સ્ત્રીજાતને કુદરતે કરેલો અન્યાય: માસિક સ્ત્રાવની જગતભરમાં પળોજણ

શ્રીમતી ડૉરોથી પાર્કરે એક પુસ્તકમાં (ઇનફ લવ) કહ્યું છે કે સ્ત્રી ઇચ્છે છે કે તેનો પુરુષ માત્ર તેને જ ચાહે, પણ પુરુષને તો નૉવેલ્ટી જોઈએ છે.

પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

સૂરજ આપ દીપ બનકર હમારી ઝિંદગી કા તમ દૂર કરતે હો

તુમ સ્ત્રી બનકર હર મહિને રક્તસ્ત્રાવ સહન કરતી હો

તુમ સ્ત્રી બની રહો જિસસે મૈં પુરુષ બના રહૂં

- ઉદય શંકર ભટ્ટ કવિ


સ્ત્રી એક સ્ત્રી તરીકે આમ પુરુષનો અન્યાય સહન કરે છે. તેમ જ કુદરતે આપેલો શરીરની મર્યાદાનો વણદેખ્યો અન્યાય સહન કરે છે. તેણે દર મહિને માસિક સ્ત્રાવને તાબે થવું પડે છે. એ મેન્સ્ટ્રુએશન છે. મેન્સ્ટ્રુએશન એવો વિષય છે જેના પર દૈનિક કટારોમાં બહુ લખાતું નથી. આજે તમે સ્ત્રીની આ દર મહિનાની તકલીફ જે કુદરતે તેના પર થોપી છે એના થોડાક ‘ક્રૂર’ આંકડા વાંચો. દરેક સ્ત્રીને તેના જીવનકાળમાં સરેરાશ ૪૫૦ માસિક સ્ત્રાવ થાય છે. પહેલાંના જમાનામાં સ્ત્રીઓ માસિકસ્ત્રાવમાં ૩ દિવસનો વિરામ કરતી, કોઈને સ્પર્શતી નહીં. સેક્સથી માંડી રસોઈ સુધી આરામ મળતો. સ્ત્રીને જે માસિક સ્ત્રાવ થાય છે એનો કુલ સમય માપીએ તો કુલ ૧૦ વર્ષ તેનો માસિક સ્ત્રાવ ખાઈ જાય છે!

મૉડર્ન યુગમાં હવે ટૅમ્પન વપરાય છે. એ સમૃદ્ધ સ્ત્રી વાપરે છે. હું સાત વર્ષનો હતો અને તલગાજરડા પાસે મહુવામાં મારી ફૈબાને માસિક સ્ત્રાવ આવે ત્યારે તે રસોઈ ન કરતાં. હું સાત વર્ષે રસોઈ શીખી ગયેલો. એક વખત મહુવાની હાઈ સ્કૂલના વિદ્યાર્થી પિકનિક પર ગયા ત્યારે ૩૯ વિદ્યાર્થીની રસોઈ મેં બનાવી હતી. એ પછી મલેશિયા ગયો ત્યારે પિનાંગમાં મારા કાકાની પેઢીમાં કામ કરતો હતો. ત્યારે પાંડુરંગ શાસ્ત્રી મલેશિયા પિનાંગ આવ્યા. અમારે ઘરે એક રાજપૂત રસોઇયો હતો. પાંડુરંગ કહે, હું રાજપૂતના હાથનું રાધેલું નહીં ખાઉં. ત્યારે મેં તેમની રસોઈ બનાવેલી. મને પાંડુરંગ શાસ્ત્રીએ તેમને માટે રોટલી બનાવતો જોઈ મારા કાકાને કહ્યું, તમે રસોઇયો અપ ટુ ડેટ રાખ્યો છે.

આજે ભોગવાદી યુગમાં હવે ૧૧ વર્ષની કે ઈવન ૧૦ વર્ષની છોકરીને માસિક આવવા માંડે છે. જૂના જમાનામાં છોકરીઓ તંદુરસ્ત હતી એટલે છેક સોïળ કે સત્તર વર્ષની ઉંમરે જ માસિક આવતું, પણ હવે જન્ક ફૂડ અને બીજાં કારણો છે. સ્ત્રીને કુદરતનો એક બીજો અન્યાય પણ થાય છે. શિયાળામાં કે અતિ ઠંડીમાં સ્ત્રીને આવતું માસિક પીડાદાયક બને છે. ત્રણ દિવસને બદલે માસિક સ્ત્રાવમાં વધુ દિવસો સુધી લોહીનો સ્ત્રાવ થાય છે. છોકરીઓનું ઘણું લોહી ચાલ્યું જાય છે.

સ્ત્રીઓની આ બધી તકલીફમાં સ્ત્રીને રાહતરૂપ થવા ભારતીય સંસદનાં સભ્ય શ્રીમતી સુસ્મિતા દેવે સરકારને અરજી કરેલી કે સ્ત્રી માટેના સૅનિટરી પૅડ્સ ટૅક્સ-ફ્રી બનાવે. બ્રિટનમાં તો છોકરીઓ માસિક વખતે સ્કૂલ જતી નહીં, કારણ કે તેને સૅનિટરી પૅડ્સ પોસાતાં નહીં. ભારતની ૭૦ ટકા સ્ત્રીઓને સૅનિટરી પૅડ્સ પોસાતાં નથી. પãમમાં અમુક વેસ્ટર્ન સ્કૂલોમાં વેન્ડિંગ મશીન રાખ્યાં છે. એમાંથી સૅનિટરી પૅડ્સ મળે છે. જપાનમાં તો હજી પણ મૉડર્ન યુગમાંય સ્ત્રીને રસોઈ કરવા દેવાતી નથી. જપાનની સ્ત્રીઓ માને છે કે માસિકચક્રમાં બેઠેલી સ્ત્રીના હાથની રસોઈનો સ્વાદ સારો હોતો નથી!

ભારતમાં તો આ વિષયને લેખકો સ્પર્શતા જ નથી. ભારતના ઘણા પ્રદેશોમાં માસિક ધર્મમાં આવેલી સ્ત્રીને ત્રણ-ચાર દિવસ સુધી અલગ એક ઝૂંપડામાં કે ખૂણામાં ગોંધી રખાય છે. આવી સ્ત્રી મંદિરે દર્શન કરવા જઈ શકતી નથી. અરે! માસિક ધર્મમાં આવેલી સ્ત્રી ગીતાનું પુસ્તક હોય એને સ્પર્શી શકતી નથી, જે રસોઈ કરે એ સાંજે બગડી જાય છે એવી માન્યતા પણ છે. એમ.સી.માં આવેલી સ્ત્રી ખાસ તો અથાણાની બરણીને સ્પર્શી શકતી નથી. અથાણું બગડી જાય છે એવી માન્યતા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK