અડાલજની વાવ

પાંચ માળ ઊંડી અદ્ભુત ભૂગર્ભીય સંરચના, જેની અંદરનું તાપમાન બહારથી પાંચ-છ ડિગ્રી સેલ્સિયસ ઓછું હોય છે

adalaj1

અતુલ્ય ભારત - ચંદ્રહાસ હાલાઈ

‘મહાભારત’માં ભારત દેશ માટે કહ્યું છે:

અત્રાપિ ભારતં શ્રેષ્ઠં જમ્બૂદïવીપે મહામુનેÐ

યતોહિ કર્મભૂરેષા હ્યતોન્યા ભોગભૂમય:Ð


આ જમ્બૂદ્વીપમાં ભારત સૌથી શ્રેષ્ઠ દેશ છે, કારણ કે આ કર્મભૂમિ છે જ્યારે બીજા દેશો ભોગભૂમિ છે.

અત્ર જન્મ સહસ્રાણાં સહસ્રેરપિસત્તમ:Ð

કદાચિલ્લભતે જંતુર્માનુષ્યં પુણ્યસંચયાતïÐ


હજારો જન્મ લઈ પુણ્ય કરો ત્યારે જીવને ભારતમાં માનવજન્મ મળે છે.

તો વિષ્ણુ પુરાણમાં કહ્યું છે:

ગાયન્તિ દેવા: કિલ ગીતકાનિ ધન્યાસ્તુ તે ભારત ભૂમિ ભાગેÐ

સ્વર્ગાપવર્ગાસ્પદ હેતુભૂતે ભવન્તિ ભૂય: પુરુષા: સુરત્વાતÐÐ


દેવતાઓ પણ સ્વર્ગમાં આ ગાન કરે છે-ધન્ય છે એ લોકો જે ભારતમાં જન્મ લે છે. આ ભૂમિ સ્વર્ગથી પણ વિશેષ છે, કારણ કે અહીં સ્વર્ગથી પણ વધારે મોક્ષની સાધના થાય છે.

દેવતાઓ પણ મોક્ષની સાધના કરવા ભારતભૂમિમાં મનુષ્યયોનિમાં જન્મ લે છે.

આ લેખમાળામાં હું વાચકોને દર પંદર દિવસે ભારતની અનોખી, અદ્ભુત જગ્યાઓનાં દર્શન કરાવીશ.

આપણો મહાન દેશ પૂરા વિશ્વમાં અતુલ્ય છે એટલે જ આ લેખમાળાનું નામ રાખ્યું અતુલ્ય ભારત!

€ € €

આઓ બચ્ચોં તુમ્હેં દિખાએં ઝાંકી હિન્દુસ્તાન કી

ઇસ મિટ્ટી સે તિલક કરો યે ધરતી હૈ બલિદાન કી

વંદે માતરમï... વંદે માતરમï...

ભારત દેશની અનેક પેઢીઓ ૧૯૫૪માં બનેલી ‘જાગૃતિ’ ફિલ્મનું ગીતકાર પ્રદીપ દ્વારા લખાયેલું અને તેમણે જ ગાયેલું આ ગીત સાંભળીને મોટી થઈ છે. આ ગીતે તેમનામાં દેશભક્તિના સંસ્કાર સિંચ્યા છે.

થોડા વખત પહેલાં મને આપણા દેશની આવી જ એક વીરાંગનાના બલિદાનની વાત જાણવા મળી.

પંદરમી સદીના અંત વખતે ડંડાઈ દેશમાં (આજના અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનો પ્રદેશ) વાઘેલાવંશના રાજા રાણા વીર સિંહનું રાજ હતું. રાણા વીર સિંહ અને તેમનાં પતïની રાણી રૂડા તેમના પ્રજાજનો માટે માતા-પિતા જેવો પ્રેમ અને વાત્સલ્ય રાખતાં. રાણી રૂડાને પ્રજાજનો સન્માનથી રાણી રૂપબા કહીને બોલાવતાં. રાણા વીર સિંહે તેમના પ્રજાજનો અને યાત્રીઓ માટે એક વાવનું નિર્માણ શરૂ કરાવ્યું હતું.

૧૪૯૮માં અમદાવાદના સુલતાન મોહમ્મદ બેગડાએ ડંડાઈ દેશ પર ચડાઈ કરી અને એને કબજે કર્યો. આ યુદ્ધમાં રાણા વીર સિંહે વીરગતિ પ્રાપ્ïત કરી હતી. વિધવા રાણી રૂપબાની સુંદરતા પર મોહિત થઈ ગયેલા સુલતાને તેમની સમક્ષ વિવાહનો પ્રસ્તાવ મૂક્યો. પતિના અવસાનથી વ્યથિત રાણી રૂપબા પાસે કોઈ વિકલ્પ તો હતો નહીં. રાણીએ સુલતાન સમક્ષ એક શરત મૂકી કે મારા ધણીએ શરૂ કરાવેલી વાવનું નિર્માણ પૂરું કરશો તો જ હું તમને પરણીશ.

સુલતાને બનતી ત્વરાએ ૧૪૯૯માં વાવનું નિર્માણ પૂરું કરાવ્યું અને રાણી રૂપબાને તેમનું વચન યાદ અપાવ્યું. રૂપબા તેમના સ્વર્ગસ્થ પતિ રાણા વીર સિંહને સમર્પિત હતાં. રાણી રૂપબાએ પોતાના માનને સાચવવા આ જ વાવમાં કૂદીને જળસમાધિ લઈ લીધી. સ્વામીનારાયણ પંથના ગ્રંથોમાં એમ લખેલું છે કે રાણી રૂપબાએ જળસમાધિ લેતાં પહેલાં સંતોને આ વાવમાં સ્નાન કરવાની વિનંતી કરી હતી જેથી આ વાવનું જળ પવિત્ર થઈ જાય. આ કથાને આ વાવની મૂર્તિઓમાં આલેખી છે. મોહમ્મદ બેગડાએ એ મૂર્તિઓને હેમખેમ રહેવા દીધી છે.

રાણી રૂપબાના બલિદાનના માનમાં લોકોએ આ વાવનું નામ રૂડાબાઈની વાવ રાખ્યું. આ વાવ રાણી રૂપબાના બલિદાનનું સ્મારક છે.

આ વાવ અમદાવાદથી ૧૮ કિલોમીટર ઉત્તરમાં અડાલજ ગામમાં સ્થિત છે એટલે જ લોકો એને અડાલજની વાવના નામે પણ બોલાવે છે.

adalaj

મારા હૃદયને જે વાત સ્પર્શી ગઈ એ એ કે રાણી રૂપબાએ પોતાના માનને જાળવવા ખાતર જીવનનો ત્યાગ કરવો પડશે એ નિિત હતું, પણ આવી કપરી પરિસ્થિતિમાં પણ તેમના મનમાં પ્રજાજનોનું કલ્યાણ અને હિત સર્વોપરી હતું. આ દર્શાવે છે કે રાણા વીર સિંહ અને રાણી રૂપબાનું વ્યક્તિત્વ કેટલું મહાન હતું. તેઓ આજના રાજનેતાઓ માટે આદર્શ સમાન છે. રૂડાબાઈની વાવ જોઈને રાણી રૂપબાને શ્રદ્ધાંજલિ દેવાની ઇચ્છા મારા મનમાં જાગી. એટલે જ જ્યારે હું થોડા દિવસો પહેલાં મારા કૉલેજકાળના મિત્ર આશિષ શર્માને મળવા અમદાવાદ ગયો હતો ત્યારે મેં તેને આ કથા વર્ણવી હતી. આ કથા સાંભળીને આશિષના મનમાં પણ આ વાવ જોવાની ઇચ્છા જાગી અને અમે બીજા દિવસે બપોરે તેની ગાડીમાં અડાલજની વાવ જોવા ઊપડ્યા. થોડી જ વારમાં અમે વાવ પર પહોંચી ગયા.

આ વાવ સોલંકી સ્થાપત્ય શૈલીનું ઉત્કૃક્ટ ઉદાહરણ છે. સૅન્ડસ્ટોન પથ્થર (દબાયેલી રેતીનો બનેલો અડદિયો પથ્થર)થી બનેલી આ વાવ પાંચ માળ ઊંડી ભૂગર્ભીય સંરચના છે. આ વાવના દાદરાવાળી પરસાળ (કૉરિડોર)ની ધરી બરાબર ઉત્તર-દક્ષિણ દિશામાં ગોઠવેલી છે. આખું માળખું દક્ષિણ તરફ જુએ છે. અષ્ટકોણ આકારનો મુખ્ય કૂવો ઉત્તર તરફ છે. આની પાછળ ગોળ આકારનો બીજો કૂવો પણ છે.

દક્ષિણ તરફના પ્રવેશદ્વાર પાસે દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમથી ત્રણ દાદર તમને પહેલા માળના ચોક સુધી લઈ જશે. અહીં છત પર અષ્ટકોણ બારી છે. આ ચોકથી એક દાદરાવાળી પરસાળ તમને પાંચ માળ નીચે આવેલા કૂવાના કુંડ સુધી લઈ જશે. દરેક માળ પર ઓટલા બનાવેલા છે અને એની ઉપર બહુમાળી મંડપો છે. દરેક મંડપના સૌથી ઉપરના માળની છત જમીનના સ્તરે છે. દાદરોની છત પર ઉજાસ માટે અને હવા આવવા-જવવા માટે બારીઓ છે.

આ વાવની સંરચના એવી છે કે એની બારીઓ વાવમાં પેસતા તડકાનું અને હવાનું નિયંત્રણ કરે છે એથી વાવની અંદરનું તાપમાન બહારથી પાંચથી છ ડિગ્રી સેન્ટિગ્રેડ જેટલું ઓછું હોય છે. ગરમીથી રાહત પામવા અને થોડો આરામ કરવા ગ્રામવાસીઓ અને યાત્રીઓ આ વાવમાં આવીને બેસતા.

આ વાવના સૌથી નીચલા માળે અષ્ટકોણ ચોકમાં કૂવાનો ચોરસ કુંડ છે. ઉપર છત પર અષ્ટકોણ બારી છે.

આ વાવની દીવાલો અને સ્તંભો પર અતિ સુંદર મૂર્તિઓ અને કલાકૃતિઓ કંડારેલી છે. હિન્દુ અને જૈન દેવી-દેવતાઓની મૂર્તિઓ છે. એક પ્રવેશદ્વાર પર નવગ્રહ કંડારેલા છે.

સ્થાનિક ગ્રામવાસીઓ વારતહેવારે અહીં દેવી-દેવતાઓની પૂજા કરવા આવે છે. સાથે રાજકર્તાઓનાં પણ શિલ્પો છે. દૈનિક કાર્ય કરતી મહિલાઓની (જેમ કે છાશ વલોવતી), વાજિંત્ર વગાડતા સંગીતકાર, નર્તકીઓનાં શિલ્પો છે. વિવિધ પ્રાણીઓ (જેમ કે હાથી, ઘોડા), પંખીઓ, માછલીઓનાં શિલ્પો છે. કલાકૃતિઓમાં ઝાડો અને ફૂલો પણ કંડારેલાં છે. ધાર્મિક અને સાંસ્કૃતિક ચિહ્નો જેમ કે અમીકુંભ અને કલ્પવૃક્ષ પણ કંડારેલાં છે. મોહમ્મદ બેગડાને લીધે ઇસ્લામી શૈલીનો પણ સમાવેશ થયો છે. આ વાવ ભારતીય અને ઇસ્લામી શૈલીના સંગમનું સુંદર ઉદાહરણ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK