શરીરશુદ્ધિ માટે જાણી જોઈને વૉમિટ કરવાની કુંજલ ક્રિયાના છે અનેક ફાયદા

મોટા ભાગે સંધિકાળમાં કફ અને પિત્તની તકલીફો, સૂકી-ભીની ખાંસી, ક્રૉનિક સાઇનસાઇટિસ, માથાનો દુખાવો, ઍસિડિટી જેવી તકલીફો વધુ થતી હોય છે.

ramdev1

આયુર્વેદનું A ૨ Z - ડૉ. રવિ કોઠારી

આજકાલ તમે જોશો તો ખાંસી, કફ, માઇગ્રેન, ઍસિડિટી, અપચો, છાતીમાં બળતરા, માથાનો દુખાવો, આંખમાં બળતરા, વધુપડતી ખાંસીને કારણે સ્વરપેટી પર સોજો જેવી સમસ્યાઓ વધુ થાય છે. બે ઋતુઓના સંધિકાળને કારણે સંચિત કફ ગળામાં કરડતો હોય એવું લાગે છે. બહારના ટેમ્પરેચરમાં તફાવત પડવાને કારણે પિત્તની સમસ્યા વધે છે. આ સમસ્યાઓ માટે આપણે આયુર્વેદમાં વપરાતાં ઔષધો વિશે ઘણી વાર વાત કરી છે. જોકે આજે વાત કરીશું કફ-પિત્તને બહાર કાઢીને શોધનક્રિયા દ્વારા શરીરને સ્વસ્થ બનાવવાની. યોગમાં આ ક્રિયાને કુંજલ ક્રિયા અથવા તો ગજકરણી કહે છે.

કુંજલ અથવા તો ગજકરણી એટલે ગજરાજની જેમ શુદ્ધીકરણની પ્રક્રિયા. તમે જોયું હોય તો હાથી સૂંઢમાં ખૂબબધું પાણી ભરી લે છે અને પછી એને ફુવારાની જેમ બહાર કાઢે છે. આ ક્રિયા હાથીના શરીરને અંદરથી ચોખ્ખું અને સ્વસ્થ રાખે છે. હાથીની જેમ ખૂબબધું પાણી પેટમાં ભરી લઈને એની વૉમિટ કરી નાખવાની યોગશુદ્ધિ ક્રિયાને કુંજલ અથવા તો ગજકરણી કહેવાય છે. જ્યારે કોઈ ઝેરી ચીજ ખવાઈ ગઈ હોય ત્યારે ડૉક્ટરો મીઠાવાળું પાણી પીવડાવીને વૉમિટ કરાવી નાખે છે એવું જ કંઈક આ ક્રિયામાં પણ થાય. જરૂરી નથી કે દરેક વખતે પેટમાં ઝેરી ચીજ જ ગઈ હોય. શરીરના કમરથી ઉપરના ભાગમાં થયેલો કફ અને પિત્તનો સંચય દૂર કરવા માટે આ ક્રિયા યોગમાં નિયમિતપણે કરવાની કહી છે. જ્યારે તકલીફ વધુ હોય ત્યારે ઑલમોસ્ટ રોજ કરી શકાય અને પછી વીક કે બે વીકમાં એક વાર કરવાનું રૂટીન રાખી શકાય.

હવે જોઈએ આ ક્રિયામાં કરવાનું શું હોય. જો તમે આ ક્રિયા પહેલી વાર કરી રહ્યા હો તો આપમેળે અખતરો કરવો ઠીક નથી. નિષ્ણાત યોગગુરુની નિગરાનીમાં જ એ કરવું. એક વાર મહાવરો થઈ જાય પછીથી જાતે કરો તો ચાલે.

સવારે ઊઠીને પેટ સાફ થઈ જાય એ પછીથી જ આ ક્રિયા કરવી. સૌપ્રથમ લગભગ એકથી દોઢ લીટર જેટલું પીવાનું ચોખ્ખું પાણી સહેજ કોકરવરણું ગરમ કરો. નખ કાપીને ચોખ્ખા રાખેલા જરૂરી છે. પાણીના જગ બાજુમાં લઈને કાગાસનમાં બેસવું. જો આ આસન ન ફાવતું હોય તો જાણે ઇન્ડિયન ટૉઇલેટમાં બેઠા હો એ રીતે પરંતુ સ્ક્વૉટ કરીને થોડાક ઊભડક બેસવું. એ વખતે પણ કમરથી આગળની તરફ સહેજ ઝૂકેલા રહેવું. ત્યાર બાદ કોકરવરણું પાણી પીવાનું ચાલુ કરવું. ધીમે-ધીમે ઘૂંટડા ગળવાને બદલે ઝટપટ ગટગટાવવું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ એમ તમારી જેટલી કૅપેસિટી હોય એટલું પાણી પીધે રાખવું. પાણી ગળા સુધી ભરાઈ ગયું હોય એવું લાગે અને હવે વધુ નહીં જ પીવાય અને પીશો તો ઊલટી થશે એવું લાગે ત્યાં સુધી પીધે રાખવું. વૉમિટ સેન્સેશન આવે એટલે ઊભા થવું. એ વખતે પણ કમરથી ૯૦ ડિગ્રીના ખૂણે કમરથી આગળની તરફ ઝૂકેલા રહેવું. એક હાથે પેટ દબાવવું અને બીજા હાથની બે આંગળીઓ જીભના છેક છેડા પર અંદર નાખવી. એમ કરવાથી ગળામાં ઇરિટેશન થશે અને પીધેલું પાણી વૉમિટ થઈને બહાર આવશે. પાણી ટુકડે-ટુકડે બહાર આવતું હોવાથી વારંવાર આંગળી ગળામાં નાખ્યા કરવી. પહેલાં સ્વચ્છ પાણી નીકળશે અને પછી ધીમે-ધીમે કફ અને પિત્તવાળું ચીકણું દ્રવ્ય નીકળવું શરૂ થશે. કદાચ નાકમાંથી પણ પાણી નીકળશે, પણ એની ચિંતા કરવી નહીં. પિત્તનો સંચય હશે તો પીળાશ પડતું દ્રવ્ય નીકળશે અને કફના સંચયમાં સફેદ ચીકણું દ્રવ્ય નીકળશે. પાંચ-સાત વખત મોંમાં આંગળી નાખીને ઊલટી કરો.

કુંજલ ક્રિયા કરવાથી ઉપરનું પાચનતંત્ર એટલે કે અન્નનળી, જઠર અને નાનું આંતરડું સાફ થાય છે. કફ નીકળવાથી શ્વસનક્રિયા પણ સરળ થાય છે. અસ્થમાના દરદીઓમાં આ પ્રકારે કુંજલ ક્રિયા કરાવવાથી દમના હુમલા થવાનું પ્રમાણ ઘટે છે. નિયમિતપણે આ ક્રિયા કરવાથી શરીરમાંથી ટૉક્સિન્સ દૂર થાય છે. જાણે ગરમ પાણીથી વાસણ ધોવાથી જે સફાઈ થાય એવી જ સફાઈ પેટની અંદરથી થાય છે. ઍસિડિટીનો કોઠો રહેતો હોય એવા લોકો માટે પણ કુંજલ ક્રિયા અકસીર છે. કફના સંચયને કારણે માથાનો દુખાવો, સાઇનસ ભરાઈ જવાની સમસ્યા, ખાંસી જેવી તકલીફો જડમૂળથી દૂર થાય છે.  આંખ, કાન, ગળા, નાક અને ઉપરના શ્વસનતંત્રની તમામ પ્રકારની સમસ્યાઓમાં એનાથી ફાયદો થાય છે.

ramdev

સાવધાની શું રાખશો?

કદી ઊભાં-ઊભાં પાણી પીવું નહીં. પૂરું પાણી નીકળી ન જાય ત્યાં સુધી ઊલટી કરતી વખતે કમરેથી વળેલા રહેવું.

પાણી વધુ ગરમ કે વધુ ઠંડું ન હોવું જોઈએ.

કુંજલ ક્રિયા કર્યા પછી તરત જ નહાવું નહીં. દોઢથી બે કલાક પછી જ નહાવું.

સૂયોર્દય પહેલાં આ ક્રિયા થઈ જાય તો ઉત્તમ.

ક્રિયા પછી વેજિટેબલ સૂપ, ખીચડી, મગનું પાણી, મગનો સૂપ જેવી પચવામાં હલકી ચીજ ભોજનમાં લેવી.

હૃદયરોગના દરદીએ આ ક્રિયા ન કરવી. હાઇપરટેન્શનના દરદીઓએ નિષ્ણાતની નિગરાનીમાં કરવી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK