આદેય નામકર્મની તથાવિધ વિશેષતાને લીધે શ્રી પાશ્વર્નાથ પ્રભુનો મહિમા સમગ્ર વિશ્વમાં વિસ્તર્યો છે

હજી હમણાં જ પાશ્વર્નાથ પ્રભુના જન્મકલ્યાણક પોષ દસમીની ભારતભરના જૈનોએ ભાવોલ્લાસથી ઉજવણી કરી.જૈન દર્શન - ચીમનલાલ કલાધર

આ અવસર્પિણી કાળના ૨૪ ર્તીથંકરો પૈકી ૨૩મા ર્તીથંકર શ્રી પાશ્વર્નાથ ભગવાનનું અહીં સંક્ષિપ્ત જીવન પ્રસ્તુત છે. આજથી લગભગ ૩૦૦ વર્ષ પૂર્વે ગંગા નદીના કિનારે વસેલી વારાણસી નગરીમાં પોષ વદ-૧૦ના ધન્ય દિને અશ્વસેન રાજાને ત્યાં વામાદેવીની કુક્ષિએ શ્રી પાશ્વર્નાથ પ્રભુનો જન્મ થયો હતો. પ્રભુના જન્મ સમયે ત્રણે લોકમાં ઝળહળતો પ્રકાશ ફેલાયો હતો. નરકમાં અજવાળાં પ્રગટ્યાં હતાં. થાવર અને નારકીના જીવોએ પણ ક્ષણભર સુખ અનુભવ્યું હતું. શીતળ અને સુગંધી પવનથી લોકો આનંદિત બની ઊઠ્યા હતા. રાજા અશ્વસેને પોતાના પુત્રનું નામ પાશ્વર્કુમાર પાડ્યું હતું. તેઓ યુવાન થયા ત્યારે તેમનાં લગ્ન કુશલસ્થળ નગરીના રાજા પ્રસેનજિતની કન્યા પ્રભાવતી સાથે થયાં હતાં.

એક વાર પાશ્વર્કુમાર વસંત ઋતુમાં પોતાના નગરના ઉદ્યાનમાં ફરવા ગયા હતા. ત્યાંના જિનાલયમાં બિરાજમાન પરમાત્માનાં દર્શન કરી જિનાલયની ભીંતો પર રાજ્ય અને રાજીમતીનો ત્યાગ કરી પ્રવજ્યા લેનાર શ્રી નેમિનાથ ભગવાનનાં નયનરમ્ય ચિત્રો જોતાં તેમણે અવધિજ્ઞાનથી ખ્યાલ આવ્યો કે હવે પોતાનાં ભોગાવલી કર્મ પૂર્ણ થયાં છે એટલે તેમણે માગસર વદ-૧૧ના શુભ દિને પોતાના હાથે પંચમુષ્ટિ લોચ કરીને ૩૦૦ પુરુષો સાથે દીક્ષા લીધી હતી. શ્રી પાશ્વર્નાથ પ્રભુના દીક્ષાના ૮૪ દિવસ થયા હતા. ફાગણ વદ-૪ શુભ દિને પાશ્વર્નાથ પ્રભુએ કાયોત્સર્ગ ધ્યાનમાં રહીને ઘાતી કર્મના ભુક્કા બોલાવી કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ કરી હતી. દેવોએ આવીને સમવસરણની રચના કરી હતી. એમાં બેસીને પ્રભુએ દેશના આપી હતી. એ સમયે પ્રભુનાં માતા-પિતાએ દીક્ષા લીધી હતી. તેમની સાથે અનેક લોકો પણ દીક્ષિત થયા હતા.

શ્રી પાશ્વર્નાથ પ્રભુને શુભ, આર્યઘોષ, વિશિષ્ટ, બ્રહ્મચારી, સોમ, શ્રીધર, વીરભદ્ર અને યશસ્વી નામના આઠ ગણધરો હતા. તદુપરાંત આર્યદિન્ન આદિ ૧૬,૦૦૦ સાધુઓ, પુષ્પચુલા પ્રમુખાદિ ૩૮,૦૦૦ સાધ્વીઓ, સુવ્રત આદિ ૧,૬૪,૦૦૦ શ્રાવકો, સુનંદા આદિ ૩૨,૦૦૦ શ્રાવિકાઓ, ૩૫૦ ચૌદપૂર્વીઓ, ૧૦૦૦ કેવળજ્ઞાનીઓ, ૧૪૦૦ અવધિજ્ઞાનીઓ, ૧૨૦૦ વૈક્રિયલબ્ધિવાળાઓ, ૬૦૦ મન: પર્યવજ્ઞાનીઓ, ૮૦૦ વિપુલ મતિવાળાઓ વગેરે વિશાળ પરિવાર હતો. પ્રભુના શાસનમાં ૧૨૦૦ સાધુઓ અને ૧૦૦૦ સાધ્વીઓ મોક્ષમાં ગયાં હતાં. પ્રભુની સેવામાં પાશ્વર્યક્ષ અને પદ્માવતીદેવી નિત્ય નિર્મગ્ન રહેતાં.

પાશ્વર્નાથ પ્રભુ ૩૦ વર્ષ ગૃહસ્થાશ્રમમાં રહ્યા હતા. એ પછી સંયમ સ્વીકારી, ૭૦ વર્ષ ચારિત્ર પાળી, કેવળજ્ઞાન પામી, પોતાનો નિર્વાણસમય નજીક આવ્યો જાણી શ્રી સમ્મેતશિખર તીર્થે પધાર્યા હતા. પ્રભુએ અહીં ૩૩ સાધુઓ સાથે કાયોત્સર્ગ ધ્યાને એક મહિનાનું અનશન કરી શ્રાવણ સુદ-૮ના શુભ દિને પોતાનું ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી નિર્વાણ પામ્યા હતા. આ અવસર્પિણી કાળના બાવીસમા ર્તીથંકર શ્રી નેમિનાથ પ્રભુના નિવાર્ણ પછી ૮૩,૭૫૦ વર્ષ વીત્યા બાદ શ્રી પાશ્વર્નાથ પ્રભુ મોક્ષમાં પધાર્યા હતા. પોતાનું આસન કંપતા અવધિજ્ઞાનથી પ્રભુનું નિર્વાણ જાણી શકેન્દ્રાદિ દેવો સપરિવાર સમ્મેતશિખર ર્તીથમાં આવી પહોંચ્યા હતા. શકેન્દ્ર દેવે પ્રભુના શરીરને સ્નાન કરાવ્યું હતું. શરીરે ર્ગોશીષ ચંદનનું વિલેપન કરાવ્યું હતું. સર્વ અલંકારોથી પ્રભુના શરીરને શણગાર્યું હતું. આ જ રીતે અન્ય દેવોએ નિર્વાણ પામેલા ગણધર ભગવંતોની અને સાધુ ભગવંતોની અંતિમ વિધિ કરી હતી. પ્રભુ માટે, ગણધરો માટે અને સાધુઓ માટે સુંદર એવી પાલખી તૈયાર કરી એમાં તેમના દેહને પધરાવવામાં આવ્યા હતા. એ પછી તેમની પાલખીયાત્રા કાઢવામાં આવી હતી. અંતે અગ્નિકુમાર દેવોએ અગ્નિ પ્રજ્વલિત કર્યો હતો અને વાયુકુમાર દેવે વાયુને ચલાવ્યો હતો. પ્રભુ સહ બધા જ પુણ્યાત્માઓના દેહને એ પછી તૈયાર કરેલી ચિતામાં પધરાવવામાં આવ્યા હતા. આ ચિતામાં તેમણે કાલાગુરુ અને ચંદનાદિ ઉત્તમ કાષ્ટનો ઉપયોગ કર્યો હતો. ઘીના ઘડાઓથી આ ચિતાને સીંચવાનું શરૂ કર્યું હતું. આમ આ અગ્નિસંસ્કારની વિધિ પાર પડી હતી.

પ્રભુના, ગણધરોના અને સાધુઓના અગ્નિસંસ્કાર પછી શકેન્દ્રે આ અગ્નિસંસ્કારના સ્થળે પ્રભુની ચિતા પર, ગણધરોની ચિતા પર અને સાધુઓની ચિતા પર આકર્ષક રત્નમય સ્તૂપનું નિર્માણ કરાવ્યું હતું.

આપણા પાશ્વર્નાથ પ્રભુના અધિષ્ઠાયક દેવ તરીકે પાશ્વર્યક્ષ અને અધિષ્ઠાયિકા દેવી તરીકે પદ્માવતી માતા છે. તદુપરાંત નાગરાજ ધરણેન્દ્ર દેવનું પણ પ્રભુભક્ત તરીકે સ્થાન ઘણું ઊંચું છે, વૈરોય્યા અને જયા, વિજયા આદિ દેવીઓનાં નામ પણ ઘણાં વિખ્યાત છે.

શ્રી પાશ્વર્નાથ પ્રભુના જન્મકલ્યાણક નિમિત્તે પોષ વદ-૯, ૧૦, ૧૧ના થતા અઠ્ઠમ તપમાં સમગ્ર  ભારતના જૈનો ખૂબ ઉત્સાહથી જોડાય છે. આ અઠ્ઠમ તપની કથા એવી છે કે એ સમયે શ્રીકૃષ્ણ અને જરાસંધનું ભયંકર યુદ્ધ થયેલું. જરાસંધે ‘જરા’ નામની વિદ્યા અજમાવી શ્રીકૃષ્ણના સૈન્યને બેભાન બનાવી દીધું. શ્રીકૃષ્ણે આ આપત્તિની ભગવાન નેમિનાથને જાણ કરી હતી. ભગવાન નેમિનાથે ઉપાય બતાવ્યો કે અઠ્ઠમ તપ કરીને ધરણેન્દ્ર દેવ અને પદ્માવતીદેવીને પ્રસન્ન કરો અને તેમની પાસે દેવલોકમાં રહેલી ચમત્કારિક પાશ્વર્પ્રભુની મૂર્તિ માગી એનું પૂજન-પ્રક્ષાલન કરી એના ન્હવણ જળને તમારા બેભાન સૈન્ય પર છાંટશો. શ્રીકૃષ્ણે એમ કર્યું અને તેમનું સૈન્ય જાગૃત થતાં પુન: ઘોર યુદ્ધ થયું. એમાં જરાસંધ મરાયો અને શ્રીકૃષ્ણનો વિજય થયો. આ વિજયની ખુશાલીમાં શ્રીકૃષ્ણે શંખ ફૂંક્યો અને આ જ્ગ્યા પર શ્રી પાશ્વર્નાથ પ્રભુનું સુંદર એવું જિનાલય નિર્માણ કરાવ્યું. આ યુદ્ધભૂમિ પર નૂતન નગર બંધાવીને આ ગામનું નામ શંખેશ્વર રાખ્યું. ત્યારથી જૈન શાસનના ભાવિકો અઠ્ઠમ તપ એટલે કે ત્રણ દિવસના ઉપવાસ પ્રતિ વર્ષ કરી પાશ્વર્પ્રભુની અપ્રતિમ ભક્તિ કરી રહ્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK