અંજીર છે અખૂટ પોષક તત્વોનો ભંડાર

આમ તો બારે માસ આ સૂકો મેવો ખાઈ શકાય એમ છે, પણ શિયાળામાં એનું દૂધ સાથે અને પાક બનાવીને સેવન કરવાથી બાળકોમાં શરીરબળ વધે છે અને પ્રૌઢોમાં શરીર ઘસાતું અટકે છે

anjeer

આયુર્વેદનું A ૨ Z - ડૉ. રવિ કોઠારી

પાંચ-સાત વર્ષનાં બાળકોની હાઇટ વધારવી છે?

પચાસ-સાઠ વર્ષની વયે મસલ્સ અને હાડકાંની મજબૂતી જાળવી રાખવી છે?

મિડલ-એજમાં રોજિંદા ઘસારાનું પોષણ મળે એવું ઇચ્છો છો?

તો શિયાળામાં અંજીરવાળું દૂધ કે અંજીરપાક જેવી ચીજોનું સેવન અવશ્ય કરવું જોઈએ. શિયાળામાં સેહત બનાવવાના શોખીનો સૂકા મેવા અને જાતજાતનાં વસાણાંઓ પર તૂટી પડે છે. આ સૂકા મેવાની યાદીમાં અંજીર કાં સાવ ગાયબ હોય છે કાં બહુ ઓછું હોય છે. તમારા ડેઇલી મુઠ્ઠીભર ડ્રાયફ્રૂટ્સના ડોઝમાં બદામ, કાજુ, અખરોટ, પિસ્તા, દ્રાક્ષ જેવી ચીજો જ રહેતી હોય તો ઠંડીની સીઝનમાં અંજીરનો સમાવેશ અવશ્ય કરવો જોઈએ.

અંજીરમાં પ્રોટીન, આયર્ન, કૅલ્શિયમ અને કૉપર સારીએવી માત્રામાં છે એટલું જ નહીં, એમાં શરીરની વિવિધ ક્રિયાઓ માટે જરૂરી એન્ઝાઇમ્સ પણ છે. આ રસો મેટાબૉલિઝમમાં ઉદ્દીપનનું કામ કરે છે. આ એવો સૂકો મેવો છે જે ઓછી કૅલરી સાથે વધુ પોષક તત્વો આપે છે.બપોરના સ્નૅક્સમાં અન્ય ડ્રાયફ્રૂટ્સની સાથે ડ્રાય અંજીર ખાવાથી એટલો ફાયદો નથી થતો જેટલો એને પાણી કે દૂધમાં પલાળીને ખાવાથી થાય છે. અંજીરનો ખોરાકમાં ઉપયોગ બે-ત્રણ રીતે કરી શકાય. રોજ રાતે બે અંજીર પલાળી રાખવાં અને સવાર સુધીમાં એ ફૂલીને પોચાં થઈ ગયાં હશે. એ ચાવી-ચાવીને ખાવાં અને ઉપરથી પાણી પી જવું. અંજીર પલાળવાથી એમાં રહેલાં એન્ઝાઇમ્સ સક્રિય થાય છે. સવારે અંજીરવાળું દૂધ ઉકાળીને પીવામાં આવે તો એ દરેક વયના લોકો માટે સારું છે.

ચાની જગ્યાએ બે-ત્રણ અંજીરવાળું દૂધ ઉકાળીને પીવામાં આવે તો એ ચા કરતાં ચારગણી ચેતના અને સ્ફૂર્તિ પૂરાં પાડે છે. વળી ઉકાળેલી ચામાં ટેનિન અને અન્ય હાનિકારક કેમિકલ્સ હોય છે જે વધુ માત્રામાં લેવાથી જઠર અને પાચન માટે હાનિકારક બની શકે છે, જ્યારે અંજીરવાળું દૂધ પોષક તત્વો અને શરીરબળ બન્ને પૂરાં પાડે છે. બપોરના ભોજન સુધી ધીમે-ધીમે એનું પાચન થઈને શરીરને એનર્જી મળ્યા કરે છે. તમે થાકીને લોથપોથ થઈ ગયા હો તો અંજીરવાળું દૂધ પીવાથી નવી તાજગી અને તાકાત તરત જ મળે છે.

બાળકોને સવારે જાતજાતની ફ્લેવરવાળા પાઉડર નાખીને દૂધ આપવું એના કરતાં અંજીર નાખીને ઉકાળેલું ગાયનું દૂધ આપવું બહેતર છે. મિડલ-એજ દરમ્યાન મહિલાઓને માસિક દરમ્યાન થતી પેટની પીડામાં અંજીરવાળું દૂધ રાહત આપે છે. અંજીર અને દૂધ વયસ્કોમાં શરીરના ઘસારાની પૂર્તિ કરે છે. હાડકાં નબળાં પડવાં, સ્નાયુઓની ક્ષમતામાં ઉત્તરોત્તર ક્ષીણતા આવવી જેવી સમસ્યાઓને નિવારી શકાય છે.

ત્વચાનો વર્ણ કાળો પડતો હોય, ચહેરા કે હાથ-પગ પર કાળાશ થતી હોય કે વારંવાર ખીલ થયા જ કરતા હોય તો રોજ રાતે અંજીર પલાળીને સવારે એ ખાવાનો નિયમ રાખવો. એનાથી વર્ણ સુધરે છે અને ત્વચા ચોખ્ખી થાય છે.

મોટી ઉંમરે ભૂખ ઓછી લાગતી હોય છે, ખાધેલું બરાબર હજમ ન થતું હોય છે, અર્જીણને કારણે ગૅસ થતો હોય છે, કાયમ કબજિયાત રહેતી હોય છે. આવા સંજોગોમાં શરીરને ઓછા ખોરાકમાં પૂરતું પોષણ મળે અને સાથે પાચન-કબજિયાતની સમસ્યા સુધરે એ માટે પણ અંજીરવાળું દૂધ ઉત્તમ છે.

દુર્બળતા દૂર કરવા અંજીરપાક

બાલ્યાવસ્થા અને કિશોરાવસ્થામાં યોગ્ય શારીરિક વિકાસ થાય, પૂરતી હાઇટ વધે, હાડકાં મજબૂત થાય, અતિ દૂબળાપણું અથવા તો માયકાંગલાપણું દૂર થાય એ માટે અંજીરપાકનું સેવન કરી શકાય. રોજ સવારે વીસ ગ્રામ જેટલો અંજીરપાક ખાઈને ઉપર દૂધ પીવાની આદત એકાદ વર્ષ સુધી નિયમિત જાળવવાથી હાઇટ વધવામાં અને શરીરની મજબૂતી અને સ્ફૂર્તિમાં ફાયદો થાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK