પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન જૈન સાહિત્યનો મહિમા કરતા જૈન જ્ઞાનભંડારો

ગતાંકમાં છપાયેલા ‘ભારતના જૈન જ્ઞાનભંડારો’ વિશેના લેખની અહીં વિશેષ માહિતી પ્રસ્તુત કરી રહ્યા છીએ.


જૈન દર્શન - ચીમનલાલ કલાધર

જૈન શાસ્ત્રોનું સર્જન, પરિમાર્જન અને પરિશીલન યુગે-યુગે થતું રહ્યું છે. એમાં મુદ્રણકલાની શોધ પછી વિક્રમની વીસમી સદીમાં તો આ વિશે વિક્રમરૂપ કાર્ય થયું છે. પૂર્વે આપણા જ્ઞાનભંડારોમાં રહેલી લાખો હસ્તપ્રતો અને ગ્રંથોનો ખાસ ઉપયોગ થતો નહોતો. મુદ્રણકલાની શોધ થતાં એમાંના કેટલાય ગ્રંથો પ્રકાશિત થઈને જિજ્ઞાસુ લોકોના હાથમાં પહોંચ્યા છે તો કેટલીયે હસ્તપ્રતોનું આપણા વિદ્વાનોએ સંશોધન અને સંપાદન કરી એને મુદ્રિત કરાવી જૈન સાહિત્યને એક નવું પરિમાણ આપ્યું છે. ચરમ ર્તીથંકર શ્રી મહાવીર પરમાત્માએ પ્રરૂપેલાં અને ગણધર ભગવંતોએ ગૂંથેલાં દ્વાદશાંગી આગમસૂત્રો એ જૈન ધર્મ અને સાહિત્ય માટે સૌથી મોટી અને વિરલ ઘટના ગણી શકાય.

જૈન સાહિત્ય વિશે લખવા બેસીએ તો એક કે બે ભવ પણ ઓછા પડે! એક મહાસાગર જેટલું વિશાળ સાહિત્યનું સર્જન કરીને આપણા નિગ્રર઼્થ જ્યાતર્ધિરોએ સકલ વિશ્વ પર મોટો ઉપકાર કર્યો છે. વળી એમાં જૈન વિદ્વાન શ્રાવકોએ પણ આ ક્ષેત્રે પોતાનું યોગદાન આપવામાં જરાપણ પીછેહઠ કરી નથી. માનવજીવનને સ્પર્શતો કોઈ વિષય એવો નથી જેના પર આપણા આ બહુશ્રુત વિદ્વાનોએ ખેડાણ ન કર્યું હોય. જૈન સાહિત્યક્ષેત્રે આપણા આ પ્રકાંડ વિદ્વાનોએ જે યોગદાન આપ્યું છે એ યુગો સુધી ભુલાવાનું નથી.

જૈન સાહિત્યનું ખેડાણ અતિ વિશાળ છે. દુર્ભાગ્યે આજે સાહિત્યના આવા અભ્યાસીઓ ઓછા થતા જાય છે. વર્તમાન સમયમાં જૈનોને ચોપડી કરતાં ચોપડામાં વધુ રસ પેઠો છે! જ્ઞાની અને જ્ઞાનની મહત્તા જૈનોને સમજાવવાની ન હોય. જૈન સમાજ જ્ઞાન-વિદ્યાના આ ક્ષેત્રે હજી સવિશેષ રસ-રુચિ દાખવે અને જૈન વિદ્વાનોને અને લેખકોને વખતોવખત પ્રોત્સાહન આપવાની સાથે જૈન સાહિત્યનો વ્યાપ વધારવામાં પોતાનું યથાશક્ય યોગદાન આપે એ આજના યુગની તાતી જરૂરિયાત છે.

ગતાંકમાં આ કૉલમમાં જૈન જ્ઞાનભંડારોની સૂચિ આપી હતી. જગ્યાની મર્યાદાને કારણે એ પૂરી સૂચિ અહીં પ્રગટ કરી શક્યા નહોતા. અમે જૈન જ્ઞાનભંડારો વિશે જે માહિતી મેળવી છે એ આજે અહીં પ્રસ્તુત છે. હજી ઘણા જ્ઞાનભંડારોની માહિતી મેળવી શક્યા નથી તેથી આ સૂચિ સંપૂર્ણ છે એમ ગણી શકાય એમ નથી. એમ છતાં આપણા વિદ્વાનોને અને સાહિત્યિક સંસ્થાઓને આ સૂચિ અવશ્ય ઉપયોગી થવાની છે એવી અમને ખાતરી છે.

આપણા જૈન જ્ઞાનભંડારો : (૫૫) ભોગીલાલ લહેરચંદ ઇન્સ્ટિટ્યૂટ, વલ્લભ સ્મારક, દિલ્હી (૫૬) અબુર્દગિરિ જ્ઞાનભંડાર, ઇન્દોર (૫૭) આદિનાથ જ્ઞાનભંડાર, ચિક પેઠ, બૅન્ગલોર (૫૮) જૈન શ્વે. મૂ. સંઘનો જ્ઞાનભંડાર, કેનિંગ સ્ટ્રીટ, કલકત્તા (૫૯) ગોડીજી પાશ્વર્નાથ જ્ઞાનભંડાર, પુણે (૬૦) માનસ મંદિરમ્ તીર્થ જ્ઞાનભંડાર, શાહપુર (૬૧) ધર્મચક્ર તીર્થ જ્ઞાનભંડાર, નાશિક (૬૨) જેસલમેર જ્ઞાનભંડાર, જેસલમેર (૬૩) નાહટાજીનો જૈન જ્ઞાનભંડાર, બિકાનેર (૬૪) નાકોડા તીર્થ જ્ઞાનભંડાર, નાકોડા (૬૫) પ્રેમસૂરિ જ્ઞાનભંડાર, પિંડવાડા (૬૬) દિવ્યદર્શન શાસ્ત્ર સંગ્રહ, શિવગંજ (૬૭) હીરવિજયસૂરિ જ્ઞાનભંડાર, સાંચોર (૬૮) વિદ્યાચંદ્રસૂરિ જ્ઞાનભંડાર, ભીનમલ (૬૯) રાજેન્દ્રસૂરિ જ્ઞાનભંડાર, આહોર (૭૦) જિનભદ્રસૂરિ જ્ઞાનભંડાર, જોધપુર (૭૧) આત્માનંદ જૈન સભા, જયપુર (૭૨) ચંદ્રસાગરસૂરિ જ્ઞાનભંડાર, ઉજ્જૈન (૭૩) રાજેન્દ્રસૂરિ જ્ઞાનભંડાર, રતલામ (૭૪) ધર્મનાથસ્વામી જ્ઞાનભંડાર, કાનપુર (૭૫) પાશ્વર્નાથ વિદ્યાશ્રય શોધ સંસ્થાન, વારાણસી (૭૬) નમિનાથ જિનાલય જ્ઞાનભંડાર, પાયધુની (૭૭) ચિંતામણિ પાશ્વર્નાથ જિનાલય, પાયધુની (૭૮) કલ્યાણ પાશ્વર્નાથ જિનાલય, ચોપાટી (૭૯) પાટણ જૈન મંડળ જ્ઞાનભંડાર, મરીન ડ્રાઇવ (૮૦) કુંથુનાથ જિનાલય, ઍન્ડ્રુઝ રોડ, સાંતાક્રુઝ (૮૧) ચિંતામણિ પાશ્વર્નાથ જિનાલયનો જ્ઞાનભંડાર, એમ. જી. રોડ, વિલે પાર્લે (૮૨) અંધેરી-ગુજરાતી જૈન સંઘનો જ્ઞાનભંડાર, ઇર્લા બ્રિજ, વિલે પાર્લે (૮૩) ધર્મનાથ જિનાલયનો જ્ઞાનભંડાર, જવાહરનગર, ગોરેગામ (૮૪) અમૃતસૂરિ જૈન જ્ઞાનભંડાર, દૌલતનગર, બોરીવલી (૮૫) મુક્તિકમલ જ્ઞાનભંડાર, ડભોઈ (૮૬) સિમંધરસ્વામી જિનાલય જ્ઞાનભંડાર, હાઇવે, મહેસાણા (૮૭) ઓમકારસૂરિ જ્ઞાનભંડાર, જૂના ડીસા (૮૮) જૈન શ્રેયસ્કર મંડળનો જ્ઞાનભંડાર, મહેસાણા (૮૯) યશોવિજયજી જ્ઞાનભંડાર, રાધનપુર (૯૦) હીરવિજયસૂરિ જ્ઞાનભંડાર, પાલનપુર (૯૧) તપોવન સંસ્કારધામ, નવસારી (૯૨) તપોવન સંસ્કારધામ, અમીષાપુર, સાબરમતી, અમદાવાદ (૯૩) આગમોદ્ધારક સંસ્થાન જ્ઞાનભંડાર, છાણી (૯૪) કલિકુંડતીર્થ જ્ઞાનભંડાર, કલિકુંડ (ધોળકા) (૯૫) શાંતિચંદ્રસૂરિ જ્ઞાનભંડાર, ભાભર (૯૬) રાજેન્દ્રસૂરિ જ્ઞાનભંડાર, થરાદ (૯૭) ભદ્રેશ્વર તીર્થ જ્ઞાનભંડાર, ભદ્રેશ્વર તીર્થ (કચ્છ) (૯૮) ૭૨ જિનાલય તીર્થ જ્ઞાનભંડાર, કોડાય (કચ્છ) (૯૯) ભુવનભાનુસૂરિ સ્મૃતર્તિીથ, વટામણ ચોકડી (૧૦૦) આણંદ જૈન જ્ઞાનભંડાર, આણંદ (૧૦૧) ઓસવાળ જ્ઞાનભંડાર, ભચાઉ (કચ્છ) (૧૦૨) સુદર્શનસૂરિ જ્ઞાનભંડાર, ડોળિયા (સામલા પાસે) (૧૦૩) અગાસી તીર્થ જ્ઞાનભંડાર, ચાલપેઠ અગાસી (વિરાર) (૧૦૪) લાવણ્યસૂરિ જ્ઞાનભંડાર, બોટાદ (સૌરાષ્ટ્ર) (૧૦૫) ભદ્રંકરસૂરિ જ્ઞાનભંડાર, સાણંદ (૧૦૬) સુબોધસૂરિ જ્ઞાનભંડાર, સાણંદ (૧૦૭) જૂનાગઢ સંઘ જ્ઞાનભંડાર, ગિરનાર તળેટી, જૂનાગઢ (સૌરાષ્ટ્ર), (૧૦૮) જૈન સંઘ જ્ઞાનભંડાર, લીંબડી (સૌરાષ્ટ્ર) (૧૦૯) ગૌતમનિધિ ગુણસાગર જૈન સંસ્કૃતિ ભવનનો જ્ઞાનભંડાર, દેરાસર લેન, ઘાટકોપર.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK