ઉપરના લાલાએ મોં ખોલ્યું તો ૧૪ બ્રહ્માંડ દેખાયાં નીચેના લાલાએ મોં ખોલ્યું તો ૧૪૦૦ કૌભાંડ દેખાયાં

માય ડિયર લેડીઝ ઍન્ડ જેન્ટલમેન, જન્મ-મરણના ચક્કર સિવાય ઈશ્વરે આપણને નવાઈ લાગે એવી કેટલીયે નવાઈઓનો ઢગલો કરી દીધો.

મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર


જુઓ, એક તો મને હજી સુધી ટપ્પી નથી પડી કે રાત્રે સૂવા માટે ગોળી તો સવારે ઊઠવા માટે શું કામ એલારામ? ગોળી કેમ નઈ? છતાં કોઈએ ગળાની ચીરફાડ કરી કોઈ પ્લમ્બર પાસે અંદર એલારામ ફિટ નથી કરાવ્યું. વહેલા ઉઠવા માટેની ગોળી નથી શોધાઈ. મારે તો મારી ચંપા એ જ એલારામ. સવારે તીરછી નજરે કફનની જેમ ઓઢેલી ચાદર સામે જોઈ મૂંઝાય કે ઓઢીને અંદર સૂતેલો નિદ્રામાં હશે કે ચિરનિદ્રામાં? ખાતરી કરવા ને અવઢવ વચ્ચે બળવંતસિંહ રાજપૂત જેમ મ્યાનમાંથી સટાક કરતી તલવાર ખેંચે એમ મારા ગાઢ નિદ્રામાં સૂતેલા દેહ પરથી ઓઢેલી ચાદરને ખેંચી લલકારે, ‘શું ભૂંડની જેમ નવ-નવ વાગ્યા સુધી ઘોરો છો?’ બસ, તેની આ એક જ બૂમથી મારું નિસ્તેજ શરીર વાઇબ્રેટર મોડ પર આવી જતું. મનમાં શંકા જન્મી કે ભૂંડની ઊંઘની આને ક્યાંથી ખબર? ભૂંડ સાથે જૂનો નાતો હશે? પણ મને ઊઠ્યા પછી જ્ઞાન થયું કે આઠ કલાકની ઊંઘથી ઇન્ડાયરેક્ટલી આજનું મૃત્યુનું રિહર્સલ પૂરું. અરે બૉસ, કંઈ ન કરીએ તોય તે રાત્રે સુવાડે ને સવારે ઉઠાડે એ જ તો તેનો સૌથી મોટો ચમત્કાર. ચમત્કાર નંબર બે એ કે આ સમાજ, આ સંસાર કે સગાંવહાલાંઓએ જીવનભર અદૃશ્ય રીતે કેટલું લોહી પીધું કે મેં તેમનું પીધું, પણ કોઈ લોહીની ફૅક્ટરી બનાવી શક્યા નથી. ભોજનમાંથી લોહી બનાવવાની ફૅક્ટરી ઈશ્વરે આપણી હોજરીમાં જ મૂકી. અરે આપણા લોહી પર જેનું જીવન ચાલે છે એ મચ્છરે હમણાં રાત્રે મારા કાનમાં કહ્યું, ‘પ્લીઝ હું કરડીશ નઈ, બહાર બહુ ઠંડી છે. મને ગોદડામાં અંદર આવવા દો.’ મેં હા પાડી, પણ મચ્છર એનો સ્વભાવ છોડે? એ કરડે તો તમે ઝાપટ મારી મસળી કાઢો. પણ ‘ખૂન કા બદલા ખૂન’ બોલી એમાંથી નીકળતા લોહીના ટીપાને આંગળીથી ચાટી નથી જતા નઈતર લોહી તો તમારું જ છે. પછી ખબર પડી આ મચ્છર નહોતો, પણ મચ્છરના રૂપમાં કોઈ પ્રધાન આવેલો.

કમાલનો છે આ ઈશ્વર નઈ? તમારા લોહીમાં કેટલા ટકા હીમોગ્લોબિન, રક્તકણ-શ્વેતકણ છે એ બધું શોધી શકાય; પણ કોઈ માઈના લાલે કે લાલીએ એ લોહીમાં કેટલા ટકા ખાનદાની છે એની પૅથોલૉજી ખોલી નથી.

આવા ખતરનાક વિચારો વચ્ચે મારો મોબાઇલ રણક્યો. ‘હેલ્લો, મારા વિચારોમાં ભંગ પાડનારા આપ કોણ?’

‘અરે હું બોલીશ તો પણ તું નઈ ઓળખી શકે. તારા જન્મ પછી પહેલી વાર ફોન કર્યો છે. હું ઉપરવાળો ભગવાનદાસ ઈશ્વરદાસ ઉર્ફે પ્રભુ ઉર્ફે પરમાત્મા.’

‘ઓહોહોહો શું વાત છે. પ્રભુ, ઊઘડી ગયા મારા. ક્યાં ખોવાઈ ગયા હતા? આ શરીર પરથી ચોસઠ-ચોસઠ વર્ષ ગડથોલિયાં ખાઈ ગયાં ને ઠેઠ આજે તમને યાદ આવ્યો. અચ્છા તારાં ચરણમાં વંદન કરી શકું, તને જોઈ શકું એટલે વિડિયો કૉલ કર અને આધાર કાર્ડની કૉપી મને મોકલ. મને વિશ્વાસ પડે કે તું પ્રભુ જ છે એટલે. નિયમ એટલે નિયમ. નો કૉમ્પ્રોમાઇઝ.’

‘કમાલ છે. મારા મંદિરમાં તું જ બોલે છે, મારો ખરો આધાર તું છે અને...’

‘અફર્કોસ માન્યું કે તું ભગવાન; પણ શંખવાળો કે ડમરૂવાળો, ધનુષ્ય-બાણવાïળો કે વાંસળીવાળો? તારું ઍડ્રેસ પ્રૂફ કયું? મંદિર, મસ્જિદ, ચર્ચ, દેરાસર? હમણાં તો બોલ મને યાદ કરવાનું કારણ?’

‘અરે હમણાં અહીં સ્વર્ગમાં ગાયો ગેલમાં,

ભેંસ-બકરી ખુશખુશાલ. અહીં ઉજવણી કરી. DJ રાખ્યો. ઘાસચારાનું ભોજન... મને બધાએ કીધું કે પ્રભુ સત્તર વર્ષ પછી અમને ન્યાય મળ્યો છે. લાલુ ત્રણ વર્ષ અંદર જેલમાં. ઠાકર, આ શી બબાલ છે? લાલુનો શું ગુનો? અરે અમારા ભગવાનોની દુનિયામાં પણ એક લાલો (કૃષ્ણ) છે જે જેલમાં જન્મ્યો હોવા છતાં સાડાત્રણ મિનિટમાં તો જેલ તોડી બહાર નીકળી ગયો ને નીચે મોકલેલા લાલુને સાડાત્રણ વર્ષ જેલ? શરમ આવવી જોઈએ. અરે, અમારો લાલો ગાયોને ઘાસ ચરાવતો એ ગાય ઘાસ ખાઈ માત્ર દૂધ આપતી, જ્યારે તમારા ત્યાંના લાલાએ ઘાસચારો ખાઈ આ દેશને રબડી સમર્પિત કરી. ધેન વાય જેલ? ક્યાં બફાયું?’

‘અરે ભગુભાઈ, એ રબડી અમને ૯૫૦ કરોડ રૂપિયામાં પડી. સત્તાના ઘમંડમાં દેશનું કરી નાખ્યું. અને પ્રભુ, યુ નો? આ ઘમંડ તો દારૂ જેવો છે. પોતાના સિવાય બીજા બધાને ખબર પડી જાય કે હવે આને ચડી ગઈ છે. બીજું, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ એટલે બ્રહ્માંડ વિશેનું નૉલેજ રજેરજનું હશે, ગૂગલ કરતાં વધુ હશે કબૂલ; પણ કૌભાંડના નૉલેજ માટે યુ આર ઝીરો. ગોળ લાડવા જેવું મીંડું. મેં સાંભળ્યું છે કે તમારા લાલાએ મુખ ખોલ્યું તો ૧૪ બ્રહ્માંડ દેખાયાં, પણ અહીંના લાલાએ મોઢું ખોલ્યું તો ૧૪૦૦ કૌભાંડ દેખાયાં. અલ્યા પરભુ, તમારામાં ક્યારેય કૌભાંડ-બૌભાંડ થાય છે? લિસન, તમારા લાલાને રુક્મણી હોવા છતાં રાધાને કેમ જાળવવી, દ્રૌપદીને ચીર કેમ પૂરવાં કે મહાભારતમાં સલાહ આપવી, કૌરવોને કેમ હરાવવા એ જ્ઞાન હશે; પણ કૌભાંડનું જ્ઞાન અમારા લાલુ પાસે. એક-એક કૌભાંડ સામે તમારી ગીતા-રામાયણ પણ પાની કમ ચાય, સમજાયું? તમારા લાલાને શીખવા હોય તો અહીં ‘યાદવ કૌભાંડમાં દાખલ થવું પડે જ્યાં દરેક પ્રકારના કૌભાંડ શીખવવામાં આવે છે. અને તમારો લાલો તો યાદવ કુળનો છે ને યાદવોને તો ખાસ કન્સેશન આપવામાં આવે છે. આ તો મને પણ નહોતી ખબર, પણ એક વાર લાલુએ મને તેના ઘરે જમવા બોલાવેલો. જમતાં પહેલાં મેં થાળીમાંથી એક રોટલીનો ટુકડો, બે પીતા શાક, ચમચી દાળ ને ચપટી ભાત, ચમચી રબડી અલગ કાઢી. લાલુએ પૂછ્યું, ‘યે કા કરત હૈ ભૈયા ઠાકર?’

‘લાલુજી, મૈં બ્રાહ્મણ હૂં ઔર હમારે મેં ભોજન શરૂ કરને સે પહેલે ગાય-ભેંસ કા અલગ નિકાલતે હૈં.’

‘લો કર લો બાત. અરે ભૈયા યે પૂરા ખાના ગાય કા હી તો હૈ, અલગ કાહે કા.’

આ સાંભળી મારું મોઢું ગરીબ ગાય જેવું થઈ ગયું. ત્યારે કૌભાંડ ન સમજાયું, પણ પ્રભુ, પાપ ક્યારેક તો છાપે અને છાપરે ચડી પોકોરે જ.

‘પણ પ્રભુ અમારો એક લલ્લુ, સૉરી લાલુ એવો છે કે જેને થોડા વખત પછી પત્ની, દીકરા કે જમાઈ કોઈ જેલમાં મળવા નઈ આવે.’

‘કેમ? કેમ?’

‘અરે કેમ શું ïવળી. તપાસમાં પકડાશે તો બધા જેલમાં જ મહેલ બનાવી રહેશે.’

‘વત્સ, તારું બોલવાનું પત્યું હોય તો હું જરાક બોલું.’

‘અરે પ્રભુ તમારે થોડું પૂછવાનું હોય. બોલો પ્રભુ.’

‘આવા કેટલાય લાલુઓએ મોંઘવારીનો ડોઝ પીવડાવી પરોક્ષ રીતે ઘાસચારો ખાઈ ગયા છે, ખાઈ રહ્યા છે.’

‘આઇ નો પ્રભુ, એ ઘાસચારો ખાઈ રહ્યા છે, પણ અમારે સહન કર્યા સિવાય કોઈ ચારો નથી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.’

શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK