કિશોરકુમારને પહેલી જ વાર ગાતા સાંભળીને સચિનદાએ અશોકકુમારને શું સલાહ આપી?

૧૯૫૫માં સચિનદાની ફિલ્મોનાં લોકપ્રિય ગીતોને યાદ કરીએ...

burman

વો જબ યાદ આએ - રજની મહેતા

જિસે તૂ કુબૂલ કર લે વો અદા કહાં સે લાઉં (દેવદાસ, લતા મંગેશકર, સાહિર લુધિયાનવી)

લાગી રે યે કૈસી અનબુઝ આગ મિતવા નહીં આએ (દેવદાસ, તલત મહમૂદ, સાહિર લુધિયાનવી)

આન મિલો આન મિલો શ્યામ સાંવરે (દેવદાસ, મન્ના ડે/ગીતા રૉય, સાહિર લુધિયાનવી)

તેરી દુનિયા મેં જીને સે તો બેહતર હૈ કિ મર જાએં (હાઉસ નંબર ૪૪, હેમંતકુમાર, સાહિર લુધિયાનવી)

ફૈલી હુઈ હૈ સપનોં કી બાંહેં આજા ચલ દે કહીં દૂર (હાઉસ નંબર ૪૪, લતા મંગેશકર, સાહિર લુધિયાનવી)

ચુપ હૈ ધરતી ચુપ હૈ ચાંદ સિતારે મેરે દિલ કી ધડકન તુઝકો પુકારે (હાઉસ નંબર ૪૪, હેમંતકુમાર, સાહિર લુધિયાનવી)

પીછે પીછે આ કે છૂ લો હમેં પાકે છુપ છુપ જાના હો (હાઉસ નંબર ૪૪, હેમંતકુમાર/લતા મંગેશકર, સાહિર લુધિયાનવી)

ઊંચે સુર મેં ગાએ જા, મસ્તી મેં લહરાએ જા (હાઉસ નંબર ૪૪, કિશોરકુમાર, સાહિર લુધિયાનવી)

પહલી ના દૂસરી તીસરી પસંદ હૈ (મદભરે નૈન, કિશોરકુમાર, શૈલેન્દ્ર)

જીવન કે સફર મેં રાહી મિલતે હૈં બિછડ જાને કો (મુનીમજી, કિશોરકુમાર, સાહિર લુધિયાનવી)

શિવજી બિહાને ચલે પાલકી સજાકે ભભૂતિ લગાકે હો (મુનીમજી, હેમંતકુમાર, સાહિર લુધિયાનવી)

એક નઝર બસ એક નઝર જાને તમન્ના દેખ ઇધર (મુનીમજી, લતા મંગેશકર, સાહિર લુધિયાનવી)

દિલ કી ઉમંગે હૈં જવાં રંગોં મેં ડૂબા હૈ સમાં હાર કે દોનોં જહાં (મુનીમજી, હેમંતકુમાર/ગીતા રૉય, સાહિર લુધિયાનવી)

કહાં હો તુમ મેરી તન્હાઇયાં આવાઝ દેતી હૈં (સોસાયટી, લતા મંગેશકર, સાહિર લુધિયાનવી)

ફિલ્મ ‘મુનીમજી’નું ‘જીવન કે સફર મેં રાહી, મિલતે હૈં બિછડ જાને કો’ ગીત કિશોરકુમારના જીવનમાં એક માઇલસ્ટોન ગીત બની ગયું. આ ગીતે તેમના અવાજને એક આગવી ઓળખ આપી. આ ગીત ખૂબ લોકપ્રિય તો થયું જ અને સાથે તેમનો સચિનદા સાથેનો સંબંધ એક ફ્રેન્ડ, ફિલોસૉફર અને ગાઇડ જેવો બન્યો. આ ગીત ÒMexican Hot DanceÓ પર આધારિત હતું. મૂળ આ ગીતની બીટ ફાસ્ટ પેસ્ડ હતી, પરંતુ સચિનદાએ ધીમી ગતિમાં પોતાની આગવી સ્ટાઇલમાં રેકૉર્ડ કર્યું. આ ગીતની ધૂનનું તેમણે એટલી કુશળતાથી ભારતીયકરણ કર્યું કે ભાગ્યે જ કોઈને ખબર પડે કે અસલી ધૂન કઈ છે. સચિનદા વિશ્વભરના વિવિધ સંગીતના પ્રકારો પરથી પ્રેરણા લઈને પોતાની ધૂનોનું સર્જન કરતા; કારણ કે તેઓ માનતા કે સંગીતની કોઈ ભાષા નથી, કેવળ અનુભૂતિ છે.

કિશોરકુમાર સાથેની પહેલી મુલાકાતને યાદ કરતાં સચિનદા કહે છે, ‘૧૯૪૬માં હું ફિલ્મિસ્તાનમાં અશોકકુમારની ‘આઠ દિન’ માટે કામ કરતો હતો. એ દિવસોમાં મેટ્રિક પાસ કરીને કિશોરકુમાર મુંબઈ આવ્યા હતા. ફુરસદના સમયે તેઓ અશોકકુમાર સાથે સ્ટુડિયોમાં આવતા. એક દિવસ અશોકકુમારે મને કહ્યું કે કિશોરને ગાવાનો ખૂબ શોખ છે પણ તેણે સંગીતની કોઈ તાલીમ લીધી નથી કે નથી તેનો કોઈ રિયાઝ, તેની બહુ ઇચ્છા છે કે તમે તેને એક વાર સાંભળો. એટલે મેં એક દિવસ તેને મળવા બોલાવ્યો. તેને ગાતો સાંભળી મને થયું કે વાહ, કમાલનો અવાજ છે. તેના ગળામાં એક એવી કુદરતી બક્ષિશ હતી કે તેની શું વાત કરું. કોઈ પણ જાતની તાલીમ અને રિયાઝ વગર આટલું સુંદર તે ગાઈ શકતો હોય એ મારા માનવામાં જ ન આવે. ત્યાં ને ત્યાં મેં નક્કી કર્યું કે તેના અવાજમાં હું ગીત રેકૉર્ડ કરીશ. મેં દાદામુનિને કહ્યું કે આને વધારે ભણવા કૉલેજમાં નહીં મૂકતા, સંગીતની દુનિયામાં જ તેને આગળ વધવા દો.’

અશોકકુમારે વિચાર્યું જ નહીં હોય કે સચિનદા કિશોરકુમારના અવાજથી આટલા પ્રભાવિત થશે. હકીકતમાં તેઓ હંમેશાં કિશોરકુમારને અભિનયમાં આગળ વધવાનું કહેતા. તેમનું માનવું હતું કે ગાવા કરતાં અભિનયમાં વધુ પૈસા મળે છે. આ તરફ કિશોરકુમારનો પહેલો અને આખરી પ્રેમ સંગીત હતો. જોકે નાછૂટકે તેમણે જ્યારે અભિનય કરવાનું શરૂ કર્યું ત્યારે શું બન્યું એ વાતો કિશોરદા વિશેના લેખોમાં વિસ્તારથી લખી ચૂક્યો છું. તેમની નજરે સચિનદા કેવા હતા એ હવે પછી...

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK