી. એક ભાગ સેન્ટ્રલ અને ઈસ્ટર્ન સેક્શન અને બીજો ભાગ વેસ્ટર્ન સેક્શન તરીકે ઓળખાતો હતો. આઝાદી મળી ત્યાર બાદ ૧૯૭૨ની સાલમાં એનું નામકરણ કરવામાં આવ્યું અને એને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો. ત્યાર બાદ ૧૯૮૭ની સાલમાં દેશના વીસમા રાજ્ય તરીકેનો હોદ્દો આપવામાં આવ્યો. હવે આપણે એની વિશેષતા, સુંદરતા અને આકર્ષણોની વાત કરીશું. રાજ્યની સુંદરતા અને આકર્ષણ પણ જેવાંતેવાં નહીં, ચીન જેવી મહાસત્તાને પણ આકર્ષે એવાં છે. અહીંનું સૌથી મોટું મુખ્ય આકર્ષણ એટલે તવાંગ મૉનેસ્ટરી, જે તવાંગમાં આવેલી છે. વારંવાર ચીન તવાંગ પોતાના દેશનો ભાગ હોવાનો દાવો કરતું રહે છે.

વિશ્વની બીજી મોટી મૉનેસ્ટરી

જો ખરેખર સુંદર ગ્રીનરીની મજા લેવી હોય તો ઉત્તરપૂર્વીય રાજ્યોમાં તવાંગથી બેસ્ટ બીજું કંઈ નથી. ઉપરાંત ઇન્ડો-ચાઇના બૉર્ડર પણ અહીંથી જોવા મળે છે, જે અહીંનો વધુ એક મહkવનો ટૂરિસ્ટ-સ્પૉટ છે. આ સિવાય અનેક સાઇટ-સીઇંગ, વૉટરફૉલ અને લેક છે. ઉત્તર અને પૂવર્‍ ભારતમાં ઘણાં સ્થળોએ મોટી-મોટી મૉનેસ્ટરી આવેલી છે. અને આ તમામ મૉનેસ્ટરીની સાથે કોઈ ને કોઈ ઇતિહાસ જોડાયેલો છે. અરુણાચલના તવાંગમાં આવેલી મૉનેસ્ટરીનો પણ ઇતિહાસ છે. તવાંગ મૉનેસ્ટરી ભારતની સૌથી મોટી મૉનેસ્ટરી છે, જ્યારે વિશ્વની બીજા ક્રમાંકની મોટી મૉનેસ્ટરી છે (વિશ્વની સૌથી મોટી મૉનેસ્ટરીમાં પ્રથમ ક્રમાંકે તિબેટની પોટાલા મૉનેસ્ટરી આવે છે). તેમ જ આ તિબેટન બુદ્ધિઝમમાંની એવી કેટલીક મૉનેસ્ટરીઓમાંની એક છે જે માઓના આક્રમણથી સુરક્ષિત બચી શકી છે. આ મૉનેસ્ટરી તવાંગ રિવરની ઉપર અને તિબેટ અને ભુતાનની બૉર્ડરની નજીક આવેલી છે. આ મૉનેસ્ટરીને તિબેટન લોકો તવાંગ ગોલ્ડન નામગે લાથસે તરીકે પણ ઓળખાવે છે, જેનો અર્થ થાય છે ઘોડા દ્વારા પસંદ કરાયેલું ધરતી પરનું સ્વર્ગ. એવું કહેવાય છે કે આ મૉનેસ્ટરી પાંચમા દલાઈ લામાની ઇચ્છાને ધ્યાનમાં રાખીને વર્ષ ૧૬૮૦માં બનાવવામાં આવી હતી. આ મૉનેસ્ટરી ત્રણ માળની છે. મૉનેસ્ટરીને બહારથી ઢાંકતી કમ્પાઉન્ડની દીવાલ ૯૨૫ ફીટ લાંબી છે. આ મૉનેસ્ટરીના વિશાળ કૉમ્પ્લેક્સમાં ૬૫ રેસિડેન્શિયલ ક્વૉર્ટર્સ આવેલાં છે, જેમાં વિદ્યાર્થીઓ અને સાધુઓ રહે છે. મૉનેસ્ટરીની પોતાની સ્કૂલ છે તેમ જ પોતાની પાણીની સપ્લાય પણ ધરાવે છે. મૉનેસ્ટરીના પ્રવેશદ્વાર પર અને અંદર ધર્મને સંબધિત વિશાળ ચિત્રો દોરેલાં છે. મૉનેસ્ટરીના ગ્રાઉન્ડ ફ્લોર પર ધાર્મિક નૃત્યો થાય છે. વધુ એક આર્યજનક બાબત એ છે કે મૉનેસ્ટરી પોતાનું પ્રિન્ટિંગ પ્રેસ ધરાવે છે, જ્યાંથી તેઓ લોકલ લોકો દ્વારા બનાવવામાં આવતા પેપરનો ઉપયોગ કરીને ધાર્મિક બુક્સ પબ્લિશ કરે છે. પ્રિન્ટિંગ માટે વુડન બ્લૉકનો ઉપયોગ કરવામાં આવે છે. મૉનેસ્ટરીના બીજા માળે લાઇબ્રેરી છે, જેમાં ધર્મની તમામ બુક્સ ઉપલબ્ધ છે. જોકે જીવાતના લીધે ઘણી બુક્સની હાલત ખરાબ થઈ ગઈ છે. મૉનેસ્ટરી પહાડની ટોચ પર ૧૦,૦૦૦ ફીટની ઊંચાઈએ આવેલી છે જ્યાંથી સંપૂર્ણ તવાંગ નદીનો નયનરમ્ય નજારો જોવા મળે છે. આ મૉનેસ્ટરી રેલ, હવાઈ અને રોડ એમ ત્રણેય પરિવહનના માર્ગ સાથે જોડાયેલી છે. પરંતુ હવાઈ અને રેલમાર્ગ થોડો લાંબો છે. મૉનેસ્ટરીના મુખ્ય મંદિરનું નામ છે દુખેન્ગ, જેમાં ૧૮ ફીટ ઊંચી બુદ્ધની પ્રતિમા મૂકવામાં આવી છે. બુદ્ધની પ્રતિમાની બાજુમાં મંદિરનું રક્ષણ કરતી દેવી સ્રો દેવીની પ્રતિમા મૂકેલી છે. એવું કહેવાય છે કે પાંચમા દલાઈ લામાએ તેમના નાકમાંથી વહેતા રક્તમાંથી એમાં રંગ ભર્યો છે. દર નવા તિબેટન વર્ષે અહીંના અને આસપાસના લોકો મૉનેસ્ટરીમાં ભેગા થાય છે. તવાંગ શહેર મૉનેસ્ટરીની સાથે દલાઈ લામાનું જન્મસ્થળ હોવાને લીધે પણ ઘણું પ્રખ્યાત છે. તવાંગમાં ફરવા માટે મે મહિનો બેસ્ટ છે તેમ જ અહીં રહેવા અને ફરવા માટે બેથી ત્રણ દિવસ પૂરતા છે.

ગોલ્ડન પગોડા

બુદ્ધ ધર્મની વધુ એક પ્રખ્યાત ઇમારત એટલે ગોલ્ડન પગોડા, જે અરુણાચલ પ્રદેશના નામસાઈ ખાતે આવેલી છે. આ બુદ્ધના મંદિરનું બાંધકામ બર્મિઝ શૈલીથી કરવામાં આવેલું છે. વીસ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો આ પગોડા ૨૦૧૦માં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેનું બાંધકામ કરવા માટે મ્યાનમારથી ૩૦૦ કુશળ કારીગરોને બોલાવવામાં આવ્યા હતા. એવી લોકવાયકા પણ છે કે આ પગોડા બનાવવા માટે યોગ્ય સ્થળની પસંદગી કરવામાં ૧૨ વર્ષ નીકળી ગયાં હતાં. ગોલ્ડન પગોડામાં દર વર્ષે સૌથી મોટો ગણાતો તહેવાર કાથીના ઊજવવામાં આવે છે. અહીં પહોંચવા માટે આસામનું દિબ્રૂગઢ ઍરર્પોટ સૌથી નજીક પડે છે.

પરશુરામ કુંડ

વિષ્ણુના અવતાર ગણાતા પરશુરામે જ્યારે ધરતીને ક્ષત્રિયવિહોણી બનાવી હતી ત્યારે આટલીબધી હત્યાના લાગેલા પાપમાંથી મુક્ત થવા માટે તેમણે અહીં આવેલા પાણીમાં ડૂબકી મારી હતી. ત્યારથી આ સ્થળ પરશુરામ કુંડ તરીકે ઓળખાય છે. આ સ્થાનનું મહkવ ભારત સહિત પાડોશી દેશમાં પણ છે. દર મકરસંક્રાન્તિના દિવસે આ કુંડમાં ડૂબકી મારવા માટે ૭૦,૦૦૦ લોકો આવે છે. એવી લોકવાયકા છે કે આ પાણીમાં ડૂબકી મારવાથી બધાં પાપ ધોવાઈ જાય છે. દર વર્ષે જાન્યુઆરી મહિનામાં અહીં મેળો પણ ભરાય છે. અરુણાચલ પ્રદેશના લોહિત જિલ્લામાં આવેલા કામલાંગ ફૉરેસ્ટ રિઝવર્‍ એરિયામાં આ કુંડ આવેલો છે. આ કુંડની ફરતે રુદ્રાક્ષનાં વૃક્ષો આવેલાં છે. આ કુંડનો ઉલ્લેખ પુરાણોમાં પણ કરવામાં આવેલો છે.

ઝીરો ઇઝ નૉટ અ ઝીરો

અરુણાચલ પ્રદેશનું સૌથી સુંદર હિલ-સ્ટેશન એટલે ઝીરો. છેલ્લા થોડા સમયથી અહીં આવેલા ઝીરો પ્રત્યે ટૂરિસ્ટોનું આકર્ષણ વધી રહ્યું છે, જેનું કારણ એક તો અહીં થતો ઝીરો ફેસ્ટિવલ અને બીજું વલ્ર્ડ હેરિટેજ સાઇટ. અહીંના લોકોનું જીવનધોરણ એકદમ સીધુંસાદું અને સરળ છે. દૂર-દૂર સુધી વિસ્તરેલી હરિયાળી સોનામાં સુગંધનું કામ કરે છે. માનસિક શાંતિનો આનંદ લેવા માટે ખાસ ઘણા ટૂરિસ્ટો અહીં આવવાનું પસંદ કરે છે. ઝીરોથી રાજ્યનાં અન્ય સ્થળોએ જઈ શકાય છે. કારદો હિલ, ટેલી વૅલી, ટેલી વાઇલ્ડલાઇફ અહીંથી જઈ શકાય છે. ઝીરો પુટુ પૉઇન્ટથી સમગ્ર ઝીરો હિલ-સ્ટેશનને જોઈ શકાય છે. કારદો હિલ પર ૨૫ ફીટ ઊંચું અને ૨૨ ફીટ પહોળું શિવલિંગ આવેલું છે. ટેલી વૅલી ટ્રેકિંગ માટે મસ્ત જગ્યા છે જ્યાં ટ્રેકિંગ કરતાં-કરતાં બામ્બુ, ઑર્કિડ, લીલોતરી, ઘટાદાર વૃક્ષો અને ગાઢ જંગલો માણવા મળશે. સપ્ટેમ્બરના આખરી સપ્તાહમાં અહીં ઝીરો ફેસ્ટિવલ થવાનો છે જેમાં દેશભરમાંથી હજારો લોકો ઝીરો આવી શકે છે.

ઇટાનગર

જો તમે ઇટાનગર નહીં જાઓ તો તમારી અરુણાચલની ટૂર અધૂરી ગણાય છે. ઇટાનગર માત્ર પ્રદેશની રાજધાની જ નથી, અહીં અઢળક જોવાલાયક સ્થળો અને વિપુલ સુંદરતાનો ખજાનો ભરેલો છે જેમાં ઇટાનગર વાઇલ્ડલાઇફ સૅન્ક્ચ્યુઅરી, ઇટા ર્ફોટ, ધ સ્ટેટ મ્યુઝિયમ, ગંગા લેક, પોલો પાર્ક અને બીજું ઘણું. વાઇલ્ડલાઇફ સૅન્ક્ચ્યુઅરીમાં અસંખ્ય જાતનાં પક્ષીઓ અને પ્રાણીઓ રાખવામાં આવેલાં છે ત્યારે ગંગા લેકની ફરતે ગ્રીનરી અને ઑર્કિડ પુષ્પો જોવાની મજા જ કંઈ ઓર આવશે.

બોમડિલા

અરુણાચલમાં બોમડિલા ઉનાળાના વેકેશન માટેનું પ્રિય સ્થળ છે. હિમાલયની પવર્‍તમાળાને બરફથી આચ્છાદિત થયેલી જોવા માગો છો? આ સ્થળ બેસ્ટ છે. સમુદ્રના સ્તરથી ૮૦૦૦ ફીટની ઊંચાઈ પર આવેલા બોમડિલાથી હિમાલયની પવર્‍તમાળા જોવા મળે છે. તેમ જ હિમાલયની ટોચ પર આવેલાં સ્થળોને પણ અહીંથી જોઈ શકાય છે. ટ્રેકિંગપ્રિય લોકો માટે આ સ્થળ સ્વર્ગ સમાન છે. અહીંનું વાતાવરણ એકદમ ઠંડું છે. તેમ જ ઑર્કિડનાં ઝાડ વાતાવરણને વધુ તાજગીભયું બનાવે છે. અહીં ઠેકઠેકાણે સ્થાનિક લોકો દ્વારા બનાવવામાં આવતી વસ્તુ રસ્તા પર અને મૉલમાં વેચાય છે. અહીં સેસા ઑર્કિડ સૅન્ક્ચ્યુઅરી આવી છે. અહીં ૮૦ જાતનાં અલગ-અલગ ઑર્કિડને જોવાનો લહાવો લેવા જેવો છે, જ્યાં લટાર મારવા જેવી છે.

sela pass


સેલા પાસ


સેલા પાસ અરુણાચલ પ્રદેશને દેશનાં અન્ય રાજ્યોની સાથે જોડે છે. તવાંગ જનાર તમામે આ પાસ પરથી પસાર થવું જ પડે છે. સેલા પાસ મોટરેબલ રોડ છે જે સમુદ્રની સપાટીથી ૨૨૪૪ મીટરની ઊંચાઈએ છે. આ રસ્તા પરથી પસાર થતી વખતે બાઇકર્સ અને ટ્રેકર્સને ખૂબ મજા પડે છે. નીચે પારદર્શક બ્લુ પાણી, બરફથી વીંટળાયેલા પહાડો અને આસપાસનાં નયનરમ્ય દૃશ્યો મુસાફરોને આ સ્થળે બ્રેક લેવા માટે મજબૂર કરે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK