જૈન ધર્મની કેટલીક જાણવા જેવી માહિતી

આજે અહીં સુજ્ઞ વાચકો માટે જૈન ધર્મની કેટલીક જાણવા જેવી માહિતી પ્રસ્તુત છે.જૈન દર્શન - ચીમનલાલ કલાધર

એક મહાસાગર જેટલું જૈન ધર્મ અને એના તત્વનું ઊંડાણ છે. કેવલી ભગવંતો જ એનો પાર પામી શકે.

જંબુસ્વામીના નિર્વાણ પછી કઈ બાર વસ્તુઓનો વિચ્છેદ થયો? : (૧) પરમ અવધિજ્ઞાન, (૨) મન: પર્યવજ્ઞાન, (૩) કેવલજ્ઞાન, (૪) ઉપશમ શ્રેણી, (૫) ક્ષપક શ્રેણી, (૬) પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, (૭) સૂક્ષ્મ સંપરાય ચારિત્ર, (૮) યથાખ્યાત ચારિત્ર, (૯) પુલાક લબ્ધિ, (૧૦) આહારક લબ્ધિ, (૧૧) સિદ્ધિગમન, (૧૨) જિનકલ્પીપણું.

દસવૈકાલિક સૂત્રનાં અધ્યયનોનું મૂળ છે ૧૪ પૂર્વ: (૧) ચોથું અધ્યયન આત્મ પ્રવાદ નામના સાતમા પૂર્વમાંથી ઉદ્ધર્યું છે. (૨) પાંચમું અધ્યયન કર્મ પ્રવાદ નામના આઠમા પૂર્વમાંથી ઉદ્ધર્યું છે. (૩) સાતમું અધ્યયન સત્ય પ્રવાદ નામના છઠ્ઠા પૂર્વમાંથી ઉદ્ધર્યું છે. (૪) બાકીનાં સાત અધ્યયનો પ્રત્યાખ્યાન પ્રવાદ નામે નવમા પૂર્વમાંથી ઉદ્ધર્યાં છે. દસવૈકાલિક સૂત્રની રચના શય્યંભવસૂરીશ્વરજી મહારાજાએ બાળદીક્ષિત અને અલ્પાયુ એવા પોતાના પુત્ર મનકના આત્મકલ્યાણ માટે ચંપાપુરીના ચાતુર્માસ દરમ્યાન કરી હતી.

૧૪ પૂર્વોનાં નામ : (૧) ઉત્પાદ પૂર્વ, (૨) અગ્રાયણીય પૂર્વ, (૩) ર્વીથ પ્રવાદ પૂર્વ, (૪) અસ્તિનાસ્તિ પ્રવાદ પૂર્વ, (૫) જ્ઞાન પ્રવાદ પૂર્વ, (૬) સત્ય પ્રવાદ પૂર્વ, (૭) આત્મ પ્રવાદ પૂર્વ, (૮) સમય પ્રવાદ પૂર્વ, (૯) પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વ, (૧૦) વિચાનુ પ્રવાદ પૂર્વ, (૧૧) અવંધ્ય પૂર્વ, (૧૨) પ્રાણાયુ: પૂર્વ, (૧૩) ક્રિયાવિશાલ પૂર્વ અને (૧૪) બિન્દુસાર પૂર્વ.

 વર્તમાન સમયના પાંચમા આરાને જાણો: (૧) આ આરાના અંતે દુપ્પસહસૂરિજી થશે. તેમની કાયા બે હાથની હશે અને આયુષ્ય વીસ વર્ષનું હશે. આ આચાર્ય સ્વર્ગથી ચ્યવીને અહીં આવશે. બાર વર્ષ ગૃહસ્થાપણામાં રહીને દીક્ષા લેશે. દીક્ષા પછી ચાર વર્ષ બાદ આચાર્ય બનશે. ચાર વર્ષ સુધી આચાર્યપદે રહી વીસ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને છેલ્લે અઠ્ઠમ કરી સૌધર્મ દેવલોકે જશે. આ આચાર્ય એ સમયે માત્ર દસવૈકાલિક, જીતકલ્પ, આવશ્યક સૂત્રો, અનુયોગ દ્વાર અને નંદી આટલું જ શ્રુત ધારણ કરશે. આ સમયે ફલ્ગુશ્રી નામે સાધ્વી, નાગીલ નામે શ્રાવક અને સત્યશ્રી નામે શ્રાવિત હશે. આમ ચતુર્વિધ સંઘમાં ચારેયમાં એક-એક વ્યક્તિ રહેશે. આ સમયે વિમલવાહન નામે રાજા અને સુમન નામે મંત્રી હશે. આ રાજા દુપ્પસહસૂરિજીના ઉપદેશથી શ્રી શત્રુંજય મહાતીર્થનો છેલ્લો ઉદ્ધાર કરશે.

નવ નિધિ : (૧) નૈસર્પ, (૨) પાંડુકનિધિ, (૩) પિંગલિકનિધિ, (૪) સર્વરત્નનિધિ, (૫) મહાપદ્મનિધિ, (૬) કાળનિધિ, (૭) મહાકાળનિધિ, (૮) માણવકનિધિ, (૯) શંખનિધિ.

સિદ્ધશિલા : (૧) સિદ્ધશિલા સફેદ સોનાની છે અને સ્ફટિક જેવી નિર્મળ છે. (૨) સિદ્ધશિલાનું નામ છે ઈષત્ પ્રાગ્ભારા. (૩) સિદ્ધશિલા ૪૫ લાખ યોજન લાંબી-પહોળી છે તથા બરોબર અઢી દ્વીપની અંદર ઉપર સમાંતર રેખામાં છે. (૪) સર્વાર્થ સિદ્ધ પ્લેનથી ૧૨ યોજન ઉપર આ સિદ્ધશિલા આવેલી છે. (૫) સિદ્ધશિલા એકદમ મધ્ય ભાગે આઠ યોજન જાડી છે. ત્યાંથી બધી દિશામાં પાતળી-પાતળી થતી જાય છે. એ છેક છેડે માખીની પાંખ જેવી પાતળી છે. (૬) સિદ્ધશિલા અને અલોક વચ્ચે એક યોજનનું અંતર છે. એમાંથી ઉપરના ૩૩૩૧/૩ ભાગમાં સિદ્ધના જીવો શાશ્વત સુખને ભોગવી રહ્યા છે.

સિદ્ધશિલાનાં બાર નામ : (૧) ઈષત, (૨) ઈષત પ્રાગ્ભારા, (૩) તન્વી, (૪) તનુતન્વિકા, (૫) સિદ્ધિ, (૬) સિદ્ધાલય, (૭) મુક્તિ, (૮) મુક્તાલય, (૯) લોકાગ્ર, (૧૦) લોકસ્તુપિકા, (૧૨) લોકાગ્ર પ્રતિવાહિની અને (૧૨) સર્વ પ્રાણભૂત જીવ સત્વ સુખાવહ.

કાઉસગ્ગનું ફળ : (૧) શુદ્ધ ભાવે શ્વાસોચ્છ્વાસ પ્રમાણ કાઉસગ્ગ કરનાર આત્મા ૨૪,૫૦૮ પલ્યોપમથી કંઈક અધિક દેવલોકનું આયુષ્ય બાંધે છે. (૨) આઠ શ્વાસોચ્છ્વાસ એટલે સમગ્ર નવકારના કાઉસગ્ગે કરી ૧૯,૬૩,૨૬૭ પબ્યોપમનું દેવાયુ બાંધવા જીવ શક્તિ ધરાવે છે. (૩) પચીસ શ્વાસોચ્છ્વાસ એટલે ‘ચંદેસુનિમ્મલયરા’ સુધી કાઉસગ્ગ કરનાર આત્મા ૬૧,૩૫,૨૧૦ પલ્યોપમનું દેવ આયુષ્ય બાંધે છે.

સ્વાધ્યાય અને એના પ્રકાર : કાળવેળાને છોડીને મર્યાદાપૂર્વક નવાં તથા જૂનાં સૂત્રોનું અધ્યયન એને સ્વાધ્યાય કહે છે. સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે. એ છે : (૧) વાચના, (૨) પૃચ્છના, (૩) પરાવર્તના, (૪) અનુપ્રેક્ષા અને (૫) ધર્મકથા. કાળવેળાએ સ્વાધ્યાય કરવાથી જિનાજ્ઞાભંગ અને દેવોનો ઉપદ્રવ થાય છે.

કર્મના પ્રકાર : કર્મ આઠ પ્રકારનાં છે: (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) આયુષ્ય, (૬) નામ, (૭) ગોત્ર, (૮) અંતરાય.

બાહ્ય અને અભ્યાંતર તપના પ્રકારો: બાહ્ય તપ : (૧) અનસન, (૨) વૃત્તિસંક્ષેપ, (૩) કાયક્લેશ, (૪) ઉણોદરી, (૫) રસત્યાગ, (૬) સંલીનતા. અભ્યાંતર તપ : (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવચ્ચ, (૪) સ્વાધ્યાય, (૫) વ્યુત્સર્ગ, (૬) ધ્યાન.

સંસારી જીવનાં સાત સુખ : (૧) રોગરહિત હોય, (૨) કોઈનો દેણદાર ન હોય, (૩) યાત્રાદિ સિવાય પરદેશ ન જાય, (૪) ઘરમાં સ્ત્રી સુપાત્ર હોય, (૫) પુત્ર-પૌત્ર આદિનું સુખ હોય, (૬) સગાંસંબંધી પોતાના પક્ષનાં હોય, (૭) પંચ મહાજનમાં પ્રતિષ્ઠાવાïïળો હોય.

વાણીના છ ગુણો : (૧) હિત, (૨) મિત, (૩) મધુર, (૪) અતુચ્છ, (૫) ગર્વરહિત, (૬) સત્ય.

શ્રી શત્રુંજય મહાતીર્થનાં એકવીસ નામો : તરણતારણ શ્રી શત્રુંજય મહાતીર્થનાં આ પ્રમાણે એકવીસ નામ છે : (૧) શત્રુંજય, (૨) પુંડરિકગિરિ, (૩) સિદ્ધક્ષેત્ર, (૪) વિમલાચલ, (૫) સુરગિરિ, (૬) મહાગિરિ, (૭) પુણ્યરાશિ, (૮) શ્રીપદગિરિ, (૯) ઇન્દ્રપ્રકાશ, (૧૦) મહાતીર્થ, (૧૧) શાશ્વતગિરિ, (૧૨) રૂઢગિરિ, (૧૩) મુક્તિ નીલયગિરિ, (૧૪) પુષ્પદંતગિરિ, (૧૫) મહાપદ્મગિરિ, (૧૬) પૃથ્વીપીઠગિરિ, (૧૭) સુભદ્રગિરિ, (૧૮) કૈલાશગિરિ, (૧૯) કદંબગિરિ, (૨૦) ઉજ્જવલગિરિ, (૨૧) સર્વકામદાયકગિરિ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK