ધન ક્યારેય સલામતી આપી શકતું નથી

આદિ શંકરાચાર્ય કાશી (આજનું વારાણસી)માં હતા એ વખતે તેમણે આ શાસ્ત્રની રચના કરી હતી.

લક્ષ્મી ચંચળ છે કે આપણે? - ગૌરવ મશરૂવાળા

મૂઢ જહીહિ ધનાગમતૃષ્ણા

કુરુ સદબુgદ્ધ મનસિ વિતૃષ્ણામ્ ÐÐ૧ÐÐ

યલ્લભસે નિજકર્મોપાત્તં

વિત્તં તેન વિનોદય ચિત્તમ્ ÐÐ૨ÐР

અર્થાત્ હે મૂઢ વ્યક્તિ, સંપત્તિ એકઠી કરવાની તારી તૃષ્ણા છોડીને સત્યની ખોજ (આત્મખોજ) કરવા માટે તારા મગજનો ઉપયોગ કર. પોતાનાં કર્મોનાં ફળથી જે મળે છે એનાથી સંતુક્ટ રહે.

અત્યાર સુધી આપણે ભગવદ્ગીતા, યજુર્વેદ તથા સ્વામીનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીમાંથી મંત્રો, fલોક અને સંહિતામાં લખાયેલાં ધન-સંપત્તિ વિશેનાં બોધવચનોનો અભ્યાસ કર્યો છે. હવે આપણે જગદ્ગુરુ આદિ શંકરાચાર્ય રચિત ‘ભજ ગોવિંદમ્’ તરફ વળીએ.

આદિ શંકરાચાર્ય કાશી (આજનું વારાણસી)માં હતા એ વખતે તેમણે આ શાસ્ત્રની રચના કરી હતી. એક દિવસ તેમણે જોયું કે એક વૃદ્ધ માણસ જાણીતા વ્યાકરણી પાણિનિ પાસે વ્યાકરણ શીખવા જહેમત કરી રહ્યો હતો. શીખવા માટે તેણે ઘણી મહેનત લેવી પડે છે એ જોઈને આદિ શંકરાચાર્યને તેના પર દયા આવી. તેમણે એ વખતે કહ્યું કે વૃદ્ધાવસ્થામાં માણસે ધન, ભૌતિક સુખ, કામ, અન્ય ઇãન્દ્રયસુખ એ બધી એષણાઓનો ત્યાગ કરી દેવો જોઈએ. મનુષ્યની અંદર રહેલા સુષુપ્ત અહમ્ને શાંત કરવા માટે આ બધી ઇચ્છાઓ જાગે છે અને એને લીધે છેવટે મનુષ્ય દુખી થાય છે.

તેમનું કહેવું છે કે માણસ જ્યારે પોતાના ઘમંડ, એષણાઓ, કામવાસનાનો ત્યાગ કરીને આત્મકલ્યાણ પર ધ્યાન કેãન્દ્રત કરે ત્યારે જ તેને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.

‘ભજ ગોવિંદમ્’ના એક મંત્રમાં ધન એકઠું કરવા બાબતે બોધ આપવામાં આવ્યો છે. આદિ શંકરાચાર્યના મતે પુષ્કળ ધનનો સંચય કરવાથી માનસિક શાંતિ નથી મળતી. તેમની આ વાત પરથી મને મારી પ્રૅક્ટિસ દરમ્યાનનો એક કિસ્સો યાદ આવે છે. થોડાં વર્ષ પહેલાં એક વયસ્ક દંપતી મારી પાસે આવ્યું હતું. તેમની ૧૯ વર્ષની એકની એક દીકરી પૅરિસમાં શિક્ષણ લઈ રહી હતી. તેમની સાથેની વાતચીતમાં જાણવા મYયુ કે તેમની પુત્રી ૧૩ વર્ષની હતી ત્યારે તેમણે તેને ભણવા ઇંગ્લૅન્ડ મોકલી હતી.

તેમની પાસે પુષ્કળ ધન હોવાથી સંતાનને વિશ્વવિખ્યાત શૈક્ષણિક સંસ્થામાં ઉચ્ચાભ્યાસ માટે મોકલવાનું તેમને પરવડતું હતું. પૅરિસમાં અભ્યાસ પૂરો થયા પછી દીકરીને ન્યુ યૉર્ક મોકલવાની તેમની ઇચ્છા હતી.

આ દંપતીની કુલ સંપત્તિ આશરે ૭૫ કરોડ રૂપિયા હતી. તેમને એ જ ચિંતા સતાવતી હતી કે એકની એક દીકરીને આટલી બધી સંપત્તિ સાચવવાની કેળવણી મળી નહોતી.

આથી તેમણે મને કહ્યું કે એવું એક ટ્રસ્ટ બનાવવામાં હું તેમની મદદ કરું જેમાં તેમની બધી સંપત્તિ ટ્રાન્સફર કરવામાં આવે અને દીકરીને નિયમિત સમયાંતરે તથા જ્યારે જરૂર પડે ત્યારે એમાંથી પૈસા મળતા રહે. એ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પણ કોઈ વિશ્વાસુ માણસની તેમને જરૂર હતી.

તેમની મિલકતમાં રિયલ એસ્ટેટ, ડાયરેક્ટ ઇક્વિટી પોર્ટફોલિયો, સરકારી સિક્યૉરિટીઝ વગેરે સામેલ હતાં. તેમની સંપત્તિની એક ખાસિયત એ હતી કે એમાં જીવન વીમાની સંખ્યાબંધ એન્ડોવમેન્ટ પૉલિસીઓ સામેલ હતી. દરેકની પાકતી તારીખ અલગ-અલગ હતી.

મેં જોયું કે તેમની દીકરી પચીસ વર્ષની થયા બાદ દર છ મહિને એન્ડોવમેન્ટ પૉલિસી પાકવાની હતી અને તેની ૪૦ વર્ષની ઉંમર સુધી એમાંથી પૈસા મળવાના હતા. આમ તેને નિયમિતપણે આવક મળવાની હતી. વડીલોને એ વાતની પણ ખબર હતી કે મોંઘવારીની અસરને લીધે પાકતી રકમ પૂરતી નહીં હોય. આથી તેમણે પછીની દરેક પૉલિસી અગાઉની પૉલિસી કરતાં પાંચ ટકા વધારે રિસ્ક કવર ધરાવતી લીધી હતી. આ બધું હોવા છતાં તેમને ચિંતા સતાવતી હતી કે દીકરી સંપત્તિને કેવી રીતે સંભાળશે.

આ તો ફક્ત એક કિસ્સો થયો. આવા તો સંખ્યાબંધ કિસ્સા મેં જોયા છે જેમાં અલગ-અલગ ઉંમર, સંપત્તિનંલ પ્રમાણ અને શિક્ષણ ધરાવતી વ્યક્તિઓ ચિંતિત હોય.

સંપત્તિ ખતમ થઈ જશે તો સંતાનો પર નિર્ભર રહેવું પડશે કે કેમ, ઘર વેચવાની નોબત આવશે કે કેમ, જીવનધોરણ ટકાવી શકાશે કે નહીં એવી બધી ચિંતાઓ હોય છે.

જે માણસ બે-ત્રણ કરોડ રૂપિયાના ફ્લૅટમાં રહેતો હોય, બે-ત્રણ કાર ધરાવતો હોય, નિયમિતપણે વિદેશમાં ફરવા જતો હોય, જીવનનાં બીજા મોજશોખ કરતો હોય અને છતાં પૈસા બાબતે ચિંતિત હોય ત્યારે તેને જોઈને મને દુ:ખ થાય છે. તેના આ વર્તન પરથી સ્પષ્ટ થાય છે કે પૈસા ક્યારેય સલામતી આપી શકતા નથી.

બીજા મંત્રમાં આદિ શંકરાચાર્ય કહે છે કે એક તબક્કા બાદ પૈસાની પાછળ દોડવાને બદલે સત્ય એટલે કે આત્માની શોધ કરવી જોઈએ. એ કામ ચિંતન દ્વારા થઈ શકે છે.

બૅન્ક-અકાઉન્ટમાં, શૅરમાં કે મ્યુચ્યુઅલ ફન્ડમાં, સોનામાં કે રિયલ એસ્ટેટમાં પૈસા રોકવામાત્રથી મનની શાંતિ મળતી નથી. મન તો એકથી બીજી અને બીજીથી ત્રીજી એષણા પૂરી કરવા માટે ઠેકડા માર્યા કરતું હોય છે.

(લેખક વિખ્યાત ફાઇનૅન્શિયલ પ્લાનર છે અને તેમણે ‘યોગિક વેલ્થ’ નામનું પુસ્તક પણ લખ્યું છે.)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK