યંગ જનરેશન : જુવાન પેઢી આજની અને ગઈ કાલની

ઍરિસ્ટોટલ નામના રોમન ફિલસૂફે કહેલું કે યંગ જનરેશન એટલે કે સમાજના જુવાન લોકોને સતત નશામાં રહેવું છે.


પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

આજના મુંબઈ કે અમદાવાદના જુવાનોને જે વિવિધ નાસ્તા અને નવી-નવી ફરસાણની ચીજો મળે છે એ નાસ્તામાં અમને ૧૯૪૫-૪૬માં મળતી નહીં. પાણીપૂરી કે પૂરીપકોડી ખાસ મળતી. અને ત્યારે અમે મહુવામાં બેઠા મુંબઈની ચોપાટીની ભેળનાં વખાણ સાંભળતા. અમારા જુવાનીના વખતમાં અમે જુવાન છોકરી સાથે વાત કરી શકતા નહીં. મહુવામાં મનજી નથુ હાઈ સ્કૂલમાં મૅટ્રિક ક્લાસમાં માત્ર ત્રણ યુવતીઓ ભણતી. અમારા ૪૦ જણના ક્લાસમાં પિરિયડ પૂરો થાય એ પછી ત્રણ યુવતીઓ ક્લાસના ઓરડા બહાર નીકળે પછી જ અમે ઊભા થઈ શકતા. કોઈ યુવતી સાથે વાત કરવી એ તો મોટું સાહસ ગણાતું. લગભગ અશક્ય.

વિક્ટર હ્યુગોએ ૧૮૬૨માં લા’ મિઝરેબલ નામના નાટક-નવલકથામાં કહેલું કે જુવાન લોકોને તેમની ગરીબીમાં પણ મોજ હતી. ગરીબ જુવાનો વધુ બ્રિલિયન્ટ હોય છે અને તેમની ગરીબી કે સંકટમાં વધુ પ્રકાશે છે. આજની યંગ જનરેશનમાં ઘણા પ્રકાર છે. એક જનરેશન તેનાં ગરીબ મા-બાપને કામ લાગે છે. ગરીબ મા-બાપને પોષવા સાત વર્ષની ઉંમરથી કમાવા લાગે છે. મા-બાપની સેવા કરે છે. બીજા પ્રકારના જુવાન લોકો જીવનને માણવામાં માને છે. ગરીબ દરજી કે મોચી કે કુંભારનો છોકરો તેના પિતાની જેમ માત્ર કપડાં સીવવામાં કે જૂતાં સાંધવામાં કે માટલા ઘડવામાં માનતો નથી. તે સ્કૂલમાં ભણીને મૅટ્રિક થઈ પછી ગ્રૅજ્યુએટ થવા માગે છે અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીનો લાભ લેવા માગે છે. ગામડાની શેરીના ઝૂંપડામાંથી શહેરના ફ્લૅટમાં રહેવા માગે છે.

‘ધ પિક્ચર ઑફ ડોરિયન’ નામની નવલકથામાં ઑસ્કર વાઇલ્ડે કહ્યું કે યુવાન જ્યારે યુવાનીમાં આવે છે ત્યારે સતત આનંદમાં રહેવા માગે છે. હસવા માગે છે. સૌથી લોકપ્રિય જુવાન એ ગણાય છે જે હસાવતો હોય. અમે મહુવામાં સતત હસાવનાર જુવાનને ફારસિયો કહેતા. ફારસિયો જુવાન પોતે સતત વિવિધ ટુચકા કહીને પોતે હસતો હોય છે અને બીજાને હસાવતો હોય છે. આજે ભાગ્યે જ કોઈ યુવાન હશે કે તેના ખિસ્સામાં મોબાઇલ નહીં હોય. અરે! ઘણાને ખિસ્સું હોતું નથી. તેના હાથમાં મોબાઇલ હોય છે. ઘણાના હાથમાં બબ્બે મોબાઇલ હોય છે. એક જમાનામાં જુવાન યુવતી સાથે વાત કરતાં સંકોચાતાં એને બદલે આજે બબ્બે મોબાઇલ રાખનારો ૨૧મી સદીનો યુવાન એક મોબાઇલમાં એક યુવતી સાથે અને બીજા મોબાઇલમાં બીજી પ્રેમિકા સાથે વાત કરતો હોય અને મોટરસાઇકલ પર પણ મોબાઇલ દ્વારા પ્રેમપ્રલાપ કરતો હોય!

એક પૉઝિટિવ વાત પણ સાંભળવા મળે છે. યંગ જનરેશન પહેલાં કરતાં વધુ પ્રૅક્ટિક્લ છે. ટેક્નૉલૉજી આગળ વધવા સાથે જુવાન લોકો પ્રૅક્ટિક્લ બન્યા છે. યુવક-યુવતીઓ વધુ આશાવાદી બન્યાં છે અને વધુ ઍમ્બિશન રાખનારાં થયાં છે. તેમની મહkવાકાંક્ષા આભ આંબે છે. અગાઉની પેઢીના લોકો વધુપડતા ઇમોશનવાળા હતા. મા-બાપને દુ:ખ લાગે એવું કરતા નહીં. આજે ઊલટું છે. યંગ જનરેશન બળવો કરે છે. પોતાનું ધાર્યું કરે છે. કૉલેજમાં ભણતી દીકરી એકાએક એક દિવસ મા-બાપને કહે છે, ‘ફલાણા છોકરા સાથે મેં લગ્ન કરી લીધાં છે.’

આજની જનરેશનની યુવતીઓ વધુ સાહસિક હોય છે. લગ્ન પછી બરાબર ન નભે તો છૂટાછેડા લેતાં અચકાતી નથી. પહેલાંની જેમ ‘પડ્યું પાનું નિભાવી’ લેતી નથી. પહેલાં ડિપ્રેશન જેવો શબ્દ કોઈ જાણતું નહીં. આજની યુવતીઓ ડિપ્રેશનનો વધુ ભોગ બને છે અને એ ડિપ્રેશનની હાલત સહન ન થવાથી યુવતીઓમાં આપઘાતનું પ્રમાણ વધુ છે - ખાસ કરીને પ્રેમભંગ થયેલી યુવતીઓ આપઘાત વધુ કરે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK