અશ્લીલતાની નજીક પહોંચતાં અને અરેરાટી ઉપજાવતાં આજનાં નેતાઓનાં નિવેદનો જોઈને ભવિષ્ય ધૂંધળું લાગે છે

ચૂંટણીઓ ગઈ કાલની, આજની અને આવતી કાલની

મેરા દેશ મહાન! મગર કભી કભી - ભગવાનજી રૈયાણી

મારી કેફિયત

૨૦૦૦ના અંત ભાગથી ‘શોધું સ્વરાજ સપનાનું’ નામથી શરૂ થયેલી મારી સાપ્તાહિક કૉલમ ‘મુંબઈ સમાચાર’માં ૨૦૦૨ના માર્ચ સુધી દોઢ વર્ષ ચાલી. લખનઉથી ગોધરા વહેલી સવારે આવેલી ટ્રેનના એક સ્પેશ્યલ કોચમાં અમદાવાદ જતા કારસેવકોને ઝનૂની મુસ્લિમોના ટોળાએ આખા ડબ્બાને ઘાસતેલ છાંટી આગ લગાડીને ૫૮ વ્યક્તિઓને મોતને ઘાટ ઉતાર્યા અને પછી ગુજરાતમાં ખૂનરેજી થઈ: સેંકડો મહદંશે નિર્દોષ મુસ્લિમોને ટોળાંઓએ મારી નાખ્યા; ઘરો, દુકાનો અને અન્ય માલમિલકતને આગ લગાડીને ધ્વસ્ત કરી; સ્ત્રીઓ અને બાળકો પણ સ્વાહા થઈ ગયાં; મહિલાઓની આબરૂ લૂંટાઈ અને હું અત્યંત વ્યથિત થઈ ગયો અને ‘મુંબઈ સમાચાર’માં મારો છેલ્લો લેખ ‘ભગવાનનું કોર્ટમાર્શલ’ નામે છપાયો. ત્યાર બાદ મેં મારી કલમને મ્યાન કરી. આ ૧૫-૧૬ વર્ષો દરમ્યાન ગુજરાતીમાં કોઈ પણ લેખ મેં લખ્યો નથી. આભાર ‘મિડ-ડે’ના તંત્રી રાજેશ થાવાણીનો જેમણે મને જાણે કુંભકર્ણની નિદ્રામાંથી જગાડ્યો અને આ લેખથી લેખમાળાની શરૂઆત કરાવી. આ લેખોમાં મારા પોતાના જાતઅનુભવો પણ આવતા રહેશે.

€ € €

૨૪ જાન્યુઆરીï, ૧૯૫૨. મારે ગામડેથી ૧૦ કિલોમીટર દૂર આવેલા શહેરમાં ચૂંટણીપ્રચાર માટે આવેલા પંતપ્રધાન જવાહરલાલ નેહરુને સાંભળવા હું મારા મોટા ભાઈ સાથે ૧૦†૧૦ કિલોમીટર સડક પર ચાલીને ગયો હતો અને એ જ રીતે ઘરે પાછો આવ્યો હતો, કારણ કે જવા-આવવાના ૧૨ આના ટ્રેનભાડાના અમારે બચાવવાના હતા. 

મને યાદ છે ત્યાં સુધી નેહરુ કૉન્ગ્રેસના ચૂંટણીપ્રચાર માટે ખાસ કશું બોલ્યા નહોતા. આઝાદ ભારતની એ લોકસભાની અને ધારાસભાની પ્રથમ સાથે ચૂંટણી હતી. તેમની એક બાજુ સૌરાષ્ટ્રના વડા પ્રધાન (રાજ્યોનો એ સમયનો હોદ્દો જે પછી મુખ્ય પ્રધાનમાં તબદીલ થયો) ઉછરંગરાય ઢેબર બેઠા હતા અને બીજી બાજુ ૩૫ વર્ષનાં ઇન્દિરા ગાંધી હતાં જેઓ હજી રાજકારણમાં નહોતાં પ્રવેશ્યાં. સ્વાતંત્ર્ય  માટેની લડાઈમાં ગાંધીજીનું પ્રદાન, પાકિસ્તાનથી આવેલા હિજરતીઓને થાળે પાડવાના પ્રશ્નો, ખેતી અને ઉદ્યોગોનું આયોજન, ભારત અને પાકિસ્તાન વચ્ચેના પ્રશ્નોના ઉકેલમાં જનતાનો સાથ વગેરે પર નેહરુએ મનનીય પ્રવચન કર્યું હતું. ઢેબરભાઈએ કૉન્ગ્રેસને મત આપવાની હાકલ કરી હતી અને કલાકેકમાં સભા પૂરી થઈ. ચૂંટણીમાં ઊભેલા વિરોધી પક્ષો પ્રત્યે, તેમના કોઈ ઉમેદવારની સામે કટુ વચનો ઉચ્ચારાયાં નહોતાં. એની શરૂઆત ૧૯૬૫થી શરૂ થયેલા ઇન્દિરાયુગથી થઈ, જેની તીવ્રતા ધીમી ધારે વધતી-વધતી આજે ચરમસીમાએ પહોંચી છે.

મને યાદ આવે છે એ જ્યારે મારા સિવિલ એન્જિનિયરિંગના ત્રીજા અને છેલ્લા વર્ષમાં સ્ટુડન્ટ્સ યુનિયનની ચૂંટણી ૧૯૬૧માં થઈ એ પ્રસંગ. મોરબીની ડિગ્રી કૉલેજના અમે વિદ્યાર્થીઓ. અમારી લખધીરજી એન્જિનિયરિંગ કૉલેજમાં એ વખતે ગુજરાત સિવાય બીજાં રાજ્યોના વિદ્યાર્થીઓ પણ ભણતા. હું જેને માટે ક્લાસેક્લાસ અને હૉસ્ટેલના રૂમેરૂમમાં ફરીને પ્રેસિડન્ટના હોદ્દા માટે કાશ્મીરથી આવેલા મિસ્ટર સિધવાણી માટે તેમને સાથે લઈને પ્રચાર કરતો હતો તેમની સામે મિસ્ટર પાણીવાલા પ્રેસિડન્ટ થવા માટે જબરદસ્ત લડત આપી રહ્યા હતા.

પાણીવાલાએ તેમના એક પૅમ્ફ્લેટમાં લખ્યું : you can fool the people for some time but canÓt fool them all the times. મતલબ કે તમે થોડા સમય માટે લોકોને મૂર્ખ બનાવી શકો, પણ તેમને કાયમ માટે મૂર્ખ નહીં બનાવી શકો. આવા નિવેદનથી વિદ્યાર્થી મતદારો અત્યંત નારાજ થયા અને અમારા સિધવાણી વિદ્યાર્થી મંડળના પ્રમુખપદે ચૂંટાઈ ગયા. વણલિખિત આચારસંહિતાને ઉલ્લંઘી ગયેલા પાણીવાલા પાણીમાં બેસી ગયા.

મેં ગઈ કાલની ચૂંટણીઓની ઝાંકી કરાવી. હવે જુઓ આજના ગુજરાતની ચૂંટણીઓ અને અગાઉની ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પહેલાંનાં રાજકારણીઓનાં અશ્લીલતાની નજીક પહોંચતાં અને અરેરાટી ઉપજાવે એવાં નિવેદનો.

કૉન્ગ્રેસના મણિશંકર અય્યરે નરેન્દ્ર મોદીને નીચ કિસ્મના માણસ કહ્યા.

સલમાન નિઝામી નામના કાશ્મીરના એક કૉન્ગ્રેસી નેતાએ કહ્યું કે રાજીવ ગાંધીએ દેશને માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું, પણ મોદીનાં માબાપ કોણ છે? તેમનું બલિદાન? આપણું લશ્કર તો સ્ત્રીઓ પર બળાત્કાર (રેપ) કરે છે.

સામે પક્ષે BJPવાળા પોતાના સોશ્યલ વિડિયો પર ફટકારે છે કે મનમોહન સિંહ મૌનીબાબા અને નામર્દ છે. સોનિયા ગાંધી મોદીને મૌત કા સૌદાગર કહે છે.

૨૦૧૪ની ચૂંટણી વખતે મોદી સરકારમાં એ પછી મિનિસ્ટર બનેલાં સાધ્વી નિરંજનાએ પૂછ્યું હતું કે તમારે રામજાદા થવું છે કે હરામજાદા થવું છે?

સમાજવાદી પક્ષના નેતા આઝમખાને અમરસિંહને ચારિત્ર્યહીન અને દલાલ કહ્યા હતા. રાજસ્થાનના એક પ્રધાન હીરાલાલે કહ્યું હતું કે સોનિયા અને રાહુલ ગાંધીનાં કપડાં  ઉતારીને તેમને ઇટલી ભેગાં કરી દેવાં જોઈએ.

મોદી કેમ પાછળ રહે? તેમણે મનમોહન સિંહના પ્રધાન શશી થરૂરને તેમની પત્ની સુનંદા પુષ્કરને ૫૦ કરોડની ગર્લફ્રેન્ડ કહીને બિરદાવ્યા હતા!

બિહારના લાલુના પક્ષના શકુનિ ચૌધરીએ બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર માટે વિશેષણ વાપર્યું કે તેઓ લુચ્ચા છે તો કોઈએ તેમને કહ્યા જૂઠા અને કાળા નાગ.

અરુણકુમાર નામના રાષ્ટ્રીય લોકસમતા પક્ષના એક સંસદસભ્યે મંચ પર ચડી જઈને ધમકી આપી કે તેઓ મુખ્ય પ્રધાન નીતીશકુમારની છાતી ચીરી નાખશે.

પણ હવે પછીની ચૂંટણીઓ કેવી હશે? કવિ મણિલાલ દ્વિવેદીએ લખ્યું છે એમ : કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે.

પરંતુ અમારા જેવા કેટલાક માણસોને ભવિષ્ય ધૂંધળું લાગે છે. જેમ આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ જ્યારે મહાત્મા ગાંધી ૧૯૩૧ની સાલમાં લંડનની ગોળમેજી પરિષદમાં જવા માટે મુંબઈ બંદરેથી સ્ટીમરમાં જવા જઈ રહ્યા હતા ત્યારે સ્વયંસ્ફુરિત સંવેદના થઈ અને લલકાર્યું:

છેલ્લો કટોરો ઝેરનો આ પી જજે બાપુ!

સાગર પીનારા! અંજલિ નવ ઢોળજો બાપુ!


હવે તો નીતિમત્તા નેવે મુકાઈ છે. અમારા જેવા લાખો લોકો નિ:સહાય બનીને પોકારે છે: ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે.

જગતના ચોકમાં આપણી લોકશાહીની હાંસી થઈ રહી છે. એનો ઉગાર ક્યાં છે?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK