શ્રી શત્રુંજય તીર્થ-પાલિતાણા નગર વિશે કેટલીક જાણવા જેવી વાતો

જય તળેટીથી ગિરિરાજ ઉપર ચડતાં થોડા જ અંતરે એક ગુફા જોવા મળે છે જેમાં સરસ્વતી માતાની પ્રભાવક પ્રતિમા છે.

જૈન દર્શન - ચીમનલાલ કલાધર


(૧) જય તળેટીથી ગિરિરાજ ઉપર ચડતાં થોડા જ અંતરે એક ગુફા જોવા મળે છે જેમાં સરસ્વતી માતાની પ્રભાવક પ્રતિમા છે. હંસવાહિની મા શારદાની આ દેરી ઘણી પ્રાચીન છે. યાત્રિકો અને ગામલોકો અહીં માતાજીને શ્રીફળ વધેરીને આર્શીવાદ લેવા આવે છે. વિદ્યાદેવી સરસ્વતી માતાની આ મૂર્તિ ચમત્કારી  અને પરચા પૂરનારી છે. આ દેવીનો વહીવટ શેઠ આણંદજી કલ્યાણજી હસ્તક છે. (૨) મૂળ નાયક શ્રી આદિશ્વર ભગવાનનું મંદિર : શ્રી શત્રુંજય તીર્થના ૧૬મા ઉદ્ધારક કરમાશાહે નિર્માણ કરાવરાયેલા અને સૂરિશ્રેષ્ઠ શ્રી વિદ્યામંડનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સં. ૧૫૮૭ના વૈશાખ વદી - ૬ના શુભ દિને પ્રતિષ્ઠિત થયેલું દાદા શ્રી આદિશ્વર ભગવાનનું આ ભવ્ય મંદિર શત્રુંજયની શોભા સમાન છે. મન હરી લેનારા અપ્રતિમ શિલ્પસ્થાપત્યથી શોભતું દાદાનું આ જિન મંદિર ભોંયતળિયેથી બાવન હાથ ઊંચું છે. એના શિખરમાં ૧૨૪૫ કુંભ છે. ૨૧ સિંહોનાં વિજયચિહ્નો શોભી રહ્યાં છે. ચારે દિશામાં ચાર યોગિનીઓ છે. દશ દિક્પાલનાં પ્રતીકો એના રક્ષકપણાનો ખ્યાલ આપી રહ્યાં છે. મંદિરની વિશાળતાનો ખ્યાલ આપતી ગભારાની આસપાસ ૩૨ દેવકુલિકાઓની રચના છે. ચાર ગવાક્ષો એની ભવ્યતામાં વધારો કરે છે. ૩૨ પૂતળીઓ અને ૩૨ તોરણો આ મંદિરને (વિશેષ) કલામય બનાવે છે. મંદિરને ટેકવી રાખતા ૭૨ આધારસ્તંભો એની કલામયતાની ઓળખ આપી રહ્યા છે. અહીં દાદાની ભવ્ય, આકર્ષક પ્રતિમા જોતાં જ ભાવિકોનું હૈયું નાચી ઊઠે છે, સંતાપ ભૂલી જવાય છે, ભાવના બïળવત્તર બને છે, દિલ એવું ચોંટી જાય છે કે ત્યાંથી ખસવાનું મન જ થતું નથી. આવા મહાપ્રભાવક દાદાનાં દર્શન થતાં મુખમાંથી સહજપણે સરી પડે છે: જય જય શ્રી આદિનાથ! જય જય શ્રી શત્રુંજયનાથ! આ દાદાની ૫૦૦મી સાલગીરી ૧૨ વર્ષ પછી સં. ૨૦૮૭ના વૈશાખ વદી - ૬, તા. ૧૨-૫-૨૦૩૧ના રોજ ખૂબ જ ધામધૂમપૂર્વક ઊજવાશે. (૩) શત્રુંજય ગિરિરાજના પ્રથમોદ્ધારક ભરત ચક્રવર્તી થયા. તેમણે આ તીર્થમાં મણિમય જિન પ્રતિમાઓ ભરાવીને પ્રતિષ્ઠિત કરાવી છે. આ પ્રતિમાઓ સુવર્ણ ગુફામાં દેવાધિષ્ટિતપણે સ્થાપન થયેલી છે. એ ગુફાનું એક તરફનું મુખદ્વાર રાયણ વૃક્ષ પાસે હોવાનો સંભવ શાસ્ત્રકારોએ બતાવ્યો છે. કોઈ પુણ્યાત્માને આ મહિમાશીલ પ્રતિમાઓનાં દર્શન થાય તો તેઓ અવશ્ય ત્રીજા ભવે મોક્ષપદને પામશે એમ કહેવાયું છે.

(૪) શ્રી શત્રુંજય ગિરિરાજની વાઘણ પોળમાં આવેલાં જિન મંદિરો ‘વિમલ વગ્રહી’ના નામથી ઓળખાય છે. વાઘેલા યુગમાં વાઘણ પોળની જમણી બાજુએ હાલમાં જ્યાં શેઠ શ્રી કેશવજી નાયકનું જિનાલય છે ત્યાં પૂર્વ કાળમાં રૈવતાયણવતાર રૂપ શ્રી નેમિનાથ પ્રભુનું મંદિર હતું. અત્યારે અહીં ડાબી બાજુએ શેઠ શ્રી હીરાચંદ રાયકરણનું શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર છે, ત્યાં એ પૂર્વે સ્થંભનપુનરાવતાર શ્રી પાશ્વર્નાથ ભગવાનનું મંદિર હતું. આ બન્ને મંદિરો મહામાત્ય વસ્તુપાલે બંધાવ્યાં હતાં એવી માહિતી પ્રશસ્તિલેખમાં જોવા મળે છે. આ મંદિરો પંદરમા-સોળમા સૈકા સુધી વિદ્યમાન હતાં, પછી કાળબળે એ લુપ્ત થયેલાં જણાય છે. આ બન્ને મંંદિરો શા કારણે લુપ્ત થયાં અને એની જિન પ્રતિમાઓનું શું થયું એ વિશે વિદ્વાનોએ સંશોધન કરીને સત્ય બહાર લાવવાની જરૂર છે. (૫) શત્રુંજય તીર્થની વાઘણ પોળમાં શ્રી શાંતિનાથ પ્રભુનું સુંદર જિનાલય છે. આ જિનાલય પાસે કરામાશાહે બિરાજમાન કરાવેલી શ્રી શંત્રુજય તીર્થની અધિષ્ઠાપિકા શ્રી ચકેશ્વરી માતાની દેરી આવેલી છે. એની બહારના ભાગમાં પદ્માવતી, નિર્વાણી, સરસ્વતી અને લક્ષ્મીદેવી એ ચાર દેવીઓની મૂર્તિ પધરાવાઈ છે. પાસેની દેરીમાં વાઘેશ્વરી અને પદ્માવતીદેવીની મૂર્તિઓ સ્થાપન કરી છે. (૬) શત્રુંજય ગિરિરાજની રતન પોળ પાસે આવેલો સૂરજ કુંડ પ્રાચીન અને ચમત્કારી મનાય છે. આ કુંડનાં નર્મિળ પાણી વડે મહિપાલ રાજાનો રોગ દૂર થયો હતો અને પીરમાતા વીરમતીના મંત્રપ્રયોગથી કૂકડો બનેલા ચંદ્રરાજા આ કુંડમાં સ્નાન કરીને પોતાના મૂળ સ્વરૂપે ચંદ્રરાજા થયા હતા. એની બાજુમાં ભીમ કુંડ, બ્રહ્મ કુંડ અને ઈશ્વર કુંડ આવેલા છે. યાત્રિકોને આ પવિત્ર કુંડની સ્પર્શના કરવા જેવી છે. (૭) પાલિતાણા ગામમાં - (૧) શ્રી આદિશ્વર ભગવાનનું, (૨) શ્રી ગોડીજી પાશ્વર્નાથનું અને (૩) શ્રી શાંતિનાથ પ્રભુનું પ્રાચીન દેરાસર છે. યાત્રિકોએ આ ત્રણેય પ્રાચીન પ્રભાવક મંદિરોનાં દર્શન કરવાં જોઈએ. (૮) શંત્રુજય તીર્થની યાત્રા કરી પાછા આવતા યાત્રિકો માટે ભાતું આપવાનું પ્રસશ્ય કાર્ય મુનિશ્રી કલ્યાણવિમલજી મહારાજની પ્રેરણાથી મુર્શિદાબાદવાïળા સિતાબચંદજી નાહરના પરિવારે શરૂ કરાવ્યું હતું. શરૂઆતમાં યાત્રિકોને સેવ-મમરા, પછી બુંદીના લાડુ-ગાંઠિયા અને એ પછી બુંદી અને સેવ તેમ જ ચા, ઉકાળો, સાકરનું પાણી વગેરે અપાય છે. ભાતા ખાતાનો વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી હસ્તક છે. (૮) પાલિતાણા પાસે આવેલું ઘેટી ગામ ઘણું પ્રાચીન છે. શત્રુંજયની બીજી યાત્રામાં ઘેટી યાગનાં પગલાં આવે છે એની પાસે જ ઘેટી ગામ આવેલું છે. પાલિતાણાની સ્થાપના જેમના નામ પરથી થઈ છે તે શ્રીમદ્ પાદલિપ્તસૂરિ ઘેટી ગામે થઈને પાલિતાણા આવ્યાના ઉલ્લેખ મળે છે. રાજા વિક્રમના સમયનું આ ગામ છે. વિક્રમની ૧૧મી સદીમાં ભાવકશાહે પોતાના પુત્ર જાવડશાહનું લગ્ન ઘેટી ગામે જ કર્યું હતું. આ સમયે ઘેટી ગામ ખૂબ જ સુખી, સમૃદ્ધ અને આબાદ હતું. ૨૦૦૦ વર્ષ પુરાણા આ ગામમાં જૈનોની મોટી વસ્તી હતી. (૯) શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ભાતા ખાતા પાસે એક પ્રાચીન વાવ આવેલી છે એનું નામ છે સતી વાવ. અમદાવાદના નગરશેઠ શાંતિદાસ શેઠના સુપુત્ર લક્ષ્મીદાસના સુપુત્ર સુરદાસે યાત્રિકો માટે આ વાવ બંધાવી છે જેનો શિલાલેખ વાવનાં શરૂઆતનાં પગથિયાં સામેની દીવાલ પર બેસાડેલો છે. (૧૦) શત્રુંજય તીર્થના શતથંભિયા મંદિરની નીચેના ભાગમાં ‘શ્રી શત્રુંજય માહાત્મ્ય’ના રચયિતા શ્રી ધનેશ્વરસૂરિની આરસની નયનરમ્ય મૂર્તિ એક દેરીમાં પધરાવી છે એ દર્શનીય છે. (૧૧) શ્રી શત્રુંજય તીર્થની પંચતીર્થી તરીકે - (૧) મહુવા, (૨) તળાજા, (૩) દાઠા, (૪) ઘોઘા અને (૫) ભાવનગર છે. યાત્રિકોને શક્ય હોય તો આ પાંચેપાંચ પવિત્ર ભૂમિની સ્પર્શના કરવા જેવી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK