લોકોને સારી પસંદગી કરવામાં કેવી રીતે મદદ કરવી?

ચોક્કસ પસંદગી કરવાનું અને નિર્ણયો લેવાનું ખૂબ અઘરું હોય છે.મની-પ્લાન્ટ - મુકેશ દેઢિયા


ઘણી વાર તો આપણે નિર્ણય લેતા જ નથી, ક્યારેક સભાનપણે અને પસંદગીપૂર્વક તો ક્યારેક આપણી અનિર્ણયાત્મકતાને કારણે. લોકો જ્યારે ચોક્કસ પસંદગી નથી કરી શકતા ત્યારે નિર્ણય લેવાનું પાછું ઠેલવાની માનસિકતા ધરાવે છે. જો તેઓ સભાનતાપૂર્વક નક્કી કરીને જેવું છે એવું જ ચલાવ્યે રાખવાનું નક્કી કરતા હોય તો એમાં વાંધો નથી, પરંતુ જ્યારે તેઓ શું કરવું એ નક્કી ન કરી શકતા હોય ત્યારે તેમની મન:સ્થિતિ બહુ જ ખરાબ હોય છે. એ તમે વિચારી નથી શકતા અથવા તો વિચારોમાં સ્પષ્ટતા નથી એની નિશાની છે અથવા તો તમે હજી વધુ સારો વિકલ્પ સામે આવે એવી અપેક્ષા રાખો છો જે કદાચ દર વખતે પૉસિબલ નથી બનતું.

મૂળભૂત રીતે બે પ્રકારના લોકો હોય છે જે તમે કેવી પસંદગીઓ કરો છો એ બાબતે ચિંતિત હોય છે. પહેલા પ્રકારના લોકો ઉદાર હોય છે જેમને આપણે ઉદારવાદી કહીએ છીએ. તેઓ તમને તમારી પોતાની રીતે નિર્ણયો લેવાની મોકળાશ આપે છે. બીજા પ્રકારના લોકો પૅટર્નલ હોય છે. જેમ નાના બાળકને લગતા નિર્ણયો માબાપ પોતાની સમજ મુજબ લઈ લેતાં હોય છે એમ આ પ્રકારના લોકો પણ તમારા વતી પસંદગી કરી લે છે અને એનું કારણ એ છે કે તેઓ માનતા હોય છે કે તેઓ તમારા ભલા માટે સાચા અને સારા નિર્ણયો લઈ રહ્યા છે. અહીં આપણે ધારી લઈએ છીએ કે તમે તમારા માટે સાચી પસંદગી શું છે એ નક્કી નથી કરી શક્યા. કોઈક દલીલ કરી શકે કે આ બન્ને પ્રકારના લોકો કંઈ સારું કામ નથી કરી રહ્યા. પહેલા પ્રકારના લોકો તમારા ડિસિઝન મેકિંગમાં જરાય પડતા જ નથી અને તમને પસંદગી કરવામાં કોઈ જ મદદ નથી કરતા, જ્યારે બીજા પ્રકારની વ્યક્તિ પોતાના નિર્ણયો તમારા પર થોપે છે. ઉદારવાદી પોતાના બચાવમાં કહી શકે કે ઘણું સમજાવવા છતાં તે દાદ જ નથી આપતો એટલે તેને નિર્ણયો આપમેળે લેવાની છૂટ આપે છે, જ્યારે પૅટર્નલ પ્રકારના લોકો એવો બચાવ કરે છે કે તમે બહુ જ ભોળા અને ઢીલા હોવાથી તમારી જાતે નિર્ણયો લઈ શકો એમ નથી.

નોબેલ પુરસ્કારવિજેતા (૨૦૧૭) અને બિહેવિયરલ ઇકૉનૉમિસ્ટ રિચર્ડ થેલર અને કાસ સસ્ટેઇને ૨૦૦૩માં ‘લિબર્ટેરિયન પૅટર્નિઝમ’ એવો શબ્દ કૉઇન કર્યો છે અને ૨૦૦૮માં આવેલી તેમની બુક ‘Nudge’માં એને વિગતવાર સમજાવ્યો છે. આ પરિભાષાનો મતલબ એ છે કે તમે બીજાની પસંદગીની સ્વતંત્રતા બરકરાર રાખીને પણ તેમની વર્તણૂક પર અસર કરી શકો છો. હજીયે વધુ સ્પષ્ટ કહીએ તો તેઓ બીજાની પસંદગીઓને એવી રીતે પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે કે જે પસંદગીકારોને પોતાની જાતે નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે અને સારી રીતે પસંદગી કરાવે છે અને એ તેમણે જાતે લીધેલો હોય છે.

જેમનું બિહેવિયર અતાર્કિક હોય છે અને પોતાની જાતને મદદ કરી શકે એમ નથી એવા લોકોને હેલ્પ કરવા માટે અને જે લોકો શાણપણ ધરાવે છે એવા લોકોના નિર્ણયોને માર્જિનલી અસર કરવા માટે આ પદ્ધતિ ડિઝાઇન થઈ છે.

તેઓ ‘ચૉઇસ આર્કિટેક્ચર’ની વાત કરે છે જેમાં વિવિધ પ્રકારની ડિઝાઇન છે જે કન્ઝ્યુમર સામે રજૂ કરી શકાય છે અને જે-તે ડિઝાઇનની કન્ઝ્યુમરની નિર્ણય લેવાની પ્રક્રિયામાં કેવી અસર કરી શકે છે. ઘણી ડિઝાઇન્સમાં પસંદગીઓની સંખ્યામાં તફાવત હોય છે અને એનાં લક્ષણોનું વર્ણન કરવાની સ્ટાઇલમાં પણ ફરક હોય છે. અને સૌથી અગત્યની વાત એ છે કે એમાં એક ડિફૉલ્ટ ઑપ્શન પણ હોય. સામાન્ય રીતે લોકો ડિફૉલ્ટ ઑપ્શન સાથે જવાનું પસંદ કરે છે, કેમ કે તેમને લાગે છે કે એ જ બેસ્ટ ઑપ્શન હશે અને એટલે જ એ ડિફૉલ્ટ છે. કેટલાક લોકોના કેસમાં તેમની અનિર્ણયાત્મકતા કારણભૂત હોવાથી તેઓ ડિફૉલ્ટ ઑપ્શન પસંદ કરે છે. હવે ચાલો આપણે બે કેસ જોઈએ જેમાં ડિફૉલ્ટ ઑપ્શન્સ અલગ-અલગ રીતે વપરાયો છે.

કેસ ૧ : જો તમે મૃત્યુ પછી ઑર્ગન-ડોનેશન કરવાનું પ્રિફર કરતા હો તો બૉક્સમાં ટિક માર્ક કરો.

કેસ ૨ : તમારા મૃત્યુ પછી ઑર્ગન-ડોનેશન ન કરવા માગતા હો તો આ બૉક્સમાં ટિક માર્ક કરો.

પહેલા કેસમાં તમે ભાગ લેવા માગો છો એ વિકલ્પ છે અને બીજામાં ભાગ ન લેવાનો વિકલ્પ છે. આપણે હવે જાણીએ છીએ કે લોકો મોટા ભાગે ડિફૉલ્ટ ઑપ્શન પસંદ કરે છે. તેમણે નિર્ણય લેવા માટે વિચારવું પડશે અને કયા બૉક્સ સામે ટિક કરવું એનો નિર્ણય લેશે અથવા તો કશું જ સિલેક્ટ ન કરીને ડિફૉલ્ટ વિકલ્પ પસંદ કરશે. એટલે પહેલા કેસમાં જો તમે ટિક ન કરો તો એનો મતલબ થાય કે તમે ઑર્ગન-ડોનેશન માટે તૈયાર નથી અને બીજા કેસમાં તમે ટિક ન કરો તો તમે ઑર્ગન-ડોનેશન માટે તૈયાર છો એવું કહેવાય.

આ પ્રકારનો પ્રયોગ કેટલાક યુરોપિયન દેશોમાં કરવામાં આવ્યો હતો. જે દેશોએ પહેલા કેસ મુજબ વિકલ્પ આપ્યો ત્યાં ઑર્ગન-ડોનેશન માટે પચીસ ટકાથી પણ ઓછા લોકો તૈયાર થયા અને જે દેશોમાં બીજા કેસ મુજબનો વિકલ્પ અપાયો ત્યાં ૯૦ ટકાથી વધુ ઑર્ગન-ડોનેશન માટે તૈયાર લોકો મળ્યા. આ પ્રકારની ચૉઇસ આર્કિટેક્ચર ડિઝાઇન વાપરવાને nudge કહે છે. નજ એટલે કોઈકને સભાન બનાવવા માટે તમે બાજુવાળાને કોણીનો હળવો ગોદો મારો એ. આવો હળવો ગોદો તમે જે પસંદગી કરવા માગો છે એનો અસરકારક રીતે નિર્ણય લેતા કરી શકે છે જેને આપણે ‘લિબર્ટેરિયન પૅટર્નલિઝમ’ કહી શકીએ. 

આ પ્રકારની ચૉઇસ આર્કિટેક્ચર રોકાણના ક્ષેત્રમાં પણ વાપરી શકાય. કેવી રીતે એ સમજીએ.

૧. જ્યારે તમે SIP કરતા હો ત્યારે ડિફૉલ્ટ ઑપ્શન દર વર્ષે ૧૦ ટકા લ્ત્ભ્ની અમાઉન્ટમાં વધારો કરવાનો હોઈ શકે છે.

૨. નૅશનલ પેન્શન સ્કીમમાં પૈસા મૂકતી વખતે ડિફૉલ્ટ ઑપ્શન ૫૦ ટકા ઇક્વિટી અને ૫૦ ટકા ડેટનો હોઈ શકે છે.

૩. ઇન્શ્યૉરન્સ પ્લાન પસંદ કરતી વખતે ડિફૉલ્ટ ઑપ્શન ટર્મ ઇન્શ્યૉરન્સ હોઈ શકે છે.

૪. મોટરકારના ઇન્શ્યૉરન્સ માટે ઝીરો ડેપ્રીસિએશન એ ડિફૉલ્ટ પોલિસી હોઈ શકે.

૫. ઇક્વિટીમાં રોકાણ કરતી વખતે ડિફૉલ્ટમાં એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડનો વિકલ્પ હોઈ શકે.

૬. બચત ખાતું ખોલાવતી વખતે SIP અકાઉન્ટ કે મેડિક્લેમ પૉલિસી સ્ટાર્ટ કરવાનો વિકલ્પ ડિફૉલ્ટ હોઈ શકે છે.

 યાદ રાખજો કે આ બધું જ ચૉઇસ આર્કિટેક્ચર છે અને ડિફૉલ્ટ ઑપ્શનમાંથી ઑપ્ટઆઉટ કરવાનો નિર્ણય પણ હંમેશાં ઉપલબ્ધ હોય જ છે.

ગયા અઠવાડિયે પંજાબ નૅશનલ બૅન્ક અને અન્ય નૉન-પફૉર્મિંગ ઍસેટ્સની આસપાસ વણાયેલા સમાચારો આવ્યા. એવા સમયે ચાલો સેવિંગ્સ બૅન્કમાં પડી રહેલા પૈસાને ડિફૉલ્ટ રીતે લિક્વિડ મ્યુચ્યુઅલ ફન્ડમાં પાર્ક કરીએ અને ફિક્સ્ડ ડિપોઝિટમાં બ્લૉક થયેલા પૈસા છે એને શૉર્ટ ટર્મ ઇન્કમ મ્યુચ્યુઅલ ફન્ડમાં મૂકવાનો ડિફૉલ્ટ વિકલ્પ તરીકે વાપરીએ.

ઇન્ડિયન આર્મ્ડ ફોર્સ સીમાઓ પર આતંકની સામે લડી રહી છે, જ્યારે નાગરિકો ઇકૉનૉમિક આતંકવાદ કહેવાય એવા ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા છે.

(લેખક CD, CFM અને FRM છે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK