બ્યુટિફુલ અને સુજલામ સુફલામ ધરતી ભારતની

ફ્રેન્ચ કવિ જીન એનોલે ૧૯૫૦માં કાવ્યસંગ્રહ પ્રગટ કરેલો. એનું નામ હતું ‘મૅડમોઝેલ કોલોમ્બે’.

પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

ફ્રેન્ચ કવિ જીન એનોલે ૧૯૫૦માં કાવ્યસંગ્રહ પ્રગટ કરેલો. એનું નામ હતું ‘મૅડમોઝેલ કોલોમ્બે’. એમાં એનું પ્રથમ વાક્ય અમર છે, થિંગ્સ આર બ્યુટિફુલ ઇફ યુ લવ ધેમ. તમે જેને ચાહો એ સુંદર લાગે છે કે સુંદર થઈ જાય છે. કવિ કલાપી યાને કે રાજકવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલને બબ્બે રાણીઓ હતી. એક રાણીબા હતાં તે કચ્છના રોહાના રાજવીનાં પુત્રી રાજબા-રમાબા હતાં અને બીજાં સૌરાષ્ટ્રનાં કોટડા ગામનાં પ્રિન્સેસ કેસરબા-આનંદીબા હતાં. તે આનંદીબા નામની રાણી તેમનાથી બે વર્ષ મોટી હતી. રમાબા તેમનાથી આઠ વર્ષ મોટાં હતાં. પણ જ્યારે કલાપી વીસ વર્ષના હતા ત્યારે કલાપીના મહેલમાં દાસી તરીકે કામ કરતી શોભના નામની દાસી સાથે પ્રેમમાં પડ્યા હતા અને પ્રેમમાં બલિદાન દેવાની તૈયારીવાળી કવિતાઓ કલાપી લખી નાખતા.

જ્યાં જ્યાં નજર ઠરે મ્હારી યાદી ભરી છે આપની

આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી!

છે આખરી તો એકલી ને એ જ યાદી આપની


આવું પ્રેમમાં શહીદ થવાનું ગીત પણ કલાપીએ રચી નાખ્યું હતું. કલાપીની બે રાણીઓ ઓછી રૂપાળી નહોતી, પણ કલાપીને સૌંદર્ય દેખાયું તો એક દાસીમાં દેખાયું હતું. આજે ૨૧મી સદીમાં સ્ત્રીઓ મોટે ભાગે કોને ખબર સુંદર જ જન્મે છે. દરેક આશા પારેખ કે મહારાષ્ટ્ર કે દક્ષિણ ભારતની સુંદર અભિનેત્રી કે માધુરી દીક્ષિત જાણે જોઈ લ્યો. આજે આ આખો લેખ મારે બ્યુટી વિશે લખવો છે. સૌંદર્ય મળ્યું એટલે જાણે સામþશ્ચજ્ય મળ્યું. ડેવિલ્સ ડિક્શનરીમાં કવિ-લેખક ઍમ્બ્રોઝ બિયર્સે લખ્યું કે જેને બ્યુટિફુલ પત્ની મળે તે નિરાંતે સૂઈ શકતો નથી. જાણે તેને પ્રથમથી જ શક થઈ જાય છે અને ઈષ્ર્યાભાવ જાગે છે. બ્યુટિફુલ સ્ત્રી તેના પ્રેમીને જ વધુ ચાહે છે અને તેના પતિને દુ:ખી-દુ:ખી કરી મૂકે છે. ધ પાવર બાય અ વાઇફ ચામ્ર્સ હર લવર બટ ટેરિફાઇઝ ધ હસબન્ડ. કવિ ગેટેએ કહ્યું છે કે બ્યુટી એવી ચીજ છે જેને કોઈ પણ ઉદારદિલ કવિ કે રાજકારણી બીજા સાથે શૅર કરવા માગતો નથી. અર્થાત્ પોતાની પ્રેમિકા કે બીજી પત્ની બીજાને ચાહે એ સહન કરી શકતો નથી. જોકે આજકાલ પશ્ચિમના દેશોના પ્રેમીઓની પ્રેમિકાઓ બબ્બે-ત્રણ-ત્રણ પ્રેમીઓને ચાહતી હોય છે એનો કોઈ વાંધો નથી. પરંતુ પશ્ચિમના પ્રેમીઓ પ્રેમને જાણતા નથી. પ્રેમમાં બરબાદ થવાનું જાણતા નથી. આપણા દેશી પ્રેમીઓ તો એક બ્યુટીને ચાહે તો તેની પાછળ શહીદ પણ થઈ જાય છે. શહેનશાહ અકબરથી માંડીને ફિલ્મસ્ટાર ધર્મેન્દ્ર સુધી સૌ બ્યુટિફુલને પરણ્યા છે. ધર્મેન્દ્રને એક પત્ની હતી છતાં હેમા માલિની તરફ દિલ ઢોળાયું હતું. બ્યુટીથી ‘ડરનારા’ પણ છે. બ્યુટી મોટું જોખમ છે. સર વિલિયમ કાર્લોસ લખે છે કે બ્યુટી ઇઝ ફિયર્ડ મૉર ધૅન ડેથ. મૃત્યુ કરતાં તમારે સુંદર સ્ત્રીથી વધુ ડરવું જોઈએ. ૧૯૧૭માં સારા ટીઝડેલે ‘લવસૉન્ગ્સ’ નામનું પુસ્તક લખેલું. એમાં કહેલું, લવલીનેસ માટે તમે કદી કરકસર ન કરો, ચીકણાઈ ન કરો, સુંદર સ્ત્રીથી આકર્ષાઈને પછી વાણિયાશાહી ન કરો, એ માટે રાજપૂત બનો. જે કંઈ હોય એ બ્યુટી માટે ખર્ચી નાખો અને બ્યુટિફુલ છોકરીના બાપને શિખામણ અપાતી કે આ બ્યુટીને રોકડી કરી લો. બ્યુટિફુલ ચીજને ચાહનારાને સારા ટીઝડેલે કહેલું, બાય ધ બ્યુટી ઍન્ડ નેવર કાઉન્ટ ધ કૉસ્ટ. સૌંદર્યને તમારું પોતાનું કરવામાં પૈસા સામે ન જુઓ. મેં જોયું છે કે કડવા બોલ કે છૂરીના ઘા કરતાં ઘણી વખત બ્યુટિફુલ કાતિલ હોય છે. આ સારા ટીઝડેલ સ્ત્રીઓને શિખામણ આપતી કે તમારા સૌંદર્યનાં ખૂબ-ખૂબ વખાણ કરે કે ચાપલૂસી કરે તે પુરુષથી આકર્ષાશો નહીં. તમે સુંદર છો તેમ કોઈ પુરુષ કબૂલ કરે એટલે વખાણને વટાવી લેજો; વહેલું કરજો, જરાય મોડું ન કરતાં; કારણ કે સૌંદર્ય બટકણું છે. શેક્સપિયરે વહેલાસર ૧૬૦૦ની સાલમાં કહેલું કે ‘સૌંદર્યના ચોર સોનાના ચોર કરતાં વધુ હોય છે. એટલે સુંદર સ્ત્રીને સોનાની પાટ કરતાં વધુ કીમતી ચીજ તરીકે સાચવજો, કારણ કે નવા જમાનામાં બ્યુટીના મફતિયા ચોર બહુ જ નીકળી પડશે.’

અને સુંદરતાને વિશાળ પરિપ્રેક્ષ્યમાં લઈ જાઓ તો ભારત દેશની નૈતિકતા, એનું આચરણ અને સિદ્ધાંતો જગતમાં શ્રેષ્ઠ છે. ભારતે જગતને મહાન આત્માઓ આપ્યા છે. મહાત્મા ગાંધીજી આપ્યા છે. રવીન્દ્રનાથ ટાગોર આપ્યા છે. મહર્ષિ અરવિંદ આપ્યા છે. રમણ મહર્ષિ આપ્યા છે. રામકૃષ્ણ પરમહંસ આપ્યા છે. છેલ્લે મોરારીબાપુ આપ્યા છે, જે ઇન્ટરનૅશનલ સીમાડાને રામ નામથી ગજવે છે. રાજાઓ આપ્યા છે તો નૈતિક બળવાળા જામનગર, ભાવનગર અને બીજા રાજ્યના મહાત્મા જેવા મહારાજા આપ્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK