રજાઓમાં લૉન્ગ ડ્રાઇવ પર જવાના છો?

લાંબા કલાકોની કારની સફર દરમ્યાન ખાવા-પીવામાં ધ્યાન રાખશો તો પેટ ઠીક રહેશે અને હૉલિડે સારી રીતે માણી શકશો

piku

આયુર્વેદનું A ૨ Z - ડૉ. રવિ કોઠારી

ક્રિસમસની રજાઓ શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકો આ વીક-એન્ડ દરમ્યાન એક નાની ટ્રિપ મારી આવ્યા હશે. કેટલાક યર-એન્ડની રજાઓ માણવા જશે. જ્યારે પણ આપણે હૉલિડે માણવા નીકળીએ છીએ ત્યારે ઘણી વાર એવું બને છે કે ટ્રાવેલિંગ દરમ્યાન જ તબિયત ખરાબ થઈ જાય છે. કાં તો જતાં-જતાં કાં પાછા આવીને તબિયત નરમ-ગરમ થઈ ગઈ હોય છે એને કારણે રજાની મજા બગડી જાય છે.

હૉલિડેમાં રિલૅક્સ થવાથી વધુ ફ્રેશનેશ ફીલ થવી જોઈએ, પણ એવું ઘણી વાર રજા માણીને આવ્યા પછી થતું નથી. એનું કારણ એ છે કે આપણે રજાના દિવસોમાં મનની મોજ પાછળ શરીરની જરૂરિયાત વીસરી જઈએ છીએ. વેકેશનમાં પણ આમ નહીં કરવાનું અને તેમ નહીં કરવાનું એવું બંધન પસંદ નથી આવતું જે આખરે આપણા શરીરના સ્વાસ્થ્ય પર દેખાય છે. આમ તો વેકેશન દરમ્યાન શું ધ્યાન રાખવું એ લાંબી ચર્ચાનો વિષય છે, પણ આજે વાત કરીએ કાર-ટ્રાવેલિંગમાં શું કાળજી રાખવી એની.

- રજાઓ માણવા જાઓ ત્યારે સૌથી વધુ સમય ટ્રાવેલિંગમાં જાય છે. એક સ્થળેથી બીજે સ્થળે જતી વખતે ટ્રાવેલ દરમ્યાન જો તમે ખાવા-પીવાની કેટલીક આદતો જાળવી લો તો સ્વાસ્થ્યની જાળવણીમાં ઘણો મોટો ફરક પડી જાય. જો તમારે બે-ત્રણ કલાકનું જ ટ્રાવેલિંગ કરવાનું હોય તો રસ્તામાં ક્યાંક ખાઈશું એવું વિચારશો નહીં. હળવું ભોજન લઈને અડધો-પોણો કલાકના ગૅપ બાદ ટ્રાવેલિંગ કરવું બહેતર છે.

- લાંબા કલાકોનું ટ્રાવેલ હોય તો ચાલુ ગાડીએ જ કચરપચર ખાઈને પેટ ભરી લેવાનું ઠીક નથી. બને ત્યાં સુધી ચાલુ ગાડીએ કશું જ ખાવું નહીં. એક તો ટ્રાવેલ દરમ્યાન તમે મોટા ભાગનો સમય બેસી રહેતા હો છો. ચાલુ ગાડીએ ખાધા કરવાથી તમે કેટલું ખાધું એનું ભાન નથી રહેતું અને સતત ગાડી મોશનમાં રહેતી હોવાથી ખોરાકનું પાચન બરાબર નથી થતું.

- ચાલુ ગાડીએ ખાવાનો બીજો ગેરફાયદો એ છે કે એનાથી અપચન, ગૅસ અને ઊબકા-ઊલટી થવાની સંભાવના વધી જાય છે. આ કાળજી માત્ર જેમને મોશન-સિકનેસ હોય છે તેમના માટે જ નથી. મોશન-સિકનેસ ન હોય એવા લોકો પણ જો ચાલુ ગાડીએ ખાવાનું અવૉઇડ કરશે તો તેમનું ટ્રાવેલિંગ વધુ સ્વસ્થ અને હૅપી રહેશે.

- ધારો કે લાંબા કલાકોનું ટ્રાવેલ હોય અને ખાસ કરીને કાર દ્વારા સફર કરવાની હોય તો દર બે કલાકે દસ મિનિટનો બ્રેક લેવો આવશ્યક છે. એ વખતે ગાડી કોઈ ઢાબે ઊભી રાખીને ત્યાં જઈને બેસી જવું નહીં. આ સમયમાં હરતા-ફરતા રહેવું જોઈએ. એનાથી શરીરમાં રક્તભ્રમણ સુધરે છે.

- લાંબા ટ્રાવેલિંગ દરમ્યાન નાસ્તો, બ્રેકફાસ્ટ અને લંચના ટાઇમને બને ત્યાં સુધી જાળવી રાખવો. ઘણા લોકો એકાદ ટંક નાસ્તો ઝાપટી લે અને પછી ઑડ ટાઇમે ભરપેટ જમે છે એ પણ ટ્રાવેલિંગ દરમ્યાન પાચનવ્યવસ્થાને ખોરવનારું છે.

- કારમાં પાંચ-સાત કલાકનું ટ્રાવેલિંગ હોય તો અવારનવાર યુરિન પાસ કરવા ન જવું પડે એ માટે થઈને લોકો પાણી ઓછું પીએ છે. આ આદત પણ ઠીક નથી. દર બે કલાકે બ્રેક લેવાનો નિયમ રાખીને ડેઇલી પાણીનો અઢી લીટરનો ડોઝ જાળવી રાખવો જરૂરી છે. બૉડી હાઇડ્રેટેડ રહે તો ફ્રેશનેસ જળવાય છે. પાણી ઓછું પીને ચા-કૉફીની પ્યાલીઓ પેટમાં ઠાલવવાથી બૉડી વધુ ડીહાઇડ્રેટ થાય છે. ચા-કૉફી ડાઇયુરેટિક પીણાં છે. મતલબ કે એનાથી વધુ પેશાબ થાય છે. જો તમે પાણી ઓછું પીને ચા-કૉફી જેવાં પીણાં લેતા હો તો યુરિન વધુ થશે અને પાણી વધુ માત્રામાં ઘટી જતાં શરીરમાં પાણીની માત્રા ઘટશે. અલર્ટનેસ જાળવી રાખવા માટે મગજ પૂરતું હાઇડ્રેટ થયેલું રહે એ અત્યંત આવશ્યક છે.

- ટ્રાવેલ-બ્રેક દરમ્યાન હળવું પણ પોષણયુક્ત અને સંપૂર્ણ ભોજન લેવું. જમીને તરત જ કારમાં ગોઠવાઈને ઝટપટ જર્ની પૂરી કરી નાખવાની ઉતાવળ બને ત્યાં સુધી ન કરવી. જમીને તરત સફર કરવાથી ઍસિડિટી અને ઊબકાની સમસ્યા વધે છે. જમવાનો બ્રેક લેતી વખતે જમવાના સમય ઉપરાંત લગભગ દસેક મિનિટની હળવી લટાર આસપાસના વિસ્તારમાં મારવી આવશ્યક છે.

જો આટલું ધ્યાન રાખશો તો સફર કરીને જ્યારે તમે ડેસ્ટિનેશન પર પહોંચશો ત્યારે સફરનો થાક ઓછો હશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK