જે ગીત માટે મોહમ્મદ રફી, મુકેશ અને હેમંતકુમાર સચિનદાને વિનંતી કરતા એ ગીત તેમણે શા માટે તલત મેહમૂદ પાસે ગવડાવ્યું?

સચિનદા હેમંતકુમારને યાદ કરતાં કહે છે, ‘જ્યારે મેં યે રાત યે ચાંદની ફિર કહાં કમ્પોઝ કર્યું ત્યારે હું પોતે જ એની ધૂનના પ્રેમમાં પડી ગયો હતો.

singers

વો જબ યાદ આએ - રજની મહેતા

હેમંતકુમારના સ્વરમાં ૧૯૪૪માં હિન્દી ફિલ્મ માટે જે પહેલું ગીત રેકૉર્ડ થયું એ અઝીઝ કાશ્મીરી લિખિત પંડિત અમરનાથના સંગીતમાં ફિલ્મ ‘ઇરાદા’ માટે હતું, જેના શબ્દો હતા ‘ફિર મોહબ્બત કે પયામ આને લાગે.’ ત્યાર બાદ હિન્દી ફિલ્મમાં સંગીતકાર તરીકેની તેમની કારર્કિદીની શરૂઆત થઈ ફિલ્મીસ્તાનની ‘આનંદમઠ’થી. જોકે એક ગાયક કલાકાર તરીકે તે લોકપ્રિય બન્યા ફિલ્મ ‘જાલ’ના ‘યે રાત યે ચાંદની ફિર કહાં’થી.

સચિનદા હેમંતકુમારને યાદ કરતાં કહે છે, ‘જ્યારે મેં યે રાત યે ચાંદની ફિર કહાં કમ્પોઝ કર્યું ત્યારે હું પોતે જ એની ધૂનના પ્રેમમાં પડી ગયો હતો. હું વિચાર કરતો હતો કે રફી, મુકેશ કે પછી તલત, કોણ આ ગીતને સંપૂર્ણ ન્યાય આપી શકશે? આ દિવસોમાં હેમંતકુમાર કલકત્તાથી મુંબઈ આવી ફિલ્મીસ્તાનમાં જોડાયા હતા. એક સિંગર તરીકે તે હજી જાણીતા નહોતા થયા. તેમના અવાજનો રણકો એક અલગ પ્રકારનું વાતાવરણ ઊભું કરતો હતો. મેં નક્કી કર્યું કે આ ગીત તેમના અવાજમાં રેકૉર્ડ કરીશ. તેમના અવાજની ફીલ એટલી જબરદસ્ત હતી કે આ ગીત અત્યંત લોકપ્રિય બન્યું. ગીતા રૉય, મન્ના ડે અને ત્યાર બાદ હેમંતકુમાર એક એવા કલાકાર છે જેમને એસ્ટૅબ્લિશ કરવામાં હું નિમિત્ત બન્યો  એનો મને આનંદ છે.’

‘જાલ’ની સફળતાને કારણે સચિનદાને ત્યાં પ્રોડ્યુસરોની લાઇન લાગી ગઈ

અને એને કારણે તેમણે અનેક ફિલ્મો સાઇન કરી.

૧૯૫૨માં સચિનદાની બીજી ફિલ્મો હતી ‘લાલ કુંવર’, ‘અરમાન’, ‘બાબલા’, ‘જીવન જ્યોતિ’ અને ‘શહનશાહ’. ૧૯૫૪માં તેમની જે ફિલ્મો આવી એ હતી ‘અંગારે’, ‘ચાલીસ બાબા એક ચોર’, ‘રાધાક્રિષ્ન’ અને ‘ટૅક્સી ડ્રાઇવર’.

એકસાથે આટલી ફિલ્મોમાં સંગીત આપવાને કારણે ‘ટૅક્સી ડ્રાઇવર’ સિવાય બાકીની ફિલ્મોનું સંગીત લોકોને પસંદ ન આવ્યું. મૂળભૂત રીતે આટલી ઝડપથી કામ કરવા માટે તે ટેવાયેલા નહોતા. આ વાત તેમને સમજાઈ એટલે તેમણે નક્કી કર્યું કે હવે પછી એક વર્ષમાં તે કેવળ બે ફિલ્મનું સંગીત આપશે.

આ ઉપરાંત સચિનદા એક વાતનો ખાસ ખ્યાલ રાખતા કે ફિલ્મની વાર્તામાં દમ હોવો જોઈએ. તેમને રસ પડે એવી ફિલ્મોમાં સંગીત આપવા તે ઉત્સુક રહેતા. એક ઇન્ટરવ્યુમાં તે કહે છે, ‘હું હંમેશાં સારી વાર્તાઓની શોધમાં રહેતો. આ બાબતમાં દેવ આનંદ મને ખૂબ માન આપે છે. જ્યારે મારી પાસે કોઈ સારી વાર્તા આવતી ત્યારે તરત હું તેને કહેતો કે આના પરથી તું સારી ફિલ્મ બનાવી શકે. પરંતુ આ બાબતે તમારે ખૂબ જ સાવધ રહેવું પડે. તમને તો ખબર છે અહીં

હીરો-હિરોઇનને કેટલું મહત્વ અપાય છે. તેમનાં જ પાત્રને મહત્વ આપીને બીજાં પાત્રને અન્યાય થાય એ ન ચાલે. મોટા ભાગે ફિલ્મના ૮૦ ટકાથી વધુ સીન તેમના જ હોય છે. મારા હિસાબે વધુમાં વધુ આ પ્રમાણ ૬૦ ટકા હોવું જોઈએ, નહીંતર બીજાં પાત્રો દબાઈ જાય.’

સચિનદાની આ માન્યતાની પુષ્ટિ કરતાં સલિલ ઘોષ કહે છે, ‘એક દિવસ હું બપોરે સચિનદાને ઘેર ગયો. ત્યાં જઈ મેં જોયું કે તે પલાંઠી વાળી ડાઇનિંગ ટેબલ પર બેઠા છે. લુંગી અને મોજાં પહેરી, શરીરે શાલ વીંટાળી ચાની ચૂસકી મારતાં સચિનદા કંઈક અલગ મિજાજમાં હતા. મીરાભાભી એ સમયે કલકત્તા હતાં એટલે તે ઘરમાં એકલાં હતાં.

સામે ટેબલ પર બ્રાઉન પેપરમાં લપેટેલું એક પુસ્તક હતું જેનું ટાઇટલ હતું ‘બીબાગી ભંવરા’. મેં તેમને પ્રણામ કરીને પુસ્તક હાથમાં લઈ પૂછ્યું, શું આના પરથી કોઈ ફિલ્મ બની રહી છે જેનું સંગીત તમારે કમ્પોઝ કરવાનું છે?’

તેમના ટિપિકલ ઈસ્ટ ઇન્ડિયન લહેકામાં સચિનદા બોલ્યા, ‘શું વાત કરું તને.  મને આ પુસ્તક ખૂબ પસંદ છે એટલે એક પ્રોડ્યુસરને આની વાત કરી. તેને પણ આ સ્ટોરી ખૂબ ગમી, પણ તેને એમાં થોડા ફેરફાર જોઈતા હતા. એનો અર્થ એમ થયો કે હું આ સ્ટોરીમાં ચંદનની ખુશ્બૂ ઉમેરવા માગતો હતો, જ્યારે તેને આમાં કાંદા-લસણનો તડકો મારવો હતો. મેં તેને ચોખ્ખું કહી દીધું કે આ શક્ય જ નથી એટલું જ નહીં, આ વાર્તા પરથી તને ફિલ્મ પણ નહીં બનાવવા દઉં.’

આવા હતા સચિનદા. એક તરફ ટેમ્પરામેન્ટલ અને જિદ્દી તો બીજી તરફ બાળક જેવા નિર્દોષ. તેમના આ સ્વભાવનો એક મજેદાર કિસ્સો તેમના મિત્ર સુબલ મુખોપાધ્યાયે કહ્યો.

કલકત્તા હતા એ દિવસોમાં સચિનદા ફુટપાથ પરની નાની દુકાનમાંથી એક છોકરા પાસેથી નિયમિત બિસ્કિટ ખરીદતા. એક દિવસ તેમણે પેલા છોકરાને કહ્યું, ‘જો ભાઈ, હું એક વૈષ્ણવ પરિવારમાંથી આવું છું. હું ગૌમાંસ નથી ખાતો. મને ગાયનાં બિસ્કિટ નહીં આપતો.’

પેલો છોકરો થોડી ક્ષણ વિચારમાં પડી ગયો. પછી તેને સમજાયું. એ દિવસોમાં બેકરીવાળા નાનાં બાળકો માટે

પશુ-પંખીના આકારવાળાં બિસ્કિટ બનાવતા હતા. આ કારણે સચિનદાને ગાયના આકારવાળાં બિસ્કિટ લેવામાં વાંધો હતો.

€ € €

૧૯૫૪માં સચિનદાને ‘ટૅક્સી ડ્રાઇવર’ માટે ફિલ્મફેર અવૉર્ડ મળ્યો જે તેમના જીવનનો પ્રથમ મહત્વનો અવૉર્ડ હતો. આજપર્યંત સાહિર લુધિયાનવીલિખિત આ ફિલ્મનાં ગીતો સંગીતપ્રેમીઓને યાદ છે...

જાએં તો જાએં કહાં, સમજેગા કૌન યહાં દદર્ભિરે દિલ કી ઝુબાં (તલત મેહમૂદ-લતા મંગેશકર)

દિલ સે મિલાકે દિલ પ્યાર કીજિએે, કોઈ સુહાના ઇકરાર કીજિએ (લતા મંગેશકર)

દિલ જલે તો જલે, ગમ પલે તો પલે, કિસીકી ન સુન, ગાએ જા (લતા મંગેશકર)

જીને દો ઔર જીયો, ચડતી જવાની કે દિન હૈં (આશા ભોસલે)

અય  મેરી ઝિંદગી, આજ રાત ઝૂમ લે, આસમાં કો ચૂમ લે (લતા મંગેશકર)

ચાહે કોઈ ખુશ હો ચાહે ગાલિયાં હઝાર દે, મસ્તરામ બનકે ઝિંદગી કે દિન ગુઝાર લે (કિશોરકુમાર)

દેખો માને નહીં રુઠી હસીના ન જાને ક્યા બાત હૈ (આશા ભોસલે/ જગમોહન શર્મા)

ફિલ્મ ‘ટૅક્સી ડ્રાઇવર’ને યાદ કરતાં સચિનદા કહે છે :

‘આ ફિલ્મનું મારું ફેવરિટ ગીત છે ‘જાએં તો જાએં કહાં’. આ ગીત માટે મને રફી, મુકેશ અને હેમંત ત્રણે વિનંતી કરતા; પણ મારા મનમાં મેં નક્કી કર્યું કે તલતના રેશમી અવાજમાં આ ગીત વધારે સારું લાગશે. એનું કારણ એટલું જ કે આ ગીતમાં જે નાનાં કંપનો (ધ્રુજારી) મારે જોઈતાં હતાં એ તલતના અવાજ સિવાય કોઈ ન આપી શકે. તલતની લખનવી શૈલીની અદાયગીને કારણે આ ગીત આજે પણ એટલું જ લોકપ્રિય છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK