સ્વસ્થ જીવનશૈલી માટે સપરિવાર સંકલ્પ લો

બીજું, આજની જીવનશૈલીને જોતાં સ્વસ્થ રહેવા માટે ઘરના તમામ સભ્યોએ ભોજન વખતે મન, કર્મ અને વચનથી મૌન રાખવાનો નિયમ જરૂર લેવો જોઈએ

family

આયુર્વેદનું A ૨ Z - ડૉ. રવિ કોઠારી

ઍડ્વાન્સમાં હૅપી ન્યુ યર!


આવતી કાલે ૨૦૧૮નું આગમન થશે. નવું વર્ષ શરૂ થવાનું હોય ત્યારે આપણને સારી-સારી આદતો જીવનમાં ઉતારવાના સંકલ્પો કરતા હોઈએ છીએ. મોટા ભાગે આ સંકલ્પો ઝાઝું લાંબું ટકતા નથી એટલે હવે તો લોકો આવા સંકલ્પો લેવાનું જ ટાળે છે. વારંવાર તૂટતા સંકલ્પોને કારણે હવે દર નવા વર્ષે સારી અને હેલ્ધી આદત પાડવાનો જુસ્સો પણ ઘટતો જાય છે. એને બદલે એ સમજવું જોઈએ કે હેલ્ધી આદતની શરૂઆત માત્ર નવા વર્ષના અવસરે જ શરૂ કરવાની રાહ જોવાની ન હોય. સારી આદતો પાડવાના નિયમો એક હજાર ને એક વાર તૂટે તો પણ જે આદતો હેલ્ધી છે એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન ન અટકવો જોઈએ.

સ્વસ્થ જીવનશૈલીની કેટલીક પાયાની આદતો જીવનમાં ઉતારવી હોય તો સપરિવાર સંકલ્પનો એક આૈર પ્રયાસ કરી જુઓ. જ્યારે તમે એકલા કંઈક કરવાનું નક્કી કરો છો ત્યારે એને તોડવાનાં બહાનાં પણ તમે શોધી લો છો.

મોટા ભાગે સ્વાસ્થ્યને લગતા સંકલ્પોમાં રોજ ચાલવા જવાનું, રોજ યોગાસન કરવાનું, રોજ વહેલા સૂવાનું, રોજ વહેલા ઊઠવાનું જેવી આદતો પાડવાનો નિયમ લેતા હોઈએ છીએ. હવે ઘરમાં બધા જ સૂતા હોય અને તમારે સાડાપાંચ વાગ્યે ઊઠીને ચાલવા જવાનું હોય તો સ્વાભાવિક છે કે તમે એ માટે બહાનાં શોધશો. જ્યારે ઘરમાં પતિ-પત્ની, બાળકો અને દાદા-દાદી બધાં જ સવારે ચાલવા જવાનું નક્કી કરે તો એનાથી એકમેકનું પીઠબળ મળી શકે છે. આ તો થયો સપરિવાર સંકલ્પનો ફાયદો.

આજની જીવનશૈલી જોતાં મને લાગે છે કે આપણાં ઘરોમાં કોઈ પણ ઉંમરની વ્યક્તિએ એક સારી આદત કેળવવી જોઈએ. કદાચ એની જરૂરિયાત તમને સ્પષ્ટપણે નહીં સમજાય, પણ એની અસરો બહુ ગહેરી છે. આ સંકલ્પ છે જમતી વખતે શાંતિ રાખવાનો. કદાચ સપરિવાર બેસીને જ જમવું એ નિયમ મુંબઈની લાઇફ-સ્ટાઇલમાં ફિઝિબલ ન હોય તો ઍટ લીસ્ટ જમતી વખતે શાંત વાતાવરણ હોવું જરૂરી છે. એક ટંકનું ભોજન સપરિવાર લેવાનું શક્ય હોય તો-તો ઉત્તમ, પણ જો એમ ન હોય તો જમતી વખતે ધ્યાન માત્ર જમવામાં જ હોય એ નિયમ અચૂક પાળવા જેવો છે. નાનાં બાળકો ટીવી જોતાં-જોતાં ખાય છે. ખાતાં-ખાતાં પાંચ વાર ઊઠીને આમતેમ ફરે છે. મોટેરાંઓ ચાવતાં-ચાવતાં મોબાઇલ ફોન પર ચિપકેલા હોય છે. કાં તો વાતો કરે છે, કાં ગેમ રમતા હોય છે. ઘણી વાર પતિ-પત્ની સાથે બેસીને જમે છે; પણ એ વખતે ઘર, બાળકો, સમાજ કે ઑફિસના કંકાસની વાતો થતી હોય છે. આ બધું જ બંધ કરવું જરૂરી છે. આયુર્વેદમાં કહેવાયું છે કે જમતી વખતે બને ત્યાં સુધી મૌન રાખવું. આ મૌન મન, વચન અને કર્મ ત્રણેયથી પાળવું જોઈએ. મતલબ કે બોલવાનું બંધ કરીને મગજમાં વિચારોનો ઝંઝાવાત ચાલવા દેવો એ પણ ઠીક નથી. બીજું કોઈ કાર્ય ન કરવું, કંઈ બોલવું નહીં અને મનને શાંત રાખવું. ભોજનનો સમય માત્ર ભોજનનો જ હોવો જોઈએ. જે ભોજન તમારા શરીર અને મનને પોષણ આપે છે એના માટે રોજ સવાર-સાંજ દસ-દસ મિનિટ તો ફાળવવી જ જોઈએને? ધ્યાન ભોજનમાં હશે તો ખોરાક બરાબર ચાવીને ખાઈ શકાશે. ચાવીને ખાવાથી ભૂખ હશે એટલું જ ખાશો અને ખાધેલું એકરસ થઈને લોહીમાં ભળશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK