ટીબીની સારવારમાં પૂરક બની શકે છે આયુર્વેદ

મૉડર્ન સારવાર ઉપરાંત આરામ અને આહારમાં કાળજી રાખીને આ રોગને નાથી શકાય છે

ciugh

આયુર્વેદનું A ૨ Z - ડૉ. રવિ કોઠારી

ગઈ કાલે વર્લ્ડ ટ્યુબરક્યુલોસિસ ડે વિશ્વભરમાં ઊજવાયો. આપણા દેશ માટે આ દિવસ ખાસ જાગૃતિ માટેનો અવસર છે, કેમ કે આપણે બીજી અનેક રીતે વિકાસ પામ્યા હોવા છતાં ભારત ટીબીના ચેપના સકંજામાંથી મુક્ત નથી થયું. ઊલટાનું દર વર્ષે હજીયે ટીબીના નવા લાખો દરદીઓનો ઉમેરો થતો રહે છે. ક્ષયરોગ માઇક્રોબૅક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બૅક્ટેરિયાથી ફેલાતો ચેપ છે. આ બૅક્ટેરિયાને નાથવા માટે અત્યાર સુધીમાં લગભગ પચાસ પ્રકારની ઍન્ટિ-બાયોટિક દવાઓ શોધવામાં આવી છે અને છતાં ભારતીયોમાં આ ચેપનો ફેલાવો નાથવામાં પૂરી સફળતા નથી મળી. હવે તો ડ્રગ-રેઝિસ્ટન્ટ એટલે કે ટીબીને નાથવા માટેની દવાઓને પણ ન ગાંઠે એવા હઠીલા બૅક્ટેરિયાનો ચેપ વધુ ફેલાતો જાય છે.

પૌરાણિક જમાનાની વાત જુદી હતી, પરંતુ હવે મૉડર્ન મેડિસિનની સારવાર વિના ટીબીથી સંપૂર્ણપણે મુક્ત થવું શક્ય નથી. અલબત્ત, એ વાત પણ ભૂલવી ન જોઈએ કે મૉડર્ન ઍન્ટિ-બાયોટિક્સની સારવાર ઉપરાંત જો પૂરક સારવાર તરીકે આયુર્વેદની મદદ લેવામાં આવે તો ખરેખર ચુટકી બજાવતાંમાં આ રોગને ટાટા બાય-બાય કહી શકાય એમ છે. આગળ કહ્યું એમ માઇકોબૅક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ બૅક્ટેરિયાનો ખાતમો બોલાવવા માટે તમારા શરીરને કઈ ઍન્ટિ-બાયોટિક માફક આવે છે એનું નિદાન કરીને સારવાર શરૂ કરવી જોઈએ. એ સારવાર શરૂ થતાં જ ટીબીનાં લક્ષણો હળવાં થવાં લાગે છે, પરંતુ ઍન્ટિ-બાયોટિક્સની આડઅસરને કારણે વ્યક્તિ માંદું ફીલ કર્યા કરે છે. આવા સંજોગોમાં દરદીઓ સારવાર અડધેથી પડતી ન મૂકે એ અત્યંત આવશ્યક છે. અડધેથી સારવાર પડતી મૂકવાને કારણે વિશ્વભરમાં મલ્ટિ ડ્રગ-રેઝિસ્ટન્ટ ટીબીનો ફેલાવો ખૂબ વધી ગયો છે.

ચાલો જોઈએ કેટલીક પ્રાથમિક કાળજી શું રાખવી જોઈએ.

ટીબીનો રોગ ચેપી છે એટલે દરદીનો ચેપ બીજાને ન લાગે એ માટે જરૂરી પ્રિકૉશન રાખવાં જરૂરી છે. દરદીએ ખાંસી ખાતી વખતે રૂમાલ મોં આડે રાખવો જોઈએ. દરદીનાં રૂમાલ અને કપડાંને ગરમ પાણીમાં બોળી રાખીને તડકે સૂકવવાં જોઈએ. દરદીએ બને ત્યાં સુધી જાહેર જગ્યાઓએ ન જવું. આ તેના ખુદના માટે પણ જરૂરી છે અને તેનો ચેપ બીજાને ન લાગે એ માટે પણ મહત્વનું છે. હા, દરદીની રૂમ બંધિયાર ન હોય એ અત્યંત આવશ્યક છે. એમાં હવાની અવરજવર અને પૂરતો કુમળો તડકો મળતો હોવો જોઈએ.

ટીબીના રોગમાં શરીરનું બળ અને શક્તિ હણાઈ જતાં હોય છે. વજન ઘટી જાય છે, મસલ્સ નબળા પડી જાય છે અને રોગપ્રતિકારક ક્ષમતા પણ ઓછી થઈ જાય છે. ટીબીના દરદીએ થાક લાગે અને શ્વાસ ચડે એવું કોઈ પણ ભારે કામ કરવું નહીં. જ્યાં સુધી ચેપ શરીરમાંથી નીકળતો નથી ત્યાં સુધી કોઈ પણ હેવી કસરત પણ કરવાનું ઠીક નથી. ચાલવું હોય અને ફ્રેશ થવું હોય તો બગીચાની હરિયાળીમાં લટાર મારતા હો એમ ફરવું. થાક લાગે, પસીનો થાય કે હાંફ ચડે તો બેસી જવું.

મળ એ જ આધાર. આયુર્વેદ અને નેચરોપથીમાં ટીબીના દરદી માટે આંતરડાંમાં ભરેલો મળ એ જ આધાર ગણાય છે. એને કારણે આ દરદીઓને કદી ઉપવાસ કરાવવામાં નથી આવતા. આ દરદીઓને ઝાડા ન થાય એ જોવાનું બહુ જ મહત્વનું છે. ઉપવાસ કરીને અથવા તો જુલાબ થવાથી પેટ અને આંતરડાં સાવ ખાલી થઈ જાય તો ટીબીના દરદી માટે એ ઘાતક નીવડી શકે છે.

આ દરદીઓને ઉપવાસ કરાવવાને બદલે ખૂબબધું પોષક ભોજન આપવું જરૂરી છે. દૂધ, ખજૂર, ગાયનું ઘી, સૂકો મેવો વગેરે દિવસમાં બે વાર અચૂક આપવાં. અલબત્ત, આ દરદીઓની પાચનશક્તિ પણ નબળી પડી ગઈ હોય છે એટલે કોઈ પણ પોષક અને પચવામાં ભારે ચીજ આપતા હો તો પહેલાં પાચનક્રિયા સારી છે કે નહીં એ તપાસવું જરૂરી છે. પાચન સારું હોવાની ખૂબ સાદી નિશાની છે ભૂખ લાગવી અને નિયત સમયે પેટ સાફ થવું. ભૂખ લાગે એ માટે જમતાં પહેલાં બે ચમચી પંચકોલાસવ કે દ્રાક્ષાસવ આપવું જેથી અગ્નિ પ્રદીપ્ત થશે અને એ પછી ખાધેલું સરળતાથી પચશે. દરદીને કંઈ પણ ખાવા આપો એના પર ત્રિકટુ એટલે કે સૂંઠ, કાળાં મરી અને લીંડીપીપરનું સમભાગ ચૂર્ણ ભભરાવીને આપશો તો ભોજન વધુ સુપાચ્ય થશે.

આયુર્વેદમાં ક્ષયરોગ માટે બકરીનું દૂધ અતિ ઉત્તમ મનાયું છે. બકરી હંમેશાં લીલાં અને કૂમળાં પાન જ ચરે છે અને એને કદી ક્ષયરોગ નથી થતો. પૌરાણિક સમયમાં ક્ષયરોગીઓને બકરીનું દૂધ પાઈને સાજા કર્યાના પણ અનેક કિસ્સાઓ છે. અલબત્ત, આજના પરિપેક્ષ્યમાં બકરીનું દૂધ પૂરક જ બની શકે, મુખ્ય સારવાર નહીં. શક્ય હોય તો દિવસમાં બે વાર બકરીનું દૂધ દરદીને પીવડાવી શકાય.

નરણા કોઠે તુલસીનાં પાન ચાવવાથી રોગપ્રતિકારક શક્તિ સુધરે છે.

ઔષધપ્રયોગ

જો દરદીને બહુ ખાંસી-ઉધરસ રહેતી હોય તો અરડૂસાનો કાઢો આપવાથી રાહત મળશે.

તાવ આવતો હોય તો ગળોસત્વ આપી શકાય.

શરીરબળ જળવાઈ રહે એ માટે અશ્વગંધા, શતાવરી, વિદારીકંદ, કૌંચાબીજનું ચૂર્ણ આપી શકાય અને સાથે લઘુમાલિની વસંત જેવાં દ્રવ્યો પણ આપી શકાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK