નાચે મન મોરા મગન... માટે સચિનદાએ મોહમ્મદ રફીને જ શા માટે પસંદ કર્યા હતા?

એક વર્ષના વિરામ બાદ ૧૯૬૩માં સચિનદા પાછા ટૉપ ફૉર્મમાં આવી ગયા.

sd

વો જબ યાદ આએ - રજની મહેતા

એ વર્ષમાં હિન્દી ફિલ્મસંગીતમાં ઉત્કૃક્ટ કહી શકાય એવી તેમની ત્રણ ફિલ્મો આવીï. બિમલ રૉયની ‘બંદિની’, આર. કે. રાખનની ‘મેરી સૂરત તેરી આંખેં’ અને નવકેતનની ‘તેરે ઘર કે સામને’.

૧૯૫૭માં સચિનદા અને લતા મંગેશકર વચ્ચેના અબોલા બાદ ફરી એક વાર ફિલ્મ ‘બંદિની’માં આ બે મહાન કલાકારોએ એકમેક સાથે કામ કરવાનું શરૂ કર્યું. આ કઈ રીતે બન્યું એ વિશે આ કૉલમમાં અગાઉ લખાઈ ચૂક્યું છે. All is well that ends well એ ઉક્તિ પ્રમાણે આ ઘટનાથી હિન્દી ફિલ્મસંગીતને મોટો ફાયદો થયો, કારણ કે બન્ને મંગેશકર બહેનો આશા અને લતાએ સચિનદાના સંગીતમાં પોતાનું સર્વોચ્ચ આપ્યું.

ફિલ્મ ‘મેરી સૂરત તેરી આંખેં’માં છ ગીત હતાં. એમાંનાં બે ગીત શુદ્ધ શાસ્ત્રીય રાગ પર આધારિત હતાં. એની વાત કરતાં સચિનદા કહે છે, ‘જ્યારે-જ્યારે મારે ક્લાસિકલ ગીત રેકૉર્ડ કરવું હોય ત્યારે સૌપ્રથમ મને મન્ના ડેની યાદ આવે. મારી ધૂન પ્રમાણે તે શાસ્ત્રીય રાગોમાં જે ગીત ગાઈ શકે છે એના કારણે મને તેના પર ખૂબ ભરોસો છે. આ ગીતની ધૂન મારી બંગાળી ફિલ્મ ‘ઉલ્કા’ના એક ગીત પર આધારિત છે. અશોકકુમારે મને ખાસ વિનંતી કરી કે આ ગીતની ધૂન પરથી તમારે ગીત બનાવવું જોઈએ. રાગ આહિર ભૈરવ પર આધારિત આ ધૂન માટે ગીતકાર શૈલેન્દ્રએ સુંદર ગીત લખ્યું, પૂછો ના કૈસે મૈંને રૈન બિતાઈ. ભલે આ ગીત ધીમા લયમાં છે, પરંતુ મન્ના ડેએ અદ્ભુત રીતે ગાયું છે. આ ગીત ખૂબ મુશ્કેલ હતું, પણ જે રીતે તેણે આ ગીતને નિભાવ્યું છે એ કાબિલેદાદ છે. આજે પણ આ ગીત એટલું જ લોકપ્રિય છે. મને ખાતરી છે કે આવનારા સમયમાં પણ સંગીતપ્રેમીઓને એ આટલું જ ગમશે.’

જાણકારો એમ કહે છે કે કાઝી નઝરુલ ઇસ્લામ (જેનાં ગીત-સંગીતથી સચિનદા ખૂબ જ પ્રભાવિત હતા)ના બંગાળી ગીત ‘અરુનકાંતિ કે ગો જોગી ભિખારી’ની ધૂનની આબેહૂબ નકલ કરીને સચિનદાએ આ બન્ને ગીતની ધૂન બનાવી છે. અહીં આપણી જાણીતી ગુજરાતી કહેવત યાદ આવે, તારે મમ મમ સાથે કામ છે કે ટપ ટપ સાથે? હકીકત એ છે કે બંગાળી ગીત જેટલું જ કે પછી એના કરતાં થોડું વધારે મીઠું આ ગીત બન્યું છે. આ જ તો સચિનદાની કમાલ છે.

સચિનદા જાણતા હતા કે શાસ્ત્રીય રાગ આધારિત ગીતોને લોકપ્રિય બનાવવાં એ આસાન કામ નથી. આ જ કારણસર તે આવાં ગીત કમ્પોઝ કરતા. એમાં અવનવા પ્રયોગ કરતા. આ ગીતમાં તેમણે ક્લાસિકલ સ્ટાઇલ સાથે મુખડામાં બંગાળી ર્કીતન સ્ટાઇલનો ઉપયોગ કર્યો છે એની જાણ ભાગ્યે જ કોઈને થાય છે.

આ જ ફિલ્મના બીજા એક ગીત વિશે સચિનદા જે વાત કરે છે એ રસપ્રદ છે : ‘શૈલેન્દ્રએ એક ગીત લખ્યું હતું, નાચે મન મોરા મગન તિકતા ધીગી ધીગી. તમને થતું હશે કે આવા પ્રકારના શબ્દો ગીતમાં કેવી રીતે આવ્યા હશે? વાત એમ છે કે કથક નૃત્યના નિષ્ણાત બિન્દાદીન મહારાજ પોતાના શિષ્યોને નૃત્ય શીખડાવતા સમયે તેમને રિધમની સેન્સ આપવા માટે હંમેશાં બોલતા, તિકતા ધીગી ધીગી. આ શબ્દો મારાં દિલોદિમાગમાં છવાઈ ગયા હતા. આ શબ્દોનો સહારો લઈ મેં એક ધૂન બનાવી અને શૈલેન્દ્રને એના પર શબ્દો લખવાનું કહ્યું. મેં તેને ખાસ જણાવ્યું કે કે ગીતની પ્રથમ પંક્તિ પરથી એ એહસાસ થવો જોઈએ કે મોર નૃત્ય કરે છે. તેણે શબ્દો લખ્યા કે નાચે મન મોરા મગન અને મેં એમાં ઉમેરો કર્યો, તિકતા ધીગી ધીગી. આ શબ્દો જે રીતે લખાયા છે એ માટે તબલાંનો ટેમ્પો અને બીટ પણ એટલા જ અગત્યના છે. આ જ કારણસર મેં બનારસના પંડિત સામતા પ્રસાદ સાથે તબલાં પર સંગત કરાવીને આ ગીત રેકૉર્ડ કર્યું, જેને લીધે આ એક અમર ગીત બન્યું.’

મહાન ગાયક મોહમ્મદ રફીએ આ ગીતમાં પોતાનો જાન રેડી દીધો છે. સ્વાભાવિક છે કે આપણને એક પ્રશ્ન થાય કે આ ગીત માટે સચિનદાએ મન્ના ડેને બદલે મોહમ્મદ રફીને કેમ પસંદ કર્યા? ક્લાસિકલ ગીતો માટે તેમની પહેલી પસંદ હંમેશાં મન્ના ડે જ રહ્યા હતા તો પછી આમ કેમ? પણ જ્યારે આ ગીતનો અંતરો સાંભળીએ ત્યારે આપણી પામરતાનું જ્ઞાન થાય કે સચિનદાની પસંદગી યોગ્ય હતી. ઝૂલા ઝૂલે સખિયા કે ઘર આજા બાલમ હમારે સાંભળતાં આપણું હૈયું હિલોળે ન ચડે તો વાંક આપણો છે અને કુહુકે કોયલિયા કહીં દૂર પપીહા પુકારે જે અદાયગીથી રફીસાહેબ ગાય છે ત્યારે રહીસહી શંકા પણ દૂર થઈ જાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK