નારી તું નારાયણી! માત્ર શબ્દોમાં

દહિસરના એક લંપટ પિતાને અદાલતે દસ વર્ષની જેલની સજા કરી.


મેરા ભારત મહાન! મગર કભી કભી - ભગવાનજી રૈયાણી

તાજા સમાચાર:

દહિસરના એક લંપટ પિતાને અદાલતે દસ વર્ષની જેલની સજા કરી. મા વગરની બે નાની દીકરીઓને તે છેલ્લાં આઠ વર્ષથી ધમકીઓ આપીને તેમના પર બળાત્કાર કરતો હતો. તેમની મા ૨૦૦૪માં મૃત્યુ પામી હતી.

૩૮ વર્ષના એક માણસે યુધિષ્ઠિરકર્મ કર્યું. જુગારમાં તે હારી રહ્યો હતો અને છેલ્લે તેણે ઇન્દોરમાં પોતાની પત્નીને હોડમાં લગાવી. જીતેલા તેના બે મિત્રો તેને ઘરેથી ઉપાડી ગયા અને બન્નેએ તેના પર વારાફરતી બળાત્કાર કર્યો. જ્યારે તેણે પતિને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે એ સાચું છે અને તું ફરિયાદ કરીશ તો પુત્રીઓને પણ દાવ પર લગાવી દઈશ. પોલીસ તપાસ કરી રહી છે.

હરિયાણાના રોહતકમાં એક મામાએ તેની સગી ભાણી પર રેપ કરીને તેને ગર્ભવતી બનાવી. મા તેને ડૉક્ટર પાસે લઈ ગઈ ત્યારે ખબર પડી કે તેને પાંચમો મહિનો જાય છે! આ કુકર્મ ધમકીઓ આપીને તેના સગા મામાએ કર્યું. પોલીસે તેની ધરપકડ કરી.

વર્ષો પહેલાં એક ફિલ્મગીત સાંભળેલું. એનું ર્શીષક હતું તૂ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત.

માનવસંસ્કૃતિના ઇતિહાસની રીલ મારા મન:ચક્ષુ પાસેથી પસાર થાય છે. વિશ્વના યુગપરિવર્તકો બધા જ પુરુષો છે : બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ, ઈસુ, સોલોમન, જરથુષ્ટ્ર, સિકંદર, ચંગેઝખાન, મોહમ્મદ પયગંબર, શંકરાચાર્ય, નાનક, કબીર, અકબર, ઔરંગઝેબ, શિવાજી, સમ્રાટ અશોક, ચંદ્રગુપ્ત, જ્યૉર્જ વૉશિંગ્ટન, અબ્રાહમ લિંકન, ચર્ચિલ, કાર્લ માક્ર્સ, લેનિન, સ્ટેલિન, નેપોલિયન, હિટલર, માઓ, નેહરુ, સરદાર, ગાંધી વગેરે બધા જ પુરુષો હતા. તેમણે વેદો, શાસ્ત્રો, પુરાણો, ગીતા, કુરાન, બાઇબલ, રામાયણ, મહાભારત, ગ્રંથસાહેબ જેવા ગ્રંથોની રચના કરી કે ભૌગોલિક સીમાઓ બદલીને શાસનસમ્રાટો બન્યા. તેમણે પુરુષ જાતને જ અનુકૂળ હોય અને સ્ત્રી પુરુષને પરાધીન જ રહે એવાં જ નીતિશાસ્ત્રોની રચના કરી અને એ રીતે જ યુગોપર્યંત શાસન કર્યું.

ફ્રેન્ચ લેખક બાલ્ઝાક કહે છે પત્ની સાથે વ્યવહાર ગુલામ જેવો રાખો, પણ તેને હંમેશ એમ લાગવા દો કે તે જ ઘરની રાણી છે. ટૉમસ કુલર નામનો લેખક તો હદ કરીને કહે છે : A woman, a dog and a walnut tree; more you beat them, the better they be એટલે કે સ્ત્રી, કૂતરો અને અખરોટના ઝાડને જેમ વધુ પીટો એમ એ સુધરે. તો આપણા રામાયણી સંત તુલસીદાસ કેમ પાછળ રહે? તેઓ લખે છે : ઢોલ, ગમાર, શૂદ્ર, પશુ, અરુ, નારી, સકલ તાડન કે અધિકારી. એવી જ રોજિંદા જીવનમાં આજે પણ જેનો ભરપૂર ઉપયોગ થાય છે એવી તળપદી કહેવત : બુધે (લાકડીએ) ડોબું દોવા દે, બુધે

છોકરું રોતું રે, બુધે જાર બાજરી, બુધે નાર પાંસરી.

વળી સ્ત્રીને ખુશ કરવા મનુ ભગવાન ક્યાંક બોલી દે : યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા:Ð - સ્ત્રી પુજાય ત્યાં દેવો વસે. પણ પાછા સ્ત્રી સ્વાતંત્ર્યમ્ ન અર્હતિ - સ્ત્રી સ્વતંત્રતાને લાયક નથી એમ કહીને પાણી ફેરવી દે છે.અમે નાના હતા ત્યારે કન્યાવિદાય વખતે આવાં ગીતો ગવાતાં :

‘દાદાને વહાલા દીકરા, અમને દીધાં પરદેશ જો.’ અહીં દાદાનો અર્થ પિતા સમજવો અને દીકરી શણગારેલા માફાવાળા બળદગાડામાં વરરાજા સાથે બેસવા જાય ત્યારે ગવાય ‘દીકરી ને  ગાય રે, જ્યાં દોરે ત્યાં જાય રે.’

એક ક્રૂર રિવાજની એક સ્ત્રીની વ્યથા:

સદીઓ પહેલાં વેપારી, નાવિક અને સૈનિક તરીકે મારો પતિ જ્યારે પરદેશ જતો ત્યારે બંદરે-બંદરે વેશ્યાગમન કરતો કે રાખતો, પણ

મને તો ચામડાનો ચારિત્ર્યપટ્ટો (chastity belt) પહેરાવીને પછી જ તે પરદેશ જતો જેથી તેની ગેરહાજરીમાં હું કોઈની સાથે શરીરસંબંધ બાંધી ન શકું.

અથવર્વેીદ પુત્રજન્મની જ તરફેણ કરે છે તો યજુર્વેદ સતી, કૂતરા અને કાગડાને એક જ કક્ષામાં મૂકે છે. એક પુરુષ અનેક સ્ત્રીઓને પરણતો, પણ રાજા તો સેંકડો સ્ત્રીઓને પરણતો. કૃષ્ણ, ઇન્દ્ર, યયાતિ, દશરથ વગેરે આના દાખલાઓ છે. વિજેતા રાજા તો સેંકડો વહુબેટીઓને ઉપાડી જઈને ભેટ તરીકે પોતાના અમીર-ઉમરાવોને વહેંચી દેતો. એ જમાનાની નિયોગપ્રથા વ્યભિચાર ન ગણાતી.

જુઓ પાંચ હજાર વર્ષ પહેલાં મનુભગવાને રચેલી આચારસંહિતાના કેટલાક અંશો :

પુરુષોએ સ્ત્રીઓને રાતદિવસ સ્વતંત્ર ન કરવી (પણ પોતાને વશ જ રાખવી). વળી વિષયોમાં આસક્ત રહેતી હોય એવી સ્ત્રીઓને પણ પોતાને વશ જ રાખવી.

સ્ત્રીને કુમારાવસ્થામાં પિતા રક્ષે, યુવાવસ્થામાં પતિ રક્ષે અને ઘડપણમાં પુત્રો રક્ષે; (પણ કોઈ કાળે) સ્ત્રીને સ્વતંત્રતા ન ઘટે.

સ્ત્રીઓની વૈદિક મંત્રોથી (જાતકર્માદિ) સંસ્કારક્રિયા થઈ શકે નહીં એવી ધર્મશાસ્ત્રોની વ્યવસ્થા છે. તેમને શ્રુતિનો તેમ જ મંત્રોનો અધિકાર નથી. આથી તેઓ અસત્યના જેવી અશુભ છે.

સંતાન બિલકુલ ન હોય તો પ્રજાની ઇચ્છાવાળી સ્ત્રીએ દિયર કે સપિંડી સાથે વિધિપૂર્વક નિયોગગમન કરી ઇચ્છિત પ્રજા ઉત્પન્ન કરવી.

પતિ જો કામભોગ માટે પરદેશ ગયો હોય તો પત્નીએ ત્રણ વર્ષ સુધી તેની રાહ જોવી.

ત્રીસ વર્ષના પુરુષે બાર વર્ષની મનગમતી કન્યા પરણવી અથવા ચોવીસ વર્ષનાએ આઠ વર્ષની કન્યા વરવી અથવા ધર્મમાં હાનિ થતી હોય તો જલદી પરણવું.

નાનો ભાઈ જો મોટા ભાઈની પત્નીમાં (નિયોગથી) પુત્ર ઉત્પન્ન કરે તો તે પુત્રને તેને  ઉત્પન્ન કરનાર કાકાના જેટલો (સરખો) ભાગ મળે એવી ધર્મમર્યાદા છે.

નિયોગ ન પામેલી સ્ત્રીનો પુત્ર તેમ જ પુત્રવાળી સ્ત્રીએ દિયરથી મેળવેલો પુત્ર - એ બન્ને મિલકતના ભાગના અધિકારી નથી.

બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને શૂદ્ર સ્ત્રીથી જે પુત્ર થાય તે મિલકતનો ભાગિયો છે જ નહીં.

ગુરુપત્ની સાથે વ્યભિચાર કરનાર પુરુષને કપાળે સ્ત્રીની યોનિના આકારે ડામ દેવો.

ગુરુપત્ની સાથે ગમન કરનારે પોતાનું પાપ જાહેર કરી લોઢાની ધગધગતી શય્યા પર સૂવું અને લાલચોળ તપેલી લોઢાની (બનાવેલી) સ્ત્રીને બરાબર ભેટવું એમ મૃત્યુ પામી તે શુદ્ધ થાય છે.

(ઇચ્છાપૂર્વકના) વ્યભિચારથી વિશેષ ભ્રક્ટ થયેલી સ્ત્રીને સ્વામીએ એક ઘરમાં (કેદીની પેઠે) કબજે રાખવી.

અને હવે થોડી પુરાણકાળની વાતો:

પતિવ્રતા સીતાજી રામની સાથે ૧૪ વર્ષ વનમાં રહ્યાં અને તેમના રાજ્યાભિષેક પછી જ્યારે એક ધોબીએ સીતાજીના ચારિત્ર્ય પર શંકા કરી ત્યારે કાચા કાનના રામે તેમને ફરી વનમાં મોકલ્યાં જ્યાં તેમને લવ અને કુશ નામના જોડિયા પ્રતાપી પુત્રો થયા. જ્યારે તેઓ વનવાસ પૂરો કરીને પાછાં આવ્યાં અને ફરીથી રામથી દુભાઈને ધરતીમાં સમાયાં.

યુધિષ્ઠિર પાંચ ભાઈઓની પત્નીને જુગારમાં હાર્યા અને દુ:શાસને ભરી સભામાં મોવડીઓના મૌન સાથે દ્રૌપદીનાં ચીર ખેંચ્યાં અને પતિઓ પણ અસહાય બનીને જોઈ રહ્યા. ભલું થાજો સખા કૃષ્ણનું કે ચીર પૂરીને દ્રૌપદીની લાજ બચાવી.

નળરાજા પણ રાણી દમયંતીને દ્યૂતમાં હારી જ ગયોને?

અને છેલ્લે:


કવિ મૈથિલીશરણ ગુપ્તને ગાવું પડ્યું છે...

અબલા જીવન હાય તુમ્હારી યહી કહાની

આંચલ મેં હૈ દૂધ ઔર આંખોં મેં હૈ પાની


દીકરીને પારકું ધન અને સાપનો ભારો કહીને વગોવી છે.

આપણા મહાન ચારણી કવિએ કકળતે કંઠે ગાયું છે...

કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગ્યો

લૂંટાઈ ગ્યો મારો લાડ ખજાનો ‘દાદ’ હું જોતો ર્યો

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK