સચિનદાએ જ્યારે નિખાલસતાથી પોતાની ચોરીની કબૂલાત કરી

જો તમે એક કલાકારની ધૂન ચોરી કરો તો એ નકલ કહેવાય.

sd

વો જબ યાદ આએ - રજની મહેતા

If you steal from one person, it is

plagiarism. If you steal from more than one, it is inspiration. But if you steal from many than it is research.

- Wilson Mizener [Music Critic]

જો તમે એક કલાકારની ધૂન ચોરી કરો તો એ નકલ કહેવાય. જો એકથી વધુની નકલ કરો તો રિસર્ચ કહેવાય, પરંતુ અનેકની નકલ કરો તો પ્રેરણા કહેવાય. આ વાત એટલા માટે યાદ આવી કે સચિનદા એમ માનતા કે તમે ભલે નકલ કરો, પણ એમાં તમારી આર્ટિસ્ટિક વર્કમૅનશિપનો સ્ટૅમ્પ હોવો જોઈએ.

ફિલ્મ ‘ટૅક્સી ડ્રાઇવર’ના ‘જાએં તો જાએં કહાં’ની શરૂઆતની પંક્તિ સચિનદાના ભૈરવી રાગ પર આધારિત એક બંગાળી ગીત ‘પ્રેમ જમુનાર પારે’ જેવી જ લાગે છે, પરંતુ આ પૂરા ગીત પર રવીન્દ્રનાથ ટાગોરના ‘હેય ક્ષાનીકેર અતિથિ’ની અમીટ છાયા સતત અનુભવાય છે.ï ‘ચાહે કોઈ ખુશ હો ચાહે ગાલિયાં હઝાર દે’ની ધૂન ઇટાલિયન છે. એ ઉપરાંત સચિનદાએ વૈષ્ણવ ર્કીતનથી લઈને વેસ્ટર્ન લૅટિન અમેરિકન ધૂન પર આધારિત અનેક ગીતો બનાવ્યાં છે.

આમ પણ કહેવાય છે કે જો તમે નબળી નકલ કરો તો એ ચોરી છે પણ જો તમે એમાં તમારું કંઈ ઉમેરીને એને બહેતર બનાવો તો એ કળા છે. વિવેચકો તો ત્યાં સુધી કહે છે કે આ દુનિયામાં તમે ત્યાં સુધી મૌલિક છો જ્યાં સુધી તમારી ચોરી પકડાતી નથી. સચિનદા આ બાબતે કેટલા નિખાલસ હતા એનો એક રસપ્રદ કિસ્સો યાદ આવે છે .

એક દિવસ કોઈએ તેમને કહ્યું, ‘સચિનદા, તમને ખબર છે સલિલ ચૌધરીએ બે અંગ્રજી ગીતોની કૉપી કરીને બંગાળી ગીતો બનાવ્યાં છે? એમાં એક હૅપી બર્થ-ડે ટુ યુ અને બીજું વિખ્યાત ગાયક પૅટ બનની સ્ટાઇલની કૉપી છે.’

તેને અધવચ્ચે અટકાવતાં સચિનદા બોલ્યા, ‘જે હોય તે, સલિલદાએ કેટલાં સરસ ગીતો બનાવ્યાં છે. એ ગીતો પર તેમના સંગીતનો સ્ટૅમ્પ છે અને એ જ મહત્વની વાત છે કે એ ગીતો પૂરાં બંગાળી લાગે છે. રવીન્દ્રનાથ ટાગોર હોય કે પછી કાઝી નઝરુલ ઇસ્લામ, દરેક એકમેકમાંથી પ્રેરણા લઈને પોતાનું કંઈક ઉમેરીને એક નવસર્જન કરે છે. આ જ તો કલાકારની ખૂબી છે. મેં પણ કૉપી કરી છે. યાદ કરો ફિલ્મ ‘પ્યાસા’નું ગીત ‘જાને વો કૈસે લોગ થે જિનકો પ્યાર સે પ્યાર મિલા...’ આ ગીત ખૂબ લોકપ્રિય છે, પણ આ વાતની કોઈને ખબર નથી કે આ ગીતની બીજી પંક્તિ ‘હમને તો જબ કલિયાં માંગી, કાંટોં કા હાર મિલા’ની કૉપી મેં આપણા રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ની બીજી પંક્તિ ‘પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગા’ પરથી કરી છે. એટલે જ આ વાતની વધારે ચર્ચાને અવકાશ નથી .’

એક આડવાત. આપણા તમામ દિગ્ગજ સંગીતકારોએ ભારતીય લોકસંગીત ઉપરાંત વિશ્વના અનેક પ્રકારના સંગીત પર આધારિત ગીતો બનાવ્યાં છે. કમાલ એ વાતની છે કે હરકોઈએ પોતાની શૈલીમાં આ ગીતોને ઢાળીને એને નવા સ્વરૂપે આપણી સમક્ષ એવી રીતે પ્રસ્તુત કર્યાં છે જાણે એક નવી રચના હોય. એક ગુજરાતી ઉક્તિ યાદ આવે : છોકરું જન્મે એટલે તેનો બાપ ભલે હાજર ન હોય, પણ ક્યાંક તો હોયને?

સંગીતકાર નૌશાદ, ઓ. પી. નૈયર, ખૈયામ, રવિ, આણંદજીભાઈ, પ્યારેલાલ, પંડિત શિવકુમાર શર્મા, આનંદ-મિલિંદ, શંકર મહાદેવન અને સંગીતક્ષેત્રે સંકળાયેલા બીજા અનેક કલાકારો અને મ્યુઝિશ્યનો સાથેની મારી મુલાકાતોમાં દરેકે એક વાતનો એકરાર કર્યો છે કે ક્યાંક ને ક્યાંક તેમણે કોઈ વિદેશી ધૂનમાંથી પ્રેરાઈને એના જેવી જ કે પછી એના પર આધારિત ધૂનો બનાવી છે.

થોડાં વર્ષો પહેલાં એક હિન્દી ન્યુઝ-ચૅનલ પર રાતના સમાચારના અંતમાં એક વિદેશી ધૂન અથવા ગીતની રજૂઆત થતી અને એ પછીના અઠવાડિયે એ જ સમયે એ ધૂન પર આધારિત જે હિન્દી ફિલ્મનું ગીત બન્યું હોય એની રજૂઆત થતી. ત્યારે સંગીતપ્રેમીઓને આર્ય થતું કે કેટલી કુશળતાથી સંગીતકારોએ આ વિદેશી ધૂનોનું ભારતીયકરણ કરીને લોકપ્રિય ગીતો બનાવ્યાં છે. એટલે જ તો કહેવાય છે કે 'Nothing is new except the arrangement.'

આ એક એવો વિષય છે જેના પર ઘણું લખી શકાય. ભવિષ્યમાં કોઈ વાર એ વિશે

વિગતવાર વાત કરીશું, પરંતુ આજે ફરી પાછા સચિનદાની સંગીત-સફરમાં આગળ વધીએ.

મુંબઈ આવ્યા બાદ ૧૦ વર્ષે સચિનદાને તેમની કારર્કિદીનો પહેલો નામી અવૉર્ડ મળ્યો એ હતો ફિલ્મફેરના બેસ્ટ મ્યુઝિક-ડિરેક્ટરનો.

અવૉર્ડ-ફંક્શન દરમ્યાન તેમની જે મનોસ્થિતિ હતી એ યાદ કરતાં સચિનદા કહે છે,

‘તમે એક સુંદર બગીચામાં પ્રવેશ કરો અને ત્યાંનું સૌંદર્ય જોઈને માળીને અભિનંદન આપો, પરંતુ એ બાગના માલિકને કોઈ યાદ નથી કરતું જે આને માટે વધુ ધન્યવાદને પાત્ર છે. અમારી ફિલ્મી દુનિયામાં પણ આવું જ છે. જે નજર સમક્ષ દેખાય છે તેની સૌ વાહ-વાહ કરે છે. એક વાતની ચોખવટ કરી લઉં. મને ફિલ્મસ્ટાર કે પ્લેબૅક સિંગર્સની ઈર્ષા નથી થતી સિવાય કે જ્યારે લોકો મારા સંગીતને બંડલ (નકામું) કહીને વખોડે ત્યારે. એક દિવસ હું કારદાર સ્ટુડિયો ગયો હતો. દરવાજાની બહાર ફિલ્મસ્ટાર્સને જોવા માટે ટોળું જમા થયું હતું.  હું ગાડીમાં બેઠો હતો. લોકો પ્રશ્ન કરતા હતા કે અંદર કોણ છે. ત્યાં એક નિરાશાભર્યો અવાજ મને સંભળાયો, અરે છોડ, આ તો સાવ બંડલ (સંગીતકાર) છે.ï જોકે મારા ચાહકો પણ છે. એક દિવસ હું બાંદરા સ્ટેશન પર મલાડની ટ્રેન પકડવા ઊભો હતો. પ્લૅટફૉર્મ પર ટ્રેન ક્યારે આવી, ઊભી રહી અને જતી રહી મને ખબર જ ન પડી. હું મારી મસ્તીમાં જ ખોવાયેલો હતો. કારણ એટલું જ કે બાજુમાં કેટલાક મજૂરો કામ કરતાં-કરતાં ફિલ્મ ‘શબનમ’નું ગીત ગાઈ રહ્યા હતા. ગીતના લયમાં તેમના કોદાળી, પાવડા અને હથોડાની રિધમ એટલી સરસ રીતે મૅચ થતી હતી કે હું આજુબાજુ શું થઈ રહ્યું છે એ સાવ ભૂલી જ ગયો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK