પ્રામાણિકતા, મહેનત અને નમþતા વગર દેશનો ઉદ્ધાર ક્યાંથી થવાનો?

બ્રોકિંગ ક્ષેત્રનું જાણીતું નામ એવા મોતીલાલ ઓસવાલે એક ટ્વીટમાં લખ્યું હતું

મની-પ્લાન્ટ - મુકેશ દેઢિયા

સફળતા માટે અંગ્રેજી મૂળાક્ષર ણ્થી શરૂ થતા આ ત્રણ શબ્દો પ્રમાણેના ગુણ વ્યક્તિમાં હોવા જરૂરી છે : Honesty, Hardwork  અને Humility (પ્રામાણિકતા, મહેનત અને નમþતા).

આધુનિક ભારતમાં પ્રામાણિકતા, મહેનત અને નમþતાની જ કમી છે. હું સારી રીતે જાણું છું કે આ વાત દરેક નાગરિકને લાગુ થતી નથી, પરંતુ જ્યારે આસપાસ અનેક પ્રકારનાં કૌભાંડોમાં બૅન્કોના કર્મચારીઓ, કંપનીઓના પ્રમોટરો, રાજકારણીઓ વગેરેને સંડોવાયેલા જોઈએ છીએ ત્યારે નિરાશા ઘેરી વળે છે. આવા વખતે એવું લાગે છે કે મધ્યમ વર્ગ નાસીપાસ થઈ જશે અને ગરીબ વર્ગનું ધનોતપનોત નીકળી જશે.

લોકો પોતાનું પેટિયું રળવા માટે પ્રામાણિકતાપૂર્વક અને નમþતા રાખીને સખત મહેનત કરે છે. તેઓ બચત કરીને પૈસા બૅન્કોમાં મૂકે છે, પણ આ શું! કેટલાક દુષ્ટ લોકો-બદમાશો બીજાની મૂડી તારાજ કરીને પોતાનું સામ્રાજ્ય સર્જે છે.

ભારતમાં આપણને રોજિંદા જીવનમાં કઈ સમસ્યાઓ દેખાય છે? મહાનગરપાલિકામાં, પોલીસ-સ્ટેશનોમાં, ટ્રાફિક-પોલીસોમાં, કરવેરાનાં ખાતાંમાં, સ્કૂલો-કૉલેજોમાં, બૅન્કોમાં વગેરે-વગેરે સ્થળોએ ભ્રષ્ટાચાર ફેલાયો છે. આ ઉપરાંત અમલદારો, જનપ્રતિનિધિઓ, રાજકારણીઓ મનફાવે એમ ગેરરીતિઓ આચરે છે અને તંત્રને ભ્રક્ટ કરી નાખે છે. દરેકને પોતપોતાના અનુભવના આધારે ઠેર-ઠેર ભ્રષ્ટાચાર થતો દેખાય છે.

અંગ્રેજીની એક કહેવતનો સાર એવો છે કે કાર્ડ-ગેમમાં તમારી પાસે સારાં પત્તાં હોય, પણ જો તમે નબળી રીતે રમો તો હારી શકો છો. આ જ રીતે ભારત અનેક દૃષ્ટિએ લાભદાયી સ્થિતિમાં છે, પરંતુ જો એ શક્તિઓનો-ક્ષમતાઓનો ઉપયોગ નહીં થાય તો આપણી પ્રગતિ પણ નહીં થાય. આપણી વસ્તીની સરેરાશ ઉંમર ૩૦ વર્ષ કરતાં ઓછી છે. જો યુવા વર્ગને યોગ્ય શિક્ષણ અને કૌશલ્ય આપીને સારી નોકરીઓ મળવા લાગે તો દેશ ઘણી પ્રગતિ કરી શકે છે. ભારત સમૃદ્ધ દેશ નથી. એમાંય વળી જો આપણા સ્રોતો ભ્રષ્ટાચાર અને કૌભાંડોમાં વેડફાતા હોય તો વિકસિત દેશોની સાથેનું આપણું અંતર ઓછું થશે જ નહીં અને આપણે પાછળ ને પાછળ રહી જઈશું.

આપણા કાયદા (ટૅક્સ-કાયદા નહીં) એટલા નબળા છે કે લોકો એનો ભંગ કરતાં અચકાતા નથી. ભ્રષ્ટાચાર પોતાનો જન્મસિદ્ધ હક હોય અને બીજા નાગરિકો પોતાના ગુલામ હોય એવી રીતે તેઓ વર્તે છે. આવા કચરાને હવે સમાજમાંથી દૂર કરવાનો સમય આવી ગયો છે. આપણે ભાવિ પેઢીઓને જવાબ આપવાનો છે. આપણી અગાઉની પેઢીઓએ આપેલા બલિદાનને કારણે આજે આપણે સ્વતંત્ર ભારતમાં રહીએ છીએ.

આજે જરૂર છે સક્ષમ નેતાની, કડક નિયમોની અને એ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવાની. આપણી વિવિધતા આપણી શક્તિ બનવી જોઈએ. હું મહારાષ્ટ્રમાં જન્મ્યો છું અને મોટો થયો છું. મારું વતન ગુજરાત છે અને હું ગુજરાતી બોલું છું, પરંતુ આજની તારીખે હું ગુજ્જુ મહારાષ્ટ્રિયન કહેવડાવું છું. છેવટે તો આપણે બધા ભારતીય જ છીએ. રણજી ટ્રોફીની મૅચ ચાલતી હોય તો હું ગુજરાતની ટીમને બદલે મુંબઈ કે મહારાષ્ટ્રની ટીમને જ સપોર્ટ કરીશ, કારણ કે હું મુંબઈમાં રહું છું.

ફાઇનૅન્સના વિષયની મારી આ કટારમાં આજે આ વિષય કેમ લીધો એવો વિચાર તમને આવ્યો હશે. આ બધું લખવાનું મન થયું, કારણ કે દેશમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારને લીધે દેશની વૃદ્ધિ અને સમૃદ્ધિના માર્ગમાં અવરોધ આવી રહ્યો છે.

હું પ્રભુને પ્રાર્થના કરું છું કે તેઓ બધાને પ્રામાણિકતા, મહેનત અને નમþતાનો ગુણ આપે અને જેઓ ખોટા માર્ગે ચડી ગયા છે તેમને સદ્બુદ્ધિ આપે.

જય મહારાષ્ટ્ર, જય ભારત.

(લેખક CA, CPM અને FRM છે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK