ઝિંદગી ના મિલેગી દોબારા

લોકો સમયમર્યાદાની અંદર પૂરાં કરવાનાં કામ માટે છેલ્લી ઘડીએ દોડાદોડ કરતા હોય છે. આવું વિદ્યાર્થીઓ, નોકરિયાતો, ઉદ્યમીઓ, બિઝનેસમેનો, ગૃહિણીઓ વગેરે બધાં કરતાં હોય છે.

મની-પ્લાન્ટ - મુકેશ દેઢિયા


આવું કરવાનો વખત આવે છે એનું કારણ છે લાસરિયું ખાતું. માણસને પોતાના કામમાં રસ ન પડે ત્યારે તેનું ખાતું લાસરિયું બની જાય છે અને કામમાં રસ પડે નહીં એનું કારણ એ કે કામ કદાચ વધુ મહત્વપૂર્ણ ન હોય.

કમનસીબે, મોટા ભાગે આપણે મોટા ભાગનો સમય ઓછી મહત્વની બાબતોમાં જ ગાળીએ છીએ. મૅનેજમેન્ટમાં શીખવાતા ‘પૅરેટો પ્રિન્સિપલ’માં આ વાત સમજાવવામાં આવી છે. એમાં કહેવાયું છે કે આપણું ૮૦ ટકા કામ ૨૦ ટકા સમય અને શક્તિમાં જ પૂરું થઈ જાય છે. બાકીનાં ૮૦ ટકા સમય અને શક્તિ ફક્ત ૨૦ ટકા કામમાં વપરાય છે.

અહીં ટકાવારીના આંકડા મહત્વના નથી. ટકાવારી તો ૯૦/૧૦ કે ૭૫/૨૫ની પણ હોઈ શકે છે. મૂળ મુદ્દો તો આપણા મોટા ભાગનાં સમય અને શક્તિનો છે. જો ઓછા કામમાં વધારે સમય અને શક્તિ ખર્ચાઈ જાય તો એ બરોબર ન કહેવાય. આથી આપણે ૮૦ ટકા સ્રોતોનો વ્યય ક્યાં થઈ જાય છે એ જાણી લેવું જરૂરી છે. જો તમે સ્રોતોનો સદુપયોગ કરી શકો તો પરિસ્થિતિ તમારા નિયંત્રણમાં છે એમ કહી શકાય. આવી સ્થિતિમાં તમે વધુ ઉત્પાદકતા હાંસલ કરી શકો છો.

બિઝનેસમાં બનતું હોય છે કે ૮૦થી ૯૦ ટકા આવક ફક્ત ૧૦ કે ૨૦ ટકા ક્લાયન્ટ્સ પાસેથી જ આવતી હોય છે. જો આ જ હકીકત હોય તો ફક્ત ૨૦ ટકા ક્લાયન્ટ્સ પાછળ ૮૦ ટકા સમય કેમ ન ખર્ચવો! માત્ર ૨૦ ટકા આવક આપતા ૮૦ ટકા ક્લાયન્ટ્સને છોડી દેવાય તો જ તમારા બિઝનેસનું ભલું થાય.

આ જ સિદ્ધાંત વિદ્યાર્થીઓને પણ લાગુ પડે છે. જે વિદ્યાર્થીઓ પોતાની પસંદગીના વિષયો પાછળ વધારે મહેનત કરે અને એમાં જ નિપુણતા પ્રાપ્ત કરે અને એમાં જ કારર્કિદી ઘડે તો ઉત્તમ પરિણામ આવી શકે છે. ખેલાડી કે કલાકારને પણ આ જ સિદ્ધાંત લાગુ પડે છે. તમે જેમાં સ્વામિત્વ પ્રાપ્ત કરી ન શકો એવી પ્રવૃત્તિઓ પાછળ વધારે સમય આપવો જ નહીં.

જો આ હકીકત હોય તો પછી લોકો કેમ બિનજરૂરી કાર્યો અને ચર્ચાઓ પાછળ વધારે સમય ખર્ચી કાઢે છે? આમ થવાનું કારણ એ કે લોકોના વિચારોમાં સ્પષ્ટતાનો અભાવ છે અને કોઈ વિષય પ્રત્યે સંપૂર્ણ રુચિ હોતી નથી. આજે તમે જ વિચારો કે તમે પણ આવું જ વર્તન કરો છો કે કેમ.

જો તમારો પણ ૮૦ ટકા સમય બિનઉત્પાદક કામ પાછળ ખર્ચાતો હોય તો તમારે વલણ બદલીને નવેસરથી લક્ષ્યો નક્કી કરવાની જરૂર છે. પોતાને એક પાયરી ઉપર ચડાવી શકે એવું કંઈક કરવાની તમન્ના રાખવી. દરેક મનુષ્યના જીવનનું કોઈ ધ્યેય કે મિશન હોવું જોઈએ.

મારું ધ્યેય શું છે? અઠવાડિયાના ફક્ત ત્રણ દિવસ કામ કરવું અને એમાં બમણી ઉત્પાદકતા હાંસલ કરવી અને બાકીના દિવસોએ પોતાની ઇચ્છા મુજબની, મનગમતી, રુચિની અને જીવનને વધુ અર્થપૂર્ણ બનાવતી પ્રવૃત્તિઓ કરવી. પૅરેટો પ્રિન્સિપલને જીવનમાં ઉતારો અને મનગમતું જીવન જીવો. ઝિંદગી ના મિલેગી દોબારા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK