ઇચ્છામૃત્યુ મારી મરજી મુજબ ને ઈચ્છાજીવન તમારી મરજી મુજબ?

હે વહાલાં બંધુઓ-ભગિનીઓ, આ મારા વિશાળ હરતાફરતા બંગલોને બનાવનાર કારીગરને ધન્યવાદ આપવા છે.

મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર 


આ આપણો ઉપરવાળો પરભુદાસ ખરો કે નઈ, તેની પાસે માણસ બનાવવાનો જે માલસામાન પડ્યો હતો એમાંથી હાથ, પગ, પેટ, છાતી, નાક, કાન, આંખ વગેરે-વગેરે યોગ્ય જગ્યાએ ફટ કરતાં ફિટ કરી પછી કોઈ ડરી ન જાય એટલે એના પર ચામડીનું ખોળિયું ચડાવી ધબ્બ કરતાં અહીં મોકલી દીધાં ને તરત જ બધાં અંગો પોતપોતાને સોંપેલા કામે વળગી ગયાં ને આપણે માની લીધું કે શરૂ થઈ જિંદગી...

પણ હે વહાલાં બંધુઓ-ભગિનીઓ, આ મારા વિશાળ હરતાફરતા બંગલોને બનાવનાર કારીગરને ધન્યવાદ આપવા છે. પણ તે ક્યાંક, ક્યારેક દેખાવો તો જોઈએને? આંખો આપી એટલે તમે વાંચી શકો, પણ એ આંખો આપનાર કઈ ગલીમાં છુપાઈ ગયો? તમે કહો તો એ આપણી સામે આપણને જોઈ શકે એ માટે એને જ આપેલી આંખોનું ચક્ષુદાન કરું અને સાચું સરનામું ન મળે એટલે જાહેરાત આપું કે અમને અહીં મોકલનાર પરમાત્મા ખોવાયા છે, શોધી આપનારને એક મંદિર ભેટ. ચોખ્ખું કહું તો એ ભૂલથી પણ મને ક્યાંય મળી જાય તો મારે ધન્યવાદની સાથે ફરિયાદ પણ કરવી છે કે ભૈ પરભુ, તેં જીવવા માટે આ બધું આપ્યું એ બદલ આભાર, પણ ટેલ મી વન થિંગ કે શોભાના ગાંઠિયા જેવા આ નખ અને વાળ આપી ખોટો માલ નથી બગાડ્યો? એનું કામ શું છે? છતાંય અમારે સાચવવાના? જાળવવાના? વાય પ્રભુ વાય? (નાનકડી સંતવાણી : આ બન્ને પાસેથી એ શીખવાનું કે કોઈ ગમે તેટલી વાર કાપે, અમે ઊગવાનું છોડીશું નઈ : સંતવાણીનો અંત) એના બદલે બાઇકમાં કે કારમાં જેમ એક્સ્ટ્રા સ્ટેપની હોય એમ થોડો માલ બચાવી શ્વાસ ચડે તો એકાદ એક્સ્ટ્રા નસકોરું આપ્યું હોત, બોલવા માટે ને સ્વાદ માટે જુદી-જુદી જીભ આપી હોત. એકાદ આંખ માથાની પાછળ કે એકાદ કાન પીઠ પર ચોંટાડ્યો હોત તો અમારી પીઠ પાછળ શું ચાલે છે એની ખબર તો પડત. મને એકલો ન પાડો. બરાબર કે નઈ? બોલો બધા હાઆઆઆ... ઠાકર યુ આર રાઇટ.

પછી સગાંઓએ એના પર તમે તો શું હું, પોતે પણ ન વાંચી શકું એવું સુભાષ નામનું લેબલ ચીટકાડ્યું ને તરત જ શરૂ થયો એ દેહ અને નામ પરનો અદ્ભુત પ્રેમ ને પછી શરૂ થયા ડખા. નામ આપણું ને પાડ્યું બીજાએ. તારાં સગાંઓએ અદ્ભુત મહેનત કરી નામની ચોપડીઓમાંથી શોધી તારું નામ પાડ્યું ને તું હવેલીમાં જઈ રાગોડા તાણી ગાવા લાગ્યો કે એવું શ્રી વલ્લભપ્રભુનું નામ અમને પ્રાણપ્યારું છે. પણ તારા ચેક પર સહી કરવા વલ્લભપ્રભુ નઈ આવે, તારે જાતે જ કરવી પડશે. અરે ટોપામાસ્તર, પાછો તું જ પેલા રામના મંદિરમાં જઈ ગાવા લાગે કે હે રામ જગમાં સાચું તારું નામ ત્યારે હું કેવો કન્ફ્યુઝ થયો કે આમાં સાચું કયું નામ? પહેલાં નક્કી કર વલ્લભપ્રભુ સાચા કે રામ? આમાં બીજા ભગવાન શંકર, વિષ્ણુ, મહાવીર, અલ્લાહ બધાને ખોટું ન લાગે? અંદર-અંદર લડે કે નઈ? ભડકે કે નઈ? અમારામાં શું ખામી છે? બ્રહ્મા ૧૦૦ ગ્રામ વધુ ભડકે કે તને ઘડ્યો મેં, વિષ્ણુને થાય કે લાલનપાલન હું કરું તો એ અમારી કદર કેટલી? ટૂંકમાં જો બકા, આ બધા ભગવાનો ભેગા થઈ આંદોલન કરે તો તારી જિંદગીની પથારી જ નઈ, આખો પલંગ ફરી જાય. અન્ડરસ્ટૅન્ડ? હકીકતમાં આપણને આપણું નામ, આપણી જિંદગી ને આપણી સંપત્તિ સિવાય કશું વહાલું હોતું નથી. નામ લખવામાં જો જરા આઘીપાછી થઈ તો આપણે કેવા આઘાપાછા થઈ જઈએ છીએ? જુઓ આ નમૂનો.

હમણાં ચંબુડો કરિયાણાની દુકાને જઈ બોલ્યો, ‘જમનાદાસના ગંજી બતાવો.’

દુકાનવાળો ચમક્યો, ‘બુદ્ધિ વગરની ડિમાન્ડ ન કરો. આ કરિયાણાની દુકાન છે. અહીં અનાજ, ગોળ, ઘી, તેલ મળે. ગંજી ક્યાંથી કાઢ્યાં?’

‘અરે પહેયાંર્‍ જ નથી તો કાઢું ક્યાંથી? તમે બહાર પાટિયું માયુંર્‍ છે જમનાદાસના ગંજી...’

તરત જ દુકાનવાળો બહાર આવ્યો ને પેઇન્ટરને બોલાવી ભડક્યો, ‘ટોપા, મેં તને જમનાદાસ નાગજી લખવાનું કીધેલું ને તું ગ ઉપર મીંડું મૂકી ધંધાની પથારી ફેરવે છે? હવે જમનાદાસનામાંથી ના કાઢી ગજી સાથે જોડી નાગજી લખ ને ગ ઉપરનું મીંડું દૂર કર... નઈતર લોકો મને દૂર કરી કાઢશે... થોડી દોડાવી હશે તો સમજાશે.’

જેના કારણે આ જિંદગી છે એ શરીરનો તો સ્વભાવ છે કે આજે પેટમાં દુખશે, કાલે માથું દુખશે, છાતીમાં દુખશે, ગૂમડાં થશે, ફૂટશે, મટશે. રોગો આવશે, જશે... આ બધી પીડા, વિટંબણા સાથે મારા સંબંધોનું શું થશે, મારી સંપત્તિનું શું થશેની ચિંતા... આટલી બધી બબાલ હોવા છતાં જિંદગી જીવવાનો મોહ છૂટતો નથી. પછી બધું મેળવવાની દોડમાં માણવાનું તો રહી જાય છે. છેને મોટી ટ્રૅજેડીની કૉમેડી? હમણાં વિચાર આવ્યો કે સાલી મારી આખી જિંદગી પણ પાણીમાં જ ગઈ. પૂછો કેમ? કેમ શું વળી, આખી જિંદગી ધમપછાડા કર્યો તોય ન આસારામ કે રામ રહીમ બની શક્યો કે ન વિજય માલ્યા કે નીરવ મોદી બની શક્યો... જિંદગી કેટલી વહાલી એનો સચોટ નમૂનો આપું.

હમણાં સરોજે પૂછ્યું, ‘આ વખતે વેકેશનમાં ક્યાં ફરવા લઈ જશો?’

‘આ વખતે તને દુબઈ લઈ જવાનો...’

‘ખબરદાર જો દુબઈનું નામ પણ લીધું તો. હું કંઈ શ્રીદેવી કે શ્રીદેવીની ઝેરોક્સ પણ નથી કે તમારી સાથે...’

‘અરે મારી મા તું શ્રીદેવી હોય કે કાલબાદેવી, આપણે તો છાયાબહેન સાથે દીકરી દેવાંગી અને સલુશકુમારના ઘરે ઊતર...’

‘ત્યાં તો બિલકુલ નઈ. તેમના બાથરૂમમાં બે ટબ છે. આપણે બન્ને ટબમાં નહાવા ગયા ને ટપકી પડ્યા તો...’

‘જુઓ હું વિધવા બનું એ પોસાય, પણ મારાથી તમને વિધુર ન બનાવી શકાય કે ન જોઈ શકાય. હજી પેલાં LICનાં કાગળિયાં ક્યાં મળ્યાં છે?’

‘અરે પણ તું ટબમાં ન નહાતી બસ? તને કઢાય, પણ ટબને ન કઢાય. મોંઘું પડે.’

‘પ્લીઇઇઇઝ દુબઈ કરતાં મુંબઈ ઠીક છે. તમારે જવું હોય તો જજો, બન્ને ટબમાં નહાજો.

અને સરકારે તો હવે ઇચ્છામૃત્યુની મંજૂરી આપી છે એટલે ઇચ્છા થાય તો...’

‘અરે મારી આમ્રપાલી, સરકારે ઇચ્છામૃત્યુની મંજૂરી આપી, પણ ઇચ્છાજિંદગીનું શું? ઇચ્છામૃત્યુ મારી મરજી મુજબ ને ઇચ્છાજીવન બીજાની મરજી મુજબ? બાળક હોઈએ તો માબાપના વિચારો મુજબ, લગ્ન પછી પતિ કે પત્નીના વિચારો મુજબ અને વડીલ બનીએ એટલે બાળકોના વિચાર મુજબ... આમાં પોતાના વિચાર પ્રમાણે ક્યારે જીવવાનું?’

‘અરે ડિયર, પોતે પોતાના વિચારો પ્રમાણે ન જીવી શકે એનું નામ તો જિંદગી... જિંદગીમાં કેટલી વાર પોતાની સાથે રહ્યા કે જિંદગીને આપણી રહેવા દીધી? તમે ઘરના છો એટલે કહી દઉં કે તમારું શરીર ચાલે છે; પણ મગજ નથી ચાલતું એટલે લોહીની ગતિ, હૃદયની ધડકન ને નાડીના ધબકારને જિંદગી સમજી બેઠા. પણ જિંદગી એટલે લાશ બળી ગઈ, ચિતા ઠરી ગઈ, સમય વીતી ગયો ને ખેલ પૂરો થયો. સપનાંઓનું સીમાવિહીન સામ્રાજ્ય, આશાઓના ગગનચુંબી મિનારા બધું એક જ મૂઠી રાખમાં સમાપ્ત. અઢીસો ગ્રામ માટી લઈ આવ્યા ને પાછા અઢીસો ગ્રામ માટી બની ગયા. આ રીતે માની લીધેલી જિંદગી કાયમ માટે ઊંઘી જવાની તૈયારી કરશે ત્યારે મૃત્યુ દ્વાર ખખડાવી પૂછશે, મે આઇ કમ ઇન સર?

પછી તમને ગુડબાય કહેવા રોકાશે નઈ ને છેતરીને અંદર આવી તમને જ બહાર ખેંચી જશે નવી જિંદગીના રીડેવલપમેન્ટ માટે. પણ આપણને ઘરની, સંસારની માયા છૂટતી નથી. બાકી ખૂલીને વાત કરું તો જિંદગી એટલે...

ચાર દિવસ સાથે રહી ગીત મધુરાં ગાય છે

વૃક્ષને માયા લગાડી પંખી ઊડી જાય છે

શુ કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK