ભગવાન, અમને અમારામાંથી લુપ્ત થઈ રહેલી સંવેદનશીલતા શોધી આપોને પ્લીઝ

આમ તો તમને પત્ર લખવાનો મહાવરો બહુ જૂનો છે, પણ તમારા તરફથી સંતોષકારક જવાબ સમયસર નથી મળતો એટલે હવે પ્લૅટફૉર્મ બદલવાનો નિર્ણય લીધો છે.

god

ભગવાનને પત્ર - રુચિતા શાહ

ડિયર ભગવાન,

આમેય ‘મિડ-ડે’ની પહોંચ હવે બહુ વધી છે. બધા જ ‘મિડ-ડે’ વાંચતા થયા છે અને બધાનાં ઘર સુધી એ પહોંચે છે તો શક્ય છે કે તમારે ત્યાં પણ ચિત્રગુપ્તને કહીને તમે ‘મિડ-ડે’ની વ્યવસ્થા કરાવી હોય. માનું છું કે તમે અત્ર-તત્ર-સર્વત્ર છો અને ત્રિકાળજ્ઞાની પણ છો વગેરે-વગેરે. તમારી એકદમ પાવરફુલ હોવાની વાતો હું જાણું છું, પણ તોય અમે જે જીવીએ છીએ એવી જ કોઈક લાઇફ તમે પણ જીવતા હશો એવી કલ્પના અમારા માટે સહજ છે એટલે જ આ પત્રવ્યવહાર શરૂ કરવાનો નિર્ણય મેં લીધો છે.

જોજો હો નટખટ નટવર, તમારા જેવો જ ચીલો ચાતરવાનો આ પ્રયાસ છે. જાહેરમાં પત્ર લખીને તમારી સાથે વાત કરીએ છીએ જેથી તમે અમારી વાત ન માનો તો કહેવા થાય કે તમે કેટલા નિષ્ઠુર થઈ ગયા છો. જોકે હકીકત તો એ જ છે કે નિષ્ઠુરતા તો અમારી અત્યારે ખૂબ આગળ વધી ગઈ છે. સાચે જ, અમારી અંદરની સંવેદનશીલતાઓ જાણે ખોવાઈ ગઈ છે. અમારી અંદરની ઋજુતા જાણે રસ્તો ભૂલી ગઈ છે. અમને કંઈ ફીલ જ નથી થતું. અમે તમને પથ્થરના બનાવ્યા, કારણ કે તમારામાં રહેલી સ્થિરતા અને સહજતા એમાં રિફ્લેક્ટ થતી હતી. પણ તમને ખબર છે, પથ્થરના ભગવાનને પૂજતાં-પૂજતાં અમે પોતે અંદરખાને પથ્થરના થઈ ગયા છીએ. કોઈ વ્યક્તિને તકલીફમાં જોઈને અમને તકલીફ નથી થતી. અમે અમારા જ સ્વાર્થમાં એટલા રચ્યાપચ્યા છીએ કે દુનિયાનું જે થવું હોય એ થાય, અમારે એનાથી શું જેવી મતલબી માનસિકતા અમારી થઈ ગઈ છે.

તમને ખબર છે ભગવાન, એવું સેંકડો વાર થયું છે કે અમે ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે એકબીજા સાથે ઝઘડી પડ્યા હોઈએ કે શું કામ ધક્કો માર્યો અથવા શું કામ પગ લગાવ્યો, અમને એની જરાય નથી પડી હોતી કે ભીડની અંદર દરેક વ્યક્તિને તકલીફ વચ્ચે પ્રવાસ કરવો પડી રહ્યો છે, પણ અમને તો માત્ર એ જ દેખાય છે કે મને શું કામ તકલીફ પડી? મને તકલીફ ન પડવી જોઈએ. ટિકિટની લાઇન હોય કે આધાર કાર્ડ અપડેટ કરાવવાની લાઇન, બૅન્કની લાઇન હોય કે શૉપિંગ પછી બિલ ચૂકવવાની લાઇન - દરેક જગ્યાએ અમે વિચારીએ છીએ કે મારો નંબર પહેલાં આવવો જોઈએ. વચ્ચેથી લાઇનમાં ઘૂસીને કે ઓળખાણ વાપરીને કે થોડાક પૈસા ખવડાવીને હું મારું કામ પહેલાં કરાવી લઉં અને મારે તકલીફ ન વેઠવી પડે એ જ વિચાર અમે કરતા રહ્યા છીએ. અમને એવું નથી લાગતું કે અમારી જેમ બીજા લોકો પણ આવી તકલીફ વેઠી રહ્યા છે તો હું સ્પેશ્યલ ટ્રીટમેન્ટ મેળવીને ખસકી જવાને બદલે એ બધાને કોઈ રાહત મળે એવો વિચાર કરું.

તમને તો ખબર જ છે અહીં પૃથ્વી પર રોજેરોજની કેટલી બધી દુર્ઘટનાઓ અને કંપારી છુટાડે એવી ખતરનાક ઘટનાઓ બનતી રહે છે. કુદરતી આફતો તો છે જ; પણ એ સિવાય પણ મર્ડર, ચોરી, બળાત્કાર અને કંઈકેટલુંય. કોઈ યુવાન છોકરી પર ઍસિડ ફેંકી દે કે કોઈ છ વર્ષની નાનકડી બચ્ચીને ક્રૂરતા સાથે ચૂંથી નાખે, સગો દીકરો માને ચાકુના ઘાથી ખતમ કરી નાખે કે પ્રેમી સાથે મળીને પત્ની પોતાના જ પતિને જીવતો સળગાવી દે આવા એકેય સમાચાર વાંચ્યા પછી અમારા પેટનું પાણી નથી હલતું. કદાચ એક ક્ષણનો અરેરાટ દેખાડી પણ દઈએ, પણ એનાથી અમારા જીવનમાં કોઈ ફરક નથી પડતો. અમે તો ટોળાંઓ બનીને બસ દોડી જ રહ્યા છીએ. સતત... અવિરત...

ભગવાન, સમજાતું નથી કે આવી હરકતો કરનારાઓ જ વિકૃત છે કે અમે પણ અનાયાસ ક્રૂરતા તરફ આગળ વધી રહ્યા છીએ...

તમે જુઓને, તમારી સંવેદનશીલતા તો જીવંત છેને? તમને દેખાય છેને કે માણસ હેવાનિયતની બધી જ સીમાઓ ઓળંગી ચૂક્યો છે. રોજ સવાર-સાંજ તમારા પૂજાપાઠ કરનારી વ્યક્તિ પણ નિષ્ઠુર થઈને પોતાની તમામ પ્રાર્થનાઓ પર પાણી ફેરવી રહી છે. અમારા બધાની આંખમાંથી આંસુઓ ઑલમોસ્ટ સુકાઈ ગયાં છે. ક્યારેક અનયાસ સહેજ પાણી આવી જાય છે તો એ સ્વાર્થનું જ હોય છે.

ભગવાન, મને ખબર છે કે માનવ એકમાત્રને તમે સેલ્ફ-સેન્ટર્ડ ન થાય એ આશયથી અનેક પ્રતિભાઓ અને ક્ષમતા આપી. અમારે સેલ્ફ-સેન્ટર્ડ નહોતું થવાનું એટલે જ તમે અમને કૂતરા, ગધેડા, બળદ, વાંદરા, વાઘ, સિંહ, કાચિંડો, શિયાળ કે કાગડો જેવાં જનાવરોથી એક્સ્ટ્રા-ઑર્ડિનરી બનાવ્યા છે. પણ યુ સી, અમે બધા જ ધીમે-ધીમે સુખસગવડો અને સુવિધાઓની એન્ડલેસ ઘેલછામાં વધુ ને વધુ સેલ્ફ-સેન્ટર્ડ બની રહ્યા છીએ. ભગવાન, અમે જાણીએ છીએ સંવેદનશીલતાનો અભાવ અને અમાપ મતલબી માનતાઓ અમને પશુતા તરફ વાળી રહી છે. કઈ રીતે એને પાછી જગાવવી, કઈ રીતે પાછા વળવું એની સમજણ અમને નથી પડી રહી. કઈ બાબતોએ અમારી સંવેદનાને હણવાનું કામ કર્યું છે એની ખબર નથી પડી રહી.

ભગવાન, તમે બધું જોઈ રહ્યા છોને ઉપરથી, આજુબાજુથી કે અમારી સાથે રહીને? મને નથી ખબર વધારે, બધા ધમોર્ અને ધર્મપંડિતો તમારા હોવાપણા વિશે

અલગ-અલગ વાતો કરે છે. કોણ સાચા છે એની નથી ખબર, ખબર પાડવી પણ નથી. મને તો બસ એટલી જ ખબર છે કે તમે છો. ક્યાંક છો અને જ્યાં પણ છો ત્યાંથી તમે ‘મિડ-ડે’માં આ પત્ર વાંચી રહ્યા છો. ઇટ્સ હાઈ ટાઇમ નાઓ. હવે તમારે જ કંઈક કરવું પડશે. તમારે અમારી લુપ્ત થતી સંવેદનશીલતાઓને પાછી જગાડવી પડશે. અને હા, ગીતામાં કહેલા પેલા સંદેશની ચર્ચા કરવાની જરૂર નથી. તમે અજુર્નનું યુદ્ધ પણ નહોતું લડ્યું, પણ તેના સારથિ બનીને માત્ર ગાઇડન્સ જ આપ્યું હતું. અજુર્ન સમજદાર હતો અને તમારા દર્શાવેલા માર્ગ પર ચાલ્યો. ભલે અજુર્નના માધ્યમે તમે ક્લૅરિફાય કરી ચૂક્યા છો કે તમે લડવામાં મદદ કરશો, પણ લડવું તો જાતે જ પડશે. ઓકે ફાઇન, અમે લડવા તૈયાર છીએ. તમે મદદ કરવા તૈયાર છો?

આજના લોકો તો તમને ખબર જ છે કે MBA (મને બધું આવડે) વૃત્તિના છે. ધારો કે તમે તમારો નિયમ ન બદલી શકો તો પણ કોઈક રીતે તો હેલ્પ કરો જેથી અમારી ખોવાયેલી સંવેદનશીલતા અમને પાછી મળે. નિદોર્ષ સાથે દુવ્ર્યવહાર થતો હોય તો અમારું કાળજું કંપે અને એને અટકાવવાની હિંમત અમે કેળવી શકીએ એવું મનોબળ તમે જ આપી શકોને? અમે કોઈ ખલી નથી એટલે ગુંડાઓ સાથે બાખડી તો ન શકીએ, પણ કમસે કમ અમારા લેવલ પર ચાલતા અને અમારી રીચમાં હોય એવા અન્યાયો સામે તો લડી જ શકીએને.

તમારી પાસે બધું માગી શકાય, તમને બધું કહી શકાય એ અધિકાર અમને છે જ. બીજું કંઈ અમે નથી જાણતા. તમારે આને અમારી જીદ ગણવી હોય તો જીદ, વિનવણી ગણવી હોય તો વિનવણી અને પ્રાર્થના ગણવી હોય તો પ્રાર્થના. બસ, એક જ. પ્લીઝ અમારામાં આવી રહેલી અસંવેદનશીલતાને રોકી દો અથવા એવી સદ્બુદ્ધિ આપો. અમને પશુ થતાં અટકાવી દો. પ્લીઝ.

આજના લોકો તો તમને ખબર જ છે કે MBA (મને બધું આવડે) વૃત્તિના છે. ધારો કે તમે તમારો નિયમ ન બદલી શકો તો પણ કોઈક રીતે તો હેલ્પ કરો જેથી અમારી ખોવાયેલી સંવેદનશીલતા અમને પાછી મળે. નિદોર્ષ સાથે દુવ્ર્યવહાર થતો હોય તો અમારું કાળજું કંપે અને એને અટકાવવાની હિંમત અમે કેળવી શકીએ એવું મનોબળ તમે જ આપી શકોને? અમે કોઈ ખલી નથી એટલે ગુંડાઓ સાથે બાખડી તો ન શકીએ, પણ કમસે કમ અમારા લેવલ પર ચાલતા અને અમારી રીચમાં હોય એવા અન્યાયો સામે તો લડી જ શકીએને

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK