જેની સાથે વધુ ક્લોઝ હશો તેની સાથે જ વધુ ઓપન થશો

ઇસસે પહલે કિ આજ કા સૂરજ અસ્ત હો,

મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર


ઇસસે પહલે કિ આપકા ૨૦૧૭ કા કૅલેન્ડર નષ્ટ હો, ઇસસે પહલે કિ આપ અપને લોગોં સે હી ત્રસ્ત હો, ઇસસે પહલે કિ આપ અપને મોબાઇલ કે નેટવર્ક મેં વ્યસ્ત હો, ઇસસે પહલે કિ આપકા ૨૦૧૭ કા સાલ કિતના ભી મસ્ત હો લેકિન કલ સે શુરુ હોનેવાલા ૨૦૧૮ કા સાલ જબરદસ્ત હો... જેણે તમને શાંતિથી જીવવા નથી દીધા તે લખશે ‘નવું વર્ષ સુખ-સમૃદ્ધિ ને શાંતિ આપે.’ અલ્યા ટોપા, સુખ-સમૃદ્ધિ હોય ત્યાં શાંતિ જોઈએ? લોકલ ટ્રેનના મુસાફરોની જેમ આવા Happy New Yearના મેસેજ વૉટïસઍપની ટ્રેન ભરાતી જ ગઈ. અંતે ચક્કાજામ ટ્રાફિક ડિલીટ કરવા ભાડૂતી માણસ રાખ્યો. વળી ચંપકકાકાએ Happy New Year એકનો એક મેસેજ બે વાર મોકલ્યો ત્યારે હું ચમક્યો ને ભડક્યો... તમે યાર એકનો એક મેસેજ બે વાર...

‘પ્લીઝ, મેં કર્યો તો મને નઈ ખબર હોય? અરે બુદ્ધિના બળદિયા, એક તારા માટે અને એક ફૉર્વર્ડ કરવા માટે...’

બાપ રે. હે વાચક, હવે તું નક્કી કર. બુદ્ધિનો બળદિયો કે પાડો હું કે ચંપકલાલ? હવે પેટછૂટી નહીં, પણ હૈયાછૂટી વાત કરું? તો દર વર્ષે જેવી પહેલી જાન્યુઆરી આવી નથી કે આપણા ભેજામાં તૂત ઊપડે, હે પ્રભુ, નવા વર્ષે હું મારા સર્કલ સામે ન્યુ યરની શુભેચ્છા કે આર્શીવાદનો ઢગલો પીરસી મારી જ્ઞાનસરવાણી પ્રદર્શિત નઈ કરું તો આ સમાજનું અને જનતા જનાર્દનનું કલ્યાણ ક્યારે થશે? પણ ટોપેશ્વરને ખબર જ નથી કે કોઈ પણ સાલ ગમેતેટલી મજબૂત હોય, પણ ૩૬૫ દિવસથી વધુ ટકતી નથી. બસ, આવી ખૂજલી મિસ્ટર ચંબુને ઊપડી ને વૉટï્સઍપ કર્યો, ‘આવતી કાલથી શરૂ થતું ૨૦૧૮નું વર્ષ તમારી તમામ મનોકામના પ્રભુ પૂરી કરે એવી શુભેચ્છા...’

‘તારી ભલી થાય ચંબુડા, પ્રભુ તારો નોકર છે? અને ૨૦૧૮ના ૩૬૫ દિવસ તારા બાપુજીએ તને વારસામાં આપ્યા છે? અલ્યા ભૈ, તું છ મહિના પહેલાં ૩૭૭ રૂપિયા પાછા આપી દે એથી વધુ કોઈ અમારી મનોકામના નથી. તારી આપેલી શુભેચ્છા જો ફળે તો અમે આખા વર્ષમાં મંદિર કે દેરાસર જવાનું માંડી વાળી તારા ઘરે આવી, ઈશ્વરના બદલે તને સાષ્ટાંગ દંડવત કરીશું, સમજ્યો?... અરે બૉસ નવા વર્ષની ક્યાં માંડો છો? ચંપકલાલે પાંચ દિવસ પહેલાં ૨૪ ડિસેમ્બરે મને લલચાવતો મેસેજ કર્યો, આવતી કાલે નાતાલ છે. ઠાકર, કાલે શાંતા ક્લોઝ આવશે.’

બાય ગૉડ! મેં માની લીધું કે સાલું અચ્છે દિન આ ગએ. મનમાં એક લીટર પ્રેમનો ઊભરો ઊભરાયો ને હૈયામાં ૧૦૦૦ રોમૅન્ટિક ઝણઝણાટીઓ ઊપડી. બાપુ-બાપુ-બાપુ હવે તો દુખભરે દિન બીતે રે ભૈયા, અબ સુખ આયો રે; રંગ જીવન મેં નયા લાયો રે... તમને થશે કારણ? અરે મારા વાલીડા, અમારી સોસાયટીમાં ત્રણ શાંતા ને બીજી બે કામવાળી શાંતા. ટોટલ પાંચ શાંતાઓ. હું કંઈ સાવ ગયેલો કેસ નહોતો કે પાંચમાંથી એક શાંતા ક્લોઝ ન આવે. વાહ-વાહ, હવે મારા નસીબ આડેથી માત્ર પાંદડું જ નહીં, પણ આખું ઝાડ ખસી જશે. આ પહેલાં મારા વિશાળ દિલમાં બે-ચાર ચંપાઓ ક્લોઝ હતી ને હવે કાંદિવલી પ્લૅટફૉર્મ પર ૮.૫૮ની કોઈ ટોપેશ્વર કાગડોળે રાહ જોતો હોય એમ મેં મારા જીવનમાં પાંચમાંથી એક શાંતા અવશ્ય ક્લોઝમાં આવશે એવી રાહ જોઈ. આ ગુડ ન્યુઝથી મેં ત્રણ વાર હાઈ જમ્પ કર્યો. મારો કોઈ બદઇરાદો નથી, પણ ઇતિહાસ સાક્ષી છે કે ક્લોઝ અને ઓપન ભલે વિરોધી શબ્દો હોય, પણ તમે જેનાથી ક્લોઝ હશો તેની સામે જ ઓપન થઈ શકશો. પણ બીજા દિવસે કોઈ શાંતા ક્લોઝમાં ન આવી ને મારા સપનાના ચૂરેચૂરા થઈ ગયા. તો ચંબુ ખોટો? ના, ચંબુએ નાતાલના દિવસે શાંતાક્લૉઝ રૂપ ધારણ કર્યું ને ચંપકલાલ બોલ્યા, ‘જોયું, લાગે છેને અસલ શાંતાક્લોઝ?’

‘પ્લીઝ કાકા, તમારી જીભ રિપેર કરાવો. શાંતાક્લોઝ નઈ સૅન્ટા ક્લૉઝ. તમારી જીભના લોચાએ મારી પથારી ફેરવી. તમે પહેલાં પણ એક વાર કુંતીમાસીને મીંડું ચડાવ્યા વગર તમારાથી કુત્તીમાસી બોલાયું ત્યારે કેવો માર ખાધેલો, યાદ આવ્યું?

મારી ભલે મનની મનમાં રહી ગઈ, પણ તમારી મનની મનમાં ન રહી જાય એટલે કઈ દઉં કે નવું વર્ષ નવું શું? એ જ સૂરજ ને એ જ સવાર. એ જ પરિવાર ને સમાજ સાથે લડવાનું, રોજ એ જ શારીરિક-માનસિક પીડાઓ સાથે મૈત્રી કરવાની, એ જ ખર્ચા ને એ જ ચર્ચા, એ જ ખંધા રાજકારણીઓ અને એ જ આતંકવાદ વચ્ચે જીવવાનું, એ જ બહારનાં વાહનોનો ટ્રાફિક ને અંદર વિચારોનો ટ્રાફિક, ચારે બાજુ જીવતા ભિખારીઓના અવાજો. નાના કુટુંબને પહોંચી વળવા પીડાતા-હાંફતા અવાજો. કુદતરના સાંનિધ્યમાં ઈશ્વરને મેળવવા અને રીઝવવાની ભીખ. બદલાયો માત્ર આંકડો જ્યાં ૨૦૧૭ના કૅલેન્ડરના ડટ્ટાની જગાએ કૅલેન્ડર ટિંગાયું... કોઈ નવું વર્ષ નથી, આ આપણી શોધ છે. બાકી કુદરત નામના કુંભારનું ચક્ર સતત પૃથ્વીના ચાકડા પર ફર્યા કરે છે. રોજ અલગ-અલગ માટીમાંથી અલગ-અલગ મૂર્તિઓ ઘડે છે. પછી એને ટપારે છે, તપાસે છે. પછી પૃથ્વીના રંગમંચ પર એને છોડી દે છે. કુદરતની આ કારીગરીને આપણે નથી માપી શક્યા કે નથી પામી શક્યા અને ગમેતેવો સારો એન્જિનિયર હોય અને સારામાં સારી ઇમારતના પ્લાન બનાવી શકે, પણ જિંદગીની ઇમારતનો પ્લાન ન બનાવી શકે. જોવા કરતાં તને મારી સાથે વધારે સમય વિતાવવો ગમતો હોય તો અત્યારે જ એવું કરને. મારા ગયા પછી મને યાદ કરીશ એના કરતાં અત્યારે જ યાદ કરોને. હું પ્રભુને મળીશ ને મારા દોષ ભૂલી જઈશ. અત્યારે જ જાણી માફ કરી દેને. હું પ્રભુને મળીશ પછી તું મારી કદર કરીશ એના કરતાં હમણાં જ કરને. પછી તું મારી આગળ ફૂલો મૂકીશ તો હું નઈ સૂંઘી શકું એના કરતાં હમણાં જ મૂકને. બાકી તો શું કામ જન્મ્યા, શું કામ જીવ્યા ને શું કામ મર્યા એ ગૂગલમાં સર્ચ કરશો તો પણ નઈ જડે.

પણ અંતમાં એટલું જ કહીશ કે ઈશ્વર ભલે માણસ ન બન્યો, પણ માણસમાંથી ઈશ્વર બનેલા ઈસુ ખ્રિસ્તે કીધું કે ‘પોતાની જાત જેટલો જ પાડોશીને પ્રેમ કરો.’ હું એને અનુસરીશ, કારણ કે અમારી પાડોશમાં શાંતા રહે છે. તે મારી ક્લોઝમાં ન આવે તો હું તેની ક્લોઝમાં જઈશ...

આ તો તમે મારાથી ક્લોઝ છો એટલે હું ઓપન થયો.

શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK