વર્ધમાન જિન વંદુ તેહ

ચરમ ર્તીથંકર શ્રી મહાવીરસ્વામીનો ૨૬૧૩મો જન્મકલ્યાણક દિન ચૈત્ર સુદ ૧૩ના રોજ સમગ્ર ભારતમાં ધામધૂમપૂર્વક ઊજવાશે.જૈન દર્શન - ચીમનલાલ કલાધર

શ્રમણ ભગવાન મહાવીરનું સમગ્ર જીવન અનેક વિશેષતાઓથી ભરપૂર છે. ભગવાન મહાવીરની અહિંસા આકાશની જેમ વ્યાપક અને સૂક્ષ્મ હતી. તેમની તપર્યા અને સહનશીલતાનો આ જગતમાં જોટો જડે એમ નથી. તેમનું જ્ઞાન અદ્ભુત હતું. ચારિhય અને તપમાં પ્રભુ ચરમ કોટિએ પહોંચ્યા હતા. પ્રભુ મહાવીરે અહિંસાને વ્યવહારુ સ્વરૂપ આપવા સંસ્કૃત ભાષા છોડીને એ વખતની લોકભાષા પ્રાકૃત (અર્ધમાગધી)માં ધર્મતત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો હતો. પ્રભુએ ચાર મહાવþતોમાં પાંચમું બ્રહ્મચર્ય વþત ઉમેરીને પાંચ મહાવþતોની પ્રરૂષણા કરી હતી. સ્ત્રીને યોગસાધના, શાસ્ત્રાભ્યાસ અને મોક્ષનો અધિકાર આપ્યો હતો. પ્રભુએ જાતિ અને વર્ણ રદ કરીને જ્ઞાન અને ચારિhયનું મૂલ્ય વધાર્યું હતું. તેમણે જીવનની શ્રેષ્ઠતા નક્કી કરવા કુળનું નહીં પણ ગુણનું અને ગુણોમાં પણ પવિત્ર જીવનનું મહત્વ સ્થાપિત કર્યું હતું.

પ્રભુ મહાવીરે ઐહિક અને પારલૌકિક સુખને માટે થતા યજ્ઞયાગાદિના સ્થાને સંયમ અને તપર્યાના સ્વાવલંબી અને પુરુષાર્થપ્રધાન માર્ગનું મહત્વ પ્રસ્થાપિત કર્યું હતું. હિંસાને કોઈ પણ રૂપમાં તજવાનો પ્રભુએ સ્પષ્ટ આદેશ આપ્યો હતો. તેમણે આત્મા એ જ પરમાત્મા સિદ્ધાંતની ઘોષણા કરીને ઈશ્વરની આધીનતા ઘટાડી સ્વકર્મ એટલે કે પુરુષાર્થનું મૂ્લ્ય વધાર્યું હતું. પ્રભુએ જગતના સર્વ મતોને સાપેક્ષ સત્યવાળા ઠરાવી વિશ્વને અનેકાંત દૃષ્ટિથી જોવા કહ્યું હતું. કેવળજ્ઞાન પછી પ્રભુએ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાના ચતુર્વિધ સંઘની સ્થાપના કરી હતી. તેમની ગૃહસ્થ અને સાધુ સંઘની વ્યવસ્થા મહાન રાજનીતિઓને પણ આર્યચકિત કરી દે એવી હતી.

પ્રભુ મહાવીરે ઉપદેશ્યું હતું કે કર્તવ્ય કર્મોને આદરી સદ્વર્તનને ધારણ કરજો. ઉદાસીનતા, ખેદ, ચિંતા અને ભય જે મનોબળને નબળું પાડનારાં છે અને આત્માના ઉદયને અટકાવનારાં છે એમને હૃદયમાં પેસવા દેશો નહીં. નિરંતર આત્મચિંતન કરજો. કટુતામાં મધુરતા રાખજો. દુ:ખમાં સુખ માની લેતાં શીખજો. દુ:ખોને અનુભવી નબળા પડશો નહીં. સંતાપનાં રોદણાં રડશો નહીં. તમારા આત્માને દર્શન, જ્ઞાન, ચારિhયમાં ઓતપ્રોત કરી નિયબળથી એને ટકાવી રાખી પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરી પ્રાંતે નર્જિરા થતાં સર્વ કર્મોનો ક્ષય કરી મોક્ષ પદને પામજો.

પ્રભુ મહાવીરે લોકોને સુખી થવાના ઉપાય બતાવતાં કહ્યું હતું કે દુ:ખો હિંસાથી જન્મેલાં છે, વેરને વધારનારાં છે અને મહાભયંકર છે એમ જાણીને સમજણવાïળો બુદ્ધિમાન મનુષ્ય તો પોતાની જાતને પાપથી અટકાવે. જેઓ આમ કરશે તેઓ આ સંસારરૂપી અગ્નિને ઓળંગીને પરમાનંદના ભાગી બનશે. પ્રભુએ સ્પષ્ટ જ કહ્યું હતું કે મારી પાસે મુક્તિ કે મોક્ષ નામની ચીજ નથી કે એ હું તમને આપી શકું; પરંતુ તમે સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિhયના માર્ગે ચાલવાનો પ્રયત્ન કરશો. સાત નયોને સાપેક્ષ રાખીને ખંડનાત્મક પ્રવૃત્તિથી દૂૂર રહી અનેકાંતવાદ સ્વીકારશો. અહિંસા, તપ, ત્યાગ અને સંયમમાં પુરુષાર્થ કરશો. શ્રદ્ધાબળ, જ્ઞાનબળ, ચારિhયબળ અને ધ્યાનબળનો આત્મામાં વિકાસ કરતા રહેશો. ભવાંતર માટે પણ શુભ સંસ્કારો લેતા જશો તો અવશ્ય આ અનાદ્યનંત સંસારનો તમારા માટે છેડો આવશે તેમ જ આત્માના અનંત ગુણોના વિકાસ માટે કર્મથી સ્વતંત્ર રીતે પોતે જ પોતાને મુક્ત કરી શકશો.

પ્રભુ મહાવીરના શાસનમાં ૧૪,૦૦૦ સાધુઓ, ત્રીસ હજાર સાધ્વીઓ, એક લાખ ઓગણસાઠ હજાર વþતધારી શ્રાવકો અને ત્રણ લાખ અઢાર હજાર વþતધારી શ્રાવિકાઓ હતાં. પ્રભુના અનુયાયીઓમાં ચારે વર્ણનાં સ્ત્રી-પુરુષોનો સમાવેશ થતો હતો. ઇãન્દ્રભૂતિ ગૌતમ વગેરે ૧૧ ગણધરો બ્રાહ્મણ હતા. ઉદાયી, મેઘકુમાર જેવા અનેક ક્ષત્રિયો પણ પ્રભુના શિષ્ય બન્યા હતા. ધન્ના, શાલિભદ્ર જેવા વૈશ્યોએ અને મેતારજ, હરિકેશી જેવા શૂદ્રોએ પણ પ્રભુ પાસે દીક્ષા લીધી હતી. વૈશાલિપતિ ચેટક, રાજગૃહીના રાજા શ્રેણિક અને તેમના પુત્ર કોણિક, અનેક ક્ષત્રિય રાજાઓ પ્રભુના પરમ ભક્ત હતા. સાધ્વીઓમાં ચંદનબાળા ક્ષત્રિય કન્યા હતી. દેવાનંદા બ્રાહ્મણી હતી. આનંદ, કામદેવ વગેરે દસ મુખ્ય શ્રાવકોમાં શકડાલ કુંભાર જાતિનો હતો. બાકીના નવ વૈશ્યો હતા. ઢંક કુંભાર જાતિનો હોવા છતાં પ્રભુનો પરમ ઉપાસક હતો. ખંધક, અંબડ વગેરે પરિવþશ્ચજકો અને રેવતી, સુલસા, જયંતીનાં નામ પ્રભુના ઉપાસક તરીકે પ્રસિદ્ધ હતાં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK