હવે પેશ છે ટોક્યોની એક સે બઢકર એક ખાસિયતો

ટોક્યો શું ફક્ત મંદિરો, બગીચાઓ અને મ્યુઝિયમોનું શહેર છે?

tokyo

ઑફબીટ ટ્રાવેલર - કવિતા વખારિયા-થાવાણી

આ શહેર યુવાનો માટે નહીં પણ જેમને શાંતિ અને શીતળતા ગમતી હોય ફક્ત એવા લોકોને એટલે કે જીવનસંધ્યાના આરે આવીને ઊભેલા લોકોને ગમનારું છે? ના, એવું નથી. ટોક્યો તો આજકાલની ભાષામાં ‘કૂલ’ કહી શકાય એવું સ્થળ છે. પરંપરાગત અને આધુનિક પરિવેશ બન્નેનો સુભગ સમન્વય ધરાવતું આ સુંદર-રમણીય શહેર છે.

અગાઉ કહ્યું એમ અહીં જપાની પરંપરામાં આવતાં સેંકડો ધર્મસ્થળો છે અને અલગ જ દુનિયામાં પહોંચ્યાનો અનુભવ કરાવતાં ગાર્ડન્સ છે. અને મારાથી મ્યુઝિયમ તો કેવી રીતે ભુલાય! અહીંનાં મ્યુઝિયમ પાછાં એવાં છે કે બીજાં મ્યુઝિયમો જોઈને જે છાપ પડી હોય એ સાવ બદલાઈ જાય. ટોક્યોની આધુનિકતાની વાત કરીએ તો બીજાં અર્વાચીન શહેરોની જેમ અહીં ગગનચુંબી ઇમારતો અને સડસડાટ દોડતી ગાડીઓ માટેના વિશાળ ફ્લાયઓવરો અને એક્સપ્રેસવે છે.

તમને ખબર છે કે વિશ્વમાં સૌથી વધુ મિશલિન સ્ટાર રેસ્ટોરાં ધરાવવાનું માન ટોક્યોના ફાળે છે? વિવિધ વાનગીઓ પીરસતી રેસ્ટોરાં ઉપરાંત અહીં દરેક ગલીમાં ‘ઇઝાકાયાસ’ હાજર છે. એને જૅપનીઝ ઢાબા અથવા બિઅર બાર કહી શકાય. અહીં હલકાફૂલકા નાસ્તાની સાથે-સાથે આલ્કોહૉલ પણ પિરસાતો હોય છે. મોડે સુધી કામ કર્યા પછી બારમાં જઈને થાક ઉતારવાનું જપાની લોકોમાં કૉમન છે. અને પીવામાં તો તેઓ જબરા પાવરધા હોય છે.

ટોક્યોમાં જો તમારે ખાવાની વસ્તુઓ પાછળ પૈસાનો ધુમાડો કરવો હોય તો સોનાના પાંદડામાં વીંટેલી સુશી મગાવવી અને જો પીવા પાછળ ખર્ચ કરવો હોય તો રિટ્ઝ કાર્લટનમાં ડાયમન્ડ ઇઝ ફૉરેવર માર્ટિની ઑર્ડર કરવું. હા, ખરેખર અહીં એક કૅરેટનો હીરો ગ્લાસમાં રાખીને એમાં મોંઘામાં મોંઘો વૉડકા પીરસવામાં આવે છે! આમ આ શહેર બન્ને અંતિમો ધરાવે છે. અહીં તમે ક્યારેય નીરસતા નહીં અનુભવો.

ટોક્યોની જોવા જેવી દરેક જગ્યાની અલગ-અલગ ખાસિયતોનો પરિચય આપણે અહીં કરવાના છીએ, જેમાં તમને અવનવાં સ્થળોની અવનવી વાતો જાણવા મળશે.

સ્કીજી - વિશ્વની સૌથી મોટી ફિશ માર્કેટ વાચકોને જણાવવાનું કે ટોક્યોમાં માછલી અને બીજા દરિયાઈ ખોરાકની વિશ્વની સૌથી મોટી માર્કેટ છે. એનું નામ છે સ્કીજી. ૫૬ એકરની જગ્યામાં પથરાયેલી આ માર્કેટમાં લગભગ ૬૦ દેશોમાંથી દરિયાઈ ખોરાક આયાત કરવામાં આવે છે. એમાં ૪૮૦ કરતાં વધારે વરાઇટી ઉપલબ્ધ હોય છે. તમને ઑક્ટોપસ, બારાક્યુડા, વ્હેલ, શાર્ક, ઈલ, સૅલ્મન, લૉબસ્ટર વગેરે તમામ સમુદ્રી જીવોની બજાર ભરાયેલી દેખાય છે.

ઘણી ઓછી સંખ્યામાં જોવા મળતી ઉચ્ચ દરજ્જાની માછલીઓનું અહીં એટલા ઊંચા ભાવે લિલામ થાય છે કે સૉધબીઝ અને ક્રિસ્ટીઝમાં થતા કળાત્મક વસ્તુઓના લિલામને પણ ટપી જાય. આ વર્ષનું જ ઉદાહરણ લઈએ. આ વર્ષે ૪૦૫ કિલો વજનની બ્લુ ફિન ટ્યુના માછલી ૩,૨૩,૦૦૦ યેનમાં વેચાઈ હતી. દરેક કિલોનો ભાવ જોઈએ તો ૯૦,૦૦૦ યેન થાય! આપણા રૂપિયામાં એક માછલીનો ભાવ આશરે ૧,૯૪,૦૦૦ રૂપિયા થયો કહેવાય! મારા જેવી શાકાહારી વ્યક્તિને આ બજારમાં આંટા મારવામાં ઘણી તકલીફ થાય, પરંતુ જપાનમાં તો એ સુપ્રસિદ્ધ પર્યટન સ્થળોમાંનું એક છે. અહીં સવારે આવેલો માછલીઓનો સ્ટૉક બપોર સુધીમાં તો ચપોચપ ઊપડી જાય છે. વળી આ જગ્યાએ જરાપણ દુર્ગંધ આવતી નથી. કહેવાની જરૂર નથી કે આપણી મચ્છી માર્કેટ કરતાં તો લાખ દરજ્જે સારી કહેવાય એવી આ માર્કેટમાં તમે આરામથી ફરી શકો છો. એને માછલીઓનો મૉલ કહીએ તોપણ ચાલે!

tokyo1

શિબુયા ક્રૉસિંગ : જ્યાં જાણે આખું વિશ્વ ક્રૉસિંગ કરતું હોય છે

શિબુયા ટોક્યોનાં જાણીતાં સ્થળોમાંનું એક છે. અહીં જાતજાતની પ્રવૃત્તિઓ કરી શકાય છે. ટોક્યો ગયા હો તો અહીં ગયા વગર રહેવાય જ નહીં. શિબુયામાં આવેલું એના જ નામનું ક્રૉસિંગ ખ્યાતનામ છે. શિબુયા સ્ટેશનની બહાર હચિકો એક્ઝિટ પાસે ઊંચા-ઊંચા અનેક રસ્તાઓનું ક્રૉસિંગ થતું દેખાય છે. મારા મિત્રનું કહેવું હતું કે સમગ્ર વિશ્વમાં આ સૌથી વધુ વ્યસ્ત ક્રૉસિંગ છે. અહીં બધાં જ સિગ્નલની લાઇટો વાહનો માટે એકસાથે લાલ થઈ જાય છે. એને લીધે બધા માર્ગો પરથી - બધી દિશાઓમાંથી આવતા લોકો એકસાથે અહીં જમા થાય છે. ધસારાના સમયે ઓછામાં ઓછા ૧૦૦૦ લોકો એકસાથે અહીંથી ક્રૉસિંગ કરે છે. આ દૃશ્ય ખરેખર જોવા જેવું હોય છે. 

બીજે ક્યાંય આવો અનુભવ નહીં થાય. અમારા જેવા પર્યટકો પણ હુડુડુડુ કરતાં રસ્તા ક્રૉસ કરવા લાગી જાય અને બધા એકબીજાને જોઈને હરખાય. અહીં એવું લાગે જાણે માનવમહેરામણ એક બાજુથી બીજી બાજુ પસાર થઈ રહ્યો છે. આ બાજુના લોકો સામી બાજુએ અને સામી બાજુના લોકો આ બાજુએ આવે એ દૃશ્ય અદ્ભુત હોય છે.

પણ એક વાત ખાસ નોંધવા જેવી છે. એકસાથે સેંકડો માણસો પસાર થાય, પણ કોઈ કોઈને જરાપણ અડકી ન જાય એટલી તકેદારી લેવામાં આવે છે. કોઈને પણ ધક્કામુક્કી કર્યા વગર સ્ત્રીઓ-પુરુષો અને બાળકો રસ્તા ક્રૉસ કરી લેતાં હોય છે.

શિબુયા ક્રૉસિંગને બીજી રીતે માણવું હોય તો અહીંના એક બિલ્ડિંગમાં બીજે માળે સ્ટારબક્સ છે, જેમાં વિન્ડો-સીટ પર બેઠાં-બેઠાં તમે કુતૂહલભરી દૃãક્ટએ અનિમેષપણે આ દૃશ્યનો આનંદ માણી શકો છો.

ક્રમશ:

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK