સપનામાં આવતી ધૂનો વિશે પંચમને સચિનદાએ શું સલાહ આપી?

બે પેઢી વચ્ચે વિચારધારાની લડાઈનું મુખ્ય કારણ હોય તો એ કે બન્ને પોતાનો કક્કો સાચો કરવાની ફિરાકમાં હોય છે.

burman

વો જબ યાદ આએ - રજની મહેતા

યુવાનો કહે છે કે અમુકતમુક વસ્તુ પર અમારો હક છે. વડીલો કહે છે, જો એ હક જોઈતો હોય તો પહેલાં તમારી ફરજો યોગ્ય રીતે પૂરી કરો. હરીન્દ્ર દવેની ભાષામાં કહીએ તો સત્ય આ બે અંતિમો વચે ક્યાંક છુપાયેલું છે. પંચમ અને સચિનદા વચ્ચે પિતા-પુત્ર કરતાં બે પ્રભાવશાળી વ્યક્તિત્વ વચ્ચે જે હેલ્ધી કૉમ્પિટિશન હોય એવો માહોલ હતો. ફિલ્મ ‘ફન્ટૂશ’માં કિશોરકુમારે ગાયેલું ‘એ મેરી ટોપી પલટકે આ, ના અપને ફન્ટૂશ કો સતા’નો એક સરસ કિસ્સો જાણવા જેવો છે. એ સમયે પંચમની ઉંમર ૧૬ વર્ષની હતી. અવારનવાર તે સચિનદાને કહેતા કે મેં અમુકતમુક ગીતોની ધૂન બનાવી છે, તમે સાંભળો અને ગમે તો રેકૉર્ડ કરો. પરંતુ સચિનદા તેમને દાદ નહોતા આપતા. જ્યારે પંચમે આ ગીત સાંભળ્યું ત્યારે તે નવાઈ પામી ગયા અને પિતા પર ગુસ્સો પણ આવ્યો. વાત એમ હતી કે આ ગીતની ધૂન પંચમે થોડા દિવસ પહેલાં સચિનદાને સંભળાવી હતી ત્યારે તેમણે કોઈ પ્રતિભાવ આપ્યો નહોતો.

ધૂંધવાયેલા પંચમે પિતાને પ્રશ્ન કર્યો કે મારી જાણ વગર મારી ધૂન પરથી તમે ગીત કેમ રેકૉર્ડ કર્યું? સાવ ડાહ્યાડમરા થઈને સચિનદાએ જવાબ આપ્યો, ‘દીકરા, ખુદ સચિનદેવ બર્મન તારી ધૂન પસંદ કરે એ તો તારા માટે બહુ મોટી વાત કહેવાય. આ માટે તારે ખુશ થવું જોઈએ.’

એ દિવસે પંચમને બ્રહ્મજ્ઞાન થયું કે સચિનદા કેવળ તેના પિતા નથી, એક હરીફ (કૉમ્પિટિટર) પણ છે. ત્યાં ને ત્યાં પંચમે મનમાં ગાંઠ વાળી - બસ, હવે પછી મારી કોઈ ધૂન તેમને સંભળાવીશ નહીં.

જોકે આ આક્રોશ તો એક ૧૬ વર્ષના યુવાનનો હતો. પિતા પાસેથી જે શીખવા મળ્યું એનું •ણ વ્યક્ત કરતાં પંચમ ૧૯૮૪ના એ ઇન્ટરવ્યુમાં સચિનદાને યાદ કરતાં આગળ કહે છે, ‘બીજી એક અગત્યની વાત મને બાબા પાસેથી એ શીખવા મળી કે જુદા-જુદા પ્રકારના અવાજ સાંભળતાં આપણને શું અનુભૂતિ થાય છે? ધારો કે તમે પંખીઓનો કલરવ સાંભળો અને તમે કંઈક ગણગણવાની શરૂઆત કરો. એ સમયે તમને જીવનના કોઈ પ્રસંગની યાદ આવે. તમારી પાસે સિચુએશન છે, હવે આ ધૂન છે. બસ, તરત તમે એ બન્નેનું મિશ્રણ કરી એક નવી ધૂનનું સર્જન કરી શકો છો. મોટે ભાગે બાબા મુખડાની ધૂન બનાવી મને, જયદેવને અને સુરહીદ કારને આપી દેતા કે હવે તમે અંતરાની ધૂન તમારી સમજ પ્રમાણે બનાવો.’

(પંચમ અને જયદેવને આપણે જાણીએ છીએ, પરંતુ સુરહીદ કાર બંગાળી ફિલ્મોના સફળ સંગીતકાર હતા. તેમના સંગીતવાળી હિન્દી ફિલ્મ ‘કાંચ કી ગુડિયા’નાં બે ગીત ખૂબ જ લોકપ્રિય થયાં. આજે પણ સંગીતપ્રેમીઓને યાદ છે - ‘સાથ હો તુમ ઔર રાત જવાં, નીંદ કિસે અબ ચૈન કહાં, કુછ તો સમજ અય ભોલે સનમ, કહતી હૈ ક્યા નઝરોં કી ઝુબાં’ -મુકેશ/આશા ભોસલે અને ‘તુમ્હારા પ્યાર મેરી ઝિંદગી કા સહારા હૈ, તુમ્હી ને મુસ્કુરાકે મેરી કિસ્મત કો સંવારા હૈ’ - આશા ભોસલે)

પંચમ આગળ કહે છે, ‘અમે ત્રણે જણ એકમેકથી ચડિયાતી ધૂન બનાવવાની કોશિશ કરતા. આને કારણે અમારી વચ્ચે હેલ્ધી કૉમ્પિટિશન રહેતી. બાબા અમારી ધૂનોમાંથી તેમને જે ઉત્તમ  લાગે એ પસંદ કરતા. કોઈ વાર મારી ધૂન પસંદ થતી તો મને પોરસ ચડતો. ત્યારે મને કહેતા, બહુ ખુશ થવાની જરૂર નથી. આટલું કહી અમારા નોકરને બોલાવતા અને તેનો અભિપ્રાય માગતા. તેમનું કહેવાનું તાત્પર્ય એટલું જ કે Simple is Beautiful.  બાબા પાસેથી હું ઘણું શીખ્યો. હું બાબાને કહેતો, મને સપનામાં ઘણી ધૂન આવે છે. તે કહેતા, આવા સમયે તરત તારે જાગીને ટેપરેકૉર્ડરમાં આ ધૂન ગણગણાવીને રેકૉર્ડ કરી લેવી અથવા એનાં નોટેશન લખી લેવાં, બીજા દિવસે તમે એમાં સુધારાવધારા કરીને સરસ ધૂન બનાવી શકો. ફિલ્મ ‘હરે રામ હરે ક્રિષ્ન’ના ‘કાંચી રે કાંચી રે, પ્રીત મેરી સાંચી’ અને ફિલ્મ ‘અપના દેશ’ના ‘દુનિયા મેં લોગોં કો ધોકા કભી હો જાતા હૈ’ આ ગીતોની ધૂન મને સપનામાં આવી હતી. એક ઘટના મને યાદ આવે છે. ‘આરાધના’ પછીના દિવસોની વાત છે. ‘આરાધના’ પછી મારી એક ફિલ્મ આવી હતી ‘કટી પતંગ’. લોકોને એનું સંગીત ખૂબ ગમ્યું હતું, પરંતુ બાબાએ કદી મારી તારીફ નહોતી કરી. મને હંમેશાં કહેતા, ઔર અચ્છા હોના ચાહિએ. ક્યારેક મને ઓછું આવી જતું. આજે મને સમજાય છે, આમ કહેવા પાછળ તેમનો શું મતલબ હતો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK