કોઈના સારા કાર્યનાં વખાણ કરવામાં કંજૂસાઈ ન કરો, કામની કદર કે મૂલ્ય સોના બરાબર છે

ખુશામત ખુદાનેય પ્યારી છે.

પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

લાઇફ ઇઝ અ સૉન્ગ, સિંગ ઇટ - જીવન સંગીત છે, ગાઓ

લાઇફ ઇઝ અ ગેમ, પ્લે ઇટ - જીવન રમત છે, ખેલદિલીથી ખેલો

લાઇફ ઇઝ અ સૅક્રિફાઇસ, ઑફર ઇટ - જીવન એક બલિદાન છે, બલિદાન આપો

લાઇફ ઇઝ લવ, એન્જૉય ઇટ - જીવન પ્રેમ છે;

પ્રેમ કરતા રહો, વહેંચતા રહો


આવી કહેવત અમે ટીનેજર હતા ત્યારે ખૂબ સાંભળતા. મોટે ભાગે આપણા સૌના નસીબમાં હીરોપદ કે શેઠ કે માસ્ટર કે માલિક થવાનું હોતું નથી. આપણે સબૉર્ડિનેટ થઈને જીવવાનું હોય છે કે જીવવું પડે છે. પણ એ છતાં આપણા કાર્યની કદર થાય, કામનાં વખાણ થાય કે તમને ‘હીરો’પદ અપાય તો તમારું જીવન ધન્ય લાગે છે. મોટામાં મોટા માણસને પણ તેની ખુશામત ગમે છે. હું માત્ર એક સાપ્તાહિકનો કટારલેખક હતો અને મૅગેઝિનના તંત્રી હરકિસનભાઈ ભાગ્યે જ મારી સમક્ષ મારાં વખાણ કરતા, પણ હું ફરજ બજાવતાં-બજાવતાં બેભાન બન્યો એટલે તેમણે માધુરીબહેન અને બીજાના સાંભળતાં મારાં વખાણ કર્યાં. તેના મિત્રને કહ્યું, ‘આ અમારા હીરોને જા તેના ઘરે મૂકી આવ.’ આ હીરો શ્ાબ્દ મારે કાને પ્ાડ્યો એટલે તરત હું બેભાન અવસ્થામાંથી બેઠો થઈ ગયો!

માણસને ખુશામત ગમે છે, પણ એ મોટા માણસ પાસે છે. ખુશામત સ્વાર્થી પણ હોય અને મતલબી પણ હોય. પણ જ્યારે તમારા કાર્યનાં વખાણ થાય, કદર થાય, એની વાહ-વાહ થાય ત્યારે લાખો રૂપિયા મળ્યાનો આનંદ થાય છે. કહેવાનો મારો મતલબ છે કે તમારી નીચેના નિષ્ઠાવાન માણસ જ્યારે કંઈક સારું કામ સફળતાથી કરે કે કોઈ તકલીફને તમારા વતી પાર કરી જાય ત્યારે જરૂર તેનાં વખાણ કરજો. ડૉ. મૅક્સ બીરબોહમે ૧૯૨૦માં ‘અ પૉઇન્ટ ટુ બી રિમેમ્બર્ડ’ નામનું પુસ્તક લખેલું. એમાં કહેલું, ‘હીરોઝ આર વેરી હ્યુમન. મોસ્ટ ઑફ ધેમ વેરી ઈઝીલી ટચ્ડ બાય પ્રેઝ (Heroes are very human. Most of them very easily touched by praise).’ જગતમાં નિષ્ઠાથી કામ કરીને સબૉર્ડિનેટ રહેનારા ઓછા હોય છે. તે લોકોને વખાણ બહુ ગમે છે. કામની કદર ગમે છે.

મહાન લેખક ડૉ. સ્કૉટ ફિટ્ઝજિરલ્ડે કહેલું કે શો મી અ હીરો ઍન્ડ આઇ વિલ રાઇટ યુ અ ટ્રૅજેડી. મને એક હીરો બતાવો અને હું તમને જીવનની એક સાચી કરુણ કથા કહીશ. ડૉક્ટર સ્કૉટ ફિટ્ઝજિરલ્ડ કહે છે કે મને કોઈ સત્યનિષ્ઠાથી કામ કરનારો ‘હીરો’ બતાવો અને હું તમને એવી વ્યક્તિ બતાવીશ જે વખાણ મેળવવા આંતરડાં તોડી નાખશે. ફિલ્મસ્ટાર શત્રુઘ્ન સિંહાએ કહેલું કે ફિલ્મ-ડિરેક્ટરનાં વખાણ પામવા તે ભૂખ્યો-તરસ્યો ઍક્ટિંગ કરતો.

આપણે જીવનમાં બહુ ઓછા માણસની કદર થતી જોઈએ છીએ. વિક્ટર હ્યુગો નામના નવલકથાકાર અને ફિલસૂફે કહેલું કે જીવનની કમનસીબી, ગરીબી અને એકલાપણું એવા માણસને મળે છે જે જીવનમાં હીરોપદ મેળવવા આંતરડાં તોડી નાખે છે. કોઈ પણ કવિની કવિતાનાં વખાણ કરજો, તે ખૂબ-ખૂબ હદઉપરાંતનો રાજી થશે. તેની આખી કવિતા સાંભળશો તો પણ ઘણા કવિ ધન્ય થઈ જશે. એટલે આપણે વખાણ કરવામાં કે કોઈની કદર કરવામાં કંજૂસાઈ ન કરવી અને ખોટાં વખાણ પણ ન કરવાં. અંગ્રેજીમાં બીજો એક શબ્દ છે ઍપ્રીશિએશન. એનો દેશી અર્થ થાય છે કદર. અને વખાણ કોને નથી ગમતાં? હેનરી વૉર્ડ બીચરે તેના પુસ્તક ‘પ્રૉવબ્ર્સ ફ્રૉમ પ્લાયમાઉથ’માં લખેલું કે ‘અ મૅન હૂ ડઝ નૉટ લવ પ્રેઝ ઇઝ નૉટ અ કમ્પ્લીટ મૅન.’ જે માણસને વખાણ ગમતાં નથી તેવા માણસ બહુ ઓછા હોય છે.

રૂસોએ નિખાલસતાથી કબૂલ કરેલું કે દરેક માણસને તાળીઓ ગમે છે. તમે સારું લેક્ચર કરો કે સાથે ચોટદાર વાક્ય બોલો અને કોઈ વાહ-વાહ કહે તો તમને શેર લોહી ચડે છે (એક શેર = ૪૦ રતલ). એવી જ રીતે વિરુદ્ધમાં વેલ્શ ભાષામાં કહેવત છે કે જો તમે તમારી જિંદગીમાં તમારાં વખાણ ન સાંભળ્યાં હોય તો તમારું જીવતર ધૂળ બરાબર છે. છેલ્લે ધ્યાન રાખો કે તમે આ ક્ષણે કોઈ સારું કામ કરો તો તત્ક્ષણ વખાણ કદાચ નહીં સાંભળો, પણ વખાણ અગર પ્રેઝ પોસ્ટડેટેડ ચેક જેવા છે. તમારાં વખાણ તમારા જીવતે જીવતર મળે અને ન પણ મળે. તમે હંમેશાં સદ્કાર્ય કરતા જાઓ. અણધાર્યાં વખાણ યોગ્ય સમયે આવી જ પડશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK