હાર્ટ-ડિસીઝ, ડાયાબિટીઝ, અસ્થમા, કૅન્સર જેવા રોગો સામે રક્ષણ જોઈએ છે? તો સૅલડમાં ઉમેરો ગ્રીન હળદર

કેસરિયા રંગની લીલી અને સફેદ બન્ને રંગની આંબાહળદર સમપ્રમાણમાં મેળવીને કચુંબરની જેમ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. સૂકી અને મસાલાની હળદર કરતાં આ કચુંબરથી અનેકગણો ફાયદો થાય છે

salad

આયુર્વેદનું A ૨ Z - ડૉ. રવિ કોઠારી

હળદરનો છૂટથી ઉપયોગ એ ભારતીય ભોજનની વિશેષતા છે. એનાથી માત્ર રસોઈના સ્વાદમાં ખાસ ફરક નથી પડતો, વાનગીના રંગ અને સુગંધમાં વિશેષ તત્વ ઉમેરાય છે. અલબત્ત, મસાલામાં વપરાતી હળદર સૂકી અને પાઉડર કરેલી હોય છે. સૂકવવા, ખાંડવા અને ચાળવાની પ્રક્રિયાને કારણે હળદરને ગુણકારી બનાવતાં તત્વોની માત્રા પણ ઘટી જાય છે. જે અસર કાચી એટલે કે લીલી હળદરથી મળે છે એટલી અસર સૂકી હળદરથી નથી થતી. શિયાળાના ચારેક મહિના જ આ બન્ને પ્રકારની હળદર છૂટથી મળે છે એટલે આ સીઝનમાં એનું સેવન કરવાનો મોકો ચૂકવા જેવો નથી. હજી આખો ફેબ્રુઆરી મહિનો આ હળદર મળશે.

આપણે ત્યાં શિયાળામાં આદું, મરચાં, કોથમીર જેવા લીલા મસાલા છૂટથી વપરાય છે; પરંતુ લીલી હળદર બાબતે એટલે જાગૃતિ નથી. હવે શિયાળામાં વિવિધ પ્રકારનાં શાકભાજી મળતાં હોવાથી લોકો સૅલડ અને કચુંબરનો ઉપયોગ કરતા થયા છે, પણ જો એ સૅલડમાં એક ચમચી લીલી હળદર ઉમેરવામાં આવે તો એ સૅલડ અને એમાં વપરાતાં શાકભાજીના ગુણ અનેકગણા વધી જઈ શકે છે. મૉડર્ન મેડિસિને પણ પુરાવાઓ સાથે હળદર અનેક રોગોમાં ગુણકારી હોવાનું સાબિત કર્યું છે. હળદરમાં કક્યુર્મિન નામનું ઘટક હોય છે જે અત્યંત શક્તિશાળી ઍન્ટિ-ઑક્સિડન્ટ છે. એટલે કે આ ઘટકની હાજરીને કારણે શરીરના કોષોનું ઑક્સિડેશન થઈને નાશ પામવાની પ્રક્રિયા અટકે છે. કોષોનું ડૅમેજ અને નાશ પામવાનું પ્રમાણ ઘટવાથી આપમેળે એજિંગ-પ્રોસેસ ધીમી પડે છે.

કચુંબરના ફાયદા

આયુર્વેદની દૃષ્ટિએ જોઈએ તો હળદર શીતળ, રૂક્ષ, કફનાશક અને સ્વાદમાં તૂરી હોય છે. એ ઍન્ટિ-સેપ્ટિક અને ઍન્ટિ-ઍલર્જિક ગુણ ધરાવે છે. જ્યારે એ કાચી અને લીલી હોય છે ત્યારે એમાં રહેલાં ઘટકો સરળતાથી લોહીમાં ભળીને ઝડપથી કાર્યરત થાય છે.

લીલી હળદરનો સ્વાદ વધુ તૂરો હોય છે, જ્યારે આંબાહળદર સહેજ મધુર હોય છે. આ કારણે બન્ને હળદરનું કૉમ્બિનેશન થાય ત્યારે એના ગુણ વધે છે. શિયાળામાં પાચન સુધારવું હોય, ભૂખ વધારવી હોય, પેટ સાફ થવાની સાઇકલ નિયમિત બનાવવી હોય, વાછૂટથી છુટકારો જોઈતો હોય તો આ બન્ને હળદરનું કચુંબર ઉત્તમ છે.

શરદી-ખાંસીના પ્રિવેન્ટિવ પગલા તરીકે પણ હળદરનું નિયમિત સેવન ફાયદાકારક રહે છે. ફેફસાંમાંથી કફ છૂટો પાડવાની હળદરમાં શક્તિ છે. શિયાળામાં કફ ભરાવાને કારણે થતી તકલીફો જેવી કે શરદી, ખાંસી, ઉધરસ અને શ્વસનતંત્રની કોઈ પણ પ્રકારની તકલીફમાં ગરમ પાણીમાં દસથી પંદર ગ્રામ લીલી હળદરમાં લીંબુ અને ચપટીક સિંધવ નાખીને ખાવાથી ખૂબ ફાયદો થાય છે. કફ, શરદી, ખાંસી, ઉધરસ જેવી તકલીફોમાં એ અકસીર છે. મીઠું કફ છૂટો પાડવામાં મદદ કરે છે અને લીલી હળદર કફને સરળતાથી બહાર કાઢે છે.

ટીબી અને અસ્થમાની તકલીફમાં પણ લીલી હળદર અને આંબાહળદર ખાવાથી ફાયદો થાય છે. ડાયાબિટીઝના દરદીઓ લીલી હળદરનું કચુંબર નિયમિત ખાય તો એનાથી ઇન્સ્યુલિનના સ્ત્રાવનું પ્રમાણ સુધરે છે.

લીલી હળદરના નિયમિત સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ક્યાંય પણ સોજો કે પીડા થતી હોય તો એ મટાડે છે. શરીરમાં મચકોડ કે દુખાવો થતો હોય તો હળદરનો લેપ લગાવવાનું કે દૂધ અને હળદર લેવાનું કહેવામાં આવ્યું છે. એ જ રીતે જો લીલી આંબાહળદરનું નિયમિત સેવન કરવામાં આવે તો શરીરની અંદરના અવયવોમાં ક્યાંય પણ સોજો, લાલાશ કે કોષોમાં ગરબડ થવાની શરૂઆત થઈ હોય તો પ્રિવેન્ટ થાય છે. આ જ થિયરી અનુસાર મૉડર્ન સાયન્સ હળદરને કૅન્સરની સામે રક્ષણ આપતું મજબૂત દ્રવ્ય ગણે છે.

હળદરથી શરીરમાં ભરાયેલી ચરબી ઘટે છે. લોહીના શુદ્ધીકરણની સાથે ભ્રમણ પણ સુધરે છે, જેને કારણે બ્લડ-પ્રેશરની તકલીફ ઘટે છે. અરુચિ દૂર થાય છે અને પાચકાગ્નિ સતેજ થાય છે. હળદરથી કાબોર્હાઇડ્રેટનું પાચન કરતાં એન્ઝાઇમ્સનો જઠરમાં સ્ત્રાવ થાય છે.

કચુંબર કેવી રીતે?


લીલી હળદર અને આંબાહળદર સરખે ભાગે લેવી. બરાબર છુટ્ટા પાણીએ ધોઈને એની પાતળી કતરી જેવું બનાવવું. એમાં ચપટીક સિંધાલૂણ અને લીંબુ નિચોવીને એક-બે કલાક રાખી મૂકવું. લીંબુના રસમાં પલળીને હળદરની કતરી નરમ પડશે. આ કતરી તમારા રોજિંદા સૅલડમાં પણ ઉમેરી શકાય અને એકલી પણ ખાઈ શકાય. રોજ સવાર-સાંજ દસ-દસ ગ્રામ જેટલી ખાઈ શકાય. જમતી વખતે પણ લઈ શકો છો, જમ્યા પહેલાં અને પછી પણ લઈ શકો છો.

ખાસ નોંધ

બ્લડ-પ્રેશરની તકલીફ હોય તો કચુંબરમાં સિંધાલૂણ કે નમક ન નાખવું.

અરુચિ અને મંદાગ્નિની તકલીફ હોય તો એમાં લીલી હળદરના પા ભાગ જેટલી આદુંની ચીરી પણ ઉમેરી શકાય.

આદું ઉમેરેલું કચુંબર જમતા પહેલાં ખાવાથી એનો ફાયદો વધુ થાય છે.

હળદર વાર્ષિક છોડ હોવાથી બારે માસ મળવી મુશ્કેલ છે. એનો મૅક્સિમમ ફાયદો લેવો હોય તો સીઝનમાં લીલી હળદર ખાવી અને એ પછી બારે માસ સૂકી હળદરનો વપરાશ કરવો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK