કર્મની નિર્જરા કરનારી, પ્રાંતે મુક્તિના માર્ગે લઈ જનારી ચૈત્રી આયંબિલ ઓળી નજીક આવી રહી છે

આપણા શ્રી તીર્થંકર પરમાત્માએ સંસારના સર્વ જીવોને દુ:ખમુક્ત કરવા અને અનંત સુખના ભાગી બનાવવા માટે ધર્મર્તીથની સ્થાપના કરીને તેમણે આરાધના-ઉપાસના માટે અસંખ્ય યોગો ફરમાવ્યા છે.જૈન દર્શન - ચીમનલાલ કલાધર

જે જીવની જે પ્રકારની લાયકાત, યોગ્યતા, ક્ષમતા, ભૂમિકા, કક્ષા, સંયોગશક્તિ હોય એ પ્રકારના યોગો તેમના માટે દર્શાવ્યા છે. આ અસંખ્ય યોગો પૈકી આબાલવૃદ્ધ સૌકોઈને એકસરખી રીતે ઉપયોગી નીવડે એવો પ્રધાન યોગ છે. શ્રી નવપદની આરાધના, નવપદનો અચિંત્ય મહિમા દર્શાવતાં કહેવાયું છે કે

અરિહંત નમો વલી સિદ્ધ નમો,

આચારજ વાચક સાધુ નમો;

દર્શન જ્ઞાન ચારિત્ર નમો,

તપ એ સિદ્ધચક્ર સદા પ્રણમો


જૈન ધર્મમાં નવપદજીની આરાધનાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. એ માટે ચૈત્ર અને આસો મહિનામાં નવ-નવ દિવસની આયંબિલની ઓળીનો ઉત્સવ નિયત કરાયો છે. જેમ ર્તીથમાં શ્રી શત્રુંજય ર્તીથ શાશ્વત છે તેમ નવપદની આ ઓળીને પણ શાશ્વતી માનવામાં આવે છે. ઓળીના આ નવે દિવસને અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એમ નવપદ સાથે જોડવામાં આવે છે. અને નવ દિવસ રોજ એક-એક પદની આરાધના, નિશ્ચિત કરેલાં ખમાસણાં, લોગસ્સના કાઉસગ્ગ, નવપદના એક-એક પદની નવકારવાળી, સાથિયા વગેરે વિધિ સાથે કરવામાં આવે છે. જૈન ધર્મમાં આયંબિલને રસત્યાગની તપર્યા કહેવામાં આવે છે. રસત્યાગ એટલે સ્વાદનો ત્યાગ એટલે કે લૂખો આહાર. આયંબિલ કરનારે દિવસમાં એક જ વાર, એક આસને બેસીને ઘી, તેલ, ખાંડ, ગોળ ઇત્યાદિ સ્નિગ્ધ પદાર્થો વગર લૂખો આહાર લેવાનો હોય છે. રસેન્દ્રિય પર સંયમ મેળવ્યા વિના રસત્યાગ કરવો સહેલો નથી. એટલે કે કેટલાકને આયંબિલ કરવું સહેલું લાગતું નથી, કારણ કે ન ભાવતું ભોજન કરવા માટે રસેન્દ્રિય પર અસાધારણ સંયમની જરૂર છે.

આયંબિલ કરવા સાથે જે જુદા-જુદા પ્રકારની તપર્યા થાય છે એમાં એક ઘણી આકરી અને ધીરજની કસોટી કરનારી લાંબા સમયની મોટી તપર્યા એ વર્ધમાન તપની ઓળી છે. વર્ધમાન એટલે વધવું. જેમ-જેમ સમય જાય તેમ-તેમ તપ વધતું જાય. એવું તપ એ વર્ધમાન તપ. આ તપમાં મુખ્ય આયંબિલ છે અને સાથે ઉપવાસ હોય છે. એમાં એક આયંબિલની ઓળીથી ક્રમે-ક્રમે વધતાં સો આયંબિલની ઓળી સુધી પહોંચવાનું છે. આ તપ કરનારે પ્રથમની પાંચ ઓળી એકસાથે કરવાની હોય છે, એક આયંબિલ અને એક ઉપવાસ પછી બે આયંબિલ અને એક ઉપવાસ, ત્રણ આયંબિલ ને એક ઉપવાસ, ચાર આયંબિલ ને એક ઉપવાસ અને પાંચ આયંબિલ ને એક ઉપવાસ. એ રીતે સળંગ વીસ દિવસ સુધીમાં કુલ ૧૫ આયંબિલ અને પાંચ ઉપવાસ કરવાનાં હોય છે. ત્યાર પછી શક્તિ, રુચિ અને અનુકૂળતા પ્રમાણે કાં તો તરત અથવા થોડા દિવસ પછી છ આયંબિલ અને એક ઉપવાસ કરવાનાં હોય છે. એમ કરતાં અનુકૂળતા પ્રમાણે અનુક્રમે એકસો આયંબિલ અને એક ઉપવાસ સુધી પહોંચવાનું હોય છે. આમ વર્ધમાન તપની આયંબિલની ઓળીમાં કુલ ૫૦૫૦ આયંબિલ અને ૧૦૦ ઉપવાસ કરવાનાં આવે છે. આમ ઓળી વચ્ચે એક પણ દિવસનો ખાડો પાડ્યા વગર સળંગ આયંબિલ અને ઉપવાસની તપર્યા કરે તો પણ માણસને એકસો ઓળીની આ તપર્યા પૂરી કરતાં ૫૧૫૦ દિવસ એટલે કે ૧૪ વર્ષ કરતાં વધુ સમય લાગે. બે ઓળી વચ્ચે છૂટના જેમ વધારે દિવસ પસાર થાય તેમ એ તપર્યા લંબાય. કયારેક વીસ-પચીસ વર્ષ પણ થાય. લાખો માણસોમાં કોઈ વિરલ માણસ જ આટલાંબધાં વર્ષ ધીરજપૂર્વક આ તપર્યા કરી શકે. પરંતુ આવી ર્દીઘકાલીન તપર્યા કરનારા માણસો આજે પણ વિદ્યમાન છે. કેટલાકે તો પોતાના જીવનમાં એકસો કે એથી વધુ વર્ધમાન તપની ઓળી કરી હોય એવા ઘણા દાખલા જૈન ઇતિહાસનાં પૃષ્ઠો પર નોંધાયેલા છે.

વર્ધમાન તપની ઓળીની આરાધના જો શુદ્ધ અને શુભ ભાવથી કરવામાં આવી હોય તો એથી ઐહિક જીવનમાં શુભ કાર્યોમાં વિઘ્નો કે અંતરાયો દૂર થાય છે. એથી મોટામાં મોટો લાભ તો એ છે કે આ આરાધનાથી તીર્થંકર નામકર્મ બંધાય છે. આમ આયંબિલ ઓળીની આરાધનામાં જોડાઈને નવ પદની સાધના દ્વારા તપ, જપ, સ્વરૂપ ચિંતન અને ધ્યાનના પ્રભાવથી આપણે સૌ આપણા જીવનને સાર્થક બનાવી, ભાવિને ઉજ્જવળ બનાવી, શીઘ્ર પરમાત્મ પદના ભોક્તા બનીએ એ જ શુભ કામના. છેલ્લે હંસવિજય કિïવરાયે રચેલા સ્તવનમાં કહેવાયું છે કે

ગુરુ નમતાં ગુણ ઊપજે, બોલે આગમ વાણ, શ્રીપાળ ને મયણાસદા એ

ગુણખાણ, શ્રી મુનિચંદ્ર મુનિસરું, બોલે અવસર જાણ, આયંબિલ તપ વર્ણવે

નવપદ નવે રે નિધાન, કષ્ટ ટળે, આશા ફળે, વાધે વસુધા વાન

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK