સૌને મોટા ભા થવાની દુનિયામાં આજે નોબડી થવું કઠિન છે

આજે ભારત દેશ મહાન છે.

પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

આઇ ઍમ નોબડી, હૂ આર યુ?

યુ આર ઑલ્સો નોબડી ટૂ

ધેન ધેર ઇઝ વન પર્સન હૂં નોઝ

હાઉ કૉસ્ટ્લી ઇટ ઇઝ ટુ બી સમબડી

- કવયિત્રી એમિલી ડિકિન્સન

ઉપરની અંગ્રેજી કવિતાનાં કવયિત્રી પોતાને ‘કવયિત્રી’ તરીકે વધુપડતું માન અપાય એમ ઇચ્છે છે અને એવું જાહેર પણ કરે છે. આજે બધાને સમબડી થવું છે. આ ‘કંઈક’ થવાની હરીફાઈ થકી દુનિયા દુ:ખી થાય છે. આજે ભારત દેશ મહાન છે. ભલે અર્થશાસ્ત્રીઓ ભારતને અમેરિકા અને જર્મની પછી ત્રીજા નંબરે ગણે, પણ ભારત આજે માત્ર આર્થિક દૃષ્ટિએ નહીં પણ આધ્યાત્મિક દૃષ્ટિએ મહાન છે. ભારત એક ગૌરવવંતો દેશ છે. અહીં ભારતની ભવ્યતા વર્ણવવામાં હું કવિ ત્રિભુવન વ્યાસની કવિતાની મદદ લઉં છું. એમાં ભારતના તિરંગા રાષ્ટ્રધ્વજના ત્રણ રંગનું વિશ્લેષણ આપ્યું છે. દા. ત. ધ્વજને સફેદ રંગ છે એ સર્વ ધર્મનો પ્રતીક છે. ઈશ્વરનું ફરમાન છે કે હિન્દુસ્તાન તમામ ધર્મોને આવકારતો દેશ બને. ધ્વજમાં બીજો રંગ લીલો છે એ પ્રખ્યાત ઇસ્લામ ધર્મનો રંગ છે. તેથી ભારતની ભૂમિને પાકભૂમિ કહે છે. કેસરી રંગ સર્વધર્મને આવકારતો આપણો ધર્મ છે.

આજે અમેરિકા અને જર્મનીની આર્થિક બહુલતાને કોરાણે મૂકીએ તો ભારત એક આદર્શ રાજ્ય છે. ડૉમ મોરેસ નામના પત્રકારે ભારતમાતાને એક પત્ર લખેલો. એમાં કલ્પનાને વલોવીને લખેલું કે ‘હે ભારતમાતા, તારી આંખોમાં આંખ નાખીને જોયું તો લાગ્યું કે મારો ભારત દેશ એક સપનું જોઈ રહ્યો છે. એ સપનાને  સાર્થક કરનાર કોઈક નેતા જાગશે જ.’

અને ઘણા કહે છે કે ડૉમ મોરેસે જોયેલા સપનાને નરેન્દ્ર મોદી પૂર્ણ કરશે. મહાન ફિલસૂફ પ્લેટોએ ‘ધ રિપબ્લિક’ નામનું પુસ્તક લખ્યું છે. એમાં પોતાના સપનાનું પ્રજાસત્તાક રાજ કેવું હોય એ પ્રથમ વાક્યમાં જ સ્પષ્ટ કહી દીધું છે : અમારો શાસક ભલે ગમેતેવો હોય, પણ તે દંભી ન હોય. જેવો હોય તેવો દેખાય. ઉપરાંત તે ફિલોસૉફર હોય અને રહેણીકરણીમાં સાદો હોય. તે ફિલોસૉફર સાથે ધર્મનિષ્ઠ હોય.

મહાન ઇસ્લામી ફિલસૂફ અને સંગીતકાર-વિજ્ઞાની તેમ જ નૈતિક શાસ્ત્રના નિષ્ણાત અબુ નસ્ર અલ ફરાબીએ કહેલું કે ફિલોસૉફર રાજા શ્રેષ્ઠ છે. જૂના સમયમાં સૌરાષ્ટ્રમાં ઘણા ફિલોસૉફર જ નહીં, પણ રાજા-કવિ હતા. પ્રેમી હતા. કલાપિ આવા રાજા હતા. આશા રાખીએ કે ભારતના શાસક કંઈ ન હોય પણ કલાપ્રેમી, સાહિત્યપ્રેમી અને ફિલોસૉફર હોય. નરેન્દ્ર મોદી આવા શાસક બનવા કોશિશ કરે એવી પ્રભુને પ્રાર્થના. આવતી ચૂંટણીમાં નવા સ્વરૂપે પોતાને પેશ કરે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK