મને સ્વર્ગ-નરકમાં દાખલ ન કર્યો, પૃથ્વી પર પટકાયો

૮૦ વરસના આ લેખકને  ઊંઘમાં એક સપનું આવ્યું, જે તેના જ શબ્દોમાં અહીં  ઉતારે છે :


મેરા ભારત મહાન! મગર કભી કભી - ભગવાનજી રૈયાણી

હું મુંબઈમાં મરી જાઉં છું, પણ મારો આત્મા તો પુષ્પક વિમાનમાં બેસીને સ્વર્ગદ્વારે પહોંચે છે. ત્યાં ટોલ-ટૅક્સરૂપે ૧૦૦૦ સોનામહોર જમા કરાવ્યા બાદ વિધાતા ચિત્રગુપ્ત તમારો ચોપડો જોયા બાદ એનું NOC આપે અને પછી દસ કાઉન્ટર પર બેઠેલા કોઈ પણ એક યમરાજ પાસે એ NOC રજૂ કરવાનું. ત્યાં તમને ઍડ્મિશન-સ્લિપ મળે અને એક ચોકીદાર સ્વર્ગસ્થાને તમારા માટે અનામત રખાયેલા મહેલમાં લઈ જાય. સ્વર્ગના આ નસીબવંતાએ ત્યાં કશું કરવાનું નહીં, માત્ર સ્વર્ગના દેવ ઇન્દ્રને પ્રણામ કર્યા બાદ તેના આર્શીવાદ મેળવીને પછી માત્ર ખાઈપીને મોજ કરવાની. અપ્સરાઓનાં નાચગાન જોવાનાં.  જ્યાં કદી મૃત્યુ નથી, કાયમનું અમરત્વ જ છે.

પણ જે કાઉન્ટર મને અલૉટ કરવામાં આવ્યું હતું એ યમરાજે એમ કહીને મારું  NOC રિજેક્ટ કર્યું કે તમે ગયા ભવમાં સાપ હતા અને અનેક પશુ-પ્રાણી અને મનુષ્યોને દંશ દઈને મોતને ઘાટ ઉતાર્યાં હતાં! બીજા કાઉન્ટર પરના યમરાજે પણ સ્વર્ગમાં દાખલ થવા દેવાની એમ કહીને ના પાડી કે તમે તો ગયા ભવમાં વાઘ હતા અને અનેકોને ફાડી ખાધા હતા. એમ કરતાં-કરતાં દસેય યમરાજો ચિત્રગુપ્તના મારા ફ્બ્ઘ્ને એમ કહીને નકારતા ગયા કે હું આ અને આગળના ભવોમાં વીંછી, મગર, રીંછ, કિલર માખી, મચ્છર, કીડો, મંકોડો કે હડકાયો કૂતરો હતો.

મેં દલીલ કરી કે માણસ તરીકે તો મેં કોઈ ખોટું કામ કર્યું નથી ઊલટું માનવસેવા માટે મેં મારી જાત ઘસી નાખી છે અને એટલે જ ચિત્રગુપ્તે મારો ચોપડો જોઈને જ મને NOC આપ્યું છે. પણ યમરાજાઓએ મને કહી દીધું કે અમે તો તમારા આગળના દસ જ  જન્મોનાં કર્મો કૅરી-ફૉર્વર્ડ કરીને એન્ટ્રી આપીએ છીએ, નહીં કે તમારા ચોરાસી લાખ યોનિમાંથી પસાર થયેલા જન્મોની તપાસ કરીએ છીએ. મેં ઇન્દ્રદેવને આ નિર્ણયોની સામે NOC જોડી રિટ પિટિશન કરીને દાદ માગી, પણ તેમણે કહેવડાવ્યું કે અમારે ત્યાં સ્વર્ગમાં કોઈ અદાલત જ નથી એટલે હું દિલગીર છું કે તમારી રિટ પિટિશન હું સાંભળી શકતો નથી. પૃથ્વીલોકમાં તો પુણ્યશાળી કે પાપી જે કોઈ મરે છે તેના વારસદારો તેના નામની આગળ સ્વર્ગસ્થ (સ્વર્ગમાં બિરાજેલા) જોડી દે છે.

આમ નિરાશ થઈને હું પાછો મારા પુષ્પકમાં બેઠો, જે મને નરકમાં લઈ ગયું. ત્યાં તો દરવાને જ મને કહી દીધું કે તમારી પૃથ્વી પરથી હજારમાંથી ૯૯૯ મનુષ્યોને સ્વર્ગદ્વારેથી પરત કરીને અહીં મોકલવામાં આવે છે, જેથી એ બધાને સમાવવા માટે અમારી પાસે જગ્યા જ નથી.

આમ હું ફરી બેઠો પુષ્પકમાં. પૃથ્વી પર પાછો જઈ ભૂત બનીને ભમવા માટે. પણ વિમાન ધરતીથી હજારેક ફીટ ઉપર હતું ત્યાં જ તૂટી પડ્યું અને હું હવામાં જ ફંગોળાઈને એક ભટકતો આત્મા બની ગયો.

હું અત્યંત ત્રસ્ત હતો અને હજી સપનામાં જ હતો. મેં મારી પત્ની અને બાળકોને મારા ભયાનક દુ:સ્વપ્નની વાત કરી, જે તેમણે હસવામાં કાઢી નાખી અને કહ્યું કે આવાં સપનાં સાચાં પડતાં નથી. પણ મારું મન ન માન્યું અને મને ડિપ્રેશન આવી ગયું. તેઓ મને એક મનોચિકિત્સક પાસે લઈ ગયા અને પંદરેક દિવસની સારવાર પછી હું સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો. પણ હજી સપનું પૂરું નહોતું થયું અને મારી દ્વિધા મારો પીછો છોડતી નહોતી.

મારું ભ્રમનિસરણ કરી શકે એવા મારા એક વિદ્વાન નિવૃત્ત પ્રોફેસર કે જેમણે આ વિષયમાં વર્ષો સુધી સંશોધન કર્યું છે તેમને મળ્યો અને સ્વપ્નકથની સંભળાવી.

મને કહે, મૂરખ, તને સપનામાં આવો અનુભવ થયો; પણ જીવતા-જાગતા, હાલતા-ચાલતા કરોડો માણસો સ્વર્ગનાં સપનાં જોતાં-જોતાં નર્કથી ડરતા હોય છે, જે એક મોટો ભ્રમ હોય છે. વાસ્તવિકતા શું છે એ સાંભળ:

ઈશ્વરને આધીન લોકો તો દૃઢપણે માનતા હોય છે કે ઈશ્વરની ઇચ્છા વિના એક પાંદડુંયે ફરકતું નથી. જીવનભર ભૂંડાં, ઘોર પાતકો આચરનારા મનુષ્યો અમનચમન કરતા  જોવા મળે છે અને સત્કર્મી, સત્યવક્તા, પ્રામાણિકપણે પરોપકારી અને પુણ્યશાળી માણસો જીવનભર દુ:ખી રહે છે એવું કેમ? એક ફિલસૂફે કહ્યું છે કે ‘સત્ય ફાંસીને માંચડે લટકે છે, જ્યારે જૂઠ રાજગાદીએ વિરાજી શાસન કરે છે. અંધકાર ફેલાવતી વ્યક્તિ (ધર્મગુરુ કે સંતમહંત) પુજાય છે અને તેમની સામે દક્ષિણાનો ઢગલો થાય છે.’ ભક્તો તો કહેશે કે ઈશ્વર તો સવર્વ્યા્પી અને સર્વજ્ઞ છે, તે ભૂંડાં કર્મોની સજા કર્યા વિના કોઈને નહીં છોડે. પણ ખરેખર તો ઈશ્વર ગયા ભવની શિક્ષા આ ભવ માટે અનામત રાખે છે. એટલે કે લુચ્ચાલફંગાઓને લહેર કરવા દઈને પ્રામાણિક અને સત્યાચરણને વરેલાઓને દુ:ખી થવા દે છે. આની સામે જો બદમાશને અદાલતમાં ખડો કરવામાં આવે તો ઘણે ભાગે તેની હયાતીમાં જ તેને સજા થાય છે. માણસની અદાલત આવતા ભવની ઉધારી નથી આપતી. કોઈ સજ્ર્યનને પૂછો કે તેણે સેંકડો લોકો પર વાઢકાપ કરી એમાં તેમને કોઈનો આત્મા દેખાયો?

બે હજાર વર્ષ પહેલાં ઋષિ ચાર્વાકે કહેલું કે ઋણમ્ કૃત્વા ઘૃતમ્ પિબેત. મતલબ કે કરજ કરીને પણ ઘી પીઓ એટલે કે મોજથી જીવો. આગળ કહે છે કે ‘ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કત:Ð’ એટલે કે દેહ બળી ગયા પછી વળી પુનર્જન્મ કઈ રીતે હોય?

સો વર્ષ પહેલાં પૃથ્વીની વસ્તી અઢી અજબ હતી, જે આજે સાત અબજ છે. આપણો હિન્દુ ધર્મ કહે છે કે ચોરાસી લાખ યોનિમાં જન્મ-જન્માંતરપર્યંત જન્મીને એક વાર માનવજન્મ મળે છે, એ પણ અગાઉના જન્મોમાં કોઈને દુ:ખ ન આપ્યું હોય તો. આ હિસાબે છેલ્લાં સો વર્ષમાં સાડાચાર અબજ સાપ, વીછી, રીંછ, મગર, શાર્ક, ઊંટ, ગધેડા, વાઘ, સિંહ, દીપડા જેવાં અનેક હિંસક અને અહિંસક પ્રાણીઓ અહિંસક થઈ જઈ પુણ્યશાળી બનીને વધારાના માણસ તરીકે જન્મ્યા.

દસેક હજાર વર્ષ પહેલાં માણસ લગભગ નિર્વસ્ત્ર રહીને જંગલોમાં વિચરતો, શિકાર અને ફળફળાદિથી પેટ ભરતો અને કાચું માંસ ખાઈ લેતો.

ધીમે-ધીમે તે બોલતાં શીખ્યો અને અગ્નિનો ઉપયોગ કરતાં શીખ્યો. એક તરફ તેને જંગલી જાનવરોનો ભય રહેતો તો બીજી તરફ તેને કુદરતી આફતો, અતિ વરસાદ, વાવાઝોડાં, તોફાનો, વાદળોના ગડગડાટ, વીજળીના ચમકારા, ધરતીકંપ, પૂર, આગ, ટાઢ, તડકો વગેરેનો પણ સામનો કરવો પડતો હતો. આ બધું કરનાર કોઈ શક્તિ હોવી જ જોઈએ એવી તેને ખાતરી થઈ અને એ કલ્પનામાંથી એક કાલ્પનિક ઈશ્વરનો જન્મ થયો. જ્યારે કોઈ ઈશ્વરનો પ્રેમ મેળવવા તેની ભક્તિના પંથે પડે છે ત્યારે તેને દુ:ખી કરવામાં તે કંઈ બાકી રાખતો નથી. છતાં પોતાને તે કઈ રીતે કરુણાસાગર કહેવડાવે છે? પુરુષોને તે વિધુર, સ્ત્રીઓને તે વિધવા અને નિર્દોષ બાળકોને તે અનાથ કેમ બનાવે છે? ધરતીકંપ, પૂર, દુષ્કાળ, દાવાનળ દ્વારા તે લાખો મનુષ્ય અને પશુ-પંખીનો સંહાર કેમ કરે છે? અબજો પ્રાણીઓ, પંખીઓ, જીવજંતુઓને તે લાખો શિકારી

પ્રાણીઓ-પંખીઓનો ભક્ષ કેમ થવા દે છે? આવા અતિ નિર્દય ઈશ્વરને ‘કરુણાસાગર’ શી રીતે કહી શકાય?

પણ આજથી અઢીસો વર્ષ પહેલાં જન્મેલો સુધારક કવિ અખો કહી ગયો છે એ યાદ કરો :

એક મૂરખને એહવી ટેવ,

પથ્થર એટલા પૂજે દેવ;

પાણી દેખી કરે સનાન,

તુલસી દેખી તોડે પાન

અખા એહ મોટો ઉત્પાત,

ઘણા પરમેશ્વર ક્યાંની વાત


ભગવાન બુદ્ધ અને મહાવીર નિરીશ્વરવાદી હતા, પણ બુદ્ધ અને જૈન ધર્મોમાં ધીમે-ધીમે ભગવાનોએ પગપેસારો કર્યો.

૧૯મી સદીના મહાન વિચારક અને તત્વચિંતક બટ્રાર્ન્ડ રસેલે એક સરસ વિધાન કર્યું છે કે આવી ભયંકર પીડાભરી દુનિયા શેતાને બનાવી છે એમ જો કોઈ કહે તો એ કદાચ હું માનું; પરંતુ પરમકૃપાળુ એવો પરમાત્મા, સવર્શવક્તિમાન એવો ઈશ્વર આવી દુનિયા બનાવે એ વાત કદાપિ માની શકાય એવી નથી.

માટે મિત્ર, આટલું જાણ્યા પછી તારી સ્વર્ગ-નરક, જનમ-પુનર્જનમની ભ્રમણા ભાંગી કે?

અહીં મારું સપનું તૂટ્યું અને હું સફાળો બેઠો થઈ ગયો અને કેટલોક સમય ધ્યાનમાં બેસી રહ્યો. વિદ્વાન મિત્રે કરેલી તાãત્વક દલીલો સંપૂર્ણપણે મારા મગજમાં ઊતરી ગઈ અને હું સ્વસ્થ ચિત્તે મારી પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થઈ ગયો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK