ફિલોસૉફરો અને અસ્તિત્વવાદીની દૃષ્ટિએ આધાર કાર્ડની વિવાદાસ્પદ યોજના

મહાન અસ્તિત્વાદી ફિલોસૉફર ફ્રાન્ઝ કાફકાએ ‘ધ ટ્રાયલ’ નામનું નાટક લખેલું.પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

આજે ભારતમાં આધાર કાર્ડના ફાયદા ને ગેરફાયદા ચર્ચાય છે અને આધાર કાર્ડ થકી અમુક કૉમનમૅનની હાડમારી ચર્ચાય છે ત્યારે મૂળ જર્મનીના ફિલોસૉફર ડૉ. ફ્રાન્ઝ કાફકાના એક નાટકને યાદ કરાયું છે. એ નાટકનો મુખ્ય ધ્વનિ છે કે આપણે સૌ અંતે તો અમુક સરકારી સગવડો લેવા જતાં આપણે દેશની ઑથોરિટી એટલે સરકાર સામે અને એના કાનૂન સામે લોકકલ્યાણની આપણી સ્વતંત્રતા ગુમાવીએ છીએ. આપણે સરકારના કાનૂન સામે એકદમ હેલ્પલેસ-લાચાર બની જઈએ છીએ. દા. ત. આધાર કાર્ડની સ્કીમમાં ભલે તમે માનતા ન હો; પણ જીવવા માટે, રૅશન-કાર્ડ માટે કે બૅન્ક-અકાઉન્ટ માટે અનિવાર્ય બને છે. આપણને વિચાર કરતા કરી મૂકે છે કે શું આ કાયદો બનાવીને આ લોકો (સરકાર) મારી સ્વતંત્રતા ઉપર તરાપ મૂકે છે? શું એ માટે તેમને ચૂંટ્યા છે? શું આ ઇલેક્ટેડ લોકો આપણા મતથી જ  સત્તાધીશ થયા છે તે લોકો જ આપણી ઉપર અવનવા કાનૂનોનો ગાળિયો નાખે છે? ફ્રાન્ઝ કાફકાએ ચેતવણી ઉચ્ચારી હતી કે આધાર કાર્ડ જેવી યોજના લોકોએ મૂંગે મોઢે સહન કરી તો શું ભવિષ્યમાં વધુ ને વધુ કાયદા નહીં આવે જે આપણી સ્વતંત્રતા ઉપર વધુ તરાપ મૂકશે?

તમે જોયું કે સરકારે સુપ્રીમ કોર્ટના ઑર્ડરની ઐસીતૈસી કરી છે. શું આપણે આ લોકોને ચૂંટ્યા છે એ આવા કાનૂન માટે ચૂંટ્યા છે? હજારો લોકોનાં પેન્શન આધાર કાર્ડ વગર લટકી પડ્યાં છે. કેટલીક જગ્યાએ આધાર કાર્ડની અરજી કરનારા અજ્ઞાન હોઈ તેમની પાસેથી ૫૦૦ રૂપિયાની ફી પણ લુચ્ચા લોકોએ પડાવી છે. ઘણાનાં પેન્શન અને રૅશન-કાર્ડ અટકી પડ્યાં છે. ઑફિસમાં તમે આધાર કાર્ડ લેવા જાઓ ત્યારે ત્યાં બેઠેલા કર્મચારી એકાએક કહે છે કે ઇન્ટરનેટ બંધ છે, વીજળી બંધ છે, કારકુન રજા પર ગયા છે. સરકારે વિવિધ સગવડો લેવાયોગ્ય બનો એ માટે આધાર કાર્ડ અનિવાર્ય બનાવ્યું છે. તમારે હૉસ્પિટલમાં દાખલ થવું છે? તો તમે સાવ ખરાબ તબિયતમાં ઍમ્બ્યુલન્સ પાસે જાઓ તો તમારી પાસે ઍમ્બ્યુલન્સમાં દાખલ થતાં પહેલાં આધાર કાર્ડ માગે છે. ઘણા લોકો આધાર કાર્ડને અભાવે ઍમ્બ્યુલન્સ પાસે જ બેભાન કે મરણતોલ બન્યા હતા.

કાફકાના નાટક ‘ધ ટ્રાયલ’માં જોસેફ નામનું એક પાત્ર છે. તેને પકડવામાં આવે છે. જોસેફ પૂછે છે, ‘મેં શું ગુનો કર્યો છે? મને શું કામ પકડ્યો છે?’

ત્યાં બેઠેલા ન્યાયાધીશો અને વકીલો તેમ જ બ્યુરોક્રેટો દ્વારા જોસેફને જાણે કહેવામાં આવે છે કે આ અવનિમાં જન્મ લીધો એ જ તારો ગુનો છે. તારે અમુક-અમુક સગવડો માટે ક્યુમાં ઊભા રહેવું પડશે, ભૂખ્યા ને તરસ્યા. તારા અસ્તિત્વ માટે આ જરૂરી છે. અનિવાર્ય છે.

મતલબ - આધાર કાર્ડ વગર તું ગુનેગાર બને છે, કોઈ ગુના વગર! ભારતના મોટા ભાગના લોકો ભૂખ્યા-તરસ્યા લાઇનમાં ઊભા રહીને આધાર કાર્ડ મેળવી ચૂક્યા છે. લોકો આટલા બધા આજ્ઞાંકિત છે એનો પરચો સરકારને થઈ ગયો છે. કાફકાના નાટક ‘ધ ટ્રાયલ’માં એક ગુના વગરનો હીરો અમુક કલ્પેલા ગુના માટે પકડાય છે ને એક બાબતમાં તાબે થાય છે તો બીજા ન કરેલા ગુના માટે પણ પકડાય છે. કાફકા કહે છે કે તમે ઑથોરિટીને એક અન્યાયકર્તા કાનૂનને તાબે થાઓ તો તે તમારી વ્યક્તિગત સ્વતંત્રતાને મર્યાદિત કરનારા બીજા કાનૂન પણ લાવશે જ. અને તમે એક કાનૂનને તાબે થયા એટલે બીજા કડક કાનૂનને તાબે થશો જ થશો એવી સરકારને પાકી ખાતરી થાય છે.

પશ્ચિમના ફિલોસૉફરો, જેણે આધાર કાર્ડની યોજનાનો અભ્યાસ કર્યો છે તેમાંથી ઘણા આ યોજનાની ટીકા કરે છે. ઘણા સ્વીકારે છે અને કાફકાને ટાંકીને કહે છે કે ભારતના લોકોએ સમજવું જોઈએ કે આખરે મજબૂર થઈને તમારે સ્કીમ સ્વીકારવી પડે છે, પણ જીવનમાં જે સત્ય હોય એ જ સ્વીકારો. ગાંધીજીને યાદ કરો. તમને આધાર કાર્ડની યોજના સ્વીકાર્ય હોય એ જ બસ નથી. એ તમારી નાગરિક તરીકેની સ્વતંત્રતાને મર્યાદિત કરે છે. એ ગાંધીજીના વિચારોની વિરુદ્ધ છે એ યાદ કરો અને ઇન્દિરા ગાંધી વડાં પ્રધાન હતાં ત્યારે ઇમર્જન્સી લાદેલી એને તો યાદ કરો જ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK