ફૅન્ટૅસ્ટિક ફણસ

થડ પર ઊગતા સૌથી મોટા અને વજનદાર ફળના ગુણો પણ એટલા જ વજનવાળા છે. અત્યાર સુધી આપણા દેશમાં સૌથી વધુ અવગણાયેલું આ ફળ શું કામ ખાસ છે એ જાણીએ

jack

રુચિતા શાહ

દેખાવથી અંજાઈ જવાની કે દુભાઈ જવાની જરૂર નથી. ક્યારેક કદરૂપું હોય, પણ ગુણ મહાન હોઈ શકે છે. એ જ રીતે ક્યારેક રૂપવાન ગુણની બાબતમાં કંગાળ હોઈ શકે છે. આ સુવાક્ય અત્યારે આપણે કોઈ વ્યક્તિના સંદર્ભમાં નહીં, પણ એક ફળના સંદર્ભમાં કહી રહ્યા છીએ. ફણસ. આ દુનિયાનું ઝાડ પર ઊગતું સૌથી મોટું ફળ દેખાવમાં કદરૂપું છે. ઇન ફૅક્ટ કાંટાળી ખરબચડી સ્કિનને કારણે ઉપાડવું તો ઠીક, પણ અડવાનું પણ ન ગમે એવું આ ફળ સ્વાદમાં મધ કરતાં પણ વધુ મીઠું છે. હજી ત્રણ દિવસ પહેલાં જ કેરળ સરકારે એને ઑફિશ્યલી સ્ટેટ ફ્રૂટનો દરજ્જો આપ્યો છે. દર વર્ષે કેરળમાં ૩૦થી ૬૦ કરોડ જૅકફ્રૂટનું પ્રોડક્શન થાય છે. કેરળના એગ્રિકલ્ચર મિનિસ્ટરનું કહેવું છે કે આ તમામ પાક સંપૂર્ણ ઑર્ગેનિક એટલે પેસ્ટિસાઇડ્સ કે કેમિકલયુક્ત ખાતર વિના થાય છે અને એટલે જ ફણસ અને એનાથી બનતાં અન્ય ઉત્પાદનો નિકાસની દૃષ્ટિએ રેવન્યુ બનાવવા માટેનું બહુ મોટું માધ્યમ બની શકે છે. વાતમાં દમ છે. ભારતમાં કેરળ ઉપરાંત તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધþ પ્રદેશ, તેલંગણા, ઓડિશા, પશ્ચિમ બંગ, ઉત્તર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય પ્રદેશ અને કેટલાક ઉત્તરપૂર્વીય પ્રદેશમાં એનું પ્રોડક્શન થાય છે. કટહાલ, પાનસા, ફણસ, જેકા, નંગકા, કનૂન, મીત જેવાં અનેક નામ ધરાવતા આ ફળને જૅકફ્રૂટ તરીકે કેવી રીતે ઓળખાય છે એની પાછળની એક કથા જાણવા જેવી છે. ફણસને મલયાલમ ભાષામાં ચક્કા તરીકે ઓળખવામાં આવે છે. બન્યું એવું કે દક્ષિણના દરિયાકિનારેથી ભારતમાં પ્રવેશેલા પોટુર્ગીઝના એક ઑફિસરે દક્ષિણની કાલિકટ બંદરગાહ પાસે રહેનારી પ્રજાના મોઢે ચકા શબ્દ અનેક વાર સાંભળ્યો હતો. ઉચ્ચારમાં ચને બદલે જનો પ્રયોગ કરીને અપભ્રંશ થતાં-થતાં આ ફળનું નામ જ જૅકફ્રૂટ પડી ગયું. ઍઝ યુઝ્અલ, આ ફળનું પણ જીભ થોથવાય એવું જ બૉટનિકલ નામ છે ઍટોર્કાર્પસ (Artocarpus). ગ્રીક શબ્દ ઍટોર્સ એટલે બ્રેડ અને કાપોર્સ એટલે ફ્રૂટ. ૧૫૬૩માં એક પોટુર્ગીઝ લેખકે લખેલા પુસ્તકમાં જૅકફ્રૂટ વિશે જાણવા મળે છે.

ફણસ આજે પણ કેરળનાં ગામડાંઓમાં રહેતા લોકો માટે જીવનજરૂરિયાતની વસ્તુ છે. લગભગ સો વર્ષનું આયુષ્ય ધરાવતા ફણસના ઝાડ પર વર્ષે લગભગ સવાસો ફળ આવે, જેનું ફળદીઠ વજન ઓછામાં ઓછા પાંચ કિલોથી લઈને ૬૫ કિલો જેટલું હોય. કેવી ગજબ રચના છેને કુદરતની? આટલું તોતિંગ વજન માત્ર થડ સાથે લટકેલું હોય કે ડાળખીના સહારે અડીખમ હોય. કેરળ અને તામિલનાડુમાં ઘર-ઘરમાં ફણસનાં ઝાડ છે. ફણસમાંથી સોથી વધુ વાનગીઓ આ પ્રદેશના લોકો બનાવે છે એટલું જ નહીં, ફણસમાંથી બનતી અન્ય પ્રિઝર્વ કરી શકાય એવી વરાઇટીઓનો પણ પાર નથી. વૈજ્ઞાનિકો તો ત્યાં સુધી કહી ચૂક્યા છે કે આવનારા સમયમાં બદલાતા હવામાન વચ્ચે અનાજની ગરજ સારશે જૅકફ્રૂટ. જોકે આપણે ત્યાં આખા વિશ્વની તુલનાએ સર્વાધિક પ્રોડક્શન હોવા છતાં એના તરફ સૌથી વધુ દુર્લક્ષ સેવાતું રહ્યું છે. ફણસ જેટલું વર્સેટાઇલ ઝાડ બીજું કોઈ હોઈ જ ન શકે. તેમ છતાં એ દિશામાં ક્યારેય ધ્યાન નથી અપાયું. છેક મોડું-મોડું સરકારને લાગ્યું કે આ તો પંદર હજાર કરોડનો બિઝનેસ બની શકે એવું ફ્રૂટ છે એટલે એને રાજકીય ફળનો દરજ્જો આપ્યો. ૨૦૧૨માં ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ બાયોટેક્નૉલૉજી દ્વારા પાંચ વર્ષનો ઊંડો અભ્યાસ કરવામાં આવ્યો, જેમાં આપણા દેશમાં જૅકફ્રૂટની કુલ ૧૦૫ પ્રજાતિઓ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. એમાંથી ૨૫ શ્રેષ્ઠ પ્રજાતિઓનો શ્રેષ્ઠ વપરાશ કેવી રીતે કરી શકાય એ દિશામાં પણ પૉલિસી લેવલની ચર્ચાઓ થઈ છે. ફણસના વૃક્ષને મેઇન્ટેનન્સની જરૂર પડતી નથી. એક વાર વાવ્યા પછી પોતાની રીતે સર્વાઇવ થઈ જવામાં આ વૃક્ષનો જોટો જડે એમ નથી. આ જ કારણ છે કે આજે વિશ્વમાં વિયેટનામ, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, મલેશિયા અને ફિલિપીન્સ જેવા દેશો આ ફળની પાછળ હાથ ધોઈને પડી ગયા છે. અઢળક રિસર્ચ ફણસની ગુણવત્તા માટે અને ફણસમાંથી બનતી પ્રોડક્ટ બનાવવા માટે કરવામાં આવી રહ્યાં છે.

આગળ કહ્યું એમ આપણે ત્યાં લગભગ ૨૦૧૨થી આ ફળ તરફ ધ્યાન લાગી ગયું હતું. એ જ અરસામાં તિરુવનંતપુરમમાં જૅકફ્રૂટ ફેસ્ટિવલ શરૂ કયોર્ હતો. પર્યાવરણને ધ્યાનમાં રાખીને ગાંધીવાદી સંસ્થા શાંતિગ્રામનું આ ઇનિશ્યેટિવ હતું, જેમાં ફણસને હેલ્ધી ફૂડ અને દવા તરીકે પ્રમોટ કરવામાં આવ્યુ હતું. આ ફેસ્ટિવલે ત્યાંના લોકલ લોકોમાં પોતાની દિનચર્યા સાથે વણાયેલા આ ફળ માટેનો પ્રેમ વધારવાનું કામ તો કર્યું જ, પણ એ સિવાય દેશ અને દુનિયાના લોકોમાં આ અનોખા ફળ પ્રત્યે આકર્ષણ જગાડવાનું કામ પણ કર્યું. ફેસ્ટિવલની સફળતા બાદ જૅકફ્રૂટ પ્રમોશન કાઉન્સિલની રચના થઈ. એ પછી તો જૅકફ્રૂટ યાત્રા પણ યોજાઈ. તમને નવાઈ લાગતી હશે કે આ શું ફણસની રામાયણ શરૂ કરી છે. જોકે જરૂરી છે આ વિશે વાત કરવી. આજે કેરાલાનું સ્ટેટ ફ્રૂટ બનેલું આ ફળ સતત આપણી સામે રહ્યું છે, પણ ક્યારેય એની ઉપયોગિતાની ગંભીરતા વિશે વિચાર નથી આવ્યો. આજે આ જ ફળને પ્રમોટ કરવાની દિશામાં કેટલા પ્રયત્ન થઈ રહ્યા છે એ આ માહિતી પરથી સ્પષ્ટ થાય છે. આજે કેરળના ૧૪ ડિસ્ટિÿક્ટમાં આ ફેસ્ટિવલ અને યાત્રા યોજાય છે.

ફણસ પ્રત્યે લોકોનું ઉદાસીન વલણ હતું, કારણ કે એની કોઈ માર્કેટ વૅલ્યુ નહોતી. એ ચિત્ર પણ આજે બદલાયું છે. એનાં બે-ત્રણ કારણો છે. એક તો ફણસની ન્યુટ્રિશનલ વૅલ્યુ વિશે લોકોમાં ગજબ અવેરનેસ આવી છે, જેથી મેટ્રોસિટીમાં એના ખરીદદારો વધ્યા છે. બીજું, ફણસમાંથી બનતી અન્ય વૅલ્યુ ઍડિશન પ્રોડક્ટની ડિમાન્ડ પણ ખૂબ વધી છે. એને કારણે મોટી-મોટી કંપનીઓ દ્વારા જૅમ, સ્ક્વૉશ, આઇસક્રીમ, અથાણું, હલવો, કેક, વાઇન જેવી થોડીક લાંબી ચાલે એવી આઇટમોનું પ્રોડક્શન વધ્યું છે. અત્યારે પણ આપણે ત્યાંના ફણસના ટોટલ પ્રોડક્શનમાંથી ૬૦ ટકા એક્સપોર્ટ થઈ જાય છે. પીળાશ પડતું ફણસના ઝાડનું લાકડું પણ ફર્નિચર બનાવવા માટે ખૂબ ઉપયોગી છે. જાડી છાલવાળાં આ ફળનાં બી પણ ખાવામાં સ્વાદિષ્ટ છે અને અનેક મેડિસિનલ ગુણો ધરાવે છે.

હેલ્થ અને ન્યુટ્રિશન્સની દૃષ્ટિએ અદ્ભુત

ફણસ વિટામિન A અને C અને, પ્રોટીન્સ, ડાયટરી ફાઇબર, કૅલ્શિયમ, પોટૅસિયમ, આયર્ન, ઝિન્ક, સોડિયમ અને ફોલિક ઍસિડ ધરાવે છે. આ એકમાત્ર ઝાડ છે જે વિટામિન ગ્૬ની માત્રા પણ ધરાવે છે. ફણસમાં રહેલાં ફાઇટોન્યુટ્રિઅન્ટ્સ ઍન્ટિ-કૅન્સર,ઍન્ટિ-હાઇપરટેન્સિવ, ઍન્ટિ-અલ્સર અને ઍન્ટિ-ઇન્ફ્લેમૅટરી ગુણો ધરાવે છે. કૅલરીની દૃષ્ટિએ હલકું-ફુલકું આ ફળ એની નૅચરલ સરળતાથી પચી શકનારી શુગરને કારણે પણ ડાયટ કરનારા લાકોમાં પ્રિય બની રહ્યું છે. હાડકાંઓને મજબૂતી આપવાની સાથે આંખો અને સ્કિનને મદદ કરનાર, અનિદ્રા, અપચો અને હાઈ બ્લડ-પ્રેશરમાં રાહત આપવાના ગુણો જૅકફ્રૂટ એટલે કે ફણસમાં છે. આજકાલ વજન ઘટાડવા માટે પણ લોકો ફણસને પોતાના ખોરાકમાં સ્થાન આપી રહ્યા છે. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK