શું મકરસક્રાન્તિ માત્ર પતંગ ચગાવવાનો કે તલ-ગોળની ચિક્કી ખાવાનો ઉત્સવ છે?

ના. ઋષિમુનિઓએ બહુ ઊંડી સમજણ સાથે આ તહેવારને આપણા કૅલેન્ડરમાં ઉમેર્યો છે. શિયાળાને બાય-બાય કહેવાની અને તૈયાર પાક લણીને નવા પાકની તૈયારી કરવાની આ ઉજવણીમાં શરીરવિજ્ઞાન અને અધ્યાત્મની ઊંડી સમજ વણાયેલી છેઆયુર્વેદનું A ૨ Z - ડૉ. રવિ કોઠારી

આજે છે મકરસંક્રાન્તિ. સૂર્ય ધનમાંથી મકર રાશિમાં પ્રવેશે છે એટલે એને મકરસંક્રાન્તિ કહેવાય છે. એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશનો આવો સંક્રાન્તિકાળ વર્ષમાં લગભગ બાર વાર આવે છે; પણ મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ વિશેષ મહત્વ ધરાવે છે, કેમ કે મકર રાશિમાં પ્રþવેશ સાથે સૂર્યની ગતિ દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફની થાય છે. સૂર્યની ઉત્તર તરફની ગતિ આધ્યાત્મિક રીતે પવિત્ર, શુભ અને હકારાત્મક વાઇબ્રેશન્સનો સંચાર કરનારી મનાય છે.

જ્યારે પણ આપણે સૂર્ય ફલાણી રાશિમાં પ્રવેશ્યો એવું કહીએ છીએ ત્યારે એ સૂર્યની ગતિ બદલાય છે એવું નથી હોતું. આપણા સૌરમંડળમાં સૂર્ય અચળ અને સ્થિર છે, પરંતુ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને પોતાની ધરી પર પણ ફરે છે. આ બન્ને મૂવમેન્ટને કારણે આસપાસના ગ્રહો સાથેના અંતરમાં પરિવર્તન થાય છે જેને કારણે પૃથ્વીના ચોક્કસ ભાગમાં સૂર્યની દિશામાં બદલાવો આવે છે.

તમને થશે કે આજે આપણે આયુર્વેદને બદલે ખગોળશાસ્ત્રની વાતો કેમ કરવા લાગ્યા? આપણે કોઈ ખગોળવિજ્ઞાનની વાત નથી કરવી, પરંતુ પૃથ્વીના ભ્રમણને કારણે આપણે ત્યાં ત્રણ ઋતુચક્ર બને છે જે સીધી રીતે આપણા તનના સ્વાસ્થ્ય અને આધ્યાત્મિકતા સાથે સંકળાયેલું છે. વળી પૃથ્વીનું ભ્રમણ એટલું ધીમું અને સાતત્યપૂર્ણ છે કે આપણને એના ભ્રમણનો અહેસાસ પણ નથી થતો. વિવિધ ઋતુઓનો બદલાવ, દિવસ-રાતનું પડવું એ આ ભ્રમણને કારણે જ શક્ય છે. પૃથ્વી પોતાની ધરી પર અને સૂર્યની ફરતે ભ્રમણ કરે છે માટે એના પર જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે. આ વાત સમજાવે છે કે સંસારમાં પરિવર્તન અચળ છે. સૂર્યની ઉત્તરાયણ તરફની શુભ ગતિની ઉજવણી દ્વારા આપણે આધ્યાત્મના સતત પરિવર્તનના પાઠને યાદ કરીએ એ જરૂરી છે.

સૂર્યના મકરપ્રવેશની સાથે શિયાળાની સીઝનના અંતનો પ્રારંભ થાય છે. મતલબ કે એ પછીથી વાતાવરણમાંથી ઠંડીનો ચમકારો ઓસરતો જાય છે. શિયાળો સંપૂર્ણપણે આપણને ટાટા કહે એ પહેલાં આ ઋતુના ફાયદા મળે એવી જીવનશૈલીનો લાભ લેવા માટે મકરસંક્રાન્તિની ખાસ ઉજવણી કરવામાં આવી છે. વિશિષ્ટ ખાનપાન સૂચવવામાં આવ્યું છે જેને કારણે શિયાળો પૂરો થઈને ગરમી શરૂ થાય એ ઋતુસંધિ દરમ્યાન તમે સ્વસ્થ રહી શકો. ચાલો જોઈએ મકરસંક્રાન્તિની ઉજવણી પાછળનાં વૈજ્ઞાનિક કારણો.

kite

૧. કુમળા તડકામાં પતંગ ચગાવવો

શિયાળામાં વહેલી સવારનો કુમળો તડકો બહુ જ સારો ગણાય છે, પણ મીઠી ઠંડકને કારણે આપણને સવારે ઊઠવું ગમતું નથી. શિયાળામાં દિવસ ટૂંકો હોવાથી સૂર્યનાં કિરણો બહુ ઓછો સમય પૃથ્વી પર પડે છે. વાતાવરણની ઠંડકને કારણે આપણે બહાર નીકળીએ ત્યારે પણ ઊની વસ્ત્રો પહેરેલાં હોય છે જેને કારણે શરીરને ડાયરેક્ટ સનલાઇટ મળતી નથી. મૉડર્ન મેડિસિને પણ સ્વીકાર્યું છે કે શિયાળામાં ઘરમાં ભરાઈ રહેતા લોકોના શરીરમાં વિટામિન Dની ઊણપ સર્જાય છે. આ વિટામિનની અછત મૂડ પર પણ અસરે કરે છે અને ડિપ્રેશન જેવા મનોવૈજ્ઞાનિક રોગનું કારક બની શકે છે. આ વિટામિન ખોરાકમાંથી પૂરતી માત્રામાં મળતું નથી, પરંતુ આપણી ત્વચા સૂર્યનાં કિરણોમાંથી વિટામિન D આસાનીથી પેદા કરી શકે છે. એટલે જ આ સીઝનમાં પતંગ ચગાવવા તમે ધાબે ચડો તો શરીરને જરૂરી વિટામિન આસાનીથી મળી રહે છે.

એક વાત યાદ રહે કે ઉતરાણ કે વાસી ઉતરાણના દિવસે પાંચ-સાત કલાક તડકો ખાઈ લેવાથી શરીરની વિટામિની Dની જરૂરિયાત ભરપાઈ નથી થઈ જતી. આ વિટામિન શરીરમાં સંઘરાઈ રહેતું નથી એટલે રોજેરોજ દસથી પંદર મિનિટનો કુમળો તડકો જરૂરી છે.

kite1

૨. તલ-ગોળની ચિક્કી

ઠંડીની સીઝનમાં શરીરમાં વાતદોષ વધે અને વકરે એવી સંભાવના વધુ હોય છે. એવા સમયે મધુર અને ચીકણી ચીજો લેવી જરૂરી છે. તલ-સિંગ જેવી હેલ્ધી ઑઇલ ધરાવતી ચીજોને દેશી ગોળમાં બનાવેલી ચિક્કી કે લાડુરૂપે લેવાથી સ્નિગ્ધતા અને મધુરતા બન્નેની પૂર્તિ થાય છે.

યાદ રહે, ખાંડની ચાસણીમાં બનાવેલી ચિક્કીઓ કફદોષ વધારી દે અને તમને શરદી-ખાંસી અને ઉધરસ થાય એવું બની શકે છે. માત્ર એક દિવસ તલ-ગોળના લાડુ ખાવાથી નહીં ચાલે. આખા શિયાળા દરમ્યાન રોજ તલ-ગોળનો એક લાડુ સુખરૂપ સેહત માટે લેવો જોઈએ.

kite2

kite3

પોંક અને ખીચડો

આ બન્ને શિયાળાની ખાસ વાનગીઓ છે. પાક લણવાની આ સીઝનમાં જુવાર, બાજરી અને ઘઉં જેવાં લીલાં ધાન્યને શેકીને બનાવેલો પોંક બહુ સ્વાદિષ્ટ લાગે છે. વળી છડીને રાખેલાં પાંચ ધાન્યનો ખીચડો અને કાચું તેલ ખાવાની પ્રથા પણ હજી છે. જોકે પાચનશક્તિ પ્રબળ હોય તો જ પોંક અને ખીચડો પચે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK