ધનના વિચારોમાં ખોવાયેલા રહેવાની સ્થિતિમાંથી બહાર આવવા માટે સત્સંગ કરવો જરૂરી છે

રે મૂર્ખ માણસ! સ્ત્રી અને ધન (કંચન અને કામિની)ના જ વિચારોમાં શું કામ ખોવાયેલો રહે છે? શું તને માર્ગ ચીંધવાવાળું કોઈ નથી?


લક્ષ્મી ચંચળ છે કે આપણે? - ગૌરવ મશરૂવાળા

કાતે કાન્તા ધનગતચિન્તા

વાતુલ કિં તવ નાસ્તિ નિયન્તા

ત્રિજગતિ સજ્જનસંગતિરેકા

ભવતિ ભવાર્ણવતરણે નૌકા


(રે મૂર્ખ માણસ! સ્ત્રી અને ધન (કંચન અને કામિની)ના જ વિચારોમાં શું કામ ખોવાયેલો રહે છે? શું તને માર્ગ ચીંધવાવાળું કોઈ નથી? ત્રણે લોકમાં સત્સંગ જ એક એવી વસ્તુ છે જે સંસારસાગરમાંથી તને પાર ઉતારી શકે છે. જલદીથી સત્સંગની નૌકામાં બેસી જા.)

‘ભજગોવિંદમ’નો તેરમો શ્લોક સારા માણસોનો સંગાથ કરવાનો અને સારા વિચારો કરવાનો બોધ આપે છે.

ફાઇનૅન્શિયલ પ્લાનર તરીકેની મારી કારર્કિદીમાં મેં ઘણાય લોકો જોયા છે, જેઓ સતત સંપત્તિના વિચારો કર્યે રાખે છે અને એની ચિંતા તેમને કોરી ખાતી હોય છે. એથી તેમનો સ્વભાવ ચીડિયો થઈ ગયો હોય છે અને તેમને વિષાદનો અનુભવ થતો હોય છે.

અમેરિકાના આદ્યસ્થાપકોમાંના એક બેન્જામિન ફ્રૅન્કલિને સાચું જ કહ્યું

છે- પૈસા જ બધું કરશે એવું માનનાર વ્યક્તિ પૈસા મેળવવા માટે બધું કરી છૂટશે એવું માની શકાય.

શાસ્ત્રોમાં વારંવાર એવું વાંચવામાં આવ્યું છે કે ધન કમાવામાં કંઈ ખોટું નથી, પરંતુ સતત એના જ વિચારો કર્યે રાખવાથી સમસ્યા સર્જા‍ય છે.

રામકૃષ્ણ મિશનના એક સાધુએ પણ સાચું જ કહ્યું હતું- પૈસા ખિસ્સામાં હોય ત્યાં સુધી કોઈ તકલીફ નથી હોતી, મગજમાં હોય ત્યારે જ સમસ્યા સર્જા‍ય છે.

જો શાસ્ત્રોએ ધનને ખરાબ માન્યું હોત તો તેમણે ક્યારેય એને દેવી લક્ષ્મીની ઉપમા આપી ન હોત, એને રાક્ષસ સાથે સરખાવ્યું હોત. આપણાં શાસ્ત્રોમાં ધનસંપત્તિને લક્ષ્મીદેવી ગણવા ઉપરાંત કહેવામાં આવ્યું છે કે ઉમદા માણસોએ ધન એકઠું કરવું અને એનો ઉપયોગ મનુષ્યજાતિના કલ્યાણ અને ઉત્કર્ષ માટે કરવો, અન્યથા દુષ્યો એ ધન પર કબજો કરીને એનો ઉપયોગ મનુષ્યજાતિના વિધ્વંસ માટે કરશે.

આપણે પૈસાના જ વિચારોમાં ખોવાયેલા રહીએ છીએ એ કેવી રીતે ખબર પડે? જ્યારે આપણે સતત સંપત્તિની ગણતરી કરતાં રહીએ અને અન્યોની સંપત્તિ સાથે તુલના કરતાં રહીએ ત્યારે જ સમજવું કે અતિરેક થઈ રહ્યો છે. આ પ્રવૃત્તિ જાણતાં કે અજાણતાં થતી હોય એ શક્ય છે.

ધનના વિચારોમાં ખોવાયેલા રહેવાની સ્થિતિમાંથી બહાર આવવા માટે સત્સંગ કરવો જરૂરી છે. ‘ભજગોવિંદમ’માં આ વાત કરવામાં આવી છે. આપણે સત્સંગ શબ્દનો ભાવાર્થ સમજવો પણ જરૂરી છે.

સત્સંગ એટલે ફક્ત પ્રવચનોમાં જવું એ નહીં, સત્સંગ એટલે સારા માણસોનો સંગાથ. જે વ્યક્તિઓ ધીર-ગંભીર હોય, ચિંતામુક્ત રહેતી હોય, ઈષ્ર્યાળુ ન હોય, ઘમંડી ન હોય તથા અસલામતીની લાગણીથી પીડાતી ન હોય એ વ્યક્તિનો સંગ કરવો. ફક્ત ધાર્મિક કે આધ્યાત્મિક વ્યાખ્યાનોના વિડિયો અને ઑડિયો સાંભળવામાત્રથી સત્સંગ નથી થઈ જતો. આપણે જેમનો સંગાથ કર્યો હોય એ લોકો સારાં કર્મો કરતા હોય ત્યારે સત્સંગ થયો કહેવાય. તેઓ મન, વચન, કર્મથી પવિત્ર હોય છે.

મેં એક દિવસ બહુ જ સરસ વાર્તા વાંચી હતી.

એક વૃદ્ધ માણસ ઘણો જ ભૂખ્યો હતો. આખા દિવસમાં તેને કંઈ ખાવાનું મળ્યું નહોતું. મોડી સાંજે તેને નબળાઈ લાગવા માંડી. એથી તે મંદિરે ગયો અને અન્ન માટે ભીખ માગવા લાગ્યો, પણ કોઈએ તેને કંઈ આપ્યું નહીં. ત્યાર પછી તે ધાર્મિક પ્રવચન ચાલી રહ્યું હતું ત્યાં ગયો. ઘણા ધનિકો એ જગ્યાએ પ્રવચન સાંભળવા જઈ રહ્યા હતા, પરંતુ કોઈએ આ ઘરડા માણસ પર ધ્યાન આપ્યું નહીં. થાકેલા, કંટાળેલા અને ભૂખ્યા વૃદ્ધે ફરી ઝૂંપડી તરફ જવા માંડ્યું. ભૂખ્યો હોવાથી તે માણસ ચાલી નહોતો શકતો. ત્યાં જ એક ક્લબમાંથી યુવાન યુગલ બહાર આવી રહ્યું હતું. તેઓ પાર્ટીમાં મહાલીને બહાર આવી રહ્યાં હતાં. તેમાંની મહિલાએ તેના મિત્રને આ વૃદ્ધ તરફ આંગળી ચીંધી. તેમણે નજીકની દુકાનમાંથી બ્રેડ લાવીને આપી. તે માણસે ભગવાનને ફરિયાદ કરતાં કહ્યું, હે પ્રભુ, તું તારું સાચું સરનામું કેમ નથી આપતો?

ચિંતા, ઈર્ષા, ઘમંડ અને નકારાત્મકતાથી મુક્ત હોય એવા સારા માણસોની સાથે રહીને આપણને પણ સારું લાગતું હોય છે. આપણે મનથી સલામતી અનુભવતા હોઈએ તો અંતરાત્મા પર એકચિત્ત રહી શકીએ છીએ અને એનાથી પ્રસન્નતા અનુભવાય છે.

(લેખક વિખ્યાત ફાઇનૅન્શિયલ પ્લાનર છે અને તેમણે ‘યોગિક વેલ્થ’ નામનું પુસ્તક પણ લખ્યું છે.)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK