જ્યારે દુનિયામાં થોડાક ભલા માણસો પણ હતા

કવિતા બહુ મોટી એટલે કે બાથ ભરીએ અને બાથમાં પણ ન સમાય એવડી ધીંગી છે એ ઉપર લખી છે.


પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

કડક ધરતી જહાં ખડકતી આકરી

ડુંગરા ડુંગરી ને કરાડો મુકુટશાં મંદિરો ગાજતાં શિર ધરી

ગજવતાં ગગન ઊંચા પહાડો

ગીર ગોરંભતી ગાંડી જ્યાં નેસમાં

ખળકતી દૂધની પીયૂષ ઝરણી

ભગર ભેંસો વડી હાથણી જેવડી

ધેનુ જ્યાં સિંહ સન્મુખ ધસતી

ઘોડીઓ માણકી તીખી તેજલ સમી

જાતવંતી ઘણી જ્યાં નીપજતી

કાઠી ખસીઆ વસ્યા શૂરરજપૂત જ્યાં

મેર આહિર ગોહિલ વંકી

ખડગના ખેલની રંગભૂમિ જહાં

જંગના વાજતા નિત્ય ડંકા

સિંધુડો સૂર જ્યાં ભીરુને ભડકરે

ધડૂકતા ઢોલ ત્રાંબાળું ધળણી

ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

વંદું તનિયાવડી ભારતી ભોમની

ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

- ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ

‘આવર્તન’ કાવ્યસંગ્રહ (પાનું ૧૦૫)


કવિતા બહુ મોટી એટલે કે બાથ ભરીએ અને બાથમાં પણ ન સમાય એવડી ધીંગી છે એ ઉપર લખી છે. કવિ ત્રિભુવન વ્યાસે કાઠિયાવાડની ધરતીને ભારતમાતાની મોટી દીકરી (તનિયાવડી) ગણી છે. આ મોટી દીકરીનો હું બાળુડો છું. કવિ કાન્તથી માંડીને કાઠિયાવાડના દરેક ભામણ પણ મૂછો રાખે છે. મૂછો પણ એવડી મોટી કે એને વળ મારી શકાય. ભાવનગર સ્ટેટના દરબાર એટલે કે ભાવનગર સ્ટેટના રાજા ગોહિલ વંશના છે. અમારા ગોહિલ વંશના રાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજી એટલા બધા ઉદાર હતા કે સરદાર વલ્લભભાઈ પટેલ ૨૩૫ રજવાડાંનું ભારતમાં વિલીનીકરણ કરે એ પહેલાં જ કૃષ્ણકુમાર સિંહે પોતાનું રાજ્ય દેશને અર્પણ કરી દીધું હતું. આજના સ્વતંત્ર ભારત કરતાં અમારું ભાવનગર રાજ્ય વધુ પ્રોગ્રેસિવ હતું. એકેએક ગામમાં ધણખૂંટ રહેતા. રાજ્યના મહારાજા કોઈ પણ ચોકીદાર વગર અમારા ઝાંઝમેર ગામના દરિયાકિનારે સફેદ ઘોડી પર એકલા લટાર મારવા આવતા. ભાવનગર રાજ્ય અને હિમાલયના અઘોરી બાવાઓ, તપસ્વીઓ મંત્ર બોલી સાપ અને વીંછીનું ઝેર ઉતારતા એ દૃશ્ય મેં ૮૦ વર્ષ પહેલાં જોયેલું. છેલ્લા મહારાજા કૃષ્ણકુમાર સિંહના પિતા શ્રી ભાવસિંહજી બાપુએ તેના ત્રણેય કુંવરો - કૃષ્ણકુમાર, ધર્મકુમાર અને નિર્મળકુમાર એ ત્રણેયના હવા ખાવાના બંગલો ભાવનગર સ્ટેટમાં જ રાખેલા. ભાવસિંહજી કહેતા કે સ્ટેટનો પૈસો સ્ટેટમાં જ રહેવો જોઈએ, ચેરાપૂંજી કે લંડનમાં નહીં. એ બહાને સ્ટેટની પ્રજાને પણ મળવાનું થાય. એમાં ધર્મકુમારને સેક્રેટરીની જરૂર હતી. હું ત્યારે BCom થઈ ગયેલો. ૧૯૫૨માં હું બેકાર હતો. મેં ધર્મકુમારસિંહજીના સેક્રેટરી બનવા ઑફર અરજી કરી ત્યારે ૬૫ વર્ષ પહેલાં ભલા દિલના ધર્મકુમારે મને કહ્યું, ‘હું તમને સેક્રેટરી તરીકે માત્ર ૧૦૦ રૂપિયા મહિને પગાર આપી શકીશ, પણ એક BCom યુવાનને જો માત્ર ૧૦૦ રૂપિયા પગાર આપું તો મને રજપૂત તરીકે દોષ લાગે, પાપ લાગે. તમને વધુ પગારવાળી નોકરી મળી રહેશે જ. મારા સેક્રેટરી તરીકે સસ્તામાં રાખવાનું પાપ હું કરી શકતો નથી.’

આવા ભલા માણસો પણ ત્યારે દુનિયામાં હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK