ડિસ્ટ્રિબ્યુટરો તેમને સેલેબલ સ્ટાર નહોતા ગણતા એની સ્મિતાને ભારે અકળામણ થતી

સ્મિતાએ ‘અર્થ’ રિલીઝ થયા પછી ખાસ્સો સમય મહેશ ભટ્ટ સાથે અબોલા પણ લીધા હતા.

smita

કિનારે-કિનારે - સલિલ દલાલ

કયો હતો શબાનાનો એ સીન જે સ્મિતાની જાણબહાર મહેશ ભટ્ટે શૂટ કર્યો હતો? જે પાર્ટી-સીનમાં પૂજા પીધેલી હાલતમાં કવિતાને જાહેરમાં અપમાનિત કરે છે એ દૃશ્ય ટ્રાયલ દરમ્યાન જોયા પછી ‘ચેતના’ જેવી ફિલ્મ બનાવનાર દિગ્દર્શક બી. આર. ઇશારાએ મહેશ ભટ્ટને સલાહ આપી. તેમણે કહ્યું કે ઇન્ડિયન ઑડિયન્સ આ સીન પચાવી નહીં શકે, કોઈ ભારતીય પતïની કશા યોગ્ય કારણ વગર આવું વર્તન ન કરે. એ વખતે ‘અર્થ’ પિક્ચર આખું તૈયાર હોવા છતાં કોઈ ખરીદતું નહોતું. એથી છેલ્લી ઘડીએ પેલો ઇમોશનલ ટેલિફોન-સીન ઉમેરાયો, જેમાં પૂજા રડતાં-રડતાં કવિતાને વિનંતી કરે છે કે પોતાના દામ્પત્યજીવનમાંથી તે હટી જાય. એક તબક્કે તે મૈં તુમ્હારે પાંવ પડતી હૂં એમ પણ કહે છે. એ શૂટની સ્મિતાને જાણ નહોતી. એટલે અન્ય એક દિવસે થયેલા શૂટિંગમાં સામે છેડેથી સ્મિતાએ માત્ર ફોન પકડીને એ કાકલૂદીઓની કશી અસર ન થતી હોય એવું એક્સપ્રેશન આપ્યું હોય છે. પરિણામે એ દૃશ્યમાંનો શબાનાનો અભિનય અવૉર્ડ અપાવે એવો થયો. એથી એ પછીના પાર્ટી-સીનમાંનો (બિસ્તર મેં રંડીવાળો) ગુસ્સો લૉજિકલ લાગે છે. આમ ઇશારાએ કરેલા ઇશારાનું સમાધાન થયું અને ફિલ્મ બૉક્સ-ઑફિસ પર પણ સારી ચાલી, પરંતુ સ્મિતાના પાત્ર કવિતાનું ચરિત્ર-આલેખન એક તદ્દન નિષ્ઠુર સ્ત્રીનું થયું.

સ્મિતા સાથે એવી ચાલાકી ન થઈ હોત તો પણ ‘અર્થ’ મહિલા પાત્રાલેખનની એક નવી દિશા ખોલનારી ફિલ્મ તરીકે માઇલસ્ટોન જ હોત, કેમ કે એનો અંત પણ એ સમય માટે બિલકુલ ક્રાન્તિકારી હતો. એક મહિલા, અન્ય સ્ત્રી સાથેના ગંભીર સંબંધો પછી પાછા ફરતા પોતાના પતિને તો પરત નહોતી જ સ્વીકારતી; એ પ્રેમી (રાજકિરણ)ને પણ ભવિષ્ય માટે નકારતી હતી અને સિંગલ વુમન તરીકે જીવવા માગતી હોય એવો સ્ટોરીનો એન્ડ હતો. પણ ફિલ્મ વેચાત નહીં તો? એ તો ભલું થજો હૃષીકેશ મુખરજીનું કે રાષ્ટ્રીય પુરસ્કારની સ્પર્ધા માટે એન્ટ્રી મોકલવાની તારીખ જતી રહેવા છતાં તેમણે નૅશનલ અવૉર્ડ કમિટીના ચૅરમૅન તરીકે ‘અર્થ’ને હરીફાઈમાં દાખલ કરવાની ખાસ વ્યવસ્થા કરાવી આપી. એમાં શબાનાને બેસ્ટ ઍક્ટ્રેસનો રાષ્ટ્રીય પુરસ્કાર જાહેર થયો એ પછી ફિલ્મને રાજશ્રી બૅનરે ખરીદી અને ‘અર્થ’ યોગ્ય રીતે રિલીઝ થઈ હતી (એને પગલે રાજશ્રી સાથે ભટ્ટજી ‘સારાંશ’ બનાવી શક્યા અને અનુપમ ખેર જેવા ટૅલન્ટેડ ઍક્ટરનો ઉદય થયો, એ બોનસ). પણ જ્યારે હૃષીકેશ મુખરજી પાસે મહેશ ભટ્ટે બળાપો વ્યક્ત કર્યો કે પોતાની ફિલ્મ કોઈ ખરીદતું નથી ત્યારે અમારા ઑલટાઇમ ફેવરિટ ડિરેક્ટર હૃષીદાએ પોતાના અનુભવના નિચોડ જેવું રીઍક્શન આપતાં હળવેકથી કહ્યું હતું કે તો-તો એ સારી જ ફિલ્મ હશે!

ટૂંકમાં મહેશ ભટ્ટ માટે એ સીનનું ઉમેરણ પોતાની ધંધાકીય જરૂરિયાત હતું. એથી લાંબો સમય કિટ્ટા રાખ્યા પછી બન્ïને પાર્ક હોટેલના દાદર પર ફરીથી આમને-સામને થયાં ત્યારે સ્મિતાએ ભટ્ટસાહેબને જાહેરમાં ખખડાવવામાં કશી કસર નહોતી રાખી, પરંતુ મહેશ ભટ્ટે જ્યારે પોતાનો બિઝનેસ પૉઇન્ટ ઑફ વ્યુ સમજાવ્યો ત્યારે બન્ïને ફરી ગળે મળ્યાં; પણ સ્મિતાને કોઈ તબક્કે એમ લાગ્યું હશે કે શબાનાએ આ કરાવ્યું હશે તો એ નવાઈની વાત નહીં હોય. સ્મિતા પાસે અગાઉનો અનુભવ હતો જ. તેને સઈ પરાંજપેની અવિસ્મરણીય ફિલ્મ ‘સ્પર્શ’ મળી હતી, પરંતુ પડદા પાછળ શું રંધાયું કે છેલ્લી ઘડીએ તેને બદલે શબાનાને એ પિક્ચર મળ્યું હતું! સ્મિતાએ પોતાના વ્યાવસાયિક જીવનમાં એનાથી વધારે મોટી હતાશા કદી નહોતી અનુભવી એ તેમની નિકટના એક કરતાં વધુ લોકોએ કહેલું છે. ઑફિશ્યલ કારણ એ હતું કે તમે, ડિસ્ટ્રિબ્યુટરો તમારા નામ પર ફિલ્મ ખરીદે એવા સેલેબલ સ્ટાર નથી! એ સૌથી મોટા આઘાત પછી જ સ્મિતા ઝનૂનપૂર્વક કમર્શિયલ ફિલ્મો સ્વીકારવા માંડ્યાં; પણ લાંબા સમય સુધી એ અકળામણ માનસિક રીતે પરેશાન કરતી રહી હતી.

એવા એક દિવસનો અહેવાલ ‘સ્ટારડસ્ટ’ મૅગેઝિને મહેશ ભટ્ટના ઉલ્લેખ સાથે કરેલો છે. એ અનુસાર એક મોડી સાંજે મહેશ ભટ્ટ અને તેમનાં પતïની કિરણને ત્યારે આર્ય થયું જ્યારે તેમનો દરવાજો સ્મિતા પાટીલ જોરજોરથી ખખડાવતાં હતાં. બન્ïનેએ બારણું ખોલ્યું અને જોયું તો સ્મિતા ધ્રૂજે. તેમને પોતાના બેડરૂમમાં લઈ ગયાં. ડૉક્ટર બોલાવ્યા. ડૉક્ટરે તપાસના અંતે કહ્યું કે સ્ટ્રેસને લીધે શુગર ઓછી થઈ જવાથી આમ બન્યું છે. થોડાક કલાકના આરામ પછી તે પાછી સ્ટ્રૉન્ગ મુલગી થઈ જશે! ‘સ્ટારડસ્ટ’ના એ અહેવાલની સાથે સ્મિતાનો લાંબો ઇન્ટરવ્યુ પણ છે. એમાં હરીફ અભિનેત્રીઓ વિશેની પેલી હતાશાના પડઘા સંભળાય છે. તે કહે છે, ‘શું હું સફળ છું? કદાચ હા, જો તમે મારા પર્ફોર્મન્સિસને આધારે મૂલવો તો. કદાચ ના, જો મારી ફિલ્મોની સફળતાને આધારે નિર્ણય કરો તો. મેં અન્ય કોઈ પણ (અભિનેત્રી) કરતાં શ્રેષ્ઠ રોલ કર્યા છે, પણ એટલી સખત મહેનત પછી પણ બૉક્સ-ઑફિસની વાત કરવામાં આવે ત્યારે એ મને અપસેટ કરી નાખે છે. જ્યારે મારે પોતાને પણ કોઈ પિક્ચર કેટલું ચાલ્યું એના આધારે મૂલ્યાંકન કરવાની ફરજ પડે છે ત્યારે મને બહુ ગુસ્સો આવે છે.’

એ જ મુલાકાતમાં તે કહે છે, ‘એના માટે હેરાફેરી (મૅનિપ્યુલેશન) કરવાની જરૂર પડે અને હું એ મારી જિંદગીમાં કરી શકવાની નથી. રાજકારણીની દીકરી હોવાથી મેં પાવરગેમ બહુ નજીકથી જોઈ છે, પણ હું એકદમ સ્ટ્રેટ-ફૉર્વર્ડ વ્યક્તિ છું.

પોતે શિવાજીરાવ પાટીલ સરખા એ સમયના મહારાષ્ટ્રના કદાવર નેતાની દીકરી હોવાનો એ ઉલ્લેખ હતો, જે ત્યારે મિનિસ્ટર પણ હતા. તેમને કારણે સ્મિતાને દૂરદર્શનમાં ન્યુઝરીડર બનવા મળ્યું હોવાની ટિપ્પણીઓ પણ શરૂઆતમાં થતી, પરંતુ એક વાર સમાચારવાચક તરીકે નાના પડદે આવવાનું શરૂ કર્યું અને સૌને સમજાયું કે આ તો પ્રસિદ્ધ પિતાની સિદ્ધ પુત્રી છે. સ્મિતાનાં મમ્મીએ કહ્યા મુજબ તો ‘આખિર ક્યૂં?’ના શૂટિંગ દરમ્યાન રાજેશ ખન્ïનાએ (ડિમ્પલની હાજરીમાં) એ યાદ કરાવ્યું હતું કે પોતે તો વર્ષો પહેલાં ભવિષ્ય ભાખ્યું હતું કે આ ન્યુઝરીડર છોકરી ફિલ્મોમાં આવશે. મજાની વાત તો એ હતી કે ઈવન મુંબઈમાં ટીવી પર ન્યુઝ વાંચવાનું પણ ક્યાં પ્લાન કર્યું હતું?

સ્મિતાના પપ્પા મિનિસ્ટર બન્યા એટલે તેમને પુણે છોડીને સપરિવાર મુંબઈ રહેવા જવાનું થયું, પણ સ્મિતાનો અભ્યાસ વિખ્યાત ફગ્યુર્સલન કૉલેજમાં ચાલતો હોવાથી તેણે પુણેમાં જ રહેવાનો આગ્રહ રાખ્યો. જોકે ખરું કારણ એ હતું કે પુણેની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ખાસ તો ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટનું સ્મિતાને જાણે કે વળગણ થઈ ગયું હતું, કારણ કે એવામાં પુણેના માઇલસ્ટોનસમા પ્રભાત સ્ટુડિયોના કૅમ્પસમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટનો આરંભ થતાં સ્મિતાને એનો મોહ શરૂ થયો હતો. એ અગાઉ રાષ્ટ્ર સેવા દળમાં અભિનયની ચિનગારી પ્રગટી ચૂકી હતી. રાષ્ટ્ર સેવા દળ એટલે કે હિન્દુ રાષ્ટ્રની વિરાસતનું ગૌરવ કરાવતી ય્લ્લ્ની શાખાઓ સામે એસ. એમ. જોશી અને સમાજવાદીઓએ શરૂ કરેલું સર્વ ધર્મ સમભાવના સૂત્ર સાથેનું વૈકલ્પિક યુવા સંગઠન. સ્વાભાવિક રીતે જ રાષ્ટ્ર સેવા દળમાં સોશ્યલિસ્ટ પાટીલપરિવાર પણ સામેલ હોય જ. ત્યાં પણ સ્વયંસેવકો સમક્ષ બોલવાનું શીખવાડાતું હતું. સ્ટ્રીટપ્લે પણ થતા.

એથી નાનપણથી અભિનયનો નાનો-મોટો અનુભવ તો પાટીલ સિસ્ટર્સને મળવો શરૂ થઈ ચૂક્યો હતો, છતાં કૉલેજનું ભણતર ચાલુ હોવાથી ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં પોતાને ઍડ્મિશન લેવાનો તો સવાલ જ નહોતો, પણ ઇન્સ્ટિટ્યૂટમાંસાઉન્ડ-રેકૉર્ડિસ્ટનો ર્કોસ કરતા હિતેન ઘોષ સાથે સ્મિતાની દોસ્તી થઈ. ત્યાં જ પ્રથમ વાર કૅમેરા સામે અભિનય કરવાનો મોકો મળ્યો અરુણ ખોપકરની ‘તીવ્ર મધ્યમ’ નામની ૨૦ મિનિટની ફિલ્મમાં. અરુણ ખોપકર એ દિવસોમાં ઇન્સ્ટિટ્યૂટમાં દિગ્દર્શન શીખતા વિદ્યાર્થી હતા. ખોપકરને ડિપ્લોમાના અંતે પ્રૅક્ટિકલમાં એક નાની ફિલ્મ બનાવવાની હોવાથી તેમણે ‘તીવ્ર મધ્યમ’ માટે છોકરીની શોધ શરૂ કરી અને પહેલી નજર પડી શબાના આઝમી પર, જે ખોપકરની સાથે જ ઇન્સ્ટિટ્યૂટમાં ઍડ્મિશન લેનાર બૅચમેટ હતી. એટલે હિરોઇન પોતાના કૅમ્પસમાં બલકે પોતાના બૅચમાં જ ઉપલબ્ધ હોવાથી સ્મિતા કે અન્ય કોઈ છોકરીને ચાન્સ આપવાનો ખોપકરે વિચાર જ ક્યાં કરવાનો હતો? પણ એ શૉર્ટ ફિલ્મમાં શબાનાને લેવામાં એક ટેક્નિકલ મુશ્કેલી આવતી હતી, જેણે સ્મિતા માટે તક ઊભી કરી!

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK