હું તમે ને આપણે

વડોદરા નિવાસી ડૉ. દિના શાહ ગાયનેકોલૉજિસ્ટ છે.

અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

વ્યસ્ત ડૉક્ટર હોવા છતાં કવિતા સાથેનું અનુસંધાન સતત જાળવી રાખ્યું છે. તેમનો સાતમો કાવ્યસંગ્રહ ‘હું તમે ને આપણે’ તાજેતરમાં પ્રકાશિત થયો. બાળકોને અવતારવામાં નિમિત્ત બનતાં આ ડૉક્ટરના સંગ્રહમાંથી થોડાક શેરોનું અવરતણ આ પાનાં પર કરાવીએ. 

મેં જરા જ્યાં હાથમાં તરણું લીધું

રોમરોમે ગામનું ખેતર ઊગ્યું

સૌ કહે છે જન્મ બાળકનો થયો

હું કહું છું કે લીલુંછમ ઘર ઊગ્યું


ખેતર માતૃત્વનું તાદૃશ્ય સ્વરૂપ છે. પાક લહેરાતો હોય ત્યારે લાગે કુદરત દાણે-દાણે મલકી રહી છે. બાળકનો જન્મ પણ ચમત્કારથી કમ નથી. જીવમાંથી જીવનું અવતરવું કુદરતની રહસ્યમયી લીલા છે. એક બાળકના આવવાથી ગમે એટલું બરછટ ઘર પણ કુમાશનો અનુભવ કરે. જિંદગીને સમજવાનો એક રસ્તો શૈશવ પાસે જઈને અટકે છે... 

ખુદા જેને કહો છો એ બીજું શું છે?

સતત વરસ્યા કરે છે ઓવારણા જેવું


ઈશ્વરની કૃપા ભલે તમારા આધાર કાર્ડ સાથે લિન્ક નથી ધરાવતી, પણ જન્મતા પહેલાં જ તમારા Xદય સાથે એની લિન્ક બંધાઈ ગઈ હોય છે. ગર્ભમાં જ એની જવાબદારી શરૂ થાય ને અંતિમ શ્વાસ સુધી ચાલતી રહે. ઈશ્વર સૃષ્ટિનો એવો ઘ્ચ્બ્ છે જે હોય છતાં દેખાય નહીં. કેટલીક વાર તે વહારે આવતો હોય ત્યારે આપણો સ્વભાવ જ અવરોધરૂપ બને. માણસમાં ચંચળતા હોય એ સ્વાભાવિક છે, પણ અહંકાર જ્યારે ઓગળે નહીં ત્યારે કાર્યને જ સહન કરવાનું આવે. 

ના કદી બદલી શક્યા

બદલાવ આવ્યા ને ગયા

સો સદી જૂનું જ માનસ

હું તમે ને આપણે


એકવીસમી સદીમાં પણ અઢારમી સદીની માનસિકતા વિચરતી જોવા મળશે. રાજકારણના દાવપેચ જુઓ તો લાગે કે દેશને એક કરવાને બદલે ખંડિત કરવાના કારસા રચાયા કરે છે. પ્રજાને જેમનામાં વિશ્વાસ હોય છે એ સરકારી સંસ્થાઓ પોતાની આબરૂ ગુમાવી રહી છે. પંજાબ નૅશનલ બૅન્કના પ્રકરણ પછી લાગે કે આપણા પૈસા મસમોટી રાષ્ટ્રીય બૅન્કમાં પણ સલામત નથી. પહોંચેલા લોકોની પરવરિશ માટે પ્રજાના પૈસા લાલ જાજમ પર પાથરવામાં આવે છે. 

ખર્ચાળ છે આ લોક ને ખર્ચી જશે બધા

આવીને કોણ બેંકમાં શમણાં જમા કરે?


એક તરફ ઉડાઉ લોકો પારકા પૈસા વાપરી વિદેશમાં એશઆરામ ફરમાવે તો બીજી તરફ પ્રામાણિક લોકો નિષ્ઠાપૂર્વકની બે ટંકની રોટી માટે અનેક મોરચે ઝઝૂમે. મુઠ્ઠીભર લોકોની નફ્ફટાઈ સામે કરોડો લોકોની નિષ્ઠા લોથપોથ થઈ જાય છે. આર્થિક અસમાનતા વિશ્વનો એક તોતિંગ વિરોધાભાસ છે. આમ આદમીના ભાગમાં એક સાવર્જ નિક વસવસો લખાયેલો છે...    

કેટલી ખુશીઓથી વંચિત રહી ગઈ

જિંદગી, તું જન્મથી જોગણ હશે


જિંદગીનાં વિવિધ રૂપ છે. કોઈ એક બીબામાં એને કેદ ન કરી શકાય. અબજો લોકો હોવા છતાં પ્રત્યેક આંગળીની છાપ જુદી હોવાની. વાત એકથી અનેક સુધી પહોંવાની છે. એ પછીનો રસ્તો શું હોવો જોઈએ એ વાત કવયિત્રી છેડે છે...

લો જીવનનો સાર સમજાઈ ગયો

આપણે બસ આપણા સુધી જવું


જાત સુધી જવા માટે પહેલાં જન્મવું પડે. જિંદગીનો પ્રારંભ નાનીસૂની વાત નથી. આ પ્રારંભમાં જે નિમિત્ત બને છે એ ઈશ્વરી માધ્યમ વિશેની સંવેદના વંદનક્ષમ છે.

જિંદગી જાણે સમર્પિત તેં કરી છે

બાળકો માટે દીધી ધડકન, તને મા

ગોદમાં તારી સકળ બ્રહ્માંડ છે

આભથી મોટું મળ્યું છે મન, તને મા


માતૃત્વને વ્યાખ્યામાં બાંધી ન શકાય. એ વાક્યોમાં વણાઈ જાય એટલું નાનું નથી. એનું વાત્સલ્ય તો વૈકુંઠથીય અદકેરું છે. માતૃત્વ દૈવી તત્વનું એક સાક્ષાત સ્વરૂપ છે. એ સાર્વત્રિક છે, છતાં સામાન્ય નથી. આવાં અનેક દર્શનથી સૃષ્ટિ ભરપૂર છે. 

ડાળો પર છે મોસમનો અહેસાસ અહીં

પથ્થર પર છે ઝરણાંઓનો દસ્તાવેજ

તારી પાસે સોનુ-ચાંદી, ધન-વૈભવ

ધરતી પાસે તરણાંઓનો દસ્તાવેજ


ઊગવું એ વિશ્વાસનું પ્રતીક છે. કાળમીંઢ પથ્થરની છાતી ફોડી કુમળું તરણું માથું ઊંચકે છે. એની કંઈ ઝાઝેરી વિસાત નથી, પણ એનું વજૂદ જરૂર છે. એ સૃષ્ટિના ચક્રનો હિસ્સો છે. અંધકાર સામે બાથ ભીડતા નાનકડા દીવાનું અજવાળું ભલે સીમિત હોય, પણ એ એનું પોતીકું છે. ઈશ્વરે પ્રત્યેક જણને એક નાનકડો દીવો લઈને મોકલ્યો છે. કેટલાક એને પ્રગટાવવાનું ભૂલી ગયા છે તો કેટલાક બીજાના દીવાને ઠારવામાં શક્તિ વેડફે છે. ઈશ્વરી સંકેતને સમજવાનું વિસારી દેવાય છે...

કહેવું છે ખુદાએ તો સરળ પણ

કહે છે સહેજ મર્માળું કરીને

તિમિરને બાથ ભીડી જે જીવ્યા છે

ગયા છે એ જ અજવાળું કરીને

ક્યા બાત હૈ


જગતને તો જુઠ્ઠા અભિનય ગમે છે

મને કોઈ શિશુનું વિસ્મય ગમે છે

મને તો Xદય પર ભરોસો છે પૂરો

તને દરવખત કેમ સંશય ગમે છે

નહીંતર તો આ વિશ્વ જીતી લઉં પણ

મને તારા હાથે પરાજય ગમે છે

ગુમાવી દીધું જો બધું તો થયું શું?

તને પામવાનો આ નિય ગમે છે

દિના ફૂલની નમ્રતાની છું ચાહક

મને જે ગમે તે સવિનય ગમે છે

- ડૉ. દિના શાહ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK